*વર્તમાન સમયમાં ફક્ત શિક્ષણ અને સ્વાસ્થ ક્ષેત્રે પ્રામાણિકતાથી કાર્ય કરતી સંસ્થાઓને નાણાંકીય મદદ કરી શકાય બાકી લોભામણી જાહેરાતો આપી સમાજને ગેરમાર્ગે દોરતા દુકાનદારોથી સાવધાન રહેવું જરૂરી છે...!!*
*શકીલ સંધી..!!*
*૦૯.૦૧.૨૦૨૧*
(૧) શું મુસ્લિમ સમાજની આર્થિક સ્થિતિ સુધારવાનો દાવો કોઈ સંગઠન દ્વારા કરવામાં આવતો હોય તો સૌ પ્રથમ તો તેવા સંજોગોમાં તેમની પાસે થી સમીક્ષા બેઠક કરી સમાજના યુવાઓનો ડેટા માંગવામાં આવે અને ક્યાં અને કેવીરીતે ક્યાં ક્યાં પ્લેટફોર્મ પર કાર્ય કરી જેતે કાર્ય માટે નું સ્ટક્ચર તૈયાર કરવામાં આવ્યું અને અત્યાર સુધીમાં કેટલાં યુવાઓને આપની સંસ્થાના માધ્યમથી રોજગાર આપવામાં કે અપાવવામાં આવ્યો આવી સમાજના અગ્રણીઓ બુદ્ધિજીવીઓ એ માહિતી માંગવી જોઈએ કે નહિ ?
*(૨) જો કોઈપણ સંગઠન મુસ્લિમ સમુદાયમાંથી ફિરકા પરસ્તી દૂર કરવા માંગતો હોય તો તેની સભાઓ કે સંમેલનોમાં કવ્વાલો અને બેન્ડવાજા જેવા તાયફાઓ શું સિદ્ધ કરવા માટે કરવામાં આવતા હોય છે આ પણ એક સમાજ માટે સળગતો પ્રશ્ન છે ?*
(૩) જે સંગઠનના હોદ્દેદારો પોતે પાન મસાલા ગુટખા અને અન્ય વ્યસન સાથે સંકળાયેલા હોય તે વ્યસનમુક્તિ અભિયાન ચલાવવાના દાવા કરે તે કેટલાં અંશે યોગ્ય હોઈ શકે છે કોઈપણ કાર્ય ની સમાજમાં શરૂઆત કરવા માટે સૌ પ્રથમ આપણે પોતે તેનું અનુશાસન મુજબ પ્લાનિંગ કરી આચરણમાં લાવવું પડે પછી આ વિષયમાં સમાજને અમલ કરવા જણાવી શકાય બાકી સમાજનો સમય અને પૈસા બન્ને બરબાદ કરવા સિવાય બીજું કંઈ હાથ લાગી શકે નહીં ?
*(૪) જે સંગઠન એવો દાવો કરતો હોય કે તેની મુવમેન્ટ ની કમાન ઈંટયુલ એક્ચ્યુઅલ યુવાઓના હાથમાં છે તો સવાલ એ પણ થાય કે આવા યુવાઓ આપણાં સમુદાયમાં આવી મૂવમેન્ટ માં કામ કરવા માટે સક્ષમ હોઈ શકે છે તો પછી અત્યાર સુધીમાં સમાજ મુખ્ય ધારા થી વંચીત અને અન્ય જાતિ કરતાં પણ વધું પછાત એમ કહું તો નવાઈ નહીં કે પછાત વર્ગ થી પણ પછાત કેમ ?*
(૫) શું મનફાવે તેવા ફતવાઓ અને સમાજને ગુમરાહ થતો અટકાવવાના વાયદાઓ એ પણ સરિયત ના દાયરામાં રહી કરવા માટે જો દાવા કરવામાં આવતા હોય તો અને સઘળું કાર્ય આવા સંગઠનો કરતા હોય તો પછી મુફ્તીઓની ગુજરાતમાં જરૂર પડે તેવું લાગતું નથી આ વાત પર સમાજનાં આલીમો અને બુદ્ધિશાળી વર્ગ શું પ્રકાશ પાડી શકે તે જોવાનું રહ્યું ?
*(૫) આતો ફક્ત ટ્રેલર છે આનાથી પણ મોટી મોટી અને લોભામણી જાહેરાતો આપી એક હવા બનાવવાનું કામ કરવા મથી રહેલાં તક સાધુઓ વર્તમાન સમયમાં સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે આવા સંજોગોમાં શિક્ષિત યુવાવર્ગ પોતાના ક્ષેત્રમાં ઓછું ભણેલાં અને શ્રમજીવી તેમજ મધ્યમવર્ગના યુવાઓને પ્રોત્સાહન આપી તેમની વચ્ચે જઈ આત્મ ચિંતન કરવા માટે પ્રયાસ કરે તો સમાજમાં બદલાવ લાવી શકાય કારણ કે પ્રેમની કોઈ પરિભાષા હોતી નથી પ્રેમ હોય ત્યાં સર્વે સમસ્યાઓના સમાધાન થઈ જતા હોય છે !*
(૬) કેટલાક કિસ્સાઓમાં ફક્ત ને ફક્ત પોલીસ સ્ટેશનમાં હાજરી આપી ફોટો પડાવી સામે વ્યક્તિ જે પીડિત હોય તેના પરિવારને ફોટો સેન્ડ કરી પછી જાણ કરવામાં આવે કે આજે એસ.પી.ઓફિસમાં રજુઆત કરવા માટે આવ્યોતો આપના કેસ ના સંદર્ભમાં હવે આપણે કેસ આગળ ધપાવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે અને વકીલ પણ રોકવો પડશે આપ જાણો છો હાઈકોર્ટે ના વકીલ ની ફી કેટલી હોય છે કાલે સવારે ૨૫૦૦૦ એક હજાર મારા એકાઉન્ટમાં નાખી દેજો એટલે આપણી પ્રોસીઝર ચાલુ થાય મારા બેટા વકીલાત નામું જાણે સાથે લઈનેજ ફરતા હોય તેમ આવા કેટલાંક કિસ્સા મારી સામે છે કેટલીક વાર આવા પીડિતો નો મારી ઉપર કોલ આવે તો જવાબ આપું કે ભાઈ લોભિયા હોય ત્યાં ઘુતારાઓ ભૂખે ના મરે એટલે આધુનિક યુગમાં આધુનિક ઘુતારાઓથી પણ ચેતતા રહેવાની જરૂર છે કે નહી ?
*(૭) મુસ્લિમ સમાજને શિક્ષિત સમૃદ્ધ અને મુખ્ય ધારામાં વહેતો કરી રોજગારીની વાતો કરનાર જો સમાજ પાસેજ ફન્ડ ની આશા અપેક્ષા રાખી કામ કરવા માંગતા હોય તો આપણે સવાલ એ પણ કરવો જોઈએ કે આટલાં વર્ષો થી સમાજને એક કરવાના અને રોજગાર આપવાના શિક્ષણ અને કોમના હિત કાર્યો માટે ના દાવા કરવામાં આવતા હોય તો સમાજને એક કરી કેટલી ફેક્ટરીઓની કે નાના નાના વ્યવસાય કેન્દ્રો ની સ્થાપના કરી કેટલાં કોચિંગ કલાસ શિક્ષણમાટે શરૂ કરવામાં આવ્યા ?*
(૮) જે સમુદાયની આર્થિક સ્થિતિ રાબેતા મુજબ ના હોય તે સમુદાયને સ્થિરતાં આપવાના બદલે ભાડા ની ઓફિસો પછી સમાજનાં નામે ઉઘરાણી કરી ભાડા ચૂકવવાના અને ઓલા ગામે થી પેલા ગામે સામાન્ય બાબતે પણ રોફ જમાવવા પોતાનું ટૅટસ બતાવવા ટ્રાવેલિંગ અને રસ્તામાં સારામાં સારી હોટલમાં જમણવાર પણ સમાજનાં પૈસે કરવાથી સમાજનો આર્થિક વિકાસ થાય ખરો ?
*(૯) એકતો સમાજ ચક્કીના પડીયા ની વચ્ચે વર્ષોથી પીસાતો આવ્યો છે અને એમાં પાછા બની બેઠેલાં ઠગ સમાજના નામે હાટડીઓ ચલાવનાર કોમના હિતની બનાવટી વાતો કરનાર સમાજનાં હિત રક્ષક હોઈ શકે ખરા ?*
(૧૦) સમાજને સક્ષમ અને લોકહિત વાળી લીડરશીપ અને સમાજને લગતી દરેક બાબતે ખડે પગે રહેવાની સૂફીયાણી વાતો કરનાર સમાજને ક્યાં સુધી ગુમરાહ કરતાં રહેશે અને ક્યાં સુધી સમાજના નામે પોતાની દુકાનોના સટર ખુલ્લા રાખી સમાજને છેતરતાં રહેશે ?
*(૧૧) ઉપરોક્ત તમામ પ્રશ્નો હાલ ઉભાજ છે હજી પણ મોડું થાય તે પહેલાં સમાજના બુદ્ધિશાળી વર્ગને જાગવાની જરૂર છે નહિતર સમાજ ગરીબથી પણ અતિ ગરીબ બનીને રહી જશે સાથે સાથે આપણાં સંસ્કારો પર પણ આવા તત્વો દ્વારા તરાપ મારવામાં આવશે તો નવાઈ નહીં આ આપણી કમ નસીબી છે કે લે ભાગુ અને બની બેઠેલાં તત્વોને કારણે આપણે પ્રગતિ નહિ પણ અધોગતિ તરફ દોરી જવામાં આવી રહ્યાં છીએ આવા સંજોગોમા આવા તત્વોને રવાળે ચડી આપણું યુવાધન પણ આળસુ બનતો જાય છે અને એવું ઈચ્છે છે કે સમાજ સેવા કરવી એ પણ સારો વ્યવસાય છે જ્યાં સારા વાહનોમાં મુસાફરી કરવાની મજા આવે અને સારી સારી હોટલોમાં જમવાનું નસીબ થાય અને સમયે બધાં સપના વગર મહેનતે પુરા થઈ શકે છે.*
નોંધ.. મારી મનસા કોઈ સંગઠન ને ટાર્ગેટ કરવાની નથી ફક્ત સમાજના નામે દુકાનો બંધ થવી જોઈએ જો તમારામાં ત્રેવડ હોય તો વગર ફન્ડ ફાળા થકી પણ સેફ જોનમાં ઘણું બધું કામ સમાજમાં બાકી છે સૌથી મોટું કામ સમાજમાં વૈચારિક પરિવર્તન લાવી મુખ્ય ધારા માં વહેતો કરવાં માટે ગલી મહોલ્લામાં જઈ ખાટલાં સભાઓનું આયોજન કરવામાં આવે અને ગરીબ વંચીત પરિવારોની વચ્ચે જઈ તેમને પડતી પારાવાર તકલીફો દૂર કરી સાંત્વના સાથે પ્રોત્સાહન બળ આપી શિક્ષણ સ્વાસ્થ ની સાથે સામાજિક આધ્યાત્મિક ક્ષેત્રોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે તે વર્તમાન સમયમાં જરૂરી છે.
*સમાજ ખૂબ પછાત અવસ્થામાં અને દયનિય સ્થિતિમાં હોઈ ગરીબ વંચીત અને મજૂર વર્ગ ની વચ્ચે જઈ તેઓમાં ઘણીબધી પ્રતિભાશાળી યુવા શક્તિ નો સ્ત્રોત વહી રહ્યો છે તેને યોગ્ય માર્ગદર્શન આપી એક સમૂહમાં લાવી તેમની પ્રતિભામાં એક નિખાર પેદા કરવા માટે ના કાર્યો કરવા ની જરૂર છે વર્તમાન સમયમાં યુવાધન જે બરબાદી તરફ આગળ વધી રહ્યું છે તેને રોકવા માટે પણ તેમની વચ્ચે જવું પડશે તેના માટે સંમેલનો કે લખલૂટ ખર્ચાઓ કરવાની જરૂર નથી હોતી આજે મુસ્લિમ સમુદાયમાં દારુણ સ્થિતિમાં જીવતો વર્ગ જેની પાસે એક સમયનું ભોજન નથી તો કપડાંની વાત ક્યાં અને જો કપડાંની વ્યવસ્થા ના હોય તો આવો વર્ગ સંમેલનો માં હાજરી આપી શકે ખરો કદાપી નહિ તો આના માટે આપણે આપણા સમુદાયની ગરીબ અને ગફુર વસ્તીમાં જઈ ઘણીબધી પ્રતિભાઓને પ્લેટફોર્મ આપવા માટે આગળ આવવાની જરૂર છે જેથી કરીને સમાજમાં વિવિધ વિભાગોમાં બદલાવ લાવી ફન્ડ ફાળા વગર આપણા પોતાના તરફથી શક્ય અને શક્તિ અનુશાર સહાય કરી કાર્ય કરવા ની જરૂર છે........!!*
*શકીલ સંધી....!!*
*૯૯૨૪૪૬૧૮૩૩*