Followers

Thursday, 18 April 2019

આપણો સમાજ ભૂલકણો છે,

આપણો સમાજ ભૂલકણો છે, ચાલો,જૂની યાદો તાજી કરી લ‌ઈએ :- ૧૯૯૬ ની લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ તરફથી કોને ઉભા રાખવા એ વિકટ પ્રશ્ન હતો, આખરે, વિધાનસભાની ચૂંટણી હારેલા કમજોર ઉમેદવાર ઈશ્વર દાજી પટેલને ઉભા રાખ્યા, તે ચૂંટણીમાં મુસ્લિમો એ એક સંપે છોટુભાઈ ને વોટ આપેલા, છોટુભાઈ જોકે કોંગ્રેસ થી આગળ  બીજા નંબરે તો આવ્યા, પણ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા, આદિવાસી ઓના પૂરેપૂરા વોટ મળ્યા હોત તો કદાચ જીત્યા હોત, પણ ત્યારે પણ એ શક્ય નહોતું, અને આજે પણ એ શક્ય નથી, છોટુભાઈ ની પોતાની વોટબેંક જરૂર છે જ, પણ એક ચોક્કસ વિસ્તાર પૂરતી મર્યાદિત છે, છોટુભાઈ ને મુસ્લિમો ના પૂરેપૂરા વોટ મળવા પણ શક્ય નથી, કારણ કે કોંગ્રેસ ના મુસ્લિમ ઉમેદવારને કોંગ્રેસ નાં જે મુસ્લિમ, આદિવાસી, તથા અન્ય નક્કી વોટ છે તે તો  મળવાના જ છે, ભાજપના ઉમેદવાર ને પણ તેના આદિવાસી તથા અન્ય હિન્દુ નક્કી વોટ છે તે મળશે.
       અહીં એક વાત ખાસ સમજવા ની જરૂર છે, બે સમાજ- આદિવાસી તથા મુસ્લિમ સમાજ  બંને ના વોટ વહેંચાય છે, પણ આદિવાસી સમાજ ને કોઈ જ નુકસાન નથી, તેમના હાથમાં તો ત્રણ લાડુ છે, કોઈપણ ચૂંટાય તેમને તો ફાયદો જ છે,  જો ભાજપ હારી  જાય તો તેના હારવા થી હિન્દુ સમાજ ને પણ  કોઈ નુકસાન નથી,હવે રહી વાત છોટુભાઈ ની, તો તેમને પણ હારવા થી  નુકસાન તો નથી જ, હારી ગયા પછી પણ તેમનું અને તેમના છોકરાનું ધારાસભ્ય પદ તો સલામત છે જ.
         તો પછી નુક્સાન કોને છે? ફક્ત અને ફક્ત આપણને, આપણી જાતને, આપણા સમાજ ને, આપણી એકતા ને, આપણા સંબંધો ને, આપણા ભાઈચારાને, આપણા સામાજિક અસ્તિત્વ ને અને આપણા ભવિષ્ય ને,   ચોક્કસ અને ચોક્કસ હદ વગર નું નુકસાન છે.  કંઇ પણ સમજ્યા વિચાર્યા વગર ફક્ત જોશ અને જઝબાતથી, આંધળા ઘેટાં ની જેમ કોઈ ની ખોટી દોરવણી થી ઉશ્કેરાઈ જઈ આડેધડ વોટીગથી વોટ વહેંચી નાંખવાથી, બેશક આપણી જાતને મારી નાખવા કરતાં પણ મોટું નુક્સાન છે.
     આપણે ફરજીયાત પણે ખૂબ શાંતિથી, ઠંડા દિમાગથી, અલ્લાહ ની મદદ માંગી ને ઈમાનદારી પૂર્વક વિચારવું જ પડશે,   કોંગ્રેસ કંઇ  આપણી અન્નદાતા કે આપણો આશરો નથી, પણ અત્યારનાં હાલાત, આપણા સંજોગો, અને અત્યારની  પોલીટીકલ પરિસ્થિતિ ઓ નો ખૂબજ ફીકરમંદી પૂર્વક આપણા વડીલો, આપણા બુઝુર્ગો આપણા હીતચિન્તકો એ બરાબર અભ્યાસ કરીને આપણને જે હીદાયત - માર્ગદર્શન આપ્યું છે, તે મુજબ આપણી પાસે અહીં અત્યારે ફક્ત કોંગ્રેસ નેજ વોટ આપવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
          આ તમામ બાબતો ને ધ્યાન માં લઇ આપણે કોંગ્રેસ નેજ વોટ આપવાનો છે, એટલું જ નહિ,વોટ અપાવવાનો પણ  છે, ખૂબજ ખંતથી મહેનત કરી સવારે અગિયાર - બાર વાગ્યા સુધી માં આપણા અને આપણી માં - બહેનો ના  પૂરેપૂરા વોટ  અપાઈ જાય તેવી આપણે સાચા દિલથી ફીકર કરવાની છે.ઘણા વરસોથી આપણે ઓછું મતદાન કરીને કૌમવાદીઓને ખુશ કરીને અલ્લાહ ની નારાજગી ઉઠાવી રહ્યા છીએ, ઓછુ મતદાન કરીને આપણી તબાહી અને બરબાદી માટે મોદી નહિ, આપણે પોતે જવાબદાર છીએ, જેથી હવે ગમે તે થઈ જાય,આપણે આપણા માથા પરથી ઓછા મતદાનનું કલંક પણ દૂર કરવું જ પડશે.
        બિરાદરાને મિલ્લત, મહેરબાની કરીને અહીં કોઈ ની તરફદારી કરવાનો કે વિરોધ કરવાનો કોઈ જ સવાલ નથી, અહીં આપણા ઈન્સાની હુકુક, આપણા દીનો ઈમાન, આપણા ઈઝઝત અને સ્વમાન, આપણા મસ્જિદ મદ્રેસા સ્કૂલ, આપણા દીની દુન્યવી કારોબાર, આપણી તથા આપણી નસલોની જીંદગી, આપણી દીન દુનિયા ના સુતુનો, આપણા આપણી માં બહેનો ના તથા આપણા દીન દુન્યવી રીત રીવાજો નાં અસ્તિત્વ અને સલામતી નો સવાલ છે, જેનો જવાબ ખૂબ સમજી વિચારીને આપણી  જીંદગી અને મોતનો સવાલ સમજી ને ખુદ આપણે જ નક્કી કરવાનો છે. જેથી વ્હાલા ભાઈઓ, કોંગ્રેસ નેજ વોટ આપવાનો છે, અને કોંગ્રેસ સિવાય આપણો વોટ ખોટી જગ્યાએ ના વેડફાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.
            આ મેસેજ ને ખાસ આપણી ફરજ સમજી, આપણા આખા સમાજ સુધી તેને પહોંચાડવાની જવાબદારી નિભાવવા ખૂબ ખૂબ વિનંતી છે.અલ્લાહત‌આલા આપણી અને પૂરી ઉમ્મતે મુસ્લિમાની મદદ ફરમાવે, આપણી મુકમ્મલ રહનુમા‌ઈ ફરમાવે, આપણી મુશકીલોને આસાન ફરમાવે- અલ્લાહુમ્મા આમીન.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...