*આપણાં થી શું વિસરાઈ ગયુ?*
*(ભાગ- ૧)*
🤔........🤔
ભારત નો સેંકડો વર્ષો નો ઇતિહાસ ગવાહ છે કે આપણા બુજુર્ગો અને આપણી ખાનકાહો મા બધા જ ધર્મ ના લોકો હાજરી આપી ને પોતાની આસ્થા અને લાગણી ને દર્શાવતા રહયા છે.સૂફી-સંતો પાસે આવી ને પોતાના દુખ અને તકલીફો ને જણાવી ને પોતાને સમર્પિત કરતા આવ્યા છે.
ભલે પોતે બીજા ધર્મ ના હોવા છતા પણ અે મુસ્લિમ સંતો ની સેવા,વ્યવહાર અને નિખાલસતા જોઈ ને ઈસ્લામ અને સૂફી-સંતો થી આકર્ષિત થતા હતા.
સૂફી-સંતો પણ એમના સાથે ભેદભાવ રાખ્યા વગર જરૂરી એવી મદદ કરતા અને અલ્લાહ ને મનાવતા અને જ્યારે લોકો ને ફાયદો થઈ જતો તો લોકો નુ ઈસ્લામ અને સંતો પ્રત્યે વધુ યકીન મજબૂત થતુ.
કૂફ્ર ના અંધારા મા હોવા છતા પણ એ લોકો કેમ ઈમાન ની રોશની ને પસંદ કરતા હતા?કેમ આપણા સૂફી-સંતો થી નજીક રહેતા હતા?કેમ પોતાના પ્રશ્નો ને ખાનકાહો મા લાવતા હતા?
અને ઘણા લોકો સત્ય ને સ્વીકારી ને તૌહીદ નો પ્યાલો પીય ને દુનિયા અને આખિરત નો ફાયદો લેતા હતા.
*વિચારવાનો વિષય તો છે જ ને કે આપણા બૂજૂર્ગો પાસે શુ હતુ અને આપણે શુ છોડી દીધુ?*
અને આજે આપણો હાલ જુઓ કે આજ ના સમય મા મુસલમાન થી બીજા ધર્મ ના લોકો ને કેટલી નફરત અને કેવા ષડયંત્રો થાય છે?
*કેમ આજે કોઈ ગૈર મુસ્લિમ આપણી વાતો સમજવા કે આપણા મસ્જિદ ના ઇમામ કે ધાર્મિક સજ્જન સાથે બેસવા કે પોતાના પ્રશ્નો કેહવા પણ તૈયાર નથી?*
પહેલા જ્યારે નાના છોકરા બિમાર પડતા તો એની માઁ મસ્જિદ ની બહાર ઊભી રેહ્તી છોકરા ઓ ને લઈ ને કે કોઈ અલ્લાહ નો નેક બંદો હાથ ફેરવી આપે કે પાણી આપે તો એ સાજો થઈ જાય.આપણી મસ્જિદો ની બહાર લાઇન લગતી હતી બીજા ધર્મ ના લોકો ની.
કેવી અડગ શ્રધ્ધા અને આસ્થા આપણા બૂજૂર્ગો થી?
*અને આજે આપણે જો કોઈ ને સારૂ જમવાનુ પણ આપીયે તો એને લોકો શંકા થી જુવે છે અને આપણા પર વિશ્વાસ ન કરી ને સ્વીકૃત નથી કરતા*
*એવુ કેમ ?છૂટી શુ ગયુ આપણા થી?*
એ તફાવત શુ છે?આપણે ભૂલી શુ ગયા?
કાલ સુધી આપણી મસ્જિદો અને ખાનકાહો થી આકર્ષીત રેહનાર ગૈર મુસ્લિમ આજે દૂર કેમ ભાગે છે?આપણા ધાર્મિક વિધ્વાનો થી નફરત કેમ કરે છે?
*શુ ભૂલાઈ ગયુ અને શુ ત્યજીત થય ગયુ?*
મારા મત મુજબ એ તફાવત સેવા અને *પવિત્ર વ્યવહાર* નો છે,નિષ્ઠા અને નિખાલસતા થી કરેલ કાર્યો નો છે. *ભેદભાવ વિના કરેલ આચરણ નો છે*
અે તફાવત સાચા અર્થ મા કરેલ ખુદા ની બંદગી અને *આત્મ જ્ઞાન* નો છે.અે તફાવત સાચા અર્થ મા મુસલમાન હોવા નો છે.
અે તફાવત ત્યાગ,કષ્ટ અને નમ્રતા નો છે.અે તફાવત સૂફીવાદ ની તાલીમ નો છે.
*અને સહુ થી મોટો તફાવત રુહાની ભૂમિકા અને રુહાની સિદ્ધીઓ નો છે જે આજે ભૂલાઈ ગઈ છે*
એ સૂફી સંતો સાચા અર્થ મા મુસલમાન હતા કે જેઓ ખાલી શબ્દો ની રમત મા રમી ને હવાલા ની આડ મા પોતાને મોટા બતાવા ના આગ્રહી ના હતા.
ગૈર મુસ્લિમો પાસે જઈ ને પ્રેમ, સેવા અને સારા વ્યવહાર થી ભેદભાવ વિના આચરણ કરતા જેથી સત્ય માર્ગ બતાવવાની જરૂર પડે અે પહેલા જ લોકો સત પુરુષ ને જોઈ ને જ સત્ય ઓડ્ખી જતા.નહી તો પહેલા કરતા આજે મસ્જિદો પણ વધુ છે અને પ્રચાર ના માધ્યમો પણ ઘણા છે.
પહેલા તો આજ ના સમય જેટલી ના મસ્જિદો હતી કે ના આરામદાયી સંસાધનો કે ના આજ ના સમય જેટલી ઇસ્લામી મિલકત હતી.
કેટલે દૂર દૂર સુધી જવુ પડતુ હતુ ધાર્મિક જ્ઞાન લેવા માટે કેટલાય દિવસો ની મુસાફરી કરવી પડતી હતી.
તે છતા પણ તેઓ ચોટી પર હતા અને આજે આપણા પાસે તમામ માધ્યમો અને સગવડો સાથે હોવા છતા પણ કેમ ઇજ્જત સાથે સમ્રુદ્ધી ના શિખર પર નથી?આ જ બધુ તો વિચારવાની જરૂર છે આજે.જે પ્રાપ્ત થયુ એ કેમ થયુ અને જે છીનવાઈ ગયુ એ કેમ છીનવાઈ ગયુ એ બાબત પર વિચાર કરી ને જો ઉપાય શોધવા મા આવે તો કયારેય ઇતિહાસ ઉંધો ના થાય.
*તૌહીદ અે ખાલી મુખ થી બોલવાનો વિષય નથી પણ અનુભવવાનો વિષય છે*
જેનુ ઊંડાણ મા વર્ણન તસવ્વૂફ ના પુસ્તકો મા થયેલ છે
અે જ તફાવત ના લીધે તો ભારત મા ગરીબ નવાજ ર અ એ લખો લોકો ને તૌહીદ નો પ્યાલો પિવાડ્યો પણ કોઈ રમખાણો ના થયા હતા.
અે જ પવિત્ર ભૂમિકા અને આચરણ ના તફાવત ના લીધે એલાન અે નબૂવ્વત ના પહેલા પણ લોકો હજરત પયગમ્બર (સલ્લ્લાહો અલયહિ વસલ્લમ-)સાહેબ ને સાચા અને અમાનતદાર કહેતા હતા.એટલે જ તો ત્યાર બાદ 23 વર્ષ ના ટૂંકા પવિત્ર જાહીરી જીવન ના સમય મા જ ઈસ્લામ નો પ્રસાર અને પ્રચાર સમગ્ર વિશ્વ મા થય ગયો.
*જયા સુધી ઇસ્લામ ની અસ્લ એવુ તસવ્વૂફ,સૂફીવાદ નુ ફરી થી શિક્ષણ આપી ને અનુસરણ નહી કરવા મા આવે ત્યા સુધી શાંતિ અને સત્ય નો માર્ગ મોકળો નહી થાય*
આજે પણ પહેલા જેવી એકતા અને ગૈર મુસ્લિમ ની મુસ્લિમ સંતો પ્રત્યે ભાવના જોવા મળે છે ખાનકાહો અને પીરો પ્રત્યે.એનુ એક જ કારણ છે કે બૂજૂર્ગો ના સૂપૂત્રો અે સૂફીવાદ ની પરમ્પરા ને જાળવી રાખી છે અને એમના પૂર્વજો અે બતાવેલ રસ્તા પર પોતાના અડગ પગલા મૂકી રાખ્યા છે.
નહી તો એવી એકતા અને ગૈર મુસ્લિમ ની ભાવના ખાનકાહો, પીરો અને ખાનકાહી લોકો પ્રત્યે જે જોવા મા આવે છે અે બીજે ક્યાય જોવામા ખાસ નથી આવતી.
સત્ય અને શાંતિ નો માર્ગ એ જ ઇસ્લામ.અને આ માર્ગ ખૂબ જ તપસ્યા,ભૂખ,તરસ અને જંગલો મા રાત દિવસ મહેનત કરી ને ફેલાયો છે તો આપણને કોઈ હક નથી કે a/c ના રૂમ મા રહી નેે ઉત્તમ ખોરાક ખાઈ ને એને સંકુચિત કરવાનો.
હજરત પીર ડો.મતાઉદ્દીન ચિસ્તી પીરઝાદા સાહેબ કહે છે,
*21 મી સદી મા વાસ્તવિકતા થી વિખૂટા પડેલા માનવી ને પુનઃ વાસ્તવિકતા થી જોડવાનો સેતુ એટલે જ સૂફીવાદ*
વધુ મા કહે છે કે,
*સૂફીવાદ કોઈ વ્યવસાય કે વ્યાપાર નહી, પરંતુ પવિત્ર વ્યવહાર છે*
પ્રેમ અને ભેદભાવ વિનાના સૂફીવાદ ના પવિત્ર વ્યવહાર નો મર્મ સમજાવતા મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી ર અ કહે છે કે,
*સૂફીવાદ એ ખૂબ જ ચીવટ થી કંડારેલ નૈતિક મૂલ્ય પર આધારિત એક આધ્યાત્મિક વિચારધારા છે કે,જેને ખુદા અે બનાવેલ દરેક જીવ ને અનુલક્ષીને મનુષ્ય ના સુખ અને શાંતિ માટે અનુકૂલન કેળવીને અનુસરણ કરવુ જ રહ્યુ*
અલ્લાહ આપણા બધા ને સાચા મુસલમાન બનાવે અને દરેક સાથે પ્રેમ અને શાંતિ થી રહેવાની તૌફિક આપે.
ક્યારેય પણ બુરાઈ અને નફરત નો બદલો નફરત અને બુરાઈ થી ના આપશો એ જ ઇસ્લામિક તાલીમ છે કેમ કે,
*સૂફી અે છે,કે જ્યારે એનો વ્યવહાર ખુદા સાથે હોય તો મખ્લૂક વચ્ચે ના આવે અને જ્યારે એનો વ્યવહાર મખ્લૂક સાથે હોય તો નફ્શ વચ્ચે ના આવે*
માલિક બધા ને ખુશ રાખે અને સત્ય ના માર્ગ પર કાયમ રાખે એ જ દુઆ.આમીન
*આપણા થી શુ વિસરાઈ ગયું?*
*(ભાગ-૨)*
મુસ્લિમ સમાજ નાં આંતરિક મુદ્દાઓ,સમસ્યાઓ,વિખવાદો,ધૃણાનાં શિકાર અને વિકાસ માં અવરોધ બનતા મુદ્દાઓ પર પહેલા ભાગ માં ઘણી વિસ્તૃત માહીતી લખવાની કોશિશ કરી હતી.તે જ બાબત ને ધ્યાન માં રાખી ને ફરી એક વાર વિચારો રજુ થઈ શકે તેવી આવશ્યકતા જણાઈ છે.
આમ તો દરેક ધર્મ નાં લોકો,સમાજ કે વિવિધ વર્ગ નાં લોકો આવા મુદ્દાઓ થી પીડાતા જ હોય છે પરંતુ ધ્યાન એ વર્ગ તરફ વધું જઇ સકે છે લોકો નું કે જે સમાજ સમૃદ્ધિ અને ઈજ્જત નાં શિખર પર હતો અને હવે વિકાસ નાં પગથિયાં ની વ્યાખ્યા પણ નાં કરી શકે તો એ બાબત વિચારવા લાયક તો હોઇ જ ને?
*મારો ઉદ્દેશ્ય મારા ધર્મ નાં લોકો ની બુરાઈ કે અપમાન નો નથી પરંતું પોકળ દાવાઓ અને આળસ ની ઉંઘ માં મશગુલ થયેલ પર વાસ્તવિકતા નું પાણી જ નાખવાનો છે*
*શિક્ષણ*ની બાબતે જોવા જઇયે તો ઘણુ જ નિમ્ન સ્તર થઈ ચૂક્યું છે આજ નાં સમય માં મુસલમાનો નું.જ્યારે કે આપણી સામે સુવર્ણ અક્ષરો માં લખાયેલ ઇતિહાસ છે કે સંશોધન,કારીગરી,હસ્ત-કલા,ચિકિત્સા ક્ષેત્રે,ભૂગોળ અને વાયૂમાન ક્ષેત્રે સહાબા અને મુસ્લિમ સંતો નો ખૂબ મોટો ફાળો રહીં ચુક્યો છે. આ વાત એ ધાર્મિક લોકો માટે ખૂબ સમજવી જરુરી છે જે લોકો એમ કહે છે કે દુનિયા નાં શિક્ષણ ની કોઈ આવશ્યક્તા નથી.આ એક બિલકુલ ખોટો અને વાહિયાત વિચાર છે.એક મોટો વર્ગ આ સંકુચિતતા માં ફસાયેલો છે જે બીજા લોકો ને પણ ગેરમાર્ગે દોરી જાય છે શિક્ષણ થી દુર કરી ને.
એટ્લે જ તો આપણાં ધાર્મિક ઇદારાઓ માં ઉચ્ચ શિક્ષણ ની વ્યવસ્થા નથી.ઘણી જગ્યાએ આજે શરૂ થયેલ છે પણ શુ ત્યાં તાલીમ અદ્યતન અને ઉત્તમ છે?
*૪૦ દિવસ કે ૪ મહિના ધાર્મિક કામ માટે બધાં ને લઇ જવા એ ખોટું નથી પણ ક્યારેય ૪ દિવસ પ્રયાસ કરાયો કે ૪૦ વર્ષ સુખી જીવન માટે એ જરૂરત પ્રમાણે નું હુનર શીખી શકે શિક્ષણ દ્રારા?*
આ મારી વાતો ધર્મ ની વિરૂદ્ધ નથી પણ મારી સામે સાચા ધાર્મિક લોકો નો ઇતિહાસ છે જે થી ખુલી રીતે હુ એક તરફી વાત અને પ્રથા ને ખુલ્લી કરી શકુ છું?
શુ યોગદાન છે છેલ્લાં ૨૦૦થી ૩૦૦-૪૦૦ વર્ષ માં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે?
શુ ભૂલી ગયા ખગોળવીદ અલી કુશજી,અહમદ ખાની,ઇબ્રાહિમ અલ-ફજરી,અબુ હનીફા દીનાવરી અને બીજા અનેક વૈજ્ઞાનિકો ને?
શુ ભૂલી ગયા આપણે તુર્કીશ જૈવ રસાયણ વીદ અઝીઝ શાંકર ને જેઓ પહેલા મુસ્લિમ બાયોલોજીસ્ત હતાં જેમને નોબલ પ્રાઇજ મળેલું.
હઝરત અલી,માઁ આયશા ર.અ અને બીજા ઘણાં સહાબી અને અવલિયા જેઓ વૈજ્ઞાનિક પણ હતાં.એવા ઘણાં ઉદાહરણ છે જે એક પોસ્ટ માં ઉલ્લેખ કરવું મુશ્કિલ છે પણ એક જ સવાલ કે જેઓ સાચા અર્થ માં ધાર્મિક હતાં તેઓ ને જો સમય અને સંજોગ અનુસાર તાલીમ યોગ્ય લાગી હોય તો આજ નાં સંકુચિત લોકો ની તો ખૂબી જ શુ કે જ્યારે *આજે લોકો મા ધાર્મિકતા ઓછી અને ધુરંધરી વધું હોય.*
*મર્યાદા,કેળવણી અને સ્વચ્છતા*તો માટી નાં પૂતળા ને સાચા અર્થ મા માનવ બનાવે છે. મર્યાદા-શરમ,સ્વચ્છતા ને તો ઈમાન સાથે જોડાણ બતાવાયુ છે ઇસ્લામ માં.
શુ આપણો સમાજ દુર નથી થયો આ બાબતો થી?ટ્રેન માં બેસી ને માંસાહાર ની વાતો કે મોટે મોટે થી ગાળો અને અપશબ્દો બોલતાં નથી જોયા?આજુ બાજુ બેસેલા ની કોઈ પણ મર્યાદા રાખ્યા વીના વર્તન કરતા નથી જોયા?તમે એક કેહસોં કે એ તો બીજા બધાં પણ કરતા હોય છે તો નવાઈ શુ?
*તો મને એ કહો કે શુ બીજા અને તમારાં મા ફર્ક ના હોવો જુવે?ઈમાન અને નિસ્બત નો ફર્ક ના હોવો જુવે?શ્રેષ્ઠ ઉમમત હોવા નો ફર્ક ના હોવો જુવે?દાવેદારી અને મૂલ્ય નો ફર્ક ના હોવો જુવે?*
આપણાં એક ખોટા શબ્દો કે આચરણ નો પડઘો આખા મુસ્લિમ સમાજ પર પડે છે શુ એ આજે નથી જોતાં આપણે?
*ગૌ-હત્યા રોક ની માંગ સાથે ૩૦૦-૪૦૦ થી વધું વર્ષ પહેલા થી સૂફી-સંતો મર્યાદા જાળવણી અને બીજા ની ધાર્મિક લાગણીઓ ની ઈજ્જત કરતાં આવીયા છે તો શુ એ સૂફી લોકો ની આ પહેલ ની મજાક અને અસ્વીકૃતિ કરતાં નથી જોયા તમે?*
હવે આજે જ્યારે જૂઠી રીતે કટ્ટર લોકો નો આતંક શરૂ થયો ત્યારે સહુ ને જરૂર જણાઈ ગઇ?પહેલાં થી જ સૂફી સંતો ની પહેલ ને અપનાવી હોત તો બીજા લોકો ને મોકો મડતો વિવાદ નો?જ્યારે કે ઘણાં મુસ્લિમ સંત એવા થઈ ચુક્યા છે જેઓએ માંસાહાર નો ત્યાગ કરેલો બસ બીજા સુધી સત્ય નો સંદેશ સારી પહોંચાડી શકાય તેં માટે.
થોડા સમય પહેલા હુ ટ્રેન માં યાત્રા કરી રહ્યો હતો,સામાન્ય ડબ્બા માં ખુબ જ ભીડ હતી,જરા પણ ડબ્બા માં જગ્યા ના હતી.એવા મા જ આગલા સ્ટેશન થી અમુક લોકો ચડ્યા જેઓ રોજ અપ-ડાઉન કરતાં હસે.ધાર્મિક વેશભૂષા અને ચહેરા પર દાઢી આમ એક સુંદર રીત રિવાજ નું અનુસરણ કરી ને સાચાં અનુયાયી હોય એમ લાગે.પણ આચરણ જોતાં કાંઇક વિપરીત જ થયુ.ધક્કા-મૂકકી કરતાં તેઓ બધાં જ શૌચાલય માં બેસી ગયા નીચે અને જુગાર નાં પત્તા કાઢી ને રમવા લાગ્યા.હુ એ લોકો ને જોતો જ રહ્યો કે ના કેળવણી,ના સફાઇ નું ધ્યાન ના આજુ બાજુ ઊભેલા લોકો ની મર્યાદા.હવે કોઈ ને પણ શૌચાલય માં જવૂ હોય તો કેટલી મુશ્કેલી?ના રહેવાય ના સહેવાય જેવી સ્થિતી થાય ને?હવે જોનારા તો એમ જ કહેશે ને કે આ જુઓ આજ નાં મુસલમાન!હવે તેં લોકો બધાં ને એવા જ સમજશે ને!કેમ કે એટલાં લાંબા સફર મા બીજા કોઈ એ એવૂ કૃત્ય ના કર્યું પણ આપણે દાવેદાર લોકો મોકો ના ચુક્યા.અને હા સાહેબ એ સમય પસાર માટે નહીં પણ પૈસા નો સાચો જુગાર રમાતો હતો.
શુ આવા બધાં કૃત્યો ધૃણાસ્પદ નથી?ભેદભાવ અને દુષ્કર્મ નથી?
*જ્યારે કે ઇસ્લામી તાલીમ તો રસ્તા નાં હક ને પૂરા કરવાનું કહે છે અને રસ્તા પર થી નડતરરૂપ પથ્થર હટાવવાને ઉત્તમ કાર્ય કહ્યુ છે*
તો હવે કોઈ ના જીવન કે સુખ મા નડતરરૂપ પથ્થર બનવૂ એ ક્યાં નો ન્યાય અને ક્યાં ની ધાર્મિકતા?
*ગુસ્સો,કટ્ટરતા કે સંકુચિતતા* મા આવી ને બીજા ને નુકશાન પહોઁચાડવૂ ક્યા નો ન્યાય?શુ ભૂલી ગયા કે એક વખત એક ગૈર મુસ્લિમ એ મસ્જિદે નબવી માં પેશાબ કરેલો તો પયગમ્બર મોહમ્મદ સાહેબ એ તેને મારવાનું મના ફરમાવેલું અને કહ્યુ હતુ કે પાણી લાવી ને સાફ કરી દો.
કેટલી ઉંચી મહાનતા અને ક્ષમા ની રીત.
*અને આજ નાં જે મોટા ઉચ્ચારણો સાથે ઓળખાતા કે પાબ્નદે શરિયત હોવાના દાવા કરે છે એ લોકો સામે જો કોઈ થૂંકી પણ દે તો મંચ ઉપર થી કે વ્યક્તિગત રીતે તાંડવ મચાવી દે ગુસ્સા અને હીન ભાવ મા*
*શુ પયગંબર સાહેબ ની એ શરિયત યાદ નથી કે પથ્થર અને કચરો સહન કરી ને પણ દુઆઓ દેવી?*
આપણાં ધાર્મિક કાર્યક્રમ અને મંચ પર થી શુ આપણે એક બીજા નો વિરોધ અને બેઈજ્જતિ કરતાં નથી જોતાં?પોતાનાં જ સમાજ કે ધર્મ ના આગેવાનો પર જુઠા આક્ષેપો કે બળવાઓ ને નથી જોતાં?
*સંગઠન,સેવા,માનવતા,આધ્યાત્મિકતા,મદદ,સહાનુભૂતિ,નિખાલસતા જેવા મુદ્દાઓ ને ભૂલી ને શુ સફળતા ની આશા રાખવી?*
*બેસી ને પાણી પીવૂ એ સુન્નત છે જે સાચી વાત છે તો શુ સમાજ કલ્યાણ અને કોમ ની ભલાઈ માટે ઉભા થવૂ સુન્નત નથી???*
વાત એ જ કે રૂહાની ભૂમિકા,સત્ય ની ખોજ,પ્રેમ ની સુવાસ અને સાચી ધાર્મિકતા વિસરાઈ ગઇ છે.
*અંત માં ડૉ.મતાઉદ્દીન ચિશ્તી(પીરઝાદા)*સાહેબ ની પંક્તિઓ થી મારી વાત ને હુ પુર્ણ કરીશ.
*મનથી મનની જાળવણી ની કળા ભુલાઈ ગઇ,*
*લાગે છે જમાનામાં ક્ષમાની પ્રથા ભુલાઈ ગઇ.*
*સાહિલ તો દ્રશ્યમાન હતો સફર ની શરૂઆતથી,*
*ભાવવિહીન ભવસાગરમાં નૌકા ની દિશા ભુલાઈ ગઇ.*
ઇશ્વર આપણાં સહુ ને સાચી સમજ અર્પે અને સત્ય ને આપણાં પર પ્રકાશિત કરે.
વધું આગામી પોસ્ટ મા..
*સિરહાન કડીવાલા*
*ગુલામે ચિશ્તી*