Followers

Saturday, 6 April 2019

ભરૂચ લોકસભામાં મુસ્લિમો કરશે કોંગ્રેસનો બહિષ્કાર, છોટૂ વસાવાને જીતાડવા દેમાર મેસેજ

Date:-06/04/2019

અહેમદ પટેલે કૂલડીમાં ગોળ ભાંગતા આ વખતે મુસ્લિમ સમાજ પાઠ ભણાવવાના મૂડમાં

ભરૂચ લોકસભાની બેઠક પર ઉમેદવારી કરવા મામલે અહેમદ પટેલે પારોઠનાં પગલા ભર્યા બાદ શકુર પઠાણ જેવા નામચીન માણસના છોકરાને ટીકીટ આપી દેવામાં આવતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારની પસંદગીમાં મનસ્વી રીતે અહેમદ પટેલે શેરખાન પઠાણને ટીકીટ આપી દેતા ભરૂચના મુસ્લિમ સમાજમાં સ્ફોટક સ્થિતિ નિર્માણ થઈ છે.

ભરૂચમાં મુસ્લિમ સમાજ આ વખતે ગાંઠ વાળીને બેઠો છે કે કોંગ્રેસને સંપૂર્ણ રીતે સાફ કરી નાંખવામાં આવે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં નબળા માટીના માણસોને ટીકીટ આપી મુસ્લિમ સમાજનો હસાયરો કરતા અહેમદ પટેલને પાઠ ભણાવવાના નિર્ધાર સાથે સોશિયલ મીડિયામાં અહેમદ પટેલ વિરોધી ઝૂંબેશ શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસના પંકાયેલા ઉમેદવારને હરાવી દેવા માટેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યા છે.

અહેમદ પટેલ સામે જાહેરમાં વિરોધી નારાઓ પણ પોકારાતા જોવા મળી રહ્યા છે. શેરખાન ફોર્મ ભરવા આવ્યો ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ અહેમદ પટેલ મુર્દાબાદ અને અહેમદ પટેલ વિલન છે તેવા સૂત્રો પણ પોકાર્યા હતા. સમગ્ર ભરૂચમાં રહેતા વ્હોરા, પટેલ, શેખ, સૈયદ અને પઠાણ સમાજના લોકોમાં કોંગ્રેસ વિરોધી માહોલ છે અને તમામ લોકો એકી અવાજે બીપીટીના ઉમેદવાર છોટૂ વસાવાને જીતાડવાની અપીલ કરી રહ્યા છે. મુસ્લિમ સમાજના લોકોનું માનવું છે કે શેરખાન કોઈ પણ કિંમતે બેથી ત્રણ લાખ વોટથી હારી જવાનો છે ત્યારે છોટૂ વસાવાને જીતાડવા માટે મુસ્લિમ સમાજે મુઠ્ઠી ભીંચીને કોંગ્રેસ વિરોધી જૂવાળ ઉભો કર્યો છે. છોટૂ વસાવા પણ મુસ્લિમ આગેવાનો સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને મુસ્લિમ સમાજ ઉપરાંત આદિવાસી સમાજ સાથે તાલમેલ સાધીને લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે પ્રયત્નશીલ બની ગયા છે. કોંગ્રેસે ભલે મુસ્લિમ સમાજના છોકરાને ટીકીટ આપી છે પરંતુ જીતી શકે તેવી હાલત ન હોવાથી મુસ્લિમ સમાજમાં છોટૂ વસાવા માટે ગાડરીયો પ્રવાહ શરૂ થઈ ગયો છે અને કોંગ્રેસની છાવણી ખાલી થઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કેટલાક તો ભાજપને વોટ આપવાની પણ વાત કરી રહ્યા છે.

મુસ્લિમ સમાજના બદલાયેલા વલણથી ભરૂચમાં પીરામણના પીર તરીકે ઓળખાતા કોંગ્રેસના નેતા અને ઉમેદવાર શેરખાન માટે કપરા ચઢાણ સર્જાયા છે. મુસ્લિમ સમાજે સોશિયલ મીડિયામાં શરૂ કરેલી ઝૂંબેશ કારગત નિવડી તો ભરૂચ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારને વોટ માટે ફાંફા પડી શકે એવી સ્થિતિ જોવા મળી રહી છે.

 

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...