ભાજપ સરકાર દરેક બાબત ની અપેક્ષા નાગરિકો પાસેથી જ શા માટે રાખી રહી છે ??
ટ્રેઈન માં જનરલ ડબ્બામાં ઘેટા_બકરાની જેમ લોકો મુસાફરી કરે છે, ત્યારે તેને કોઈ તકલીફ નથી..
બસમાં લોકો ઉભા ઉભા મુસાફરી કરે છે તો તેને કોઈ તકલીફ નથી.
રિક્ષામાં આગલી એક સીટમાં ત્રણ જણા બેસે તો એને કોઈ તકલીફ નથી.
પ્રાઈવેટ અને ST ની વર્ષો જૂની ખખડધજ બસો ધુમાડા ઓકે તો કોઈ તકલીફ નથી.
છકડા રીક્ષા સરેઆમ નોઈઝ અને એર પોલ્યુશન ફેલાવે કોઈ તકલીફ નથી..
પરંતુ કોઈ શહેર નો સામાન્ય નાગરિક હેલ્મેટ ન પહેરે તો એ અપરાધી છે ???
કોઈ દંપતી પોતાની સાથે પોતાના સંતાન ને બાઈક માં બેસાડે તો એ અપરાધી છે ???
કોઈ અધિકારી ને સાચી વાત કરવાનો કે કહેવાનો પ્રયાસ કરે તો એ અપરાધી છે ???
નાગરિકો તમારા દરેક નિયમ પાળવા તૈયાર છે પણ તમે તો પહેલા તમારી ફરજ પૂરી કરો.
કારખાનાઓ નાં ઝેરી પ્રદૂષણ સામે તમે શું કર્યું ??
ખનીજ માફીયાઓ નદીઓમાં થી રેતી કાઢી ગયા ત્યારે તમે શું કર્યું ??
સરકારી અધિકારીઓ ખુલ્લેઆમ લાંચ લે છે તેના માટે તમે શું કર્યું ??
પ્રાઈવેટ હોસ્પિટલોમાં અને પ્રાઈવેટ સ્કૂલોમાં ઉઘાડી લૂંટ ચાલે છે તેની સામે તમે શું કર્યું ??
જાહેરમાં બેફામ દારૂ વેચાય છે તેની સામે તમે શું કર્યું ??
નેતાઓ ની રેલીઓમાં તમામ નિયમો નેવે મુકાય છે તેની સામે તમે શું કર્યું ???
ન્યાય_નીતિ બધી સામાન્ય નાગરિકો માટે જ ???
ધનવાનો અને વગદારો માટે કોઈ કાયદો નહી ???
જો કે આમાં વાંક તમારો પણ નથી, આઈ. ટી. શેલ નાં ફેક મેસેજો ની અસર હેઠળ, જાતિવાદ અને કોમવાદ ની વાતો હેઠળ, ગાંઠિયા ભજીયા ખાઈને અમે તમારા નિશાન આગળ વગર વિચાર્યે વોટ આપી આવેલ છે તેનું આ ફળ છે.
હજુ વધુ આકરો દંડ ફટકારો... નિયમો નું પાલન ફક્ત પ્રજા એ જ કરવા નું હોય છે નેતા ઓ કૌભાંડ કરે તો ચાલે સરકાર ટકી રહેવી જોઈએ...
ગુજરાતી મિત્રો રોજ સવારે હેલ્મેટ puc ભૂલતા નહીં
બાકી તમને નહી ભૂલવામાં આવે...ભલે તમે બીજું ભૂલી ગયા...
👇👇👇👇👇
તમે મહેશ શાહને ભૂલી ગયા
તમે જય શાહને ભૂલી ગયા
તમે કિશોર ભજિયાવાળાને ભૂલી ગયા
તમે નલીયાકાંડ ભૂલી ગયા
તમે માંડવી કાંડ ભૂલી ગયા
તમે મગફળી કાંડ ભૂલી ગયા
તમે રાફેલને ભૂલી ગયા
તમે મનસુખ શાહને ભૂલી ગયા
તમે જયેશ પટેલને ભૂલી ગયા
તમે અનાર પટેલને ભૂલી ગયા
તમે જૈમિન પટેલને ભૂલી ગયા
તમે નલિન કોટડીયાને ભૂલી ગયા
તમે નીરવ મોદીને ભૂલી ગયા
તમે વિજય માલ્યાને ભૂલી ગયા
તમે મેહુલ ચોકસીને ભૂલી ગયા
તમે નોટબંધી વખતના કૌભાંડોને ભૂલી ગયા
તમે પંજાબ નેશનલ બેન્કને ભૂલી ગયા
તમે જીએસટીના કૌભાંડ ભૂલી ગયા
તમે પેટ્રોલ-ડિઝલના ભાવ ભૂલી ગયા
તમે ડોલર સામે નબળો રુપીયો ભૂલી ગયા
તમે વધતી બેરોજગારી ભૂલી ગયા
તમે મોંઘવારી ભૂલી ગયા
તમે શહીદો પરીવારોના અન્યાયને ભૂલી ગયા
તમે 2014મા મોદીએ આપેલા વચનો ભૂલી ગયા
બસ એમ જ તમે રાકેશ અસ્થાનાને પણ ભૂલી જશો..
તમે CBIના ઉઘાડા પડેલા કાળા ઈતિહાસને ભૂલી જશો..
કેમ કે તમને ભુલવાની આદત પડી ગઇ છે...
.... જય હિન્દ...