ભારત સરકાર દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 નો કાયદો બનાવવામાં આવ્યો છે.જે 17 જુલાઈ 1951થી અમલી છે અને તબકકા વાર તેમાં સુધારા થતા રહ્યા છે.જેમાં પ્રકરણ 3 ચૂંટણીને લગતા ગુન્હાઓની વિગતો દર્શાવવામાં આવી છે.
કલમ 125 મુજબ ચૂંટણી સંબંધમાં જુદા જુદા વર્ગો વચ્ચે દુશ્મનાવટને ઉત્તેજન આપવામાં આવતા ભાષણો કે કોઈ વર્ગ,જ્ઞાતિ,જાતિ, કોમને ધિક્કારની લાગણીઓને ઉત્તેજન આપવાના પ્રયાસ રૂપે તે ઉમેદવારને 3 વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે.
ચૂંટણીમાં ઉમેદવારે રજૂ કરેલ ખોટા પુરાવા,દસ્તાવેજોમાં તેમજ ખોટું સોગંદનામું કરેલ હોય તો કલમ 125 (ક) મુજબ 6 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે.
તેમજ આદર્શ આચાર સહિતા સાથે મતદાનના પૂર્વે અડતાલીસ કલાકના સમયગાળા દરમ્યાન કોઈ પણ જાતનો પ્રચાર પ્રસાર,જાહેરસભા,દેખાવો,મીટીંગો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જેના ઉલ્લંઘન બદલ 2 વર્ષની સજા તેમજ દંડની જોગવાઈ છે.
ઉમેદવાર દ્વારા ભરવામાં આવતી જાહેર સભાઓમાં ધાંધલ ધમાલ કરનાર પર કલમ 127 મુજબની કાર્યવાહી થઈ શકે છે.જેમાં 6 માસની કેદ અને બે હજારનો દંડની જોગવાઈ છે.
ઉમેદવારના નામ તેમજ પ્રકાશકના નામ,સરનામાં વિનાની પત્રિકા,પોસ્ટર કે કોઈ પણ સાહિત્ય જેમાં ઉમેદવારનું કે પ્રકાશકની વિગતો ન હોય તે પ્રતિબંધિત માનવામાં આવશે.જે કલમ 127(ક)મુજબ ગુનો બનતો હોય પોલીસ સત્વરે કાર્યવાહી કરી શકશે.
કલમ 128 મતદાનની ગુપ્તતા જાળવવા બાબત
તેમજ કલમ 129 થી 136 સુધીની કલમોમાં ચૂંટણીના વિવિધ ગુનાઓની વિગતો સમાયેલ છે