Followers

Friday, 17 December 2021

WhatsApp માં મારી પોસ્ટ બાબત વાયરલ કરેલ મેસેજ.

   તારીખ ૧૭ ડિસેમ્બર ૨૦૨૧
      ગામ પંચાયત ચુંટણી સમયે 
    👇પ્રથમ મારા તરફ થી વાયરલ કરેલ મેસેજ 👇
     
*"કાવી ગામની જનતાની અદાલતમાં"*
       તા.૧૭ ડિસેમ્બર ૨૦૨૧
      કાવી ગામના સરપંચ અને ગામના જાગૃત યુવાન સાથે ટેલિફોનથી ધમકી આપવાની ચર્ચા સાંભળો, તમેજ નક્કી કરો શું ખરે ખર આપણે આપણો વોટ આપીને ધમકી આપતા નેતાઓ પંસદ કરીયે છીએ કે સેવક તરીકે ગામની જનતા ના સેવક બની પોતાની ફરજ અને જવાબદારી નિભાવે એવા નેતા પસંદ કરીયે છે ❓ *વિચારજો ખરે ખર આ સમય તમને હું વિચાર કરવા માટે આ પોસ્ટ કરી રહેલ છું.*

       જનતાની  અદાલત નક્કી કરશે શું ગામની સમસ્યા બાબત પોતાની રજૂઆત કરવી કોઈ ગુનોહ બને છે❓ મારી જેતે પોસ્ટના લઈને મને ધમકી આપવાનો પ્રયાસ કરેલ છે, જેની લિંક અંહી શેર કરૂ છું .
તમે આ લિંક ઉપર જઈને સાંભળી શકો છો શું મે કોઈ અપ શબ્દો બોલેલ છે❓ જોવો વિડીયો માં 

  *મને પેહલા પણ સામાજિક ક્ષેત્રે જન જાગૃતિ ના કાર્યો કરવા બાબત ગણી ધમકીઓ મળેલ  છે, હુ કઈ આવી ધમકીઓ થી ડરતો નથી પણ માળો જીવન નો મકસદ મને કુદરતે સમજાવેલ છે તેને ધ્યાન રાખી મારૂ કાર્ય કરૂ છું."* _"બાકી ડર ફક્ત અલ્લાહ નોજ હોય_

✒️  હુજૈફા પટેલ 
     સમર્પિત કાર્યકર્તા 
   મો.9898335767 
    ઓડિયો સાથે વાયરલ કરેલ મેસેજ નો સ્ક્રીન શોર્ટ
       *આ લિંક 👆 ઉપર જઈને ટેલિફોનની ચર્ચા સાંભળો.*
   👇👇👇  વાયરલ થયેલ મેસેજ 👇👇👇
કાવી જનતાની અદાલતમાં ન્યાય મેળવવાના હેતુસર આપની મોકલેલ ઓડીઓ કલીપ અને fb વિડિઓ ગ્રાફીની લિંક અમો કાવી જનતાને મળી...
અમો કાવીની જનતાએ આપની કોલ રેકોડિઁગ વારી કલીપને પણ સાંભળી અને સાથે સાથે આપની મોટી મસ્જિદ થી કબ્રસ્તાન તરફના એટલે કે ફકીરવાદ પાસેના રોડની આપની ફેસબુક ઉપર મુકેલી વિડિઓ ગ્રાફી પણ જોઈ...
આ સમગ્ર માહિતીની અમો કાવીની જનતાએ ખુબજ જીણવત ભરી તપાસ કરી. તો આ તપાસમાં અમો કાવીની જનતાને જાણવા મળ્યું છે કે તમે જે પરિસ્થિતિ ફેસબુક ઉપર રજુ કરી હતી તે બિલકુલ ખોટી અને અયોગ્ય સાબિત થાય છે... કારણકે આ જે પરિસ્થિતિ તમે ફેસબુક ઉપર બતાવી છે. તે પરિસ્થિતિ રોડ બનવાની કામગીરી નાં સમય દરમિયાનની છે. અને અમો કાવીની જનતા એ વસ્તુ પણ સારી રીતે જાણીયે અને સમજીયે છીએ કે જે વખતે ડેવલોપમેન્ટ નું કામ ચાલતું હોય તે વખતે ડેવલોપમેન્ટ વારા એરિયાની પરિસ્થિતિ થોડી બગડે જ છે... દા. ત. આપણે કાવી થી ભરૂચ જઇયે છીએ ત્યાં રસ્તામાં જ્યાં બ્રીજો અને  ડેવલોપમેન્ટ નાં કામો ચાલે છે ત્યાં ડેવલોપમેન્ટ ની કામગીરી દરમિયાન શું પરિસ્થિતિ સર્જાય છે જેનાથી આપણે સૌવ વાકેફ છીએ...

અને વરી આપે જે સમયે આ પરિસ્થિતિ નાં વિડિઓ લીધા તે સમય રોડની કામગીરી ચાલતી હતી અને સાથે સાથે ચોમાસુ પણ ચાલતું હતું...
આ રોડને ઢાલ આપવાના હેતુ થી અને લેવલિંગ કરવાનાં હેતુથી ત્યાં માટીકામ કરવામાં આવ્યું હતું... અને માટી કામ પૂરું થતા પહેલાજ વરસાદ ચાલુ થઇ ગયો હતો જેને કારણે આ સ્થિતિ સર્જાય હતી... છતાં આપે આ કામગીરી જલ્દી થાય અને લોકોને હાલાકી નાં થાય તેમાટે જો આની સામે પગલાં લીધા હોય તો સૌવ પ્રથમ તમારી ફરજમાં આવે છે કે તમે આપણા સ્થાનિક પ્રશાશન નેં લેખિતમાં આની જાણ કરો.. અને તમારા લેખિતમાં જાણ કરવા છતાં જો સ્થાનિક તંત્ર હરકતમાં ના આવે તો તમે તાલુકા અને જિલ્લાના અધિકારીઓને જાણ કરો... અને ઉપર જાણ કરવા છતાં પણ જો તમને ન્યાંય નાં મળે તો તમે મીડિયા અને શોષિયલ મીડિયાનો ઉપયોગ કરીને આની સામે લડત લઇ શકો છો... પરંતુ તમે નીચલા કે ઉપલા પ્રશાશન પાસે ન્યાંય ની અપીલ કર્યા વિના ડાયરેક ચાલુ ડેવલોપમેન્ટ વારા કામ ઉપર ફેસબુક નાં માધ્યમ થી ખોટા આક્ષેપો લગાવી નેં કાવીના સ્થાનિક તંત્ર નેં હેરાન કરવા અને ખોટી રીતે ચીતરવા માટે ની જે પ્રવૃત્તિ કરી છે જે અમો કાવીની જનતાની નજરમાં અયોગ્ય છે...


માટે અમો કાવીની જનતા કાવીના પ્રશાશન ઉપર આપના દ્વારા લગાવવામાં આવેલા ખોટા આક્ષેપો અને આરોપો નેં ખારીજ અને બેબુનીયાદ કરાર આપીને કાવીના પ્રશાશન નેં નિર્દોષ ઠેરવીએ છીએ...અને કાવીના પ્રશાશન નેં આ આરોપ થી મુક્ત કરીએ છીએ...
આ સ્થિતિ ડેવલોપમેન્ટ દરમિયાન ની હતી માટે આ પરિસ્થિતિ સર્જાવવા પાછળ તેઓનો કોઈ દોષ નાં હતો જેથી. આપનો કાવીની જનતામાં મુકેલો દાવો અમે રદબાતલ કરીએ છીએ... અને આપ નામદાર નેં પણ આદેશ પાઠવીએ છીએ કે આપ કોઈ પણ લડત લેતા પેહલા નીચલા પગથિયેથી ચાલુ કરો... ડાયરેક્ટ ટાવર પર ચઢીનેં નીચે નાં આવાય.... બલ્કે નીચેથી ટાવર ઉપર ચઢાય...


લી...
કાવી જનતા અદાલત... 🙏
       તેનો સ્ક્રીન શોર્ટ   
*મારા આજે કરેલ મેસેજ બાદ લી. કાવી જનતા અદાલત નામે વાયરલ થયેલ મેસેજ નું વિશ્લેષણ અને તેના યોગ્ય જવાબો.*
   તા. ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ 
      સમય- ૦૫:૦૦pm સાંજે.
    ✒️    હુજૈફા પટેલ 
           મો.9898335767 

      આપણા કાવી ગામના તમામ લોકોની સલામતી સમ્માન સાથેની દુવા કરીને  આજનો મેસેજ ગણા લોકો માટે બસ એક મજાક પુરતો અને ગણા લોકો માટે નુકસાન અને ફાયદા સાથે જરૂર જોડાયેલ હશે,પણ જ્યારે કોઈ ખોટી વાત સોશિયલ મિડીયામાં ચલાવવામાં આવે અને ખાસ મારા અંગત મેસેજ સાથે જોડાયેલ હોય તો મારી ફરજ છે,ગામના લોકો સુધી બને ત્યાં સુધી થોડી વાતોની ચોખવત કરી આપું.

   *ત્યાર પહેલા હું એક વાતની અંહી ચોખવત કરૂ છું, આ મેસેજ ફક્ત જેતે મેસેજ ના જવાબ માટે છે,તેને ધ્યાનમાં રાખવા વિનંતિ છે.*

       સૌપ્રથમ તો મને એ વાતની ખુશી થઈ કે આખા ભારતમાં  મારૂ ગામ એક એવુ ગામ છે, જ્યાં જનતા ની અદાલત ચાલે છે, નોધ કરવા જેવી વાત એ છે,મેસેજ લખનાર મારા ભાઈ,મિત્ર કે વડીલ ને કેહવા માંગુ છું તમારી આ પ્રવૃત્તિ જનતા માટેની નથી લાગતી, તમારા મેસેજ ને વાંચીને તેનો ઉદ્દેશ્ય સિવાય મારા ઓડિયો ને ખોટો સાબિત કરવાનો ઉદ્દેશ્ય છે, હાલાકે મારા ઓડિયો અને મેસેજ કરવાનો ઉદ્દેશ્ય લોકોને ફક્ત જાગૃત કરવાનો છે, જેને મેસેજ લખનાર વડીલે ખોટી રીતે પોતાની ચાપલૂસી કરવા સિવાય કઈ વિશેષ કાર્ય કરેલ નથી.

    મારા ઉદ્દેશ્ય ને સમજવા માટે સૌપ્રથમ આપ કાવીના નિશ્પક્ષ નાગરીક તરીકે સાંભળી ને મારો ઉદ્દેશ્ય સમજવાની જરૂરી છે, રહી વાત તમારા મેસેજ માં  "લી.કાવી ની જનતા અદાલત" નામ લીખને વાત મુકી છે પહેલા મારા ભાઈ  તમે એ બતાવો તમે આ થોડા સમયમાં કઈ કાવીની જનતા ને પુછીને લખેલ છે? ખરે ખર કાવી મા જનતાની અદાલત નામની સંસ્થા,સમિતિ નામથી કાર્યરત હોય તો મને જાન કરજો કે આટલા થોડા સમય મા કાવીની જનતા તરફથી તમે આટલી જલ્દીમાં મેસેજ કરી દિધો.મને તો આ મેસેજ વાંચતા ખરે ખર સુધીર  ચોધરી યાદ આવી ગયા, જેઓ હમેશા મિડીયામાં આવીને "બોલતા હે ભારત" કેહતા હે ભારત"પુછતા હે ભારત" જેવા શબ્દો બોલીને મિડીયાના માધ્યમથી લોકોને પ્રભાવિત કરે છે, તેમજ તમે આ કોશિશ  કરી છે, ભાઈ આવા પ્રયાસો જનતા હિતમાં "ના" કેહવાય.

પ્રથમ મારા વડીલ તમે મેસેજ કરેલ છે તે બાબત તમારી સાથે તમે ઇચ્છા રાખતા હોવ તો હુ રૂબરૂ માં ચર્ચા કરવા તૈયાર છું , બીજું  કે તમે પ્રશાસન ની વાત કરેલ છે, મે પ્રશાસન બાબત કોઈ ઉલ્લેખ કરેલ નથી મે મારી ટેલિફોનથી કરેલ ઓડિયો વાયરલ કરેલ છે, ગણા સમયે આપણે આપણી વાતો અને વિચારોમાં ન્યાય "ના" કરી શકતા હોઈ તો ચાપલૂસી કરવામાં આપણો ને મજબૂર કરે છે, જે ખરે ખર દેખાઈ રહેલ છે, રહી વાત રોડની સમસ્યા બાબત તો તેની ગણી લાંબી ચર્ચા છે, જે બાબત રૂબરૂ મલો તો વાત કરૂ મને ફોન કરજો.

        જનતા માટે કામ કરવું અને બોલવું કોઈ સહેલું નથી વડીલ આ રસ્તો બોવ કઠીન છે, 

         મારી આજની પોસ્ટમાં ફક્ત મારૂ ઓડિયો અને નાનો મેસેજ કરેલ છે, જેમા મને ખુલ્લી ધમકી આપેલ અને સાથે મારો વોટ કોઈને આપીને જેતે વ્યક્તિને સહયોગ નથી કરતો તે સાંભળી શકો છો, સાથે મારા વડીલ તમે વાત કરી તમે લેખિતમાં રજુઆત ની વાત કરી આતો રોડની સમસ્યા બાબત તમે આટલું કીધું તમને મારા તરફથી કરવામાં  આવેલ ગણા કામો બાબત મને લાગે છે જાનકારી નથી તે માટે તમને જરૂર કહું છું  આપણે એકવાર આમને સામને બેસીને એક બિજાને સમજી શકીએ એવા પ્રયાસ કરવો જોઈએ .

 રહી વાત મારે સોશિયલ મિડીયા માં વિડીયો વાયરલ કરવાની જરૂર "ના" હતી તો વડીલ સાંભળો તમને ખબર નથી મારા પહેલા એક વ્યક્તિ તરફથી ફેસબુક લાયૂ કરીને વાયરલ કરેલ ત્યારબાદ તેને ડાઉનલોડ કરીને મારા વોઇસ થી સોશિયલ મિડીયા માં વાત મુકેલ, *તમને જાણકારી મા વધારો કરવા માટે ખાસ કહું છું,* આ દેશના સંવિધાન અને કાયદા થી મોટું કોઈ નહી ચાહે દેશના પ્રધાનમંત્રી હોય કે ગામના સરપંચ હોય, સંવિધાન ના અનુચ્છેદ ૧૯ માં ભારત દેશના નાગરીક ને  *"વાણી વિચાર  અને અભિવ્યક્તિની  સ્વતંત્રતા"* આપેલ છે, જેને દેશના કાયદા મા રહી પોતાની વાત મુકવાનો અને પ્રચાર  કરવાનો અધિકાર મળેલ છે, મારા વડીલ તમે એકવાર રૂબરૂ મલો તો શાંતિપૂર્ણ વાર્તાલાપ કરીશું. 

આપ જરૂર રૂબરૂ વાત કરવા માટે મને ઉપર આપેલ નંબર  ઉપર કોલ કરશો એજ આશા  સાથે સોશિયલ મિડીયા માં મેસેજ વાયરલ કરૂ છું .
      
       લી. તરીકે આપના કાવી ગામનો જાગૃત,નીડર, સાહસિક , સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરેલ યુવા સમજી શકો છો.   
    *ભુલચુક માફ કરજો ગામના યુવાનો,વડીલો,માં-બહેનો.*

_________________________________________

    18 December 2021 Viral 
    આ ઓડીયો બાબતે હુઝેફાભાઇ સાથે ગામના સરપંચને વાતચીત થઇ હતી.
અને આ લખાણ લખનાર નામદારે લખે છે કે સહકાર નથી આપ્યો..એનો આખો મતલબ જ નામદારે વોટ મેળવવા માટે નકારાત્મક કર્યો છે..

આખુ ઓડિયો સાંભળ્યા બાદ મારા વિચારો વ્યક્ત કરી રહ્યો છુ.
હુઝેફાભાઇ ભરૂચ મુકામે રહે છે અને તેમનો વધારે સમય તેઓ ભરૂચ મુકામે જ વિતાવે છે, તેઓ પોતાની જાતને સામાજિક કાર્યકર્તા તરીકે સંબોધે છે. તો મારે આ બાબતે સામાજિક કાર્યકર્તાની વ્યાખ્યા સમજાવી જ રહી. સામાજિક કાર્યકર્તા શાંત સ્વભાવી, વિવેકી, સહકારની ભાવનાવાળા અને સમાજ માટે કંઇક કરી છુટવાની ખેવના ધરાવનારને કહે છે. સામાજિક કાર્યકર્તા પોતાના સ્વાર્થને સાઇડ પર મુકી સમાજ કે ગામનો ઉધ્ધાર કરવા માટે ઉત્સાહિત હોય અને તેઓ ગામના વહીવટી તંત્રને સકારાત્મક રીતે ગામની લાગણીને માન આપીને સહકાર આપતા હોય. સામાજિક કાર્યકર્તા હંમેશા કાયદો અને વ્યવસ્થા જાળવવાને આધિન હોય. સમાજના દરેક વર્ગ માટે તન,મન અને ધનથી પોતાની જાતને હંમેશા આગળ કરનાર હોય..

તેઓ પોતાની જાતને આખા ભરૂચ જીલ્લાના તથા કોમના સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખાવે છે અને ઓડિયોમા સરપંચ સાથે જે વાત કરે છે એનો ભાવાર્થ છે કે એક સામાજિક કાર્યકર્તા તરીકે મત આપી દિધો એટલે તેમણે સહકાર આપી દીધો. તેમ એમનુ કહેવુ છે તો મારે જણાવવાનુ કે અભણ વ્યક્તિ પણ સમજી જાય કે ચૂંટણી બાદ તેઓ પક્ષના વિરોધી હોય કે સમર્થક હોય દરેકે ગામના વિકાસમા સહકાર આપવો જોઇએ તેના બદલે તેમણે તો ગામને બદનામ કરવાની કોશિશ કરી. તેમની વાતો માત્ર શોસિયલ મિડીયા પર જ હોય છે, એટલે કહેવાનો ભાવાર્થ તેઓ માત્ર આસમાનથી વાતો કરે છે જમીન પરથી નથી કરી રહ્યા. તેઓએ FB કે યુટ્યુબ જેવી શોશિયલ મિડીયા એપ પર નાંખતા પહેલા તપાસ કરાવવાની હતી તેમ છતાં એમને ગંદકી જ લાગી હોય અને તેઓ માને  કે સરપંચ દ્વારા કે વહીવટીતંત્ર દ્વારા કામ થયેલ નથી તો તેઓ એક સામાજિક કાર્યકર્તા તરીકે પોતાનો કિંમતી સમયનુ બલિદાન આપી 25-30 માણસોને ભેગા કરી તેની સફાઇ કરાવતા. તેના બદલે તેમણે  FB પર જે ગામના રોડનુ ચાલુ કામને ગામની ગંદકી બતાવી ગામની તથા સરપંચની છબિને હાનિ પહોંચાડવાનુ કથિત કાર્ય કર્યું. 
ચાલુ કામને કોઇ પણ પ્રકારની તપાસ વગર FB  પર ચડાવી ગામને કે સરપંચની છબિને નુકશાન પહોંચાડવાનુ કાર્ય એક સામાજિક કાર્યકર્તા ના કરે. અને હાલ ઇલેકશનના માહોલમાં તેઓ લગભગ 2 વર્ષ જુનુ વિડીયો, ફોટોગ્રાફ અને ઓડિયો વાયરલ કરી એક સામાજિક કાર્યકર્તા તરીકે શું સંદેશો પાઠવી રહ્યા છે?? 2 વર્ષો બાદ આ ઓડિયો ઇલેકશનના સમયે જ કાવીની જનતા અદાલતમાં ન્યાય માંગવાના બહાને મૂકવાનો અર્થ શું સમજવો?? તેના સીધા જવાબમા કહુ તો તેઓના આ કાર્યથી તેઓ સામાજિક કાર્યકર્તાને બદલે વિધ્નસંતોષી વધારે હોય તેવુ કૃત્ય એમના દ્વારા કરવામા આવ્યુ.
એક સામાજિક કાર્યકર્તા ફક્ત અને ફક્ત ગામના વિકાસ અને ગામના લોકોના ઉદ્ધાર માં તેમજ ગામના વહીવટીતંત્રને મદદરૂપ થાય તેને કહે છે.. એક સાચો સામાજિક કાર્યકર કોઈ દિવસ ચૂંટણી સમયે ગામના વાતાવરણમાં અરાજકતા ફેલાય અને ગામની શાંતિભંગ થાય તથા લોકો ગુમરાહ થાય તેવી અધૂરી માહિતી ક્યારેય પ્રસ્તુત ના કરે.. એનો સીધો મતલબ એ થાય છે કે તેઓ સામાજિક કાર્યકર તો નથીજ.
અધૂરી સચ્ચાઈ એ પુરા જૂથ કરતા પણ વધારે ઘાતક હોય છે. તે વાત નેં તેઓ સારી રીતે જાણે છે માટે જ તેઓ લોકોને ભ્રમિત કરવા માટે અધૂરી ઘટના પ્રસ્તુત કરી વિપક્ષ નો પ્રચાર કરવાની કોશિશ કરી રહ્યા છે. ગામનુ શાંત વાતાવરણ ડહોળવાને બદલે તેઓને મારો એક સંદેશ છે કે આસમાનમાથી વાતો કરવાને બદલે જમીન પરથી રીપોર્ટીંગ કરો અને ગામને બદનામ કરવાની જગ્યાએ ગામના વિકાસમા સરપંચ તથા વહીવટીતંત્રને મદદરૂપ થાવ..

લિ. કાવી ગામનો એક જાગૃત નાગરીક
________________________________________

          ઉપર ના મેસેજ સોશિયલ મિડીયા માં વાયરલ કરેલ ત્યારબાદ મારા તરફથી વોટસએપ ઓડિયો કરેલ.  

________________________________________
      તા.૧૮ ડિસેમ્બર ૨૦૨૧ (૦૯:૦૦Pm)
જનતા સાવધાન... 🙏

અમુક વિઘ્નશંતોષી તત્વો સમાજસેવા અને વતન પ્રેમની આડમાં સત્તાપક્ષ સાથે પોતાની અંગત અડાવતોનો બદલો લેવાના હેતુથી ગામમાં એકતા ભાઈચારો અને શાંતિને ખતમ કરવાનાં નાપાક ઈરાદાઓ સાથે ગામમાં અરાજકતા અને અશાંતિનું વાતાવરણ ઉભું કરવા માટે ગામની ભોરીભારી જનતાને ભ્રમિત કરી રહ્યા છે. તેમજ સત્તાપક્ષના વિરૂધ્ધમાં ખોટા વાહિયાત ગ્લોબલ પ્રચારો ફેલાવીને ગામના વાતાવરણનેં ડોહારાવવાની નાપાક કોશિશો કરી રહ્યા છે. માટે કાવીની જનતાને નમ્ર થી અતિનમ્ર અપીલ કરવામાં આવે છે કે તેઓ ખુબ સાવધાની અને સાવચેતી રાખે. અને કોઈ વિઘ્નશંતોષી આપણો મિત્ર... ભાઈ... સગો... કે પડોશી બનીને આપણને ગુમરાહ નાં કરીજાય અને ભ્રમિત નાંકરી જાય તેની ખાસ તકેદારી રાખે... 🙏

અત્યારે આ વિઘ્નશંતોષી તત્વો સત્તાપક્ષને અન્યાયિ અને અત્યાચારી તરીકે સંબોધવાની અને આપ ભોરી જનતાના મનમાં જહેર ભરવાની કોશિશો કરશે... અને સાથે સાથે મોદીની જેમ 15 લાખ વારા સપના બતાવીને તમને બેવકૂફ બનાવવાની અને લાલચમાં પરોવવાનાં નાપાક સડયંત્રો પણ કરશે. આવા કટોકટી અને અતિમહત્વનાં સમયે જનતાને મારી અપીલ અને વિનંતિ છે કે તેઓ ધીરજ અને સમજદારી પૂર્વક ખુબ શાંતીથી નિર્ણય લે... અને ગામ હિતમાં નિર્ણય લઈને આ વિઘ્નશંતોષી તત્વોના સડયંત્રો અને જુઠા પ્રલોભનો નેં નાકામયાબ કરીને એક જાગૃત અને સાચા નાગરિક તરીકે પોતાની એક આગવી ઓરખ બનાવે. અને ગામના વિકાસ તેમજ એકતા ભાઈચારો અને શાંતીનો માહોલ વર્ષોથી બનાવી રાખનાર અને જારવી રાખનાર પાર્ટીને સાથ સહકાર આપીને આ વિઘ્નશંતોષીઓ સામેની જંગમાં વિજયી થવા માટે આપનાં કિંમતી મતોનું દાન આપીને આ જંગ નાં ભાગીદાર અને સહયોગી બને...

🙏આભાર 🙏

_________________________________________
*મારૂ ગામ કાવી મારૂ ગૌરવ છે*
      તા.૨૨ ડિસેમ્બર ૨૦૨૧ 
     ✒️  Huzaifa Patel 
           Dedicated Worker
 
      ગામના તમામ લોકોની સલામતી બાદ ગામ પંચાયત ની ચુંટણીનું પરિણામ આપણા ગામ કાવી મા આવી ગયું  છે, પરિવર્તન થયું છે, પણ તેની સાથે ગામ પંચાયતમાં જીત મેળવેલ તમામ વોર્ડ ના સભ્યો અને ખાસ સરપંચના જીતેલ ઉમેદવાર ને મારી નમ્રતા પુર્વક અપીલ છે, આપણા ગામને શૈક્ષણિક,અને સામાજિક એક્તા અને ન્યાય જેવા પ્રશ્નો ને ધ્યાન કરી વહેલા માં વહેલી ટકે ગામ પંચાયત તરફ થી તેની સત્તામાં આવતી અલગ અલગ ક્ષેત્રે ની સમિતિઓ બનાવી સમાજના દરેક વર્ગના લોકોને પ્રજાતંત્ર ના ફાયદાઓથી આપણા દેશના સંવિધાન અને કાયદા કાનૂન ઉપર ભરોસો વધે તેવા પ્રયાસ માટે કાર્ય કરે તેવી આશા અને ઉમ્મીદ રાખી આ મેસેજ સોશિયલ મિડીયામાં શેર કરી રહેલ છુ.

   સૌપ્રથમ ગામની પંચાયત તરફથી ગામના સારા ભવિષ્ય માટે *"સામાજિક ન્યાય સમિતિ"* બનાવી પોતાનું  કાર્ય આગર વધારવાનો પ્રયત્નો કરતા રેહશે તેવી આશા રાખુ છુ.

    ગણા એવા કાર્ય જે પ્રથમ તબક્કામાં કરવા જરૂરી છે જેના ઉપર ગામના દરેક વર્ગને સાથે લઈને પુરા કરવા તરફ પોતાનું  કાર્ય આગળ વધારી જનતાના વિશ્વાસને જરૂર ધ્યાન રાખશે એજ આશા. . . . .

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...