https://m.facebook.com/story.php?story_fbid=1911671015586311&id=100002302934349
*ઈમાનદારી અને નિષ્ઠા*
રાત્રે મેં જોબ થી ઘરે પરત થઈ રહ્યો હતો, રસ્તામાં બાઇક નાં વ્હીલમાં પંકચર થયું. વરસાદ ઝરમર ઝરમર ચાલુ હતો. એટ્લે હવે પંકચર બનાવવાનું ટેન્શન થયું, ધીરે ધીરે બાઇક ચલાવતા ચલાવતા હું મારા રસ્તે આગડ વધ્યો! આમ રસ્તે જતાં જતાં વિચાર આવ્યો કે હવે એક કાર તો લેવી જ જુવે, તો આમ વરસાદમાં ભીનું ના થવું પડે. હવે રાત્રે તો પંકચર માટે હાઈ-વે પર જ જવું પડે એટ્લે હું એક હોટલ તરફ આગડ વધ્યો,પણ આજે નસીબ કાંઈ બીજો જ સબક શીખવવાનું હતું એટ્લે રસ્તામાં જ મને એક ભાઈ પંકચર ની દુકાન પર કામ કરતાં જોવા મળ્યો, એટ્લે હું તેની પાસે ગયો.
જતાં પહેલા મે પૈસા ચેક કર્યા, કારણ કે રાત્રે તમે જાવ એટ્લે પૈસા વધું લે અને મોટા ભાગે તે લોકો એક હોય તો બે-ત્રણ પંકચર કહી ને વધું પૈસા લે. આ બધી જ વાત અને વિચાર સાથે હું તેની પાસે ગયો અને જોયું તો 20-22 વર્ષ નો યુવાન કામ કરી રહ્યો હતો. જતાં જ મેં જોયું કે એક પતરાં વાળી નાની ખોલી જેવું હતું અને તેમાં સાંકડી જગ્યામાં એક સિંગલ ખાટલો સુવા માટે હતો. મચ્છર પણ ઘણાં હતાં. એટલી નાની જગ્યામાં જ તે ભાઇ સૂતો, જમતો અને કામ કરતો.
એટ્લે આ જોતાં જ મેં મન માં ખુદા નો ખૂબ ખૂબ આભાર માન્યો કે મને તો ઘણુ આપ્યું છે અને પેલી કાર નાં વિચાર પર પણ મારું ધ્યાન ગયું કે આપણાં પાસે ઘણું છે જે બીજા પાસે નથી.
મારી બાઇક નું ટાયર ખોલ્યું એટ્લે હું તરત જ તે બાજું ગયો અને જોવા લાગ્યો કે કેટલાં પંકચર છે! કારણ કે મોટા ભાગે તે લોકો ચીટ કરતા હોય છે. પણ આજે ખુદા મને કાંઈ બીજુ જ બતાવવા ઇચ્છતો હતો. મે તેને ધંધા, ઘર અને જીવન વિશે સવાલ પૂછવાનું શરું કર્યું. ખબર પડી કે તેં બિહાર નો હતો અને સાત હજાર માં અહીં પંકચર બનાવવાની નોકરી કરતો હતો. ઘરે ચાર ભાઈ-બહેન અને પિતા હતાં. મને તેની પરિસ્થિતિ અને દરેક વાત સમજાઈ ગઇ એટ્લે હું મનમાં ખુદા નો શુક્ર અદા કરતો રહ્યો કે મને ઘણુ આપ્યું છે.
નામ પૂછતાં માલુમ પડયું કે તે મુસ્લિમ છે, મારા માટે આ વાત ગૌણ હતી કારણ કે હું મારા કામ થી ગયો હતો અને તે પૈસા માટે કામ કરતો હતો. વધું પૂછતાં એને મને જણાવ્યું કે તે ભણેલો નથી પણ તેનાં ભાઈ-બહેન ને તે ભણાવે છે. મને એ વાત જાણી ખુશી થઈ. મારી આદત મુજબ મે તેને ટૂંકી નશીહત કરતાં જણાવ્યું કે, 'તું રોજ જેટલાં પણ રૂપિયા કમાઈ તે બધાં જ તારા શેઠ ને આપી દેજે અને કયારેય બેઈમાની કે હરામ ના રૂપિયા ના લઈશ'. હું તેને ઈમાનદારી ની બરકત વિશે સમજાવતો એવામાં એ હસ્યો અને બોલ્યો કે મારે ત્રણ દીવસ પહેલા જ મારા શેઠ સાથે ઝગડો થયો છે.
એટ્લે મને લાગ્યું કે આ ભાઈ ખોટી રકમ બતાવતો હશે એટલે ઝગડો થયો હશે, મેં એને કારણ પુછ્યું, તો એને કહ્યું કે " મારા શેઠ મને એમ કહે છે કે એક પંકચર હોય તો બે-ત્રણ કરી ને વધું પૈસા લેવાનાં તો જ હું કમાઈ શકીશ". તો હુએ સાફ કહી દીધું કે જેટલાં પંકચર હશે એટલાં જ હું કહીશ અને જૂઠું બોલીને કોઈ ને છેતરીશ નહીં. આ બાબતે મારે શેઠ સાથે ઝગડો થયો અને હુએ કહી દીધું કે હું બેઇમાની કરી ને રોજી નહીં મેળવું. અને કહ્યું કે મારા શેઠે મને નોકરી થી કાઢવાનું કહ્યું છે કારણ કે હું તેનાં મુજબ બેઇમાની થી વધું ધંધો કરી ને નથી આપી રહ્યો. અને કહેવા લાગ્યો કે, 'હું મારા શેઠ નાં પૈસા થી ચા પણ નથી પીતો કારણ કે તે વ્યાજ નો હરામ નો ધંધો કરે છે એટ્લે તેનાં રૂપીયા મારે ના ચાલે.'
એ ભાઈ મને કહે કે, મારા પિતા નો ફોન આવેલો તો એમને મને એમ કહ્યુ કે બેટા નોકરી છોડી દેજે પણ બેઇમાની કરી ને હરામ ની રોજી ના ખાઇશ'.
હું આ બધું સાંભળીને ખૂબ જ દંગ રહી ગયો, આગળ વાત કરતાં જાણવા મળ્યું કે તેનાં પિતા ની સરકારી નોકરી હતી પણ તેમાં રાજકારણ નાં ભોગે ખૂબ જ જૂઠું બોલવું પડતું અને ખૂબ બેઇમાની કરવી પડતી હતી એટ્લે તેનાં પિતાએ સરકારી નોકરીમાં થી રાજીનામું મુકી દીધેલું જેથી કરી ને બેઈમાની થી બચી શકે.
આ બધું સાંભળીને મારા આશ્ચર્ય નો પાર ના રહ્યો, કે જેની આર્થિક પરિસ્થિતિ આટલી હદે ખરાબ છે છતાં પણ તેનામાં આટલી સચ્ચાઈ અને નિષ્ઠા! અમુક સવાલ બાદ મને માલુમ પડયું કે તેને ધર્મ વિશે જરાં પણ જ્ઞાન ના હતું અને તે મદ્રસાએ પણ નથી ગયેલો. હું બે ઘડી તો તેને જ જોતો રહ્યો, અને વિચાર આવીયો કે ધાર્મિક કોણે સમજવા? આ કયાં પ્રકાર નું ઇલમ છે? આ ક્યાં પ્રકાર નો તકવો છે? આ ક્યાં પ્રકાર ની નૂરાનીયત છે? કે જે વ્યક્તિ મજબૂર હોવા છતાં પણ ખોટું કરવા તૈયાર નથી. ખુદાના કલામ અને શરીયત નું જ્ઞાન નથી પણ ખુદા નો ડર છે.
તે યુવાન ને ખુદા થી પોતાના જીવન અને સમયની કોઈ ફરીયાદ નથી, અને આપણે લોકો ખુદા ને યાદ ઓછું અને ફરીયાદ વધું કરીયે છે. મારા પાસે આવુ છે અને આમ નથી અને આમ હોવું જુવે વગેરે વગેરે....
પોતાને ધાર્મિક પહેરવેશ માં ઢાંકી ને, નમાઝ,રોજા અને દરેક વાત ની પાબંદી બાદ પણ આપણે લોકો છલ, કપટ, જુઠ, લાલચ અને બેઇમાની નથી છોડી રહ્યાં અને મોકો મળે તો પોતાને જ જન્નતી કહેવાના દાવા માં સહું થી આગડ. તો પછી આ કયાં પ્રકાર ની ધાર્મિકતા? માથે ટોપી અને ચહેરા પર દાઢી સાથે દુકાનમાં જૂઠ બોલી ને ખરાબ માલ વેચવામાં અને છેતરવામાં કયાં પ્રકાર ની ધાર્મિકતા?
મંદીર/મસ્જિદ રોજ જઇ ને પણ કપાસ નાં ધંધા માં કપાસ માં ખોટું તોલીને અને પાની છાંતી ને હરામ પૈસા હડેપવામાં કયાં પ્રકાર ની ધાર્મિકતા?
શિક્ષક, એન્જિનીયર, ડૉક્ટર થયાં પછી તગડો પગાર લીધાં પછી પણ ખોટી રીતે જુઠા રિપોર્ટથી પૈસા લુંટવામા કે ખોટી રજાઓના પૈસા વસુલવા એ કયાં પ્રકાર ની ધાર્મિકતા?
ખોટી રીતે જીન્નાત/ભૂત અને જાદુ ના નામે ઇલાજ નાં રૂપિયા લૂંટતાં મુલ્લા/પીર ની ક્યાં પ્રકાર ની ધાર્મિકતા?
લાંચ/રીશવત અને વ્યાજ નાં લાખો રૂપિયા હજમ કરી ને મસ્જિદમાં લાખો નું દાન આપવું એ ક્યાં પ્રકાર ની ધાર્મિકતા?
હલાલ-હરામ નાં તમિજ ની તકરીરો કર્યા બાદ પોતાની સંસ્થા ને ચલાવવા માટે હરામ નું કમાતા લોકો પાસે વધું ફાળો લેવો એ કયાં પ્રકાર ની ધાર્મિકતા?
હું તો એ યુવાન ની વાતો અને તેની ઈમાનદારી ને સાંભળીને જ ચોંકી ગયો. આ જ સાચાં અર્થ ની ધાર્મિકતા છે. રોજી અને ખોરાક પાક અને હલાલ હોવું એ પ્રથમ શરત છે ધાર્મિકતા ની પ્રગતિ નાં સંદર્ભે! એ યુવાને મદ્રસો પણ ના જોયો હતો કે ના કોઈ તકરાર કરનારાઓ ની તકરીર સાંભળી હતી, કારણ કે બિચારો આટલી નાની ઉંમર માં ઘણી મોટી જવાબદારી નો હકદાર હતો.
પણ તેનામાં ઈમાનદારી, નિષ્ઠા અને ખુદા નો ડર હતો. સબર નો સેતુ હતો, શુકર નો શોખ હતો.
ના તેનામાં દંભ હતો કે ના ડર કે ના ઘમંડ..મને તો તેનુ ચારિત્ર્ય અને વાતો જાણી ને મનમાં થયું કે હું તે યુવાન પાસે મારા માટે દુઆ કરાવું...! ખુદા આવા લોકો થી રાજી હોય છે કે જે લોકો ખુદા ની રજા માં રાજી હોય.
ઓછી પૈસા ની ભેટ મળતાં અંતે નખરા કરતાં હોય એવા ઢોંગી મિજાજ કવ્વાલ, મૌલવી, પીર કે સાધુ/પંડિત પાછળ પૈસા બગાડવા કરતાં આવા ગરીબ લોકો ને એક પંકચરના પૈસા વધું આપી દીધાં હોય તો ખુશ થઈ જાય.
કોઇએ ખૂબ સાચું લખ્યું છે કે,
જોગી જુગત જાને નહીં, કપડે રંગે તો ક્યાં હુઆ!
મનકા કૂફર ટુટા નહીં, કલમા પઢા તો ક્યાં હુઆ!
ડૉ અલ્લામા ઇકબાલ સાહેબે ખૂબ સરસ લખ્યું છે કે,
ખીરદ(અકલ) ને કેહ ભી દીયા લા ઈલાહા તો ક્યાં હાસિલ!
દિલો-નીગાહ મૂસલમાં નહીં તો કુછ ભી નહીં.
અલ્લાહ પાક આપણને સબ્ર, શુક્ર અને ઝીક્ર કરવા વાળા બનાવે...
-સિરહાન કડીવાલા
*ગુલામે ચીશ્તી*