*સમગ્ર ગુજરાતના મુસ્લિમ સંગઠનો / સંસ્થાઓને ખાસ ધ્યાનથી વાંચવા વિનંતી*
*આપના સમગ્ર ગુજરાતના દરેક મુસ્લિમ ગ્રુપમાં ખુબ ફોરવર્ડ કરવા વિનંતી*
*આ મેસેજ સુરત શહેર માટેનો છે, પરંતુ આ મેસેજ પરથી પ્રેરણા લઇ સમાજના હિતમાં ગુજરાતના દરેક શહેર / જિલ્લા વાઇસ આ મુજબ મુસ્લિમ સંગઠનો વહેલી તકે બનાવવા ખુબ જરૂરી છે.*
અસ-સલામું અલયકુમ વ.વ.
*સુરત શહેરના વિવિધ મુસ્લિમ સંગઠનોની તા. 28/08/2019 બુધવાર ના દિવસે યોજાયેલ પ્રથમ મિટિંગમાં સર્વ સંમતિ થી ઓલ મુસ્લિમ એસોશિએશન, સુરત સંગઠનની રચના કરવામાં આવેલ છે.*
_આ સંગઠનની રચના માટે *સ્થાપક સભ્યો જનાબ સલીમ યુસુફ શેખ-ફોગવા* (પ્રમુખ, સુરત સગરામપુરા મુસ્લિમ સિંધી જમાત), *જનાબ મુસ્તાકભાઈ કાપડિયા* (સેક્રેટરી, ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત-દ.ગુજરાત), *જનાબ રજ્જાકભાઈ વહોરા* (ઉપ પ્રમુખ, ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત-દ.ગુજરાત) તથા *જનાબ આરીફભાઈ વહોરા* (ઉપ પ્રમુખ, ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત-દ.ગુજરાત) દરમ્યાન આશરે એક દોઢ વર્ષથી ચર્ચા-વિચારણા ચાલી રહી હતી તથા આશરે ૨૫ જેટલા સુરતના સામાજિક સંગઠનોનું લિસ્ટ પણ તૈયાર કરી રાખેલ હતું, પરંતુ કોઈ ને કોઈ કારણોસર મિટિંગના આયોજનમાં વિલંબ થયા કરતો હતો, જે અંતે અલ્લાહ તઆલા ના ફઝલ વ કરમ થી તા. 28/08/2019 બુધવાર ના દિવસે શક્ય બનવા પામી હતી._
*આ સંગઠન / Whatsapp ગ્રુપમાં સુરત શહેરના દરેક મુસ્લિમ સંગઠનો / સંસ્થાઓના કમિટી સભ્યોને સમાવવામાં આવશે.* આ એક શરૂઆત છે. જેમ જેમ સંગઠન / Whatsapp માં જોડાવવા માટેની વિનંતી આવશે તેમ તેમ અન્ય સભ્યોને પણ ઉમેરવામાં આવશે. ઇન્શા અલ્લાહ.
*આ સંગઠન / Whatsapp ગ્રુપ બનાવવાનો મુખ્ય મકસદ :*
*1. સમગ્ર સુરત શહેરના મુસ્લિમ સમાજમાં એકતા લાવી શકાય.*
*2. સમગ્ર સુરત શહેરના મુસ્લિમ સંગઠનોના એકબીજાના સાથ-સહકાર તથા માર્ગદર્શનથી સરકારી / ખાનગી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવી શકાય.*
*3. સમગ્ર સુરત શહેરના મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવી શકાય તથા સમસ્ત મુસ્લિમ સમાજને શૈક્ષણિક, સામાજિક તથા આર્થિક પ્રગતિના પંથે આગળ ધપાવી શકાય.*
*4. સમગ્ર સુરત શહેરના મુસ્લિમ સંગઠનોમાં ચાલતી દરેક શૈક્ષણિક / સામાજિક પ્રવૃત્તિઓની માહિતીનું સરળતાથી આદાન પ્રદાન કરી શકાય. જેથી તે જોઈને અન્ય સમાજને પણ તેવી પ્રવૃત્તિઓ કરવાનું પ્રોત્સાહન મળે.*
*5. સરકાર તરફથી મુસ્લિમ સમાજને થતા અન્યાયો સામે સમગ્ર સુરત શહેરના મુસ્લિમ સંગઠનો એક થઈને ખભે-ખભા મિલાવીને મુસ્લિમ સમાજના અધિકારો માટે લડત આપી શકાય.*
*6. ભવિષ્યમાં આવનાર અન્ય મસઅલાઓનું પણ એક બીજાના સાથ-સહકાર અને સલાહ-મશવરાથી નિરાકરણ લાવી શકાય.*
*_સમસ્ત મુસ્લિમ સમાજના હિતમાં આપના દરેક સલાહ-સુચન આવકાર્ય છે._*
*ઓલ મુસ્લિમ એસોશિએશન, સુરત ના સંગઠન / Whatsapp ગ્રુપમાં હાલમાં જોડાયેલ જમાત / સંગઠન નું લિસ્ટ*
*1. સુરત સગરામપુરા મુસ્લિમ સિંધી જમાત*
*2. ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત (દ.ગુજરાત)*
*3. મોરબી ટંકારા મેમણ જમાત*
*4. ધોરાજી મેમણ જમાત*
*5. હાલાઇ મેમણ જમાત*
*6. અન્સારી જુલાયા જમાત*
*7. હાંસોટી જમાત*
*8. સુરત મન્સુરી (પીંજારા) જમાત*
*મારુ સંગઠન / સંસ્થા કેવી રીતે જોડાઈ શકે ?*
*આ સંગઠન / Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આપના સંગઠન / સંસ્થા નું નામ, સરનામું, ટેલિફોન નંબર તથા કમિટી સભ્યો જેમ કે પ્રમુખ, સેક્રેટરી, ઉપ પ્રમુખ, ચેરમેન, વાઇસ ચેરમેન વિગેરે ના નામ, મોબાઈલ નંબર, Whatsapp નંબર ની માહિતી નીચે આપેલ કોઈ પણ એક સ્થાપક સભ્યો (Founder Members) ના Whatsapp નંબર પર ફોરવર્ડ કરો અથવા જરૂર જણાય તો તેમનો સંપર્ક પણ કરી શકો છો.*
*સ્થાપક સભ્યો (Founder Members)*
*1. સલીમ યુસુફ શેખ (ફોગવા), મો.: 98985 74645*
પ્રમુખ, સુરત સગરામપુરા મુસ્લિમ સિંધી જમાત
*2. મુસ્તાકભાઈ કાપડિયા, મો.: 97120 74400*
સેક્રેટરી, ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત (દ.ગુજરાત)
*3. રજ્જાકભાઈ વહોરા, મો.: 81413 20586*
ઉપ પ્રમુખ, ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત (દ.ગુજરાત)
*4. આરીફભાઈ વહોરા, મો.: 98256 81101*
ઉપ પ્રમુખ, ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત (દ.ગુજરાત)
અલ્લાહ તઆલા આપણને આ નેક મકસદમાં કામયાબી આપે. આમીન.
જઝાકુમુલ્લાહ ખૈર.
*નોંધ :*
સુરત શહેરના મુસ્લિમ સંગઠનો / સંસ્થાઓને જણાવવામાં આવે છે કે ટુંક સમયમાં ઓલ મુસ્લિમ એસોશિએશન, સુરત સંગઠનની બીજી મિટિંગનું આયોજન થનાર હોવાથી વહેલી તકે સ્થાપક સભ્યો (Founder Members) નો સંપર્ક કરી આ સંગઠનમાં શક્ય એટલું જલ્દી જોડાઈ જવા વિનંતી છે, જેથી મિટિંગનું આયોજન કરવામાં સરળતા રહે. આભાર.
*રજુકર્તા : મુસ્તાકભાઈ કાપડિયા, મો.: 97120 74400*
સેક્રેટરી, ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત (દ.ગુજરાત)
તા.: 01/09/2019 રવિવાર