કોઈપણ સમાજને સારા ભવિષ્ય માટે *"પ્રોફેશનલ એજ્યુકેશન"* અને *"સોશિયલ એજ્યુકેશન"* બંને ખૂબ જ અગત્યના છે. જો કે સમક્ષ અને મજબૂત સમાજ બનાવવા માટે, *સમાજને સોશિયલ એજ્યુકેશન તરફ વિશેષ ધ્યાન આપવું જરૂરી હોય છે.*
સોશિયલ એજ્યુકેશનથી સમાજના તમામ લોકોને *નૈતિક મૂલ્યો, નાગરિક કર્તવ્ય, સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે સામાજિક જાગૃતિના મહત્ત્વ વિશે જાણકારી મળે છે* આ જ્ઞાનને જીવનમાં ઉતારી, દરેક વ્યક્તિ સમાજ માટે સહકાર, સહિષ્ણુતા અને ભાઈચારા જેવી ભાવનાઓ વિકસાવે છે.
*સમાજમાં વિવાદોને દૂર કરવા માટે, સંગઠિત જીવન શૈલી અપનાવીને પરસ્પર સહકાર અને સમજણ વધારવી મહત્વની છે.* આ માટે, સ્કૂલો અને કોલેજોમાં તેમજ સમાજના વિવિધ સંગ્રહો અને સંગઠનોમાં સોશિયલ એજ્યુકેશનના કાર્યક્રમો આયોજિત કરવા માટે સમાજના બુદ્ધિજીવી વર્ગની પ્રાથમિક જવાબદારી છે.
*સોશિયલ એજ્યુકેશનથી લોકોમાં સમાનતા, ન્યાય, અને શાંતિની ભાવના વૃદ્ધિ પામે છે.* આ બધા મુદ્દાઓ પર ધ્યાન આપીને, આપણે એક મજબૂત અને સમૃદ્ધ સમાજની રચના કરી શકીએ છીએ, *જેનો લાભ ભવિષ્યની પેઢીઓ ઉઠાવી શકે છે.*
આ સંદેશ સાથે, આશા છે કે આપણે બધા *સામાજિક શિક્ષણની જરુરિયાતને સમજીને, તેની અવશ્યકતા વિશેની સમજણને આગળ વધારવા પ્રયત્ન કરીશું.*
*સામાજિક શિક્ષણથી દુર કોઈપણ વ્યક્તિ પોતાના પ્રોફેશનલ શિક્ષણથી સમાજના વિશેષ જવાબદારી અને પોતાના કર્તવ્યોથી દુર રહે છે.* તેઓ પોતાના પ્રોફેશનમાં વ્યસ્ત રહી સામાજિક જવાબદારીથી દુર રહે છે, આંતરિક વિકાસ માટે સામાજિક શિક્ષણ મહત્વપૂર્ણ છે. જે સમાજમાં સામાજિક શિક્ષણનો અભાવ હોય છે, તે સમાજના સભ્યો પોતાના અંગત પ્રોફેશનલ કારકિર્દીમાં જેટલા સફળ થાય છે, *તેટલાજ સામાજિક જવાબદારી અને કર્તવ્યોના ક્ષેત્રમાં નબળા રહી જાય છે.*
સામાજિક શિક્ષણ દરેક વ્યક્તિને તેના સમુદાય અને સમાજ પ્રત્યેના ફરજ અને *જવાબદારીનું મહત્વ સમજાવશે.* તેઓને આ બાબત માટે જાગૃત બનાવશે કે માત્ર પોતાનું કે પરિવારનું કલ્યાણ પૂરતું નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે સહયોગ અને સંઘર્ષ માટે *માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા જેવા મહત્વના કાર્યો કરી શકે છે.*
તેથી, સમાજમાં સામાજિક શિક્ષણનું પ્રચાર-પ્રસાર અત્યંત જરૂરી છે. પ્રોફેશનલ શિક્ષણના સાથે-સાથે સામાજિક શિક્ષણને મહત્વ આપવું જોઈએ જેથી વ્યક્તિને સંપૂર્ણ રીતે સામાજિક વિશ્વાસ પામી શકે અને સમાજને સાચી પ્રગતિની દિશામાં લઈ જઈ શકે.
*સામાજીક શિક્ષણ જ્યારે નબરું થાય છે,* તેવા સમાજમાં વિકાસ જાહેર જીવનમાં ખૂબ દેખાય શકે પણ વિશ્વાસ સમાજના આમ જન જીવનમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી સમાજમાં નવા વિવાદો ઘણી તેજી સાથે વધે છે અને જુના વિવાદો વિકૃત માનસિકતા અને પરિસ્થતિ નિર્માણ કરી શકે છે.
*"વિશ્લેષણ"*
તમો ક્યાં એજ્યુકેશન ને મહત્વ આપશો ❓
*A*. _સોશિયલ એજ્યુકેશન._
*B*. _પ્રોફેશનલ એજ્યુકેશન._
આપનો જવાબ નીચે આપેલ નંબર ઉપર વોટસએપ નંબર ઉપર *A અથવા B લખીને જાણવો.*
🤜 *સુરક્ષિત સક્ષમ અને સંગઠિત સમાજના નિર્માણ માટે દરેકનું યોગદાન અનિવાર્ય છે.*🤛