Followers

Tuesday, 7 August 2018

इन्सानियत को पैगाम

एक च्यूँटी एक सेंटी मीटर देख सकती है, आपने उसकी लाइन देखि है कैसे बनाती है? वो ज़मीन के निचे घर कैसे बनाती है? फिर ख़ुराक़ लेकर उसमें आती है, दाने को चार टुकड़ों में तोड़ देती है ताकि नमी की वजह से उड़ ना पड़े। बारिश की आमद से पहले ही उसे पता चल जाता है। उसके पास कहाँ साइंस के आलात है? इंसान के अलावा हर मखलूक़ तालीम याफ्ता है। आप शेर के आगे घास रख दो वो भूखा मर जाएगा, नहीं खायेगा। बकरी के आगे पुलाव,बिरयानी,गोश्त रख दो वो भूखी मर जायेगी नहीं खाएगी। उनके अंदर पैदाइशी तौर पर एक इल्म फिट है। शेर को पता है घास मेरी गिज़ा नहीं है, बकरी जानती है गोश्त, मटन मेरा खाना नहीं है इसलिए नहीं खाएगी। परिंदों को उड़ने,झपटने,पलटने का इल्म अंडे में रहते ही सिखा दिया जाता है। सांप के मुंह में ज़हर है उसे कौन बताता है? मादा सांप अंडे देकर चली जाती है रूकती नहीं क्यूंकि रुके तो सांप एक ऐसी अकेली मख्लूक़ है जो बच्चे खुद ही खा जाती है। उस बच्चे को ज़िन्दा रखने केलिए अंडे देकर निकल जाती है। सांप के अंडे से बच्चा निकलकर उसे कौन बताता है के मेरे मुंह में एक थैली है जिसमें ज़हर है, जिसे निकालकर मुझे डसना है। कुत्ता भागा भागा आता है और पानी में छलांग लगाता है क्यूंकि उसे तैरना आता है। हिरन आएगा छलांग लगाएगा क्यूंकि उसे तैरना आता है। हाथी आएगा लेकिन छलांग नहीं लगाएगा, पानी देखकर खड़ा होजायेगा, पहले वो अपना पाँव पानी में रखेगा, चेक करेगा पैर अंदर रुकता है के नहीं? फिर पैर लग जाता है तो वो अन्दर चलना शुरू करेगा। इन बातों से पता चलता है के इंसान के अलावा तमाम मखलूक के पास ज़िन्दगी गुज़ारने का इल्म है। ये उनके अपने पैदाइशी इल्म का कमाल है के ये उसके खिलाफ कभी नहीं जाते। आप बकरी को मारो वो मटन नहीं खाएगी। आप शेर को हंटर से मारो वो घास नहीं खायेगा।

एक मछली जिसका नाम इल है जो सांप की तरह होती है। इस मछली को अंडे देने केलिए सात समंदर में एक जगह बरमुडा जो साउथ अमेरिका में है वो वहां जाकर अंडे देती है। ये भारत से सफ़र करेगी, यूरोप से करेगी, नार्थ अमेरिका से करेगी,साउथ अफ्रीका से करेगी और ये सब वहां जाकर अंडे देती है।पुरे सात समंदर में कोई ऐसा टेम्प्रेचर नहीं जहाँ उसका अंडा परवान चढ़ता हो। रास्ते में साईन बोर्ड कोई नहीं उसे कौन बताता है के तुम्हे वहां जाकर अंडा देना है? रात,दिन कई रोज़ अँधेरे उजाले में सफ़र करते करते वो उस जगह पहुँच जाती है। अंडे देती है, जिंदा नहीं रहती फ़ौरन मर जाती है। फिर उसके बच्चे पैदा होते है,उन्हें पता नहीं है की मेरी माँ कहाँ से किस जगह से आई थी लेकिन जब वो बड़े होकर परवान चढ़ते है तो कभी ऐसा नहीं हुआ के भारत की इल मछली का बच्चा कैप टाउन साउथ अफ्रीका गया, नार्थ अमेरिका का बच्चा यूरोप गया हो और अरब की इल भटक के साउथ अफ्रीका चली गयी हो, ऐसा आजतक नहीं हुआ।अगर इंसान का कमाल भी यही तक हो के गाडी कैसे बनानी है, जहाज़ कैसे बनाना है,घर कैसे बनाना है, कपड़ा कैसे बनाना है, खाना कैसे बनाना है तो इंसान और जानवर में क्या फर्क़ रह जाएगा?

इंसान क्यूँ पैदा हुआ? किसने उसे पैदा किया? ये कायनात किसने बनाई? क्यूँ बनाई? जबतक इसका इल्म हासिल नहीं करता उसका इल्म नाक़िस है।

मुस्लिम समाज कि संस्थाओं ओर लीडरों से सवाल,

Date:- 07/08/2018

मुस्लिम समाज कि संस्थाओं ओर लीडरों से सवाल,

विषय 👉🏿 मुस्लिम समाजमे फिलहाल के हालात देखते हुये कुच संस्थान  ओर लीडर एजुकेशन पर जोर दे रहे हे, इनसे सवाल हे,

सवाल 👉🏿 मुस्लिम समाजके टीचर ओर प्रोफेसर जेसे लोग कया समाज के बच्चो के एजुकेशन के लिये इमानदारी से अपना फर्ज नोभा ते हे?

सवाल 👉🏿 हमारे समाज की संस्थाओं ओर स्कुलो मे मुस्लिम बच्चो के साथ एजुकेशन के लिये भेदभाव ओर जातीवाद से हतकर इमानदारी के साथ बच्चो से सुलुक किया जाता हे?

सवाल 👉🏿 अगर स्कुलो मे बच्चो से गलत तरीके से किसीभी तरहा की "फ्रि" ली जाती हे ओर बच्चो के भविष्य को लेकर उनके एजुकेशन को कमजोर खुद हमारे लोग करते हे, इनके खिलाफ कुच आप लोग थोस कदम उथावोंगे कया?

इस तरहा के हजारों  मेरे पास रिपोर्ट हे जो ये साबीत करता हे, के हमे हमारे समाज के एजुकेशन  के लिये सबसे पेहले अंदर की बिमारी से लरना परेगा तब हम हमारे समाजके लिये बेहतर कार्य कर सकते हे,

मुजे उम्मीद हे , मेरे सवालों के जवाब जरुर मिलेंगे, अगर ये नही हुवा तो मे सोचने पर मजबुर हो जावुंगा के ये सिर्फ दिखावा हे,

हुजैफा पटेल भरुच गुजरात,
मो.9898335767  (SAF Team)
social active force

ઈમાનદારી અને નિષ્ઠા

https://m.facebook.com/story.php?story_fbid=1911671015586311&id=100002302934349

*ઈમાનદારી અને નિષ્ઠા*

રાત્રે મેં જોબ થી ઘરે પરત થઈ રહ્યો હતો, રસ્તામાં બાઇક નાં વ્હીલમાં પંકચર થયું. વરસાદ ઝરમર ઝરમર ચાલુ હતો. એટ્લે હવે પંકચર બનાવવાનું ટેન્શન થયું, ધીરે ધીરે બાઇક ચલાવતા ચલાવતા હું મારા રસ્તે આગડ વધ્યો! આમ રસ્તે જતાં જતાં વિચાર આવ્યો કે હવે એક કાર તો લેવી જ જુવે, તો આમ વરસાદમાં ભીનું ના થવું પડે. હવે રાત્રે તો પંકચર માટે હાઈ-વે પર જ જવું પડે એટ્લે હું એક હોટલ તરફ આગડ વધ્યો,પણ આજે નસીબ કાંઈ બીજો જ સબક શીખવવાનું હતું એટ્લે રસ્તામાં જ મને એક ભાઈ પંકચર ની દુકાન પર કામ કરતાં જોવા મળ્યો, એટ્લે હું તેની પાસે ગયો.

જતાં પહેલા મે પૈસા ચેક કર્યા, કારણ કે રાત્રે તમે જાવ એટ્લે પૈસા વધું લે અને મોટા ભાગે તે લોકો એક હોય તો બે-ત્રણ પંકચર કહી ને વધું પૈસા લે. આ બધી જ વાત અને વિચાર સાથે હું તેની પાસે ગયો અને જોયું તો 20-22 વર્ષ નો યુવાન કામ કરી રહ્યો હતો. જતાં જ મેં જોયું કે એક પતરાં વાળી નાની ખોલી જેવું હતું અને તેમાં સાંકડી જગ્યામાં એક સિંગલ ખાટલો સુવા માટે હતો. મચ્છર પણ ઘણાં હતાં. એટલી નાની જગ્યામાં જ તે ભાઇ સૂતો, જમતો અને કામ કરતો.
એટ્લે આ જોતાં જ મેં મન માં ખુદા નો ખૂબ ખૂબ આભાર માન્યો કે મને તો ઘણુ આપ્યું છે અને પેલી કાર નાં વિચાર પર પણ મારું ધ્યાન ગયું કે આપણાં પાસે ઘણું છે જે બીજા પાસે નથી.

મારી બાઇક નું ટાયર ખોલ્યું એટ્લે હું તરત જ તે બાજું ગયો અને જોવા લાગ્યો કે કેટલાં પંકચર છે! કારણ કે મોટા ભાગે તે લોકો ચીટ કરતા હોય છે. પણ આજે ખુદા મને કાંઈ બીજુ જ બતાવવા ઇચ્છતો હતો. મે તેને ધંધા, ઘર અને જીવન વિશે સવાલ પૂછવાનું શરું કર્યું. ખબર પડી કે તેં બિહાર નો હતો અને સાત હજાર માં અહીં પંકચર બનાવવાની નોકરી કરતો હતો. ઘરે ચાર ભાઈ-બહેન અને પિતા હતાં. મને તેની પરિસ્થિતિ અને દરેક વાત સમજાઈ ગઇ એટ્લે હું મનમાં ખુદા નો શુક્ર અદા કરતો રહ્યો કે મને ઘણુ આપ્યું છે.

નામ પૂછતાં માલુમ પડયું કે તે મુસ્લિમ છે, મારા માટે આ વાત ગૌણ હતી કારણ કે હું મારા કામ થી ગયો હતો અને તે પૈસા માટે કામ કરતો હતો. વધું પૂછતાં એને મને જણાવ્યું કે તે ભણેલો નથી પણ તેનાં ભાઈ-બહેન ને તે ભણાવે છે. મને એ વાત જાણી ખુશી થઈ. મારી આદત મુજબ મે તેને ટૂંકી નશીહત કરતાં જણાવ્યું કે, 'તું રોજ જેટલાં પણ રૂપિયા કમાઈ તે બધાં જ તારા શેઠ ને આપી દેજે અને કયારેય બેઈમાની કે હરામ ના રૂપિયા ના લઈશ'. હું તેને ઈમાનદારી ની બરકત વિશે સમજાવતો એવામાં એ હસ્યો અને બોલ્યો કે મારે ત્રણ દીવસ પહેલા જ મારા શેઠ સાથે ઝગડો થયો છે.

એટ્લે મને લાગ્યું કે આ ભાઈ ખોટી રકમ બતાવતો હશે એટલે ઝગડો થયો હશે, મેં એને કારણ પુછ્યું, તો એને કહ્યું કે " મારા શેઠ મને એમ કહે છે કે એક પંકચર હોય તો બે-ત્રણ કરી ને વધું પૈસા લેવાનાં તો જ હું કમાઈ શકીશ". તો હુએ સાફ કહી દીધું કે જેટલાં પંકચર હશે એટલાં જ હું કહીશ અને જૂઠું બોલીને કોઈ ને છેતરીશ નહીં. આ બાબતે મારે શેઠ સાથે ઝગડો થયો અને હુએ કહી દીધું કે હું બેઇમાની કરી ને રોજી નહીં મેળવું. અને કહ્યું કે મારા શેઠે મને નોકરી થી કાઢવાનું કહ્યું છે કારણ કે હું તેનાં મુજબ બેઇમાની થી વધું ધંધો કરી ને નથી આપી રહ્યો. અને કહેવા લાગ્યો કે, 'હું મારા શેઠ નાં પૈસા થી ચા પણ નથી પીતો કારણ કે તે વ્યાજ નો હરામ નો ધંધો કરે છે એટ્લે તેનાં રૂપીયા મારે ના ચાલે.'

એ ભાઈ મને કહે કે, મારા પિતા નો ફોન આવેલો તો એમને મને એમ કહ્યુ કે બેટા નોકરી છોડી દેજે પણ બેઇમાની કરી ને હરામ ની રોજી ના ખાઇશ'.
હું આ બધું સાંભળીને ખૂબ જ દંગ રહી ગયો, આગળ વાત કરતાં જાણવા મળ્યું કે તેનાં પિતા ની સરકારી નોકરી હતી પણ તેમાં રાજકારણ નાં ભોગે ખૂબ જ જૂઠું બોલવું પડતું અને ખૂબ બેઇમાની કરવી પડતી હતી એટ્લે તેનાં પિતાએ સરકારી નોકરીમાં થી રાજીનામું મુકી દીધેલું જેથી કરી ને બેઈમાની થી બચી શકે.

આ બધું સાંભળીને મારા આશ્ચર્ય નો પાર ના રહ્યો, કે જેની આર્થિક પરિસ્થિતિ આટલી હદે ખરાબ છે છતાં પણ તેનામાં આટલી સચ્ચાઈ અને નિષ્ઠા! અમુક સવાલ બાદ મને માલુમ પડયું કે તેને ધર્મ વિશે જરાં પણ જ્ઞાન ના હતું અને તે મદ્રસાએ પણ નથી ગયેલો. હું બે ઘડી તો તેને જ જોતો રહ્યો, અને વિચાર આવીયો કે ધાર્મિક કોણે સમજવા? આ કયાં પ્રકાર નું ઇલમ છે? આ ક્યાં પ્રકાર નો તકવો છે? આ ક્યાં પ્રકાર ની નૂરાનીયત છે? કે જે વ્યક્તિ મજબૂર હોવા છતાં પણ ખોટું કરવા તૈયાર નથી. ખુદાના કલામ અને શરીયત નું જ્ઞાન નથી પણ ખુદા નો ડર છે.

તે યુવાન ને ખુદા થી પોતાના જીવન અને સમયની કોઈ ફરીયાદ નથી, અને આપણે લોકો ખુદા ને યાદ ઓછું અને ફરીયાદ વધું કરીયે છે. મારા પાસે આવુ છે અને આમ નથી અને આમ હોવું જુવે વગેરે વગેરે....

પોતાને ધાર્મિક પહેરવેશ માં ઢાંકી ને, નમાઝ,રોજા અને દરેક વાત ની પાબંદી બાદ પણ આપણે લોકો છલ, કપટ, જુઠ, લાલચ અને બેઇમાની નથી છોડી રહ્યાં અને મોકો મળે તો પોતાને જ જન્નતી કહેવાના દાવા માં સહું થી આગડ. તો પછી આ કયાં પ્રકાર ની ધાર્મિકતા? માથે ટોપી અને ચહેરા પર દાઢી સાથે દુકાનમાં જૂઠ બોલી ને ખરાબ માલ વેચવામાં અને છેતરવામાં કયાં પ્રકાર ની ધાર્મિકતા?
મંદીર/મસ્જિદ રોજ જઇ ને પણ કપાસ નાં ધંધા માં કપાસ માં ખોટું તોલીને અને પાની છાંતી ને હરામ પૈસા હડેપવામાં કયાં પ્રકાર ની ધાર્મિકતા?

શિક્ષક, એન્જિનીયર, ડૉક્ટર થયાં પછી તગડો પગાર લીધાં પછી પણ ખોટી રીતે જુઠા રિપોર્ટથી પૈસા લુંટવામા કે ખોટી રજાઓના પૈસા વસુલવા એ કયાં પ્રકાર ની ધાર્મિકતા?
ખોટી રીતે જીન્નાત/ભૂત અને જાદુ ના નામે ઇલાજ નાં રૂપિયા લૂંટતાં મુલ્લા/પીર ની  ક્યાં પ્રકાર ની ધાર્મિકતા?
લાંચ/રીશવત અને વ્યાજ નાં લાખો રૂપિયા હજમ કરી ને મસ્જિદમાં લાખો નું દાન આપવું એ ક્યાં પ્રકાર ની ધાર્મિકતા?
હલાલ-હરામ નાં તમિજ ની તકરીરો કર્યા બાદ પોતાની સંસ્થા ને ચલાવવા માટે હરામ નું કમાતા લોકો પાસે વધું ફાળો લેવો એ કયાં પ્રકાર ની ધાર્મિકતા?

હું તો એ યુવાન ની વાતો અને તેની ઈમાનદારી ને સાંભળીને જ ચોંકી ગયો. આ જ સાચાં અર્થ ની ધાર્મિકતા છે. રોજી અને ખોરાક પાક અને હલાલ હોવું એ પ્રથમ શરત છે ધાર્મિકતા ની પ્રગતિ નાં સંદર્ભે! એ યુવાને મદ્રસો પણ ના જોયો હતો કે ના કોઈ તકરાર કરનારાઓ ની તકરીર સાંભળી હતી, કારણ કે બિચારો આટલી નાની ઉંમર માં ઘણી મોટી જવાબદારી નો હકદાર હતો.
પણ તેનામાં ઈમાનદારી, નિષ્ઠા અને ખુદા નો ડર હતો. સબર નો સેતુ હતો, શુકર નો શોખ હતો.

ના તેનામાં દંભ હતો કે ના ડર કે ના ઘમંડ..મને તો તેનુ ચારિત્ર્ય અને વાતો જાણી ને મનમાં થયું કે હું તે યુવાન પાસે મારા માટે દુઆ કરાવું...! ખુદા આવા લોકો થી રાજી હોય છે કે જે લોકો ખુદા ની રજા માં રાજી હોય.

ઓછી પૈસા ની ભેટ મળતાં અંતે નખરા કરતાં હોય એવા ઢોંગી મિજાજ કવ્વાલ, મૌલવી, પીર કે સાધુ/પંડિત પાછળ પૈસા બગાડવા કરતાં આવા ગરીબ લોકો ને એક પંકચરના પૈસા વધું આપી દીધાં હોય તો ખુશ થઈ જાય.

કોઇએ ખૂબ સાચું લખ્યું છે કે,

જોગી જુગત જાને નહીં, કપડે રંગે તો ક્યાં હુઆ!
મનકા કૂફર ટુટા નહીં, કલમા પઢા તો ક્યાં હુઆ!

ડૉ અલ્લામા ઇકબાલ સાહેબે ખૂબ સરસ લખ્યું છે કે,

ખીરદ(અકલ) ને કેહ ભી દીયા લા ઈલાહા તો ક્યાં હાસિલ!
દિલો-નીગાહ મૂસલમાં નહીં તો કુછ ભી નહીં.

અલ્લાહ પાક આપણને સબ્ર, શુક્ર  અને ઝીક્ર કરવા વાળા બનાવે...

-સિરહાન કડીવાલા
*ગુલામે ચીશ્તી*

Saturday, 28 July 2018

नात की वेब

https://fik-hub.blogspot.com/2014/12/audio-trannay-mp3islamic-anthems-in-urdu.html?m=1

Wednesday, 11 July 2018

માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫

માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫

પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળો ના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારનાં વ્યવહારુ તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતનો અધિનિયમ.
ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં લોકો એટલે કે નાગરીકો સર્વોપરી છે. તેમના દ્વારા દેશની સર્વોચ્ચ સંસ્થા ‘સંસદ’ની રચના થઇ. સરકાર દ્વારા કે વતીથી થતાં તમામ જાહેર કાર્યો માટે જાહેર નાણાં ખર્ચાય છે. નીતીઓ અને કાયદાઓ ઘડાયા પછી તેનો અમલ કરવાની જવબદારી જાહેર સંસ્થાઓની છે. આ જાહેર સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે ? શું કામ કરે છે ? તેમાં કેટલા નાણાં કેવી રીતે ખર્ચાયા ? તે જાણવાનો દેશના તમામ નાગરીકોને અધિકાર છે. નાગરીકોનો જાણવાનો અધિકાર *“માહિતી અધિકારનો કાયદો ૨૦૦૫”* દ્વારા નિશ્ચિત થાય છે. આ કાયદો તમામ નાગરીકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે.

*માહિતી મેળવવા અરજી કેવી રીતે લખશો ?*

માહિતી અધિકારના કાયદા મુજબ “માહિતી” એટલે કોઇપણ સામગ્રી તે કોઇપણ સ્વરૂપમાં હોય. રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઇમેઇલ, અભિપ્રાય, સલાહ, પ્રેસરીલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, પ્રતિકૃતિઓ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરીયલ અને કોઇપણ પ્રાઇવેટ બોડી અંગેની જાહેર સત્તમંડળની પહોંચમાં આવતી માહિતી.

માહિતીના અધિકારમાં સરકાર પાસેથી તથા તેની પહોંચમાં હોય તેવી તમામ માહિતી ઉપરોંત તેને સંલગ્ન તમામ રેકર્ડ અને દસ્તાવેજો તથા સરકારી કામોની તપાસણી કરવાનો તેની નોંધ લેવાનો, કે તેનો કોઇ ભાગ કે દસ્તાવેજ, રેકર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો સમાવેશ થાય છે.

1. આ કાયદા હેઠળ માહિતી મેળવવા ઇચ્છતા નાગરિકને જો અરજી લખવામાં મુશ્કેલી હોય તો કાયદાની કલમ ૬ (૧)ખ મુજબ અરજદારની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં રજુ કરવા જાહેર માહિતી અધિકારી તમામ જરૂરી સહાય કરશે.

2. અરજી કોરા કાગળ પર લખી શકાય, છાપેલા ફોર્મમાં આપવી જરૂરી નથી.

3. અરજીમાં તમે જરૂરી માહિતી ટૂંકમાં માગો, તમારે જે હેતુ કે કામ અંગે માહિતી જોઇએ છે તે અંગે વિગતવારફરિયાદ લખવાની જરૂર નથી. તેમ કરવાથી આપને જરૂરી માહિતી મેળવવામાં વિલંબ થઇ શકે છે, અથવાસ્પષ્ટતા ના અભાવે આપને બીનજરૂરી માહિતી મળે તેવું બને.

*અરજીમાં શું લખશો ?*

1. જાહેર માહિતી અધિકારી , તેના ખાતા, વિભાગ કે કચેરીનું નામ તથા સરનામું લખો.
2. અરજદારનું નામ તથા પત્રવ્યવહારનું સરનામું
3. તમારે મેળવવાની માહિતીની મુદ્દાસર ટૂંકી વિગત
4. તમે ભરેલી અરજી ફીની વિગત. જો તમે બી.પી.એલ. કુટુંબના સભ્ય હોવ તો બી.પી.એલ કાર્ડના મુખ્ય તથા કુટુંબના સભ્યોના નામ લખેલા પાનાની સ્વ-પ્રમાણિત ફોટોકોપી અરજી સાથે જોડો અને તેની નોંધ અરજીમાં બિડાણ તરીકે કરો
5. તમે માહિતી, માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગો છો તેવું સ્પષ્ટ લખો.
6. તમારી અરજી લખતી વખતે સૌથી ઉપર મથાળે અથવા અરજી પૂરેપૂરી લખ્યા પછી નીચે અરજી કર્યા તારીખ લખવાનું ભૂલશો નહીં.
7. અરજી ફી કયા સ્વરૂપે ભરવી તે નક્કી કરવાનો અધિકાર નાગરીકને છે.
8. જાહેર માહિતી અધિકારીએ અરજી અને ફીની રકમ સ્વીકર્યા બાદ તે અંગેની પહોંચ અરજદારને આપવાની રહેછે, તેથી પહોંચ મેળવવાનું ભુલશો નહી.

*માહિતી અધિકારનો કાયદો તથા આ કાયદા હેઠળ રાજ્ય સરકારે બનાવેલા નિયમો મુજબ અરજી નિયત નમૂનામાં કરવી ફરજિયાત નથી. માહિતી મેળવવા માટેની અરજી કોરા કાગળ પર હસ્તલેખિત સ્વરૂપે અથવા ઇ-મેઇલ દ્વારા પણ કરી શકાય છે. ઇ-મેઇલ દ્વારા કરેલી અરજી માટે ભરવાની થતી ફીની રકમ અરજી કર્યા તારીખથી સાત દિવસમાં ભરવાની રહે છે. તેમ કરવામાં ચૂક થયેથી અરજી પાછી ખેંચી લીધેલી ગણાશે.*

*અરજી કોને આપશો ?*

1. માહિતી મેળવવા માટે તૈયાર કરેલી અરજી નજીકના કોઇપણ જાહેર માહિતી અધિકારીને આપી શકાય.
2. આપની અરજી જે વિભાગને લગતી હોય તે વિભાગના જાહેર માહિતી અધિકારીને આપવાથી આપનો અને જાહેર માહિતી અધિકારીનો સમય બચશે, પરિણામે આપને માહિતી ઝડપી મળશે.
3. કાયદા અનુસાર જાહેર માહિતી અધિકારીએ તેમની સામે રજુ થયેલી કોઇપણ ખાતાને લગતી માહિતી માંગતી અરજી સ્વિકારવાની રહે છે. જો તે અરજીમાં માંગવામાં આવેલી માહિતી અન્ય સત્તામંડળ, વિભાગ, કચેરી કે ખાતાને લગતી હશે તો કાયદાની કલમ ૬(૩) મુજબ અરજી પૂરેપૂરી કે આંશિક રીતે લાગતા વળગતા ખાતાને ટ્રાન્સફર કરશે અને તેની લેખિત જાણ અરજદારને કરશે.
4. અરજી જાહેર માહિતી અધિકારીને આપતી વખતે કેન્દ્ર સરકારના કિસ્સમાં રૂl. ૧૦ અને રાજ્ય સરકારમાં રજુ થયેલી અરજી માટે રૂl. ૨૦ અરજી ફી ( બી.પી.એલ કુટુંબ ના સભ્ય સિવયના અરજદારોએ) ભરવાની રહેછે. કેન્દ્ર સરકારને રજુ કરવાની અરજી નક્કી કરેલી પોષ્ટઓફિસોમાં પણ ફી સાથે આપી શકાય છે.
5. રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી માટે અરજી ફી નિયમો પ્રમાણે રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, પે ઓર્ડર કે નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ અરજી પર ચાંટાડી ચૂકવી શકાશે. કેન્દ્ર સરકારને કરેલી અરજી માટે નિયમો પ્રમાણે અરજી ફી રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, રોકડેથી,બેંકર્સ ચેક કે પોસ્ટલ ઓર્ડર દ્વારા ચૂકવી શકાય છે.
6. રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી એટલે રાજ્ય સરકારની કોઇપણ કચેરી અને કેન્દ્ર સરકારને કરેલી અરજી એટલે કેન્દ્ર સરકારની કોઇ પણ કચેરી.

*(અહીં રાજ્ય સરકાર એટલે ગાંધીનગર અને કેન્દ્ર સરકાર એટલે દિલ્હી એમ ન સમજવું)*

*જાહેર માહિતી અધિકારી કોઇપણ કારણસર અરજી કે ફી સ્વિકારવાની ના પાડી શકે નહી, અને જો અરજી કે ફી સ્વિકારવાની ના પાડે તો માહિતી અધિકાર ના કાયદા હેઠળ અરજદારને માહિતી નકારી છે તમ ગણાય, અને આવા કિસ્સામાં નાગરિક માહિતી આયોગને સીધી ફરિયાદ કરી શકે છે.*

*અરજી કર્યા પછી શું ?*

1. જાહેર માહિતી અધિકારી ને અરજી મળ્યા પછી તે ચકાસશે કે અરજી ફી જમા થઇ છે કે નહીં ? અને જો ફી ભરપાઇ થયેલ હશે તો માહિતી અધિકાર ગુજરાત નિયમો-૨૦૦૫ની કલમ ૩(૧) મુજબ જાહેર માહિતી અધિકારી અરજી મળ્યા અંગે ની પહાંચ પાઠવશે અને સાથે અરજદાર પાસે રેકર્ડ નિરિક્ષણ અંગે તારીખ ની માગણી કરશે.
2.બી.પી.એલ કુટુંબના અરજદારને માહિતી માટે કોઇ ચાર્જ ભરવાનો થતો નથી. આ માટે અરજી સાથે બી.પી.એલ કાર્ડ અથવા દાખલાની નકલ જોડવાની રહે છે.
3. જો તમે અરજી સાથે ફી નહીં ભરી હોય તો જાહેર માહિતી અધિકારી નિયમ ૩(૨) પ્રમાણે તમને ફી ભરવા જાણ કરશે.
4. તમે માંગેલ માહિતી એકત્ર કરી, તે માટે તમારે ભરવાની થતી રકમની તમને લેખિતમાં જાણ કરશે. અને જો તમે રેકર્ડ નિરિક્ષણની માગણી કરેલ હશે તો તમારા દ્વારા રેકર્ડ નિરિક્ષણ કર્યા બાદ તમે માગશો તેટલી માહિતી અંગેની ફી ભરવા લેખિતમાં જાણ કરશે.
5. તમે માંગેલી માહિતે જો તમને ૩૦ દિવસ પછી પૂરી પાડવામાં આવેતો કાયદાની કલમ ૭(૬) મુજબ તે વિનામૂલ્યે પૂરી પાડવાની રહે છે.
6.  જો તમે માંગેલી માહિતી વ્યક્તિના જીવન અને સ્વાતંત્રને લગતી હોય તો ૪૮ કલાકમાં પૂરી પાડવાની કાયદાની કલમ ૭(૧) માં જોગવાઇ છે.
7. કાયદાની કલમ ૮ માં આ કાયદા હેઠળ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તેવી બાબતોની યાદી આપવામાં આવી છે.
8. જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તેમ છતાંય ભ્રષ્ટાચાર, માનવ અધિકારોના ભંગ અને વ્યાપક જાહેર હિત બાબતની માહિતી માંગવામાં આવેથી પૂરી પાડવાની રહે છે.
9. જાહેર માહિતી અધિકારીને ખાતરી થાય કે વિશાળ જાહેર હિતમાં માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવી જરૂરી છે, તો જાહેર માહિતી અધિકારી તે માહિતી પૂરી પાડશે.

*આ કલમને અંતે ખાસ જોગવાઇ કરવામાં આવી છે કે, જે માહિતીનો રાજ્યની વિધાનસભાના સભ્ય કે સંસદસભ્યને ઇનકાર ના કરી શકાય તેવી માહિતી નો કોઇપણ નાગરીકને ઇનકાર કરી શકાશે નહીં*

*ત્રીસ દિવસમાં માહિતી ના મળે કે વધુ ફી માંગવામાં આવે તો શું કરવું ?*

1. ત્રીસ દિવસમાં માહિતી ના મળે તો, તમે જે તે વિભાગના અપીલ સત્તાધિકારીને અપીલ કરી શકો છો.
2.અધૂરી, ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી મળે કે તે માટે ભરવાની રકમ અપ્રમાણસર કે નિયમ વિરુદ્ધ લાગે તો રાજ્ય માહિતી આયોગને કાયદાની કલમ ૧૮(૧)(૨) હેઠળ સીધી ફરિયાદ કરી શકાય છે.
3. જાહેર માહિતી અધિકારી પાસેથી તે વિભાગના અપીલ સત્તાધિકારી કોણ છે ? તેની વિગત અને સરનામું નિર્ણય ની સાથે ફરજિયાત પણે લેખિત માં મેળવી શકાય છે.
4. જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ વ્યક્તિ, અથવા ત્રીસ દિવસમાં કોઇ નિર્ણય ના મળ્યો હોય, તે સંજોગોમાં તે પછીના ત્રીસ દિવસની અંદર આ કાયદા હેઠળ નિમાયેલા અપીલ સત્તાધિકારીને પ્રથમ અપીલ કરી શકશે.
5. અપીલ માટે કોઇ ફી ભરવાની નથી.
6. અપીલ સાદા કાગળ પર લખવાની રહે છે.

*મોહમ્મદ શરીફ મલેક*
*માનવ અધિકાર એક્ટિવિસ્ટ*
*RTI એક્ટિવિસ્ટ*
*અલ્પસંખ્યક અધિકાર મંચ*

સરકાર પાસે આ માહિતી માગો

તમારા શહેર, જિલ્લા કે ગામમાં ચાલતા જાહેર કામોનું સ્થળ પર નિરિક્ષણ કરો.

પ્રતિ:
જાહેર માહિતી અધિકારીશ્રી.

મહાનગર સેવા સદન/નગર સેવા સદન/ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરી/તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી/ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી./ગ્રામપંચાયત કચેરી ( આ પૈકી તમે ઇચ્છો તે કચેરી એ અરજી કરી શકોછો.)

અમદાવાદ,વડોદરા,સુરત, આણંદ, મહેસાણા, પાટણ, ભરૂચ,જામનગર, ભૂજ, દાહોદ તથા જેતે ગામનું નામ.

અરજદાર નું નામ: __________________________________________________
સરનામું: __________________________________________________________

માહિતીની વિગતો:

(૧) અત્રેની કચેરી હસ્તક ચાલતા જાહેર કામકાજો ( રસ્તાઓ, ગટરો, પાણી પુરવઠા,ખેત તલાવડી, ચેકડેમો, વોટર શેડ, જાહેર બાંધકામો, સફાઇ, આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓ વગેરે) ની યાદી આપવી તેમજ દરેક કામ પાછળ કરવામાં આવનાર ખર્ચની વિગતો આપવી, દરેક કામ માટે કરવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયા ના દસ્તાવેજો નિરિક્ષણ અર્થે રજૂ કરવા, પૂર્ણ થયેલા કામોની મેજરમેન્ટ શીટ નિરિક્ષણ અર્થે રજૂ કરવી, પૂર્ણ થયેલા કામો અંગે ઇજારદાર દ્વારા રજૂ કરાયેલા બિલો તેને પાસ કરનાર અધિકારીના નામ હોદ્દા, તેમજ ચૂકવાયેલા નાણાં ની વિગતો દર્શાવતા દસ્તાવેજો નિરિક્ષણ અર્થે રજૂ કરવા.

(૨) ઉપરોક્ત મુદ્દા નં (૧) મૂજબના અત્રેની કચેરી હસ્તક ચાલતા જાહેર કામકાજો નું સ્થળ પર નિરિક્ષણ કરી ડ્રોઇંગ મૂજબ માપણી કરવા અંગે અમોને લેખિત માં જાણ કરવી. અને અમારા દ્વારા આવા નિરિક્ષણ દરમ્યાન કામકાજોમાં વાપરવામાં આવતા માલસામાનના પ્રમાણિત નમૂના ની માંગણી કરવામાં આવ્યેથી તે પ્રમાણિત કરી પૂરા પાડવા, તેમજ વાપરવામાં આવતા માલસામાનના ઉત્પાદક દ્વારા રજૂ કરવામાં આવેલા ટેસ્ટ સર્ટિફિકેટો ની પ્રમાણિત નકલો પૂરી પાડવી.

(૩) અત્રેની કચેરી હસ્તક ના દવખાનાઓ માં ઉપલબ્ધ સગવડો તથા સાધન સામગ્રી ની ચાલુ કે બંધ હાલત વગેરે નિરિક્ષણ અંગે જાણ કરવી તથા દર્દીઓને આપવામાં આવતી સારવાર નું રૂબરૂ નિરિક્ષણ અંગે જાણ કરવી.

(૪) અત્રેની કચેરી હસ્તકની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ સગવડો તેમજ શૈક્ષણિક કાર્ય નું રૂબરૂ નિરિક્ષણ કરવા અંગે જાણ કરવી.

(૫) અત્રેની કચેરીએ દિવસ દરમ્યાન કામકાજ નો તથા રિસેશ નો સમય તેમજ કર્મચારીઓની હાજરી પૂરવા અંગે ની વ્યવસ્થાની વિગતો પૂરી પડવી. તેમજ કચેરી ના કામકાજના સમય દરમ્યાન કોઇ કર્મચારી ને કોઇપણ કામે કચેરી બહાર જવાનું થાય ત્યારે તે અંગે તેણે કચેરી માં નોંધ કરવા કે મંજૂરી મેળવવા  ની વ્યવસ્થા ની વિગતો પૂરી પાડવી.

સમયગાળો: મુદ્દા નં: ૧ અને ૨ તા- ૦૧/૦૪/૨૦૦૭ થી તા-   /૦૫/૨૦૦૯ સુધી [આજ રોજ ની તારીખ] (અહીં અરજી કર્યા તારીખ થી પાછળ ના ૨૦ વર્ષ ની માહિતી માંગી શકાય છે, પરંતું આ અરજી માં પાછળ ના બે વર્ષ ની માહિતી માંગવાથી અનુકુળતા રહેશે.

મુદ્દા નં: ૩,૪ અને ૫ – સમયગાળો લાગુ પડતો નથી હાલની સ્થિતી મૂજબની માહિતી તેમજ ચાલુ કાર્યોના નિરિક્ષણ ની માંગણી કરેલ છે..

અન્ય વિગતો: 
(૧) માંગવામાં આવેલ તમામ માહિતી સંદર્ભ ના અસલ રેકર્ડ નિરિક્ષણ અર્થે અચૂક જાણ કરવી અને ત્યાર બાદ અમારી માગણી મૂજબની માહિતીના દસ્તાવેજોની પ્રમાણિત નકલો પુરી પાડવી.

(૨) માંગવામાં આવેલ માહિતી, કે તેનો કોઇ ભાગ અત્રેની કચેરી એ લાગુ પડતો ન હોય તો સંબંધિત કચેરીએ તબદિલ કરી તે અંગેની અમોને લેખિત જાણ કરવી.

સ્થળ: ______________                       અરજદારની સહી

તારીખ: ______________                     ફોન નં: ____________________

कच्छ Demolition 2026 Riport।

कच्छ 2026 डिमोलिशन रिपोर्ट । सोशल मीडिया से तथ्य, घटनाक्रम और ज़मीनी चर्चाओं का संकलन .... साथियों,  इस रिपोर्ट को तैयार करने का...