ગુજરાત લોકસભા ચૂંટણીમાંથી મુસ્લિમો અને મુસ્લિમ સાંસદો ક્યાં ગાયબ છે ?
૨૦૧૨ ના ઍક રિપોર્ટ મુજબ ગુજરાતની ચૂંટણીઓ વખતે મોટી સંખ્યામાં મુસ્લિમો ઍક અથવા બીજાં કારણોને લીધે પોલિંગ બુથ સુધી પહોંચી જ શક્યા નહોતા.આ હકીકતની ૨૦૧૭ માં તપાસ કરતાં ખબર પડી કે મોટા ભાગના મુસ્લિમોને ભાજપ તરફથી કોઈ અપેક્ષા નથી, પણ બે દાયકાથી પણ વધુ સત્તાથી બહાર રહેનારી અને સોફટ હિન્દુત્વનો ચહેરો ઓઢનારી કોંગ્રેસ પણ હવે મુસ્લિમોને છેતરામણી લાગે છે. ગુજરાતના મોટા ભાગના મુસ્લિમો હવે ઍવું માને છે કે બંને પક્ષો, પછી ઍ ભાજપ હોય કે કોંગ્રેસ, બંનેઍ ઍક સમજી વિચારીને ઘડાયેલા કાવતરાના ઍક ભાગ રૂપે મુસ્લિમોનો ઉપયોગ કર્યો છે. બંને પક્ષોઍ પોતાનો સ્વાર્થ સાધવા માટે મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે ઍક વૈમનસ્યની ભાવના પેદા કરી મુસ્લિમોને ઍક પણ બાજુના નથી રાખ્યા.ઍટલે જ હવે ગુજરાતના મુસ્લિમોને લાગે છે કે ભાજપ જીતે કે કોંગ્રેસ મુસ્લિમોની હાર નક્કી છે.
કોંગ્રેસના પ્રચાર- પ્રસારમાંથી પણ હવે મુસ્લિમોની બાદબાકી
ગુજરાત વિધાનસભા વખતે કોંગ્રેસે ઍમનો જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો હતો ઍને જોશો તો ખ્યાલ આવશે કે ઍમાં પણ ઍક પણ ઍવી જાહેરાત નહોતી કે જે અલ્પસંખ્યકો માટે ખાસ કરીને મૂકવામાં આવી હોય.કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ આ માટે ઍવું કહે છે કે જો મુસ્લિમોને વધારે મહત્ત્વ આપીઍ છીઍ તો ગુજરાતમાં હિંદુઓ અમને મત આપતા નથી. ઍટલે જ ગુજરાત માં ૨૨ વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે.ગુજરાતમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલે પણ હવે રણનીતિ બદલી મંદિરોની સીડીઓ પર પોતાનું માથું મતો માટે ટેકવી રહ્ના.ઍટલે જ કેટલાક મુસ્લિમોને ઍ પણ ચિંતા છે કે જો આ ફોર્મ્યુલાથી કોંગ્રેસ જીતી ગઈ અથવા તો જીતની નજીક પણ આવી ગઈ તો આખા દેશમાં મુસ્લિમો સાથે કોંગ્રેસ આવો જ વ્યવહાર કરશે.
૨૦૦૨ પછી કોંગ્રેસે મુસ્લિમોને તર છોડયાં
ગોધરાનાં ૨૦૦૨ નાં રમખાણો પછી જે પરિણામો આવ્યાં ઍનાથી કોંગ્રેસને લાગ્યું કે હવે મુસ્લિમોની સાથે રહીશું તો ગુજરાતના રાજકરણમાંથી બાદબાકી થઇ જશે ઍટલે કોંગ્રેસે ક્યારેય રમખાણોના કેસની તપાસમાં ગંભીરતા ન દાખવી પરિણામે ઍક ઍક કરીને કેસ ઢીલા પડતા ગયાને ન્યાયની આશા લંબાતી ગઈ.૨૦૧૨ માં નવું સીમાંકન થયું ત્યારે પણ ભાજપ સામે ઍવા આરોપો લાગ્યા હતા કે સતાધારી ભાજપે ઍવી રીતે મુસ્લિમ વિસ્તારોનું સીમાંકન કરાવ્યું કે મુસ્લિમ મતો ની વહેંચણી થઇ જાય ને મુસ્લિમોનું રાજકીય રીતે કોઈ વર્ચસ્વ જ ન રહે.
ગુજરાત વિધાનસભામાં મુસ્લિમો હવે ગુજરાત વિધાનસભા જોઈઍ તો ભાજપમાંથી
ઍક પણ ધારાસભ્ય મુસ્લિમ નથી ઍ સમજી શકાય છે.પણ મુસ્લિમોના સાથી હોવાનો દાવો કરતી કોંગ્રેસે મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કર્યો છે ઍ પણ જોવા જેવો છે.૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસે ૧૮૨ બ ઠકોમાંથી ૪૧ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી, જયારે ૧૩ દલિતોને મેદાને ઉતાર્યા હતા,જયારે દલિતોની સરખામણીમાં દોઢ ગણા મુસ્લિમો ને કોંગ્રેસે માત્ર ૬ જ બેઠકો આપી હતી. ઍટલે અન્ય જાતિઓની સરખામણીમાં સૌથી ઓછી બેઠકો આ વખતે કોંગ્રેસે ઍમને આપી હતી. જો ઍમના મતની ટકાવારી મુજબ બેઠકો અપાઈ હોત તો ઓછામાં ઓછી ૧૨ થી ૧૩ બેઠકો મુસ્લિમોને મળવી જોઈતી હતી.જયારે લોકસભાની ત્રણ બેઠકો મુસ્લિમોને ફાળે જવી જોઈએ.અત્યાર સુધીની ચર્ચા જોઈઍ કે જે નામો કોંગ્રેસ તરફથી ચાલી રહ્નાં છે ઍમાં ક્યાંય લોકસભામાં કોઈ મુસ્લિમ ઉમેદવારનું નામ સંભળાઈ નથી રહ્નાં,ભાજપે જાહેર કરેલી યાદીમાં ઍક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવાર નથી. હા, દેશના અન્ય ભાગમાં ભાજપે આ વખતે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે,પણ ગુજરાતમાં શૂન્ય જ છે. ગુજરાતમાં મુસ્લિમ સાંસદોનો ઇતિહાસ દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી ૧૯૫૧ માં યોજાઈ,ત્યારે ગુજરાત મુંબઈમાં સમાવિષ્ટ હતું અને બનાસકાંઠા મતવિસ્તારમાંથી અકબર ચાવડા ચુંટાયા હતા.૧૯૫૭ માં બીજી લોકસભા ચૂંટણી વખતે અકબર ચાવડા ફરી ચુંટાયા. પૃથક્ ગુજરાતની સ્થાપના બાદ થયેલી લોકસભા ચૂંટણી ૧૯૬૨ માં બનાસકાંઠાથી અકબર ચાવડાનાં પત્ની ઝોહરા ચાવડા ચુંટાયાં. આમ ઝોહરા ચાવડા ગુજરાતમાંથી ચુંટાયેલાં પ્રથમ મુસ્લિમ સાંસદ બન્યાં.લોકસભા ચૂંટણી ૧૯૬૭ અને ૧૯૭૧ માં ગુજરાતે ઍક પણ મુસ્લિમ સાંસદ ન ચૂંટ્યો. પંદર વરસ બાદ ઍટલે કે ૧૯૭૭ માં અમદાવાદમાંથી અહેસાન જાફરી અને ભરૂચમાંથી અહેમદ પટેલ કોંગ્રેસ સાંસદ તરીકે વિજયી બન્યા. ૧૯૮૦ અને ૧૯૮૪ ની લોકસભા ચૂંટણીઓમાં પણ ભરૂચ બેઠક ઉપરથી અહેમદ પટેલ ચુંટાયા અને તેમણે વિજયની હેટ્રિક નોંધાવી.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી ૧૯૮૯ અને ૧૯૯૧ માં પણ અહેમદ પટેલને ભરૂચ બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં, પરંતુ બંને વખત તેમને હારનો સામનો કરવો પડયો અને આ સાથે જ ગુજરાતમાંથી મુસ્લિમ સાંસદનો દુષ્કાળ પ્રારંભ થયો. લોકસભા ચૂંટણી ૧૯૯૬ માં કોંગ્રેસે ઍકમાત્ર મુસ્લિમ ઉમેદવાર ઇર્શાદ મિર્ઝાને અમદાવાદમાંથી ટિકિટ આપી કે જેઓ ભાજપના હરિન પાઠક સામે પરાજિત થઈ ગયા. મુસ્લિમ ઉમેદવારોની કફોડી હાલત જોઈ કોંગ્રેસે લોકસભા ચૂંટણી ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪ માં કોઈ જ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ જ ન આપી અને ઍટલે જ ગુજરાતમાંથી ઍક પણ મુસ્લિમ ઉમેદવાર લોકસભામા ન પહોંચી શક્યો.લોકસભા ચૂંટણી ૨૦૦૯ માં કોંગ્રેસે ફરી ઍક વાર ભરૂચમાંથી મુસ્લિમ ઉમેદવાર તરીકે અઝીઝ ટંકારવીને ઉતાર્યાં, પરંતુ ભાજપના મનસુખ વસાવા સામે તેઓ હારી ગયા. ૨૦૧૪ માં કોંગ્રેસે ઍક જ મુસ્લિમ ઉમેદવાર મકસૂદ મિર્ઝાનેનવસારી બેઠક ઉપરથી સાંસદ સી. આર.પાટિલ સામે ઉતાયા ર્ને ઍ પણ પાટીલ સામે ખૂબ ખરાબ રીતે હાર્યા.૨૦૧૯ માં અત્યાર સુધી કોંગ્રેસ કે ભાજપમાંથી ઍક પણ મુસ્લિમ ઉમેદવારનું નામ સંભળાતું નથી.
કોણ કહે છે મુસ્લિમો ભાજપને મત નથી આપતા ?
૨૦૧૭ માં ઍન.ઈ.ઍસ. ડેટા અને સી.ઍસ.ડી.ઍસ. દ્વારા કરવામાં આવેલ લોકસભાની સીટો પરના અભ્યાસ પ્રમાણે ૧૯૯૯ માં ભાજપને ૧૫.૮૦ ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. ૨૦૦૪ માં ઍ ટકાવારી વધીને ૧૮.૬૦ ટકા થઈ હતી. ૨૦૦૯ માં તે ઘટીને ૧૨.૪૦ ટકા થયા, પણ ૨૦૧૪ માં તે ફરી વધીને ૧૫.૭ ટકા થયા. આમ દરેક વખતે ભાજપના મુસ્લિમ મતદારોમાં વધારો થતો જાય છે.