Followers

Wednesday, 16 March 2022

MOLANA VALI SIRTI KANTHARIYA DARUL LATER


                                                 બિસ્મિહી તઆલા 

બખિદમત 
           મોહતમિમ તેમજ ટ્રસ્ટી મંડળ ના સભ્યો દારુલ ઉલુમ ભરુચ મુ. કંથારીયા 

તા. ૦૮/૦૧/૨૦૨૨ ના રોજ સંસ્થા ના લેટરપેડ ઉપર ટાઈપ કરેલ સંસ્થા ના મોહતમિમસહાબ ના સહી થી  ટ્રસ્ટી મંડળ ના ઠરાવ અનુસાર દારુલ ઉલુમ મા થી કોરોના મહામારી ના બહાના હેઠળ પુર્વ યોજિત આયોજન મુજબ છુટા કરવામા આવેલ સ્ટાફ સભ્યો ને તમની વર્ષો ની કીમતી ખીદમત ની કદરદાની રૂપે અલગ-અલગ માપદંડ દ્વારા નક્કી કરેલ રકમ આપવા જણાવાયુ છે જેનો પૂરો મજમુન વાંચી મનન કરતા કેટલીક બાબતો નાચીજ ના મનમાં પૈદા થતાં આપ સાહેબો ને ધ્યાન માં લાવવા આ મજમુન આપ સૌની સેવામાં પેશ કરવા પ્રેરાયો છું 

(૧)  સૌ પ્રથમ મારા પોતાના ખિદમતની મુદત ૩૯ વર્ષ જણાવ્યા છે જે શાયદ આપના ગણતરી કારે ઈસવીસન ના હિસાબે લખ્યો છે હાલા કે તમામ દિની તાલીમી સંસ્થાઓ નું વર્ષ ઈસ્લામી માસ ના હિસાબે શરૂ થતા ખતમ થાય છે.વળી પગારૌ પણ એજ ઈસ્લામીક તારીખો મુજબ શરૂઆતથી ચૂકવાય છેજે મુજબ મારી નિમણૂક તારીખ ૨૩ રબીઉલ આખર ૧૪૦૧ છે અને સંસ્થા માંથી છુટા કરવાની તારીખ ૧૭ સવાલ ૧૪૪૧ છે
તો એ મુજબ ગણતરી કરતા મારી ખીદમત ની મુદ્દત (૪૦) ચાલીસ વર્ષ (૫) પાંચ મહિના ની  ૨૪ દિવસ થાય છે 

(૨)  કુરાન - હદીસ ની ખિદમત બજાવનાર  અસાતિજાઓ ઓફિસમાં જે તે વિભાગની સંપૂર્ણ જવાબદારી સાથે ખિદમત આપનાર આલીમ - હાફિઝ તેમજ અન્ય સાહેબો ને દિઞર કામગીરી કરવામાં વર્ષો સુધી પોતાની જાતને ઘસી કાઢનાર ખાદીમો જુદા જુદા માપદંડ મુજબ પુરસ્કાર આપવાનું જે નક્કી કર્યું છે તો એ માપદંડની પારાશીશી કઈ છે. તે જણાવવા જોગ છે. 

(૩)  મને જે રકમ ફાળવવામાં આવી છે તે એક વર્ષના રૂપિયા ૨૨૫૦/- નક્કી કરેલ છે. જો તેને મહિના અને દિવસો ઉપર ડિવાઈડ કરવામાં આવે તો  એક માસના રૂપિયા ૧૮૭.૫૦ પૈસા. અને એક દિવસના  રૂપિયા ૬.૨૫ પૈસા થાય છે.જ્યારે મારો પગાર રૂપિયા ૧૫૩૧૦/- ના હિસાબે દરરોજ ના રૂપિયા ૫૧૦.૩૩ પૈસા મળતા હતા તો આ રકમ જે ફાળવેલ છે. એક કદરદાની ગણાય કે પછી અપમાન? 

(૪)  આપણે આપણા જીવન મા  રોજ જોઈએ છીએ કે મસ્જિદનાં પગથિયાં પર બેસી ભીખ માંગનાર ને મસ્જિદ માંથી નીકળતા મુસલલીઓ ૧૦/- રૂપિયાની નોટ ચાલતા ચાલતા આપી દે છે જ્યારે સંસ્થાના વહીવટકર્તાઓ એક આલિમે દીન ને (ભલે ગમે તેવો હોય) તેને રોજના રૂપિયા ૬. ૨૫ પૈસા જેનુ ૧૦૦મિલી. દૂધ પણ ન આવી શકે આપીને કદરદાની શબ્દનો પ્રયોગ કરે છે એ કેટલું ઉચિત છે? 

(૫)  જો સંસ્થા નાણાકીય ફંડ ના અભાવનો દેખાવ કરી સામા પક્ષને પોતાની લાચારી દર્શાવતો હોય  તો પછી કોરોના મહામારી ના લોકડાઉન  ના સમયમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી અંડરગ્રાઉન્ડ ઈલેક્ટ્રીક વાયરીંગ કે નાઝીમ આલા ની (એહતેમામ ઓફિસને)
સુશોભિત કરવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કયા ફંડમાંથી કરી રહ્યા છો ! 

(૬) તારીખ ૧૦/૬/૨૦૨૦ મુજબ ૧૭ શવવાલ ૧૪૪૧ ના તમામ સ્ટાફ ને  છૂટા કર્યા બાદ સ્ટાફ ક્વાર્ટર્સમાં રેહતા સાથીઓને ૩૧/૦૩/૨૦૨૨ સુધી દારૂલ ઉલુમ ના મકાનો માં રહેવાની
સહુલાતો તો મળી છે જ્યારે હમો દારૂલ ઉલુમ થી બહાર  ઘરમાં રહેવા વાળા ઓને રૂપિયા ૭૦૦/- જે મકાન ભાડા એલાઉન્સ આપતા હતા તે પર તમોએ આપ્યું નથી તેની ગણતરી કરતા આશરે ૨૧ મહિનાના ૧૪૭૦૦/- થી વંચિત રાખેલ છે આવી નાઈન્સાફી કેમ? તમારે અલ્લાહતાલા ના ત્યાં જવાબ આપવાનો નથી જ્યારે આ સાથીઓ તમારી પાસે પોતાના હકમાં માંગણી કરશે ત્યારે ? 

(7)  સંસ્થાના હવા ગણતરી કાર અને અર્થશાસ્ત્રીઓને કહો કે તમે આ સંસ્થાના વહીવટ કરતા છો માલિક નથી કેમ મનસ્વી રીતે કાયદાઓ ઘડીને કુરાન હદીસ ની ખિદમત આપતા ગરીબ અને નાદાર આલીમો હાય લઇ રહ્યા છો અને પોતાની આખીરત બરબાદ કરી રહ્યા છો. 

(૮)  સંસ્થાની માલી હેસિયત ને ધ્યાનમાં રાખતા હોય તો કર્યા પછી લોકડાઉન પછી અને 
સ્ટાફ છૂટા કર્યા પછી દોઢ વર્ષ પછી આ કદર કરી રહ્યા છો તો શું આ કદરદાની રૂપે અપાતી રકમ ઝકાતની છે કે લીલાહ તેનો ખુલાસો જરૂરી છે કારણકે કેટલાક સાહેબો ઝકાત ના મુસ્તહીક નથી હોતા તો પછી ઝકાતની રકમ અદા થશે કે કેમ ? તે પણ એક સમજવા જેવો પ્રશ્ન છે. 

(૯)  આ પત્રમાં આપ સાહેબોએ આ રકમ કદરદાની રૂપે આપવા જણાવાયું છે તો પછી તેમાં ત્રણ માસનો નોટિસ પગાર ચૂકવ્યો તેનો ઉલ્લેખ કરવાની સેહેજે જરૂરત જણાતી નથી એ રકમ નોટિસ પે તરીકે હતી કોઈ મદદ ન હતી અને તેમાં પણ ૧૦ શવવાલ સુધીના દિવસો તો વેકેશન ના ગણાય છે પછી તેનો ઉલ્લેખ કરવાનો શું અર્થ છે? 
ઉમ્મીદ છે કે તમે જવાબ આપશો. 

       
                                                                                            લિ.....
                                                                                   વલી ઈસા સુરતી
                                                                                  ૯૯૯ ૮૬ ૨૯૧૪૯
        નકલ રવાના.
(૧)  મોહતમીમ દારૂલ ઉલુમ ભરૂચ મુ. કંથારીઆ
(૨)  ટ્રસ્ટી મવ. ઈસ્માઈલ સુલેમાન રિયુનિયન
(૩)  ટ્રસ્ટી  મુસાભાઇ શેરપુરી  શેરપુરા.
(૪)  ટ્રસ્ટી  યાકુબભાઈ કાપડિયા ભરુચ

.social active foundation SAFTEAM GUJ.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...