Followers

Monday, 27 May 2024

રાજકોટ ગેમ ઝોનમાં લાગેલ આગની માહિતી .

Breaking News : રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી,કહ્યુ- ‘જે મર્યા છે તે હત્યાથી ઓછું નથી’, જુઓ-VIDEO
અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગેમ ઝોનમાં થેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી, હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગેમ ઝોનમાં થેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી, હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી. રાજકોટના આ અગ્નિકાંડે આખે ગુજરાત સહિત આખા દેશને હચમચાવી દીધુ છે.

જેટલા લોકો મર્યા તે હત્યાથી ઓછું નથી-HC
આ સમગ્ર મામલો હાઈકોર્ટ પહોચ્યોં હતો ત્યારે હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢતા કહ્યું છે કે ગેમઝોનને કેવી રીતે વપરાશની મંજૂરી મળી, કેટલા સમયથી આ ગેમઝોન કાર્યરત હતું છત્તા પણ કોઈ સુરક્ષાને લઈને કામગીરી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે અરજદાર હાઈકોર્ટમાં જણાવ્યું હતુ કે રાજ્ય સરકારમાં બાંધકામ માટે GDCRના નિયમોનું પાલન કરવાનું હોય છે, રાજકોટ ગેમઝોનમાં પણ કોઈપણ પ્રકારની મંજૂરી લીધી ન હતી.

જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ રહી
હવે આ સમગ્ર મામલે સુઓમોટોની જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ રહી છે. સરકાર તરફથી બંને એડવોકેટ જનરલ કોર્ટમાં હાજર રહ્યા હતા. રાજકોટ, અમદાવાદ, વડોદરા મનપાના વકીલો આ સમયે હાજર હતા. ત્યારે હાઇકોર્ટે ઝાટકણી કાઢતા રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે.

હવે રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે જવાબ રજૂ થઇ શકે છે SITનો પ્રાયમરી રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ થઈ શકે છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર અને સરકારે લીધેલા પગલાં મુદ્દે પણ રજૂઆત થશે. હાઇકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું હતુ જે બાદ હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટ સરકાર પાસે જવાબ માંગી રહી છે.

હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢી
રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર મુદ્દે હાઇકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી, ત્યારે, આ ઘટના માનવસર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હોવાની કોર્ટે નોંધ લીધી હતી. તેમજ, ગેમિંગ ઝોન ચલાવવા અને બનાવવા માટેની પરવાની ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાને મૂકાયું છે, ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે અને આ ખુલાસો એક જ દિવસમાં આપી દેવા કડક નિર્દેશ પણ કર્યા છે.

અમદાવાદના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ
જેમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલનથી લઇ અનેક મુદ્દે ખુલાસા થશે, એટલું જ નહીં, હાઇકોર્ટે અમદાવાદના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ ગણાવ્યા છે. અમદાવાદના સિંધુભવન, સરદાર પટેલ રિંગ રોડ, એસ.જી. હાઇવેના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ હોવાનું કહ્યું. મહત્વનું છે, હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લઇને સુઓમોટો પિટીશન દાખલ કરી છે. હવે તપાસ બાદ જ વધુ ખુલાસા થશે.


રાજકોટ મનપા પર હાઈકોર્ટ આકરાપાણીએ, RMC કમિશનરને ફટકારી નોટિસ

કોર્ટના આદેશ છતાં નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ
જ્વલનશીલ પદાર્થો કે એક્સપ્લોઝિવનું સ્ટોરેજ કરતી બિલ્ડિંગ જોખમી
આગમાં મૃત્યુ પામેલા લોકોને ઝડપી ન્યાય મળે
રાજકોટ મનપા પર હાઈકોર્ટ આકરાપાણીએ છે. જેમાં RMC કમિશનરને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશનરને નોટિસમાં જણાવ્યું છે કે તમને શા માટે જવાબદાર ન ગણવા તેમજ રાજકોટ મનપા કમિશનર જવાબ આપે. ફાયર સેફ્ટી વિના સરકારને પણ કોર્ટ નહીં ચલાવી લે. જેમાં રાજકોટ ગેમઝોન આગકાંડમાં હાઇકોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે.

આગમાં મૃત્યુ પામેલા લોકોને ઝડપી ન્યાય મળે

રાજકોટમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકોને ઝડપી ન્યાય મળે તેને લઈ સૌ કોઈ ચિંતિત છે,ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તાત્કાલિક સુનાવણી હાથધરવામાં આવી છે. જેમાં અરજદારે કહ્યું, રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગને લઈને તુરંત રિપોર્ટ તૈયાર કરાય, RMCની જવાબદારી નક્કી કરાય, આ ઘટનામાં મૃત્યુના જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરાય. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ઓથોરિટી દ્વારા અનાદર કરવામાં આવ્યો છે. આ એક વખતની દુર્ઘટના નથી અનેક વખતની દુર્ધટના છે.HC,SCના નિર્દેશ છતાં બેદરકારી રખાય છે,આ અગ્નિકાંડમાં લોકોની હત્યા થઈ છે,નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેખાડો થાય છે. આવો દેખાડો કરવાનો કોઈ મતલબ નહીં.

કોર્ટના આદેશ છતાં નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ

કોર્ટના આદેશ છતાં નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે. તક્ષશિલા, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ પણ તંત્ર નિદ્વામાં છે.જનતાના હેલ્થની ચિંતાની જેમ ફાયરસેફ્ટીની પણ ચિંતા કરો.જેમાં ગેમઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી તો ગેમઝોન કેમ ચાલુ રખાયો હતો,એન્ટ્રી એરિયા પણ CCTVમાં દેખાય છે,તમને લોકોના જીવની પડી નથી અને તમે વેલ્ડીંગની કામગીરી કરતા હતા,આ કેટલું યોગ્ય છે. વધુમાં અરજદારે કહ્યું હતું કે, બિલ્ડિંગ નિર્માણ દરમિયાનના નિયમો પણ પાળવા પડે, તેમાં પણ ફાયર સેફ્ટીની જોગવાઇ છે, આવા કોઈ નિયમ રાજકોટમાં TRP દ્વારા પળાયા નથી.

જ્વલનશીલ પદાર્થો કે એક્સપ્લોઝિવનું સ્ટોરેજ કરતી બિલ્ડિંગ જોખમી

જ્વલનશીલ પદાર્થો કે એક્સપ્લોઝિવનું સ્ટોરેજ કરતી બિલ્ડિંગ જોખમી પ્રકારમાં આવે છે. ભરૂચ ફાયર, રાજકોટ ફાયર, અમદાવાદ ફાયર, હોસ્પિટલમાં આગ, ઓથોરિટી ક્યારે જાગશે? નિયમો છે તેનું પાલન કરાવવાની જવાબદારી કોની? લોકોની હાલત દયનીય છે. જેમાં હાઇકોર્ટ જણાવ્યું છે કે અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો રહ્યો નથી. કોર્ટના નિર્દેશોના ચાર વર્ષ છતાં આવી ઘટનાઓ બને છે. રાજ્ય સરકારના એડિશનલ એડવોકેટ જનરલે કહ્યું કે, તુરંત પગલાં લેવામાં આવ્યા છે. બધા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. અત્યારે એક પણ ગેમ ઝોન ચાલુ નહીં.


7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...