#ગ્રાઉન્ડ_રિપોર્ટ
આજ રોજ તારીખ ૧૯ માર્ચ ના ગુરૂવારના રોજ આમોદ બચ્ચોં કા ઘર ની મુલાકાત માટે હમારી ટીમ તરફથી હુ પોતે અને મોલાના ઈમરાન ગયા હતા, પાછલા દિવસોમાં બનેલ ઘટના ની સત્ય હકીકત શું છે ? આ ઘટના મિડીયા માં આવેલ ત્યારબાદ લગાતાર આ વિષયમાં માહિતી મેળવવા માટે અલગ અલગ વ્યક્તિ અને બચ્ચોં કા આમોદ ના મોહતમીમ નો સંપર્ક કરીને જાણકારી મેળવતા રહિયા હતા.
આ ઘટના જેમ મિડીયા મા છાપવામાં આવી ત્યારબાદ ગણા આપણા મિત્રો અને સમાજના જાગૃત લોકો આ ઘટનાના વિષયમાં સત્ય હકીકત માટે વારંવાર પ્રિન્ટ મિડીયા ના છાપામાં આવેલ નુયુજ અને ઈલેક્ટ્રોનિક મિડીયા ના નુયુજ વિડીયો શેર કરીને સત્ય હકીકત માટે કોલ કરીને જાણવા માંગતા હતા, આ ઘટનાના વિષયમાં હમારી પાસે જેતે સમય વધુ કોઈ પણ માહિતી ના હોવાથી કોઈ પણ જાણકારી આપી શકતા "ના" હતા.
આજ રોજ હમો ખાસ હેતુથી બચ્ચોં કા ઘર આમોદ ની મુલાકાત લીધેલ હતી,જેમા હમારો પેહલો હેતુ આ ઘટના બાબત વધુમાં વધુ જાણકારી મેળવી સમાજના લોકો સુધી તેની સત્ય હકીકત મુકવી,તે માટે હમો બચ્ચોં કા ઘર આમોદ ના મોહતમીમ સાહાબની મુલાકાત કરીને જેમની સાથે પેહલા પણ આજ વિષયમાં ટેલિફોનીક વાતચીત કરેલ હતી,પણ રૂબરૂ મા જઈને આ ઘટના બાબતના મજબુત પુરાવા મેળવી તેની હકીકત સુધી પોહચવું.
આ મુલાકાત ના લઈને જેટલી ગંભીરતા હમો જોવા માંગતા હતા બચ્ચોં કા ઘર આમોદ ના મોહતમીમ અથવા સંચાલકો માં તે કોઈ ખાસ જોવા મળેલ નથી જેનુ મને ગણું દુખ છે, હમો આ ઘટનાને લઈને મહત્વની જાણકારીના ડોક્યુમેન્ટ કોપી મેળવી તેની નાની નાની માહિતી સુધી પોહચવું પેહલો ઉદ્દેશ્ય હતો,જેમા એફ આઈ આર કરેલ ની કોપી, પોલિસ પ્રશાસન તરફથી બચ્ચોં કા ઘર આમોદ મા પડતી બાળકીઓ ના સ્ટેટમેન્ટ ની કોપી,મેડિકલ રિપોર્ટ અને કાનુની કાર્યવાહી કરેલ હોય તો તેની એક કોપી જેના માધ્યમથી વધુ સારી રીતે ઘટનાનો અભ્યાસ કરીને માહિતી મેળવી આગળ નું કાર્ય કરવામાં આવે.
પણ દુખ સાથે કેહવુ પડે છે આવી ઘટનાઓ કોઈને કોઈ ષડયંત્ર નો ભાગ જરૂર હોઈ છે, આવી પરિસ્થિતિ માં સંસ્થાના સંચાલક મા કોઈ ખાસ સહયોગ ના મળવો અને જેતે વિષયમાં તેના કોઈ પણ કાનુની કાર્યવાહી ના ડોક્યુમેન્ટ "ના"હોવા ગણું ગંભીર માની શકાય એમ છે,આવા વિષયમાં આજે નબળા થી નબળા માણસ આવી ઘટનાથી એક આલીમ ના લઈને ચિંતિત હોય અને સાહાનુભૂતિ રાખતા હોય તેવા સમયે ખાસ ભરૂચ જિલ્લાના ઉલ્માએ કિરામ આ બાબત મા શાંત બેસીને તમામ પરિસ્થિતિ જાણે કઈ થયું નથી અને આવા સમયે કોરોના વાયરસ માટે મીટીંગ બોલાવીને શું સાબિત કરવા માંગે છે, તે મને પોતે સમજમાં આવતું નથી,વધુમાં બચ્ચોં કા ઘરના મોહતમિમ તરફથી તેમના વકીલ પાસે તમામ માહિતી છે તેમ જાણવી હમો સમાજની નાના મોટા વિષયમાં ચર્ચા કરી ત્યાંથી રજા લઈને બહાર નિકળ્યા હતા.
આ વિષયમાં હમો હજુ તપાસ કરી રહેલ છે,જ્યાં સુધી મજબુત પુરાવા અને જાણકારી નથી મળતી જેતે વિષયમાં હમો આપને ૧૦૦% કોઈ જાણકારી નથી આપી સકતા,હા આ વિષય ઉપર હમો હમેશા ધ્યાન રાખીને જાણકારી જરૂર શેર કરીશું, હમો બસ એટલું જરૂર કહી શકીએ છીએ #આ_ષડયંત્ર_છે,જેમા અંગત કારણો ના લઈને મિડીયા માં વધુ ઉછેરવામાં આવેલ છે,જેમા આપણા દેશની મિડીયા ની ભુમિકા આપણે સૌ જાણીએ છિએ, આ ઘટના મિડીયા મા જે વાત દર્શાવવામાં આવેલ છે,તેની પુસ્તી હજુ બાકી છે,જેમ જાણકારી મળશે તેમ આપને જાણ કરવામાં આવશે.ઈન્શાઅલ્લાહ
આ કાર્ય SAFTEAM ના છઠ્ઠા નંબર ના ઉદ્દેશ્ય પુરા કરવા માટે કરવામાં આવેલ.
બાકી અલ્લાહ વધુ જાણકારી રાખનાર છે.
Huzaifa Patel, Bharuch GUJ.
(Dadicated Worker)
SAF🤝TEAM📱9898335767