Date-13/04/2019
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકીની 25 બેઠકો પર કોંગ્રેસે સરળતાથી ઉમેદવારો જાહેર કરી દીધા હતા.પણ કોંગ્રેસના ખજાનચી એવા રાષ્ટીય નેતા એહમદ પટેલના હોમ ટાઉન ભરૂચમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખના ગણતરીના કલાકો પેહલા જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણના નામની જાહેરાત કરાઈ હતી.ભરૂચ લોકસભા બેઠકનો ઇતિહાસ જોઈએ તો એક માત્ર એહમદ પટેલ જ એવા નેતા છે જેમણે વર્ષ 1977,1980 અને 1984 એમ સતત ત્રણ વખત લઘુમતી જાતિના ઉમેદવાર તરીકે ભરૂચ બેઠક જીતી હોય.એ બાદ 1989 અને 1991 એમ સતત બે ટર્મ એહમદ પટેલનો ભાજપના ચંદુભાઈ દેશમુખ સામે પરાજય થયો હતો.બાદ ભરૂચ બેઠક પર કોંગ્રેસે અનુક્રમે 1996માં કોળી,1998માં લઘુમતી,1999માં આદિવાસી,2004 અને 2009માં ફરીથી લઘુમતી ઉમેદવાર તથા છેલ્લી 2014ની લોકસભા ચૂંટણીમાં પાટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા,જો કે એ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો હતો.
હવે 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાસે છોટુ વસાવા સાથે ગઠબંધનનો એક ઉત્તમ વિકલ્પ હતો,પરંતુ કોંગ્રેસ છોટુ વસાવાને પંજાના નિશાન પર ચૂંટણી લડાવવાના જીદ પકડીને બેઠી હતી.જો કે એ બાબતે છોટુ વસાવાએ ના ભરી હતી.ભરૂચ લોકસભા બેઠકમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ વધારે છે.ભરૂચ બેઠક પર એહમદ પટેલ સિવાય અન્ય કોઈ લઘુમતી ઉમેદવાર અત્યાર સુધી ચૂંટણી જીત્યો જ નથી અને આદિવાસીઓનું વધારે પ્રભુત્વ હોવાને લીધે આદિવાસી ઉમેદવાર જ વિજયી થયા હોવાનું ભૂતકાળના ચૂંટણી પરિણાનો સાબિત પણ કરે છે.જો BTP જોડે ગઠબંધન કર્યું હોત અથવા કોઈ આદિવાસી ઉમેદવાર કોંગ્રેસે ઉતાર્યો હોત તો કદાચ ભાજપને મહાત આપી શકાત.ભરૂચ બેઠક પર એહમદ પટેલ ચાહે એ જ ઉમેદવાર આવી શકે એવું કોંગ્રેસી કાર્યકરો જ કહી રહ્યા છે.ત્યારે એહમદ પટેલ આ તમામથી વાકેફ હોવા છતાં આદિવાસી સિવાય અન્ય ઉમેદવાર ઉતાર્યો.તો શું એહમદ પટેલ ખુદ એવું નહિ ઇચ્છતા હોય કે ભરૂક બેઠક કોંગ્રેસ જીતે એમ માની લેવું જોઈએ??????
■ભરૂચ લોકસભામાં આવતી 2017 વિધાનસભાની 7 બેઠકના પરિણામો પર એક નજર.
(1)ભરૂચ બેઠક પર ભાજપને 99699 અને કોંગ્રેસને 66600 મત,અંકલેશ્વર બેઠક પર ભાજપને 98779 અને કોંગ્રેસને 52028 મત,વાગરા બેઠક પર ભાજપને 72331 અને 69703 મત,ઝઘડિયામાં BTP ને 113854 મત અને ભાજપને 64906,જંબુસર બેઠક પર ભાજપને 66804 અને કોંગ્રેસને 77216 મત અને કરજણ બેઠક પર કોંગ્રેસને 74087 અને ભાજપને 70523 મતો મળ્યા હતા.આ જોતા BTP-કોંગ્રેસ ગઠબંધનને 536514 મત જ્યારે ભાજપને 534307 મતો મળતા કોંગ્રેસ-BTP ગઠબંધને 2207 મતોની સરસાઈ મેળવી હતી.આ સરસાઈ પણ એવું દર્શાવે છે કે જો ગઠબંધન કર્યું હોત તો રસાકસી ચોક્કસ જામત.
■કોંગ્રેસે આદિવાસીઓ સાથે અન્યાય કર્યો?
◆ભરૂચ બેઠક પર કોંગ્રેસે આદિવાસી ઉમેદવાર ન ઉતારતા આદિવાસીઓમાં ભારે રોસ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જેથી આદિવાસીઓ આ ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાના બિલકુલ મૂડમાં ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.બીજી બાજુ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને BTP વચ્ચે ત્રિ-પાંખીયો ચૂંટણી જંગ ખેલાશે ત્યારે આદિવાસી મતોનું વિભાજન નક્કી છે.આ ત્રિ-પાંખિયા જંગમાં સીધો ફાયદો ભાજપને થવાના ચાન્સ વધુ છે,પરંતુ આ ચૂંટણી જંગમાં મુખ્ય ટક્કર ભાજપ અને બીપીટી વચ્ચે છે. કોંગ્રેસ ત્રીજા સ્થાને છે.