*જનાબ*
*ઘાંચી મુસ્લિમ સમાજના તમામ આગેવાનો* _________________________
*વિષય:- ગીરસોમનાથ જિલ્લાના સેમરવાવ ગામે માંગરોળ અલારખાભાઈ માસ્તર દ્વારા બળજબરીથી વહાબી જમાતનો મદ્રાસો ચાલુ કરવા બાબત....*
_________________________
*અસ્સામો અલેયકુમ*
*મહોતરમ જનાબ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે ગીરસોમનાથ જિલ્લાના સેમરવાવ ગામે 350 ઘાંચી મુસ્લિમ સમાજના ઘર (કુટુંબ) છે અને બધા સુન્નિ જમાતના છે એક પણ વ્યક્તિ વહાબી ફીરકા સાથે જોડાયેલ નથી તેમજ આ ગામે બાળકો માટે મદ્રાસો છે એક થી બાર ધોરણ સુધી સરકારી સ્કુલમાં ભણવાની વ્યવસ્થા છે એટલે બહારની કોઈ જમાતોના મદ્રાસાઓની આ ગામે જરૂરિયાત નથી તેમ છતા માંગરોળ ના વહાબી જમાતવાળા ઓ એ હીન્દુ સમાજ લોકો પાસેથી એક મકાન કે જેની કીમત થી ત્રણ ગણી વધારે કીંમત આપીને વહેચાતુ રાખેલ છે અને આ જગ્યાએ મદ્રાસો ચાલુ કરવાની પેરવી કરી રહ્યા છે એટલે આ ગામના લોકોએ વિરોધ કરી મદ્રાસાના બોર્ડને એવુ બધુ ઉતારી લીધેલ અને જે માણસો હતા એને આ ગામે થી ભગાડી મુકેલ એટલે આ લોકોએ આ ગામના આગેવાનો ઉપર પોલીસ ફરિયાદ કરેલ છે અને ધમકીઓ આપે છે કે મદ્રાસો તો ચાલુ કરવો જ છે !*
*મારી આપને વિનંતી છે કે અમે કોઈ પોલીસ કેશથી નથી ડરતા પણ આ ગામે એ લોકો આવશે અને દાદાગીરીથી મદ્રાસો ચાલુ કરવાની કોશીશ કરશે તો મોટો ઝગડો થવાનો સંભવ છે જેથી આ અંદરો અંદર નો ઝગડો કરવો તે સારી વાત નથી પણ આ માંગરોળના અલારખાભાઈ માસ્તર આ વાત સમજવા તૈયાર નથી જેથી આપને વિનંતી કે આ ઝગડો આગળ ના વધે અને સુખદ ઉકેલ આવે આ ગામે આવા કોઈ મદ્રાસાની જરૂરીયાત નથી પણ બીજા એવા ઘણા ગામડાઓ છે ત્યા આવી સગવડો ઉભી કરવી જોઈએ! અમે કટલીયે વાર સમજાવાની કોશિશ કરી કે બે ફીરકા આ ગામમાં ના થાય અને બધા એક સંપથી રહે છે તેને રહેવા દો આ અંદરો અંદર ની લડાઈ થી સમાજ નબળો પડે છે પણ આ મદ્રાસાઓના નામે બીઝનેસ કરવા વાળાઓને સમાજની એકતામા કે સલામતિમાં રસ નથી જેથી આ બાબતે ગંભીરતાથી વિચારી કોઈ રસ્તો કાઢો એવી વિનંતી*
*અસ્લામો અલેયકુમ*
_________________________
*લી.હારૂન ચાંદભાઈ ચોરવાડા*
*પ્રમુખ*
*ગીરસોમનાથ જિલ્લા ઘાંચી મુસ્લિમ સમાજ સેવા સંગઠન*