*વિષય:* મકાન ભાડા કરારો અને સમાજની સુરક્ષા .
તારીખ : 24 ઓકટોબર
✒️ *Huzaifa Dedicated*
હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે *સરકાર દ્વારા લાગુ કરેલા કાનૂનોએ ભાડે મકાન આપતા માલિકો વચ્ચે ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.* આ સખત કાનૂન મકાન માલિકોને ભાડે મકાન આપવાના નિર્ણયમાં સમાજની સુરક્ષા બાબત અને સમયની જરૂરત જોતાં, *દરેક સોસાયટીના રહીશો* અને સોસાયટી કમિટી વિશેષ માંગ કરવા તરફ વિચાર કરવાની જરૂર છે. *અન્યથા આવનાર સમય આપણાં સૌ માટે સંકટનું કારણ બની શકે છે.*
જ્યાં સુધી સરકારના કાયદાનું પાલન કરવાનો પ્રશ્ન છે, *ત્યારે આપણા દરેક સોસાયટીના રહીશો અને જવાબદાર લોકોને પણ આ અંગે જવાબદારી પૂર્વક ચિંતિત રહેવું જોઈએ.* જો મકાન માલિકો અને ભાડુાતાઓ પોતાની માહિતી પોલીસ પ્રશાસનને આપી રહ્યાં છે, *તો સોસાયટીના કમિટીઓના સભ્યોએ પણ પોતાની સોસાયટીમાં ભાડુઆત મકાન બાબત સજાગ થવું જરૂરી છે.*
*મુસ્લિમ વિસ્તારના લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે.* આપણે આ બાબતે સોસાયટીને અસમાજિક કાર્યોથી બચાવવા અને દુષ્કર્મની ઘટનાઓથી બચવા માટે *સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ.* જો ભાડુાતાઓના મકાનમાં રહેતા ભાડુઆત તરફથી કોઈ દુર્ઘટના સર્જાય, *તો તેની જવાબદારી કોણ લે છે ❓* આ સંદર્ભમાં, દરેક સોસાયટીના રહીશો પાસે પોતાની સુરક્ષા માટે સરકારને *મંડળ રજૂ કરવાનો અધિકાર છે.*
તેથી, ભાડા કરાર દરમિયાન, મકાન માલિક અને *ભાડુઆત બંનેના ડોક્યુમેન્ટમાં સોસાયટી કમિટીની સહમતી પત્રની જરૂરિયાત છે.* આના દ્વારા, સોસાયટીની નીતિઓ અને નિયમોનું પાલન કરવું સરળ બની જશે, અને સોસાયટીના રહીશો માટે સુરક્ષા કરવામાં સોસાયટી કમિટી વચ્ચે વધુ સારી માહિતી વહન થાય તે શક્ય બનશે.
*આ વિષયમાં વધુ મજબૂતીથી અવાજ ઉઠાવવો જરૂરી છે.* જો સરકાર સોસાયટી કમિટીને ભાડુાતાઓના સહમતી પત્રને માન્યતા આપે, તો આથી યોગ્ય નિયંત્રણ અને સોસાયટીની વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.
આ સંદર્ભમાં એકઠા થઈને મજબૂત માંગો પ્રગટ કરીએ અને *એક સુરક્ષિત વાતાવરણની સુનિશ્ચિતતા કરીશું.*
*મારી વાતથી સહમત હોવ તો આગળ શેર કરશો.*