Followers

Saturday, 30 March 2019

ભાજપની કચેરીમાં અહેમદ પટેલની તસવિર મૂકો – કોંગ્રેસની માંગણી




રાજકારણ


ગોલમાલ


સમાચાર


અમરેલી


ભાજપની કચેરીમાં અહેમદ પટેલની તસવિર મૂકો – કોંગ્રેસની માંગણી

March 28, 2019

629

WhatsAppFacebookTwittergoogle_plusGmail

Share

સાવરકુંડલાનાં કોંગ્રેસના આગેવાન આર.ડી. માલાણી, લાલજીભાઈ મોર, બી. એ. બસીયા, કે. બી. ખુમાણ વિગેરે કોંગ્રેસનાં ખુટલ નેતા અહેમદ પટેલને પત્ર લખીને આકરી ઝાટકણી કાઢી છે. આપના માટે એવી પણ મજાક સાંભળી છે કે ભાજપ – બી.જે.પી. વાળા તેના કાર્યાલયોમાં સ્‍વ. દીનદયાળજી, સ્‍વ. શ્‍યામપ્રસાદજી વિ.ની તસવીરો મુકે છે ખરેખર ત્‍યાં અહમદભાઈની પ્રથમ મુકવી જોઈએ. બી.જે.પી. આજે જે કાઈ છે તે તેના કારણે છે. જો અહેમદ પટેલ ન હોત તો ભાજપ સત્તા પર ન હોત.

પત્રમાં જણાવેલ છે કે, આગામી 2019 લોકસભાની ચુંટણી માટે અમરેલી લોકસભા બેઠકની ટીકીટ માટે પક્ષમાંથી કોણ-કોણ દાવેદારો છે તે બધાની સતાવાર માહીતી તો નથી. પણ એક જ પરિવાર માંથી (1) વિરજીભાઈ ઠુંમર (ર) જેનીબેન ઠુંમરની દાવેદારો હોવાનું સંભળાય છે. અન્‍ય જે હોય તે પણ જો આ બે માંથી કોઈ પણ ને ટીકીટ આપશો તો આપના એકાઉન્‍ટમાં એક ઔર પાપ કે અન્‍યાયી કૃત્‍યનો ઉમેરો થશે. સાથે અમરેલી જીલ્‍લામાં પરિવાર વાદ અને આયાતીકરણ ને પોષવા અને પ્રોટેકટ કરવાનું પણ આપના લેવલેથી જ થાય છે. કાર્યકરોની આ માન્‍યતા સાચી પુરવાર થશે. આ ખાનદાનની ટીકીટ બાબતે જે કાઈ નિર્ણય કરો પણ નીચેની વિગતો અવલોકન કે નોંધમાં લેવા ઘ્‍યાને મુકું છું.

(1) કૃષિ અને ગ્રા. વિ. બેન્‍ક (જમીન વિકાસ બેન્‍ક) ની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર. (વાલજીભાઈ ખોખરીયાનો હક્ક થતો હોવા છતા) પછી ખોખરીયા ભાજપમાં જાય તો કોના કારણે ?

(ર) બગસરા એ.પી.એમ.સી.ની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર

(3) કુંકાવાવ તાલુકા ખ.વે.સંઘની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનનેવિશેષાધીકાર

(4) લોકસભા અમરેલીની દરેક ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર

(પ) વિધાનસભા ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર

(6) જી.પં.ની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર. સાસરે રહેતી પુત્રી હોય તો પણ. આ તો કેવી પ્રણાલીકા?

(7) પ્રમુખ જીલ્‍લા પંચાયતની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાન ને વિશેષાધીકાર. છતાં કાર્યકરોને કોઈ ખુલાસો નહી કે ર01પ માં સાસરે રહેતી પુત્રીને પ્રમુખ બનાવતી વખતે પાર્ટી સમક્ષ ભવિષ્‍યમાં લોકસભા-ધારાસભાની કોઈ ટીકીટ નહી માંગવાનું કમિટમેન્‍ટ આપેલ. તેનું શું ? આનું ઉલ્‍લંઘન કરી ર017માં ધારાસભાની ટીકીટ આપી. હવે લોકસભાની પણ આપવાની ? છતા જીલ્‍લામાંથી કે પ્રદેશમાંથી કોઈ બોલતુ નથી. અંકુશ નહી આ સામે બધાનું મૌન. શું આ ભા.રા.કોંગ્રેસ છે.

એટલે શું પાર્ટીમાં અ વર્ગનાં કાર્યકરો વાળા ખાનદાન અને બ વર્ગનાં કાર્યકરો આવા ગુપ્‍ત ભેદભાવ પાડેલા છે. શું પાર્ટી એવું માની ને ચાલે છે ? કે અમરેલીમાં 199પ પછી પાર્ટી આજે જે સ્‍થિતિએ પહોંચી છે. તેમાં જીલ્‍લાના હજારો પરિવારોનું કોઈ યોગદાન જ નથી. માત્ર આ બે પરિવારોનું જ યોગદાન છે ? જો તેવું માનવામાં આવતુ હોય તો પાર્ટી ખાસ નોંધ લે કે આ બે પરિવારોની કોઈ એવી સેવા, લોકપ્રીયતાકે આવડત નથી કે જેના કારણે ર01પ અને ર017ના રિઝલ્‍ટો આવ્‍યા. બે જ ફેકટર એક ખેડૂત ફેકટર (કારણ ખેડૂતોની બહુમતી વસ્‍તી અને વર્ચસ્‍વ વાળો જીલ્‍લો છે. ખેડુતોના ઘણા લાંબા ગાળાના પેન્‍ડીંગ પ્રશ્‍નોના કારણે સરકાર સામે ખેડુતોમાં રોષ અને અસંતોષ) અને બીજ પાસ આંદોલન. બાકી આ લોકોને લાવ્‍યા પછીથી ર01પ સુધીની તમામ ચુંટણીમાં નિષ્‍ફળતા મળી છે. અને આ લોકો આવ્‍યા અગાઉ 1990 સુધી જિલ્‍લામં પક્ષ ને તમામ ચુંટણીઓમાં સફળતા મળતી. એજ એનો પુરાવો છે. ખેર પાર્ટીએ સમગ્ર જિલ્‍લાની સફળતા બદલની ક્રેડી બે ખાનદાનના એકાઉન્‍ટમાં જમા કરવાને બદલે અનેક પરિવારો કાર્યકરોના એકાઉન્‍ટ પણ રાખવા જોઈએ. સાથે 199પ પછી આ બન્‍નેના કારણે જિલ્‍લામાંથી કેટલા લોકો ભાજપમાં જતા રહૃાા છે? કેટલા લોકોને અસંતોષ અને નુકશાન થયું છે? તેનું પણ કઈક નિરીક્ષણ થવુ જોઈએ. આ મારી લાગણી કે માંગણી નથી પણ એવરેજ કાર્યકરની છે પણ આવુ બધુ કરીએ તો પાર્ટીમાં ટીકીટો, સંગઠનમાં હોદા ન મળે, રાજકીય નુકશાન થાય તેવા ભયથી કોઈ પાર્ટી સમક્ષ જાહેરમાં આવતા નથી, પણ ઈન્‍ડોર રીતે બધા આવુ બોલે છે.

આમ છતાં આ ખાનદાનમાં ટીકીટ મળશે તો પરિવારવાદની નીતી સામે અસહકાર અને જાગૃતિ કરવાની જુંબેશ અહીના કાર્યકરો કરશે. ઉપરાંત સામેનાઉમેદવારને પ્રચાર માટે (1) ભભપહેલા (2009) મમ્‍મી ને હરાવ્‍યા, પછી (2014) પપ્‍પાને હરાવ્‍યા અને આ વખતે પુત્રીને પણ હરાવો એટલે આખુ ફેમીલી આવી જાય. સાથે હેટ્રીક મળે.ભભ આ અને આવા અન્‍ય મુદાઓ (કે જેનો અહી ઉલ્‍લેખ કરી શકાય તેવા નથી.) પ્રચાર માટે મળશે. આ બધી હકીકતો બાજુએ મુકીને ટીકીટ મળશે તો તેની પાછળ માત્ર તમારી મરજી અને સપોર્ટ હશે તોજ મળશે. કેમ કે જનરલ માન્‍યતા છે કે આને દરેક વખતે તમે ટીકીટ અપાવો છો. ઠુમ્‍મરે સ્‍વયં અનેક વખત વિવિધ ચુંટણીની ટીકીટ બાબતે વાતવાતમાં બોલેલ છે કે, ભભટીકીટ તો હું લઈ આવીશ, એહમદભાઈ પટેલ પાસેથી કેમ ફાઈનલ કરાવવું એની મારી પાસે ખાસ ફાવટ છે.ભભ આમ એકજ ખાનદાન ને દરેક ચુંટણીની ટીકીટ આપવાની પઘ્‍ધતી આ વખતે ચાલુ રહેશે તો આવી ભેદભાવ વાળી અને પરિવારવાદને ઉત્તેજન કરનારી પઘ્‍ધતી સામે તમામ વ્‍યુહથી જુબેશ કરવામાં આવશે. એટલુ જ નહી સાથે-સાથે આપે દિલ્‍લીમાં રાજકીય વર્ચસ્‍વ જમાવ્‍યા પછી અમલમાં મુકેલ કુટનીતીના એજન્‍ડાનો પણ તમામ વ્‍યુહથી પર્દાફાશ કરવાની જુંબેશ કરવામાં આવશે. જેમાં આ એજન્‍ડાનો ભોગ બનેલા ગુજરાતના દરેક જિલ્‍લા અને મહાનગર વિસ્‍તારના રીયલ કોંગ્રેસમેન્‍સ પાસેથી માહીતી એકઠી કરે એક શ્‍વેતપત્ર પ્રસિઘ્‍ધ કરવામં આવશે. (જે પૈકી ઘણાં નીરાશાઅને થાકીને નિવૃત થઈ ગયા છે, યાતો ભાજપમાં જતા રહૃાા છે. યાતો આપણી વચ્‍ચે રહેલા નથી.) જેમાં (1) ઘણાં અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવુ કહે છે કે.. તમે દિલ્‍લીમાં રાજકીય વર્ચસ્‍વ જમાવીને તેનો હથીયાર તરીકે ઉપયોગ કરી, દિલ્‍લી બેઠાબેઠા ગુજરાત કોંગ્રેસની અસલ કેડર ખતમ કરી નાખી તમારી પોતાની કેડર ઉભી કરી દીધેલ છે. તેના કારણે પક્ષના સબળ, ગ્રાસરૂટ લેવલના કાર્યકરો, આગેવાનોનો આખો એક વર્ગ નિવૃત યા તો નામશેષ થઈ ગયેલ છે. પરિણામરૂપે ગુજરાતમાં છેલ્‍લા વર્ષો દરમ્‍યાન ભાજપના મુળ ઉંડા અને મજબુત બની શકયા છે.

(ર) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવું કહે છે કે.. જયારથી આપને જી.પી.સી.સી.ના પ્રમુખ બનાવ્‍યા (લગભગ 1987) ત્‍યાર પછીથી ગુજરાતમાં કોંગ્રેસ જમીનદોસ્‍ત થવાનું કાઉન્‍ડટાઉન શરૂ થયેલ છે. એ પછી એક પણ વિધાનસભા / લોકસભા ચુંટણી કોંગ્રેસ જીતી નથી.

(3) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સનું આપના માટે એવું તારણ છે કે.. જી.પી.સી.સી.ના આપ એવા એક પ્રમુખ છો કે જેના કારણે આઝાદી પછીની ચુંટણીઓમાં સૌથી પુઅર રીઝલ્‍ટ મળવાની સિઘ્‍ધી આપના નામે નોંધાયેલા છે. આપના તમામ પુરોગામી પ્રમુખોના નેતૃત્‍વમાં કોંગ્રેસ પાર્ટીને (1952 થી 1985 સુધી) લોકસભા, વિધાનસભાનીદરેક ચુંટણીઓમાં સફળતાઓ મળેલ છે. આપને જી.પી.સી.સી. પ્રમુખ થયા પછી આવેલ લોકસભાની 1989 નીચુંટણીમાં માત્ર બે સીટ મળેલ. (1984ની ચુંટણીમાં ર4 સીટો મળેલ તેમાંથી બે થઈ ગયેલ) ઈવન 1977 કટોકટી વિરોધી જુવાળમાં પણ પાર્ટીને ગુજરાતમાંથી 10 સીટ મળી હતી. અને ધારાસભાની ચુંટણીમાં માત્ર 3ર સીટ મળેલ. (જે આગલી ચુંટણી 1985માં 149 હતી.)

(4) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવુ કહે છે કે.. 1990 થી આપ પોતેજ રાજયસભાની ચુંટણી લડો છો. કુદરત રૂઠેલી જ રહે એવી આ ભેદભાવ વાળી અને પક્ષપાતી અનીતી છે. ગુજરાતના લાખો કાર્યકરોના લોહી-પરસેવાથી વિધાનસભામાં જે 60 આસપાસ સીટો આવે છે તે પણ આપ ખાય જાવ છો. જે હજારો કાર્યકરોનો લોહી પરસેવો ખાવા સમાન છે. જેમાં આપનો કોઈ હક્ક નથી. તળપદી ભાષામાં કહીએ તો અણ હક્કનું ખાવ છો. (સામે પક્ષે ભાજપ રાજયસભામાં આનદીબેન હોય કે વિજયાઈ હોય બે ટર્મ પછીનો રીપીટ અને નાના અને પાયાના અનેક કાર્યકરોને રાજયસભામાં મોકલે છે.) બીજી તરફ પક્ષ શાસીત નગર, તાલુકા અને જીલ્‍લા પંચાયતો કે જેમાં પાયાના નાના કાર્યકરો હોય છે. તેના ચેરમેનો, પ્રમુખો, ઉપપ્રમુખો માટે અઢી વર્ષ પછી ભનો-રીપીટભ ક્રાઈટ એરીયા તમે જ બનાવો છો. જી.પી.સી.સી. ભનો રીપીટભ ક્રાઈટએરીયા બનાવે તે આવકાર્ય અને ઉતમ છે. પણ તેમા સૌ સમાનનો માપદંડ હોવો જોઈએ. રાજયસભા માટે આપને તથા આપની પસંદગીના, લોકસભા અને ધારાસભા લડવા માટે અલગ માપદંડ. (ગે તેટલી ચુંટણીઓ લડી શકે) આતો કાળા-ગોરાના ભેદભાવથી પણ ક્રૂર છે. પણ તમને કોઈ કહેતા નથી. લોકો માને છે કે આવી નીતી હોય ત્‍યાં કુદરત મહેરબાન શું કામ થાય? અમુક લોકો તો એવુ કહે છે કે, એહમદભાઈ આવા કેટલા પાપના પોટલા બાંધીને..થશે.

(પ) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવુ કહે છે કે.. આપની આ નીતીના કારણે જ અમુક લોકો દરેક વિધાનસભાની ચુંટણી લડે છે. પછી તે હો કે જીતે (તેના નામ આપવા વિવાદાસ્‍પદ છે.) 1990થી આજસુધીના વિધાનસભા ચુંટણીના ઉમેદવારોનું ડેટા અવલોકન કરે છે તે બધુ જાણે છે. જેમાં આ સાતમાંથી પાંચ, છ કે સાતેસાત ચુંટણી લડેલા લોકો છે અને આ બધુ જ પાપ કહો, પક્ષપાત કહો, કાળા-ગોરા ની નીતી કહો, કે આપની ગુડબુકમાં હોવાની લાયકાત કહો વિ.વિ.માં રહેલું છે.

(6) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવું કહે છે કે.. જે વ્‍યકિત પોતાના જીલ્‍લામાં (હોમગ્રાઉન્‍ડમાં 1984 પછી) અઠયાવીસ-અઠયાવીસ વર્ષોથી લોકસભાની સીટ કે વિધાનસભાની સીટો પર પાર્ટીનું વર્ચસ્‍વ લાવીશકતા નથી. દિલ્‍હીમાં એજ વ્‍યકિત સમક્ષ પોતાના રાજયમાં સ્‍વબળથી બહુમતી લાવેલા એ સી.એમ. થવા માટે વેઈટીંગમાં બેસવુ પડે છે. તેવી જ રીતે સી.એલ.પી. લીડર કે પ્રદેશ પ્રમુખ થવા માટે પણ આ વ્‍યકિત સમક્ષ વેઈટીંગમં બેસવુ પડે છે કે જે પોતે અઠયાવીસ-અઠયાવીસ વર્ષોથી હોમગ્રાઉન્‍ડમાં નિષ્‍ફળ છે. આવી નીતી સામે કુદરત શું કામ હાફીજ થાય?

(7) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવુ કહે છે કે.. પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે ચુંટણીથી વિધીસર વિજેતા થયેલ એક યુવાનને આપના ઉતેજનથી આપની આ કેડરે લાંબા સમય સુધી યુવક કોંગ્રેસ પ્રમુખનો ચાર્જ લેવા ન દીધો. છેવટે થાકીને એ યુવાને કોંગ્રેસ છોડી આજે ભાજપમાં માનભર્યા સ્‍થાને છે. આવી અનેક પ્રતિભાઓ, કારકિર્દીઓ, સજજનોને રાજકીય રીતે મચડી નાખવાના અનેક કર્મો આપના હાથે થયા છે. (જેમા ટીકીટો કાપવી, મહત્‍વના હોદા પરથી રાતોરાત સ્‍ટેપડાઉન કરવા વિ.કુટનીતીનો ભોગ બનેલા અપવીતી વાળા અનેક ગુજરાતમાં છે.) એટલે આપે જ આત્‍માને પુછવાનું કે ભભકેટલા બધા પાપના પોટલા સાથે આ જગતમાંથી.. થશો.ભભ

આ સિવાય 1990 પછીના ગુજરાત કોંગ્રેસના ઈતિહાસની આવી અનેકવીધ માહીતી ગુજરાતના ખુણે-ખુણે વસતા અનેક સજજન કાર્યકરો, સજજન સીનીયરો, વિ. પાસે પડેલી છે, ગાથા સાંભળેલી છે જે બધી ખાસ આયોજન જેટલી પ્રાપ્‍ત થશે એટલી એકત્રીત કરી ગુજરાતમાં પક્ષના હીતમાં એક શ્‍વેતપત્ર(બુકલેટ)ના રૂપમાં પ્રસિઘ્‍ધ કરવામાં આવશે. જેમાંથી સજજન, સંસ્‍કારી ભાવી કારકિર્દીઓ પાઠ શીખશે અને ગુજરાતમાંથી દિલ્‍લીમાં ફરી કોઈ આવો આગેવાન ન નીપજે તે માટે ઉપયોગી થશે.

Wednesday, 27 March 2019

ગુજરાત લોકસભા ચૂંટણીમાંથી મુસ્લિમો અને મુસ્લિમ સાંસદો ક્યાં ગાયબ છે ?

ગુજરાત લોકસભા ચૂંટણીમાંથી મુસ્લિમો અને મુસ્લિમ સાંસદો ક્યાં ગાયબ છે ?

૨૦૧૨ ના ઍક રિપોર્ટ મુજબ ગુજરાતની ચૂંટણીઓ વખતે મોટી સંખ્યામાં મુસ્લિમો ઍક અથવા બીજાં કારણોને લીધે પોલિંગ બુથ સુધી પહોંચી જ શક્યા નહોતા.આ હકીકતની ૨૦૧૭ માં તપાસ કરતાં ખબર પડી કે મોટા ભાગના મુસ્લિમોને ભાજપ તરફથી કોઈ અપેક્ષા નથી, પણ  બે દાયકાથી પણ વધુ સત્તાથી બહાર રહેનારી અને સોફટ હિન્દુત્વનો ચહેરો ઓઢનારી કોંગ્રેસ પણ હવે મુસ્લિમોને છેતરામણી લાગે છે. ગુજરાતના મોટા ભાગના મુસ્લિમો હવે ઍવું માને છે કે બંને પક્ષો, પછી ઍ ભાજપ હોય કે કોંગ્રેસ, બંનેઍ ઍક સમજી વિચારીને ઘડાયેલા કાવતરાના ઍક ભાગ રૂપે મુસ્લિમોનો ઉપયોગ કર્યો છે. બંને પક્ષોઍ પોતાનો સ્વાર્થ સાધવા માટે મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે ઍક વૈમનસ્યની ભાવના પેદા કરી મુસ્લિમોને ઍક પણ બાજુના નથી રાખ્યા.ઍટલે જ હવે ગુજરાતના મુસ્લિમોને લાગે છે કે ભાજપ જીતે કે કોંગ્રેસ મુસ્લિમોની હાર નક્કી છે.

કોંગ્રેસના પ્રચાર- પ્રસારમાંથી પણ હવે મુસ્લિમોની બાદબાકી

ગુજરાત વિધાનસભા વખતે કોંગ્રેસે ઍમનો જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો હતો ઍને જોશો તો ખ્યાલ આવશે કે ઍમાં પણ ઍક પણ ઍવી જાહેરાત નહોતી કે જે અલ્પસંખ્યકો માટે ખાસ કરીને મૂકવામાં આવી હોય.કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ આ માટે ઍવું કહે છે કે જો મુસ્લિમોને વધારે મહત્ત્વ આપીઍ છીઍ તો ગુજરાતમાં હિંદુઓ અમને મત આપતા નથી. ઍટલે જ ગુજરાત માં ૨૨ વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે.ગુજરાતમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલે પણ હવે રણનીતિ બદલી મંદિરોની સીડીઓ પર પોતાનું માથું મતો માટે ટેકવી રહ્ના.ઍટલે જ કેટલાક મુસ્લિમોને ઍ પણ ચિંતા છે કે જો આ ફોર્મ્યુલાથી કોંગ્રેસ જીતી ગઈ અથવા તો જીતની નજીક પણ આવી ગઈ તો આખા દેશમાં મુસ્લિમો સાથે કોંગ્રેસ આવો જ વ્યવહાર કરશે.

૨૦૦૨ પછી કોંગ્રેસે મુસ્લિમોને તર છોડયાં

ગોધરાનાં ૨૦૦૨ નાં રમખાણો પછી જે પરિણામો આવ્યાં ઍનાથી કોંગ્રેસને લાગ્યું કે હવે મુસ્લિમોની સાથે રહીશું તો ગુજરાતના રાજકરણમાંથી બાદબાકી થઇ જશે ઍટલે કોંગ્રેસે ક્યારેય રમખાણોના કેસની તપાસમાં ગંભીરતા ન દાખવી પરિણામે ઍક ઍક કરીને કેસ ઢીલા પડતા ગયાને ન્યાયની આશા લંબાતી ગઈ.૨૦૧૨ માં નવું સીમાંકન થયું ત્યારે પણ ભાજપ સામે ઍવા આરોપો લાગ્યા હતા કે સતાધારી ભાજપે ઍવી રીતે મુસ્લિમ વિસ્તારોનું સીમાંકન કરાવ્યું કે મુસ્લિમ મતો ની વહેંચણી થઇ જાય ને મુસ્લિમોનું રાજકીય રીતે કોઈ વર્ચસ્વ જ ન રહે.

ગુજરાત વિધાનસભામાં મુસ્લિમો હવે ગુજરાત વિધાનસભા જોઈઍ તો ભાજપમાંથી

ઍક પણ ધારાસભ્ય મુસ્લિમ નથી ઍ સમજી શકાય છે.પણ મુસ્લિમોના સાથી હોવાનો દાવો કરતી કોંગ્રેસે મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કર્યો છે ઍ પણ જોવા જેવો છે.૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસે ૧૮૨ બ ઠકોમાંથી ૪૧ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી, જયારે ૧૩ દલિતોને મેદાને ઉતાર્યા હતા,જયારે દલિતોની સરખામણીમાં દોઢ ગણા મુસ્લિમો ને કોંગ્રેસે માત્ર ૬ જ બેઠકો આપી હતી. ઍટલે અન્ય જાતિઓની સરખામણીમાં સૌથી ઓછી બેઠકો આ વખતે કોંગ્રેસે ઍમને આપી હતી. જો ઍમના મતની ટકાવારી મુજબ બેઠકો અપાઈ હોત તો ઓછામાં ઓછી ૧૨ થી ૧૩ બેઠકો મુસ્લિમોને મળવી જોઈતી હતી.જયારે લોકસભાની ત્રણ બેઠકો મુસ્લિમોને ફાળે જવી જોઈએ.અત્યાર સુધીની ચર્ચા જોઈઍ કે જે નામો કોંગ્રેસ તરફથી ચાલી રહ્નાં છે ઍમાં ક્યાંય લોકસભામાં કોઈ મુસ્લિમ ઉમેદવારનું નામ સંભળાઈ નથી રહ્નાં,ભાજપે જાહેર કરેલી યાદીમાં ઍક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવાર નથી. હા, દેશના અન્ય ભાગમાં ભાજપે આ વખતે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે,પણ ગુજરાતમાં શૂન્ય જ છે. ગુજરાતમાં મુસ્લિમ સાંસદોનો ઇતિહાસ દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી ૧૯૫૧ માં યોજાઈ,ત્યારે ગુજરાત મુંબઈમાં સમાવિષ્ટ હતું અને બનાસકાંઠા મતવિસ્તારમાંથી અકબર ચાવડા ચુંટાયા હતા.૧૯૫૭ માં બીજી લોકસભા ચૂંટણી વખતે અકબર ચાવડા ફરી ચુંટાયા. પૃથક્ ગુજરાતની સ્થાપના બાદ થયેલી લોકસભા ચૂંટણી ૧૯૬૨ માં બનાસકાંઠાથી અકબર ચાવડાનાં પત્ની ઝોહરા ચાવડા ચુંટાયાં. આમ ઝોહરા ચાવડા ગુજરાતમાંથી ચુંટાયેલાં પ્રથમ મુસ્લિમ સાંસદ બન્યાં.લોકસભા ચૂંટણી ૧૯૬૭ અને ૧૯૭૧ માં ગુજરાતે ઍક પણ મુસ્લિમ સાંસદ ન ચૂંટ્યો. પંદર વરસ બાદ ઍટલે કે ૧૯૭૭ માં અમદાવાદમાંથી અહેસાન જાફરી અને ભરૂચમાંથી અહેમદ પટેલ કોંગ્રેસ સાંસદ તરીકે વિજયી બન્યા. ૧૯૮૦ અને ૧૯૮૪ ની લોકસભા ચૂંટણીઓમાં પણ ભરૂચ બેઠક ઉપરથી અહેમદ પટેલ ચુંટાયા અને તેમણે વિજયની હેટ્રિક નોંધાવી.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી ૧૯૮૯ અને ૧૯૯૧ માં પણ અહેમદ પટેલને ભરૂચ બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં, પરંતુ બંને વખત તેમને હારનો સામનો કરવો પડયો અને આ સાથે જ ગુજરાતમાંથી મુસ્લિમ સાંસદનો દુષ્કાળ પ્રારંભ થયો. લોકસભા ચૂંટણી ૧૯૯૬ માં કોંગ્રેસે ઍકમાત્ર મુસ્લિમ ઉમેદવાર ઇર્શાદ મિર્ઝાને અમદાવાદમાંથી ટિકિટ આપી કે જેઓ ભાજપના હરિન પાઠક સામે પરાજિત થઈ ગયા. મુસ્લિમ ઉમેદવારોની કફોડી હાલત જોઈ કોંગ્રેસે લોકસભા ચૂંટણી ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪ માં કોઈ જ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ જ ન આપી અને ઍટલે જ ગુજરાતમાંથી ઍક પણ મુસ્લિમ ઉમેદવાર લોકસભામા ન પહોંચી શક્યો.લોકસભા ચૂંટણી ૨૦૦૯ માં કોંગ્રેસે ફરી ઍક વાર ભરૂચમાંથી મુસ્લિમ ઉમેદવાર તરીકે અઝીઝ ટંકારવીને ઉતાર્યાં, પરંતુ ભાજપના મનસુખ વસાવા  સામે તેઓ હારી ગયા. ૨૦૧૪ માં કોંગ્રેસે ઍક જ મુસ્લિમ ઉમેદવાર મકસૂદ મિર્ઝાનેનવસારી બેઠક ઉપરથી સાંસદ સી. આર.પાટિલ સામે ઉતાયા ર્ને ઍ પણ પાટીલ સામે ખૂબ ખરાબ રીતે હાર્યા.૨૦૧૯ માં અત્યાર સુધી કોંગ્રેસ કે ભાજપમાંથી ઍક પણ મુસ્લિમ ઉમેદવારનું નામ સંભળાતું નથી.

કોણ કહે છે મુસ્લિમો ભાજપને મત નથી આપતા ?

૨૦૧૭ માં ઍન.ઈ.ઍસ. ડેટા અને સી.ઍસ.ડી.ઍસ. દ્વારા કરવામાં આવેલ લોકસભાની સીટો પરના અભ્યાસ પ્રમાણે ૧૯૯૯ માં ભાજપને ૧૫.૮૦ ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. ૨૦૦૪ માં ઍ ટકાવારી વધીને ૧૮.૬૦ ટકા થઈ હતી. ૨૦૦૯ માં તે ઘટીને ૧૨.૪૦ ટકા થયા, પણ ૨૦૧૪ માં તે ફરી વધીને ૧૫.૭ ટકા થયા. આમ દરેક વખતે ભાજપના મુસ્લિમ મતદારોમાં વધારો થતો જાય છે.

Monday, 25 March 2019

केसरी फ़िल्म ओर इसकाइतिहास

🤺 21 सिख v/s 10000 पठान आख़िर सच्चाई क्या है?

तारीख:-25/03/2019
केसरी के नाम से एक नई मूवी रिलीज़ हुई है। यह एक ऐतिहासिक फ़िल्म है। इसमें सारागढ़ी की मशहूर जंग दिखाई गई है। इसमें बताया गया है कि केवल 21 सीखों ने 10000 पठानों का मुक़ाबला किया था।

*इससे पहले जान लेते हैं कि इतिहास की हक़ीक़त क्या कहती है।*

12 सितंबर 1897 को ओरकज़ई क़बीले के 8000 या 10000 पठान क्रांतिकारियों ने अंग्रेज़ों के क़ब्ज़े वाले सारागढ़ी पर हमला किया, जहां पर 36 वीं सिख बटालियन के 21 सैनिक मौजूद थे। इन्होंने फ़ौरन पास के क़िले लॉकहार्ट में कर्नल हॉटन को इस हमले की ख़बर भेजी। कर्नल हॉटन ने सिखों को आदेश दिया कि अंग्रेज़ी मदद पहुंचने तक किसी तरह क्रांतिकारियों को रोके रखो। इधर पठानों ने सिख सैनिकों भारतीय होने का वास्ता देकर कहा कि "हमारी दुश्मनी अंग्रेज़ों से है! आप हमारे भाई हो हमारा साथ दो"! लेकिन सिखों ने इसके उलट क्रांतिकारियों पर गोलियां चलानी शुरू कर दीं। इसके बावजूद क्रांतिकारी आगे बढ़ते रहे और क़िले तक पहुंचते पहुंचते 200 शहीद हुए। आख़िरकार पठानों ने क़िले की दीवारों को तोड़ डाला और ब्रिटिश साम्राज्य की पुश्त पनाही कर रहे ग़द्दारों को मौत के घाट उतार दिया। अगले दिन ब्रिटिश सेना की ज़बरदस्त कार्रवाई में क्रांतिकारी पठानों को दोबारा से क़िला छोड़ना पड़ा। जिसमें 600 शहीद हुए।

बड़े गुस्से के साथ अफ़सोस भी होता है जब भगवा आंतकवाद इतिहास को सांप्रदायिक नज़रिए से देखाने की कोशिश करता है। ब्रिटिश साम्राज्य के लिए अपने ही मुल्क के जांनिसारों को मौत के घाट उतारने वाले आज बहादुरी की मिसाल बना दिए गए और अंग्रेज़ों के ख़िलाफ़ लड़ने वाले देशभक्तों को कमतर दिखाने की कोशिश की जा रही है। सिख बनाम पठान मुस्लिम की जगह अगर ब्रिटिश सैनिक बनाम क्रांतिकारी होता तो यह सब लिखने की ज़रूरत ही ना पड़ती। आज भगवा दहशतवाद देश की सुरक्षा, सभ्यता और संस्कृति के साथ इतिहास को भी मिटाने पर तुला हुआ है। यह आर.एस.एस ब्राह्मणी आतंकवाद इस्राईली यहूदियों के साथ मिलकर देश के बहुजनों ख़ास कर दलित व मुसलमानों पर सांस्कृतिक आक्रमण (कल्चरल अटैक) करके देश की नई नस्ल से सत्य इतिहास को मिटाने की कोशिश में लगा हैं और अपनी अंग्रेज़ ग़ुलामी को छुपाने की ना काम कोशिश में मशगूल हैं लेकिन देश का युवा वर्ग इन मक्कारों की मक्कारी को अच्छी तरह जान चुका है...syk...

*जय भारत, जय संविधान* 🇮🇳

Thursday, 14 March 2019

અહેમદ પટેલ પોતાના ભરૂચમાં કોંગ્રેસને 28 વર્ષથી જીતાડી શક્યા નથી

12/03/2019

અહેમદ પટેલ પોતાના ભરૂચમાં કોંગ્રેસને 28 વર્ષથી જીતાડી શક્યા નથી
2019 લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પક્ષમાં એકહથ્થુ શાસન ચલાવતાં રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલ ભરૂચની બેઠક 28 વર્ષથી મેળવી શક્યા નથી. હવે કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યાં છે કે તેમને ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડાવવી જોઈએ. તેમને રાજ્યસભામાં મોકલવાનું બંધ કરી દેવું જોઈએ. જે પક્ષને પોતાના વતનમાં નથી જીતાડી શકતાં તે ગુજરાતમાં એક પણ બેઠક 2014માં જીતાડી શકતા નથી. તેથી કાર્યકરો એવું કહે છે કે, અહેમદ પટેલ પક્ષની વિગતો ભાજપ સુધી પહોંચાડીને પોતાના પુત્રને ગુનામાંથી બચાવી રહ્યાં છે.
આ વખતે પણ ભરૂચ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને અહેમદ પટેલ જીતાડી શતે તેમ નથી. તેથી અહીં છોટુ વસાવાને ટિકિટ આપવાનું નક્કી કરવા ફરજ પાડી રહ્યાં છે. આદિવાસી બેઠક ગણાતી ભરૂચની બેઠક પર કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન કરવાની તૈયારી અહેમદ પટેલ પક્ષ પર દબાણ કરાવીને કરાવી રહ્યાં છે. 1989 ભાજપના આદિવાસી નેતા ચંદુભાઈ દેશમુખ અને 1998થી 2019 સુધી સતત 5 વખત મનસુખ વસાવા ચૂંટાય છે. તેમને હરાવી શકતા નથી તે દેશમાં કોંગ્રેસનું શાસન કઈ રીતે લાવી શકે તેમ છે એવો પ્રશ્ન હવે દરેક કોંગ્રેસના કાર્યકરોના મનમાં છે. પ્રદેશ પ્રમુખે જાહેર કર્યું છે કે ગુજરાતની તમામ 26 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઊભા રાખવામાં આવશે. પણ ભરૂચમાં તો અહેમદ પટેલ ગઠબંધન કરવાનું અંદરથી કામ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ તેમને તમામ પદો પરથી હઠાવી દીધા હતા. પણ કેટલાંક ઉદ્યોગ પતિઓના દિલ્હીથી આવેલા દબાણના કારણે ફંડ મેળવવા માટે ફરી તેમને ખજાનચી બનાવવાની ફરજ રાહુલ ગાંધી પર પાડવામાં આવી છે. જે રાહુલ ગાંધી માટે મોટી મુશ્કેલી તરીકે આવી શકે છે. કારણ કે અહેમદ પટેલ, તેમના પુત્ર અને જમાઈ પર વડોદરામાં થયેલાં રૂ.5000 કરોડના કોંભાંડમાં નામો આવ્યા છે. હવે અહેમદ પટેલનું નાક ભાજપ સરકાર શંકરસિંહ વાઘેલાની જેમ દબાવવામાં આવી રહ્યું છે. જો કોંગ્રેસે જીતવું હોય તો અહેમદ પટેલની પાસેથી ગુજરાતનો હવાલો વહેલી તકે લઈ લેવો જોઈએ.
ઉમેદવારો નક્કી કરવાની સત્તા ન રહી
તેની બીજો અર્થ એવો નીકળે છે કે, આ લોકસભાની ઉમેદવારો નક્કી કરવાની સત્તા તેમની પાસે નથી. એટલે કે રાહુલ ગાંધીએ તેમને બાજુ પર મૂકી દીધા છે. તેમને રાજકીય સલાહકાર તરીકે પણ હાંકી કાઢ્યા છે. પોતાના હોમસ્ટેટ ગુજરાતમાં જો અહેમદ પટેલ સફળ થયા નથી તો દેશમાં કઈ રીતે સફળ થઈ શકે. એવા તર્કથી તેમને રાજકીય સલાહકાર તરીકે હાંકી કાઢવામાં આવ્યા હોઈ શકે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ ગુજરાતમાં ધારાસભા અને લોકસભાના ઉમેદવારો નક્કી કરવામાં અહેમદ પટેલ અને તેમના ચાર ભક્ત નેતાઓ જ મહત્વનો ભાગ ભજવતાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં 28 વર્ષથી કોંગ્રેસ હારતી આવી છે જેમાં પણ અહેમદ પટેલ પણ જવાબદાર છે.
હવે પોતાની જવાબદારી સ્વિકારીને અહેમદ પટેલે રાજકીય સન્યાસ લઈ લેવો જોઈએ
1977માં 26 વર્ષની ઉંમરે ભરૂચની લોકસભા બેઠક જીતી હતી. ઇન્દિરા ગાંધીએ તેમને આગળ કર્યા હતા. 1993માં પહેલીવાર રાજયસભાના સાંસદ બન્યા પછી તેઓ ક્યારેય લોકસભા લડ્યા નથી. 1977માં સાંસદ તરીકેની જીત બાદ 1982 સુધી તેઓ ગુજરાતમાં યુથ કોંગ્રેસની કમિટીના અધ્યક્ષ બન્યા હતા. 1983થી એઆઇસીસીના જોઇન્ટ સેક્રેટરી અને 1985માં પીએમ રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા હતા. 1996માં તેઓ એઆઇસીસીના ખજાનચી બન્યા. પછી ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય જીતી નથી. 2000માં સોનિયા ગાંધીના પર્સનલ સેક્રેટરી વી જોર્જ સાથે મતભેદ થતા તેમણે પદ છોડ્યુ હતું. એ પછી 2001માં તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા હતા. પણ પછી રાહુલ ગાંધી આવતાં તેમને સલાહકાર તરીકે અને પક્ષમાંથી તમામ હોદ્દાઓ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
અત્યાર સુધી અહેમદ પટેલે શું કર્યું?
ભરૂચના લોકો અહેમદ પટેલને બાબુભાઈ તરીકે ઓળખે છે. એમના પિતાને પણ લોકો કાંતિભાઈ પટેલ તરીકે ઓળખતા હતા. તેઓ ગામના મુખી હતા એટલે પટેલ અટક આવી છે.
તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. હવે નથી. હવે તેઓ કોંગ્રેસના માત્ર ખજાનચી છે. તેઓ સોનિયાના પ્રિય એટલા માટે રહ્યાં હતા કે, ભરૂચ ઇંદિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીના નાનાનું ગામ ભરૂચ હતું અને જન્મસ્થળ હોવાનું કહેવાય છે. અહેમદ પટેલ સારાં વ્યૂહરચનાકાર તરીકે કોંગ્રેસના નેતાઓ કહે છે. પરંતુ ગુજરાતમાં તેમની વ્યૂહરચના 28 વર્ષથી સફળ થઈ નથી. તેમની રણનીતિનો ગુજરાત કોંગ્રેસને કોઈ ફાયદો થયો નથી. માત્ર તેમના પ્રીતિપાત્ર ચાર નેતાઓ આગળ આવ્યા છે. જેમની પાસે કોઈ જનાધાર પણ નથી. અહેમદ પટેલ પડદા પાછળ રહી રણનીતિ ઘડવામાં માહિર છે, એવું ચિત્ર ઊભું કરાયું છે. તો તેઓ મોટા વ્યૂહરચનાકાર હોય તો કોંગ્રેસ ગુજરાતમાં 28 વર્ષથી હારી રહી છે. તેની સીધો મતલબ એ થયો તે તેમને કારણે ગુજરાતમાં કોંગ્રેસ હારી છે.
બાબુભાઈને દિલ્હીમાં રાખો, ગુજરાતમાંથી ખસેડો
ગુજરાતમાં જ્યારથી વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ, ભાજપે હિન્દુઓનું ધ્રુવીકરણ શરૂ કર્યું ત્યારથી ભાજપે અહેમદ પટેલનો ઉપયોગ હિન્દુ વિરોધી બ્રાંડ તરીકે કર્યો છે. જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે અહેમદ પટેલને ઊંટ બનાવીને ભાજપે હિન્દુ તરફી વાતાવરણ ઊભું કર્યું છે. તેથી મતોનું હંમેશ ધ્રુવીકરણ થયું છે. જેના માટે અહેમદ પટેલ પોતે જવાબદાર છે. કારણ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ બાબુભાઈ હાઈપર એક્ટીવ બની જાય છે. તેથી સાંપ્રદાયિક ધ્રુવીકરણ થાય છે અને તેનો ફાયદો ભાજપે મુસ્લિમ વિરોધી હવા ઊભી કરવા લીધો છે. ગુજરાતમાં ભાજપની જીત માટે અહેમદ પટેલ કારણભૂત રહ્યાં છે. હવે તેઓ રહીને સમજ્યા છે કે ઉમેદવારોના નામો પોતે નક્કી નહીં કરે. કોંગ્રેસે જો ગુજરાતમાં જીતવું હોય તો બાબુભાઈને ગુજરાતના રાજકાણથી ખસેડીને માત્ર દિલ્હીમાં પૈસા ભેગા કરવા માટે ખજાનચી તરીકે જ ઉપયોગ કરવો જોઈએ. નહીંતર લોકસભામાં ફરીથી ભાજપને 26 બેઠકો મળશે.
વફાદારોથી ઘેરાયેલા નિષ્ફળ નેતા
અહેમદ પટેલ વફાદારોથી ઘેરાયેલા પ્રજા માટે ઈગોઈસ્ટ નેતા છે. તે લોકોને બહુ ઓછા મળે છે પણ વફાદારોને વધું મળે છે. અહેમદ પટેલને ગુજરાતના પાયાના રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. તેઓ ગુજરાતના લોકાના નેતા નથી. માત્ર કોંગ્રેસના બુદ્ધિ શાળી નેતા છે. તેમની રણનીતિ કોંગ્રેસના કાર્યકરો સુધી પહોંચી નથી. તેના પ્રશંસકો તેમને ગુજરાતના નેતા બનાવે છે. પણ તેઓ દિલ્હીથી વિમાનમાં અમદાવાદ આવે છે, કાર્યાલય પર દેખાડો કરીને પછી સીધા ભરૂચ જતાં રહે છે. તે સિવાય ક્યાં જતા નથી. તો તેઓ કોંગ્રેસના નેતા કઈ રીતે ગણી શકાય. સૌરાષ્ટ્રમાં તો તેઓ ચૂંટણી સમયે જ જાય છે.
હારની શરૂઆત ભરૂચથી
80ના દાયકામાં ભરૂચ કોંગ્રેસનો ગઢ હતો. તે પણ અહેમદ પટેલના કારણે નહીં પણ સી ડી પટેલના કારણે. અહેમદ પટેલ ભરૂચથી 3 વખત લોકસભામાં ચૂંટાયા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં, ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોમાં કોઈ પણ બેઠક કોંગ્રેસ નહોતી જીતી શકી ન હતી. 28 વર્ષના પટેલે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાર્ટીને વિજયી બનાવી હતી. ત્યારથી તેઓ કોંગ્રેસમાં સારું ધ્યાન ખેંચી શક્યા હતા. આજે ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ બાબુભાઈનું કોઈ પ્રભુત્વ નથી.
રાજ્ય કક્ષાએ શું
કોંગ્રેસે ગુજરાતમાં ગુમાવેલું પ્રભુત્વ પાછું નથી અપાવી શકતા. તેમના સ્થાનિક વિસ્તાર ભરૂચમાં પણ કોંગ્રેસ લોકસભાની ચાર ચૂંટણીઓ હારી ચૂકી છે. અહેમદ પટેલ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પાસે આવેલા પિરામણ ગામના વતની છે અને 1970ના દાયકાથી કોંગ્રેસમાં સક્રિય છે. 1993 પછી તેમણે ચૂંટણી લડવાનું બંધ કર્યુ અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. વર્ષ 1986માં અહેમદ પટેલની ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી કોંગ્રેસની પડતી શરૂ થઈ છે. તે પછી કોંગ્રેસે ગુજરાતમાં સત્તા ગુમાવી છે. ભાજપનો ઉદય પણ ત્યારથી થયો છે.
રાજીવ ગાંધીએ પક્ષ અને સરકારનું સુકાન હાથમાં લીધું, ત્યારબાદ કોંગ્રેસમાં અહેમદ પટેલનો ઉદય ઝડપી બન્યો. રાજીવે પક્ષનાં ઘરડાં અનુભવી સભ્યોને બદલે યુવાનોને તક આપી હતી. રાજીવે એ સમયે શરમાળ પ્રકૃતિના પટેલને પક્ષના મહામંત્રી બનાવ્યા હતા. 1984 માં કોંગ્રેસના સંયુક્ત સચિવ તરીકે તેઓ દિલ્હી ગયા હતા. વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. સામાજિક કામ માટે 1988માં તેઓ ગાંધી-નહેરુ પરિવાર દ્વારા સંચાલિત 'જવાહર ભવન ટ્રસ્ટ'ના સચિવ બન્યા હતા. ત્યાર પછી તેઓ કોંગ્રેસના ખજાનચી તરીકે કામ સારી રીતે કરી શક્યા છે. તેઓ કોંગ્રેસને સારું એવું ફંડ એકઠું કરી આપે છે.
તેઓ રાજીવ ગાંધીના જેટલાં વિશ્વાસુ હતા તેટલાં જ સોનિયા ગાંધીનાં વિશ્વાસુ 2017 સુધી રહ્યાં હતા
રાજીવ ગાંધીની હત્યા થયા બાદ અહેમદ પટેલ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. વડાપ્રધાન પી વી નરસિંહ રાવના સમય દરમિયાન તેમનું કદ માત્ર કોંગ્રેસ વર્કિંગ કમિટીનાં સભ્યનું જ રહ્યું હતું. આ સમયે તેમણે જવાહર ભવન ટ્રસ્ટ પર વધુ ધ્યાન આપ્યું હતું. તેથી સોનિયા ગાંધીની નજીક તેઓ આવી શક્યા હતા. ત્યારે સોનિયા ગાંધી જાહેર જીવનમાં આવ્યા પણ ન હતા. નેવુંનાં દાયકામાં સોનિયા ગાંધીને રાજકારણમાં આવવાની ફરજ પડી ત્યારે તેમની પાસે કોઈ રાજકીય સૂઝ ન હતી. તેઓ રાજકારણમાં સાવ નવાં હતાં, તેમણે અહેમદ પટેલને રાજકીય સલાહકાર તરીકે પસંદ કર્યા. અહેમદ પટેલનું સારું પાસું એ છે કે તેમની રાજકીય મહત્વકાંક્ષા બહુ નથી. માત્ર ગુજરાત પર પકડ રાખવા પૂરતી જ મહત્વકાંક્ષા રહી છે. બીજું કે તેઓ ગુજરાત આવે ત્યારે તેમઓ તે અખબારી નિવેદન તૈયાર કરે તે દરેક અખબાર માલિકોને ફોન કરીને પ્રકાશિત કરવાનું કહે અને પત્રકારોને તે માટે ફરજ પણ પાડે છે. સોનિયાના રાજકીય સલાહકાર થયા પછી અહેમદ પટેલનું કદ મોટું થઈ ગયું હતું. પણ ગુજરાતમાં કોંગ્રેસનું કદ નાનું કરી દીધું હતું. પક્ષમાં બે દાયકાથી વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. આ સમય દરમિયાન ગુજરાતને ભાજપના હાથમાં તેમણે સોંપવાનું કામ કર્યું છે.
અહેમદ પટેલ ગુજરાતની પ્રજાના લોકપ્રિય નેતા નથી. તેઓ ગુજરાતના મુસ્લિમોના નેતા નથી. તેમને મુસ્લિમોએ ક્યારે મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે જોયા નથી. જ્યારે આફતમાં આવે ત્યારે જ ટ્વિટર પર જ દેખાયા છે. અહેમદ પટેલના કારણે ભરૂચ, દહેજ, અંકલેશ્વર જેવા ઔધ્યોગિક વસાહતો ઉભી થઈ છે. તેથી તેમનું યોગદાન ગુજરાત ક્યારેય ભૂલી શકે તેમ નથી. પણ તે સિવાય ગુજરાતની પ્રગતિમાં તેમનું કોઈ યોગદાન નથી.
સમય બદલાયો છે. હવે તેઓ રાહુલ ગાંધીના વિશ્વાસુ નથી રહ્યાં. 21 ઓગસ્ટ 1949ના રોજ તેમનો જન્મ થયો હતો. હવે 70 વર્ષની ઉંમરે તેમને નિવૃત્ત કરી દેવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસના હીતમાં તેમણે હવે ખસી જવું જોઈએ. માધવસિંહ સોલંકી જે રીતે ગુજરાતના રાજકારણમાંથી ખસી ગયા હતા, તેમ.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...