date:-07/09/2018
સમલૈંગિકતા ની કલમ 377 રદ્દ ...! સમલૈંગિકતા હવે ગુન્હો નથી.
-ડૉ પાર્થિવ પટેલ
પરંતુ અજ્ઞાની અને કુમળા માનસ ના બાળકો ખાસ સમજી લે..!
સમલૈંગિકતા ભલે ગુન્હો નથી પણ મનોરોગ ચોક્કસ છે...! સૃષ્ટિ ના નિયમ થી વિરુધ છે...!
.
કાયદાએ સમલૈંગિકતા ને ગુન્હા ના લિસ્ટ માંથી કાઢી છે પણ વિજ્ઞાને તેને માનાસિક રોગના અને વિકૃતિઓ ના લિસ્ટ માંથી નથી કાઢી.
.
સમલૈંગિકતા સજાપાત્ર નથી તેનો મતલબ સમાજ મા તેની હાજરી પર ગર્વ લેવા જેવો પણ નથી. .!
.
માણસ ના જીવન માં આનંદ અને સુખ ના સ્ત્રોત ખાલી થઈ જાય ત્યારે અનેક વિકૃતિઓ નો જન્મ થાય છે. સમલૈંગિકતા તેમાંની એક છે.
.
માણસ ના બાળપણ માં ઉછેર દરમિયાન તેની સાથે થયેલા અનુભવો અને સંસ્કારો તેની પુખ્ત વયની માનસિકતા પર અસર કરે છે.
.
આવા લોકો સમલૈંગિકતા નામની માનસિક વિકૃતિ (રોગ) નો ભોગ બને છે. તેને ગુન્હો ગણી સજા ન થાય તો કંઈ નહીં પણ તેને પ્રોત્સાહન ભૂલ થી પણ ન મળવું જોઈએ.
.
સમલૈંગિક લોકો ને માનસિક સારવાર, સાહનુભૂતી ની ચોક્કસ જરૂર છે પણ પ્રોત્સાહન ની બિલકુલ નહીં..!
.
સૃષ્ટિના સર્જકે સજીવ ના સજીવ તરીકે ના ગુણધરમો આપ્યાં છે.
જેમ સજીવ શ્વાસન કરે, ખોરાક લે, ઉત્સર્જન કરે તે જ રીતે પ્રજનન કરે છે...! પ્રજનન માટે ની શારીરિક સામગ્રી શરીર મા કુદરતે ફિટ કરીને મોકલી હોય છે. પરંતુ તેનો ઉપયોગ અન્ય રીતે કરે તો તે સૃષ્ટિ વિરુદ્ધ કહેવાય..!
.
પશ્ચિમના ભદ્ર સમાજ મા જ્યારે આર્થિક રીતે અતિશય સમૃદ્ધી આવી ત્યારે વિચાર મુક્તિ, મૂકત સેક્સ ની સાથે આ દૂષણ ચાલ્યું. અન્ય કરતા અલગ થવા વિકૃતિઓ ની ઘેલછા થવા લાગી. ખોરાક, કપડાં, રહેઠાણ, રીત રિવાજ, કપડાં પહેરવેશ વગેરે માં વિકૃતિ ને ફેશન માં ખપાવી દીધી.
.
રાજકારણ માં તેમની મત બેંક ઉભી થઈ. જેને રોકડે કરવા સામાજિક સંસ્થાઓ, ફિલ્મી દુનિયા ના લોકો એ બળતામાં ઘી હોમ્યું..! કરણ જોહરો તેને રસપ્રદ દર્શાવવા લાગ્યા. Homosexual લોકો ને સપોર્ટ કરવો તે ફેશનેબલ અને મોર્ડન ગણાવા લાગ્યું.
.
અને આજે તેનું પરિણામ એ આવ્યું છે કે આજે ઉછરતું બાળક ભૂલ થી એવું માની લે છે કે પુરુષ પુરુષ અને સ્ત્રી સ્ત્રી વચ્ચે આકર્ષણ એ નોર્મલ કહેવાય.
.
માટે જો કોઈ આ સમાચાર ને સાંભળીને ખુશ થઈ ગયા હોય તો ચેતી જજો..! વિજ્ઞાન ની દ્રષ્ટિએ આ વિકૃતિ છે અને માનસિક રોગ છે. જેની સારવાર મનોચિકિત્સક પાસે , સાઇકોથેરાપી વગેરે થી થઈ શકે છે.