Followers

Thursday, 7 November 2019

વકફ મિલ્કત ભાડા પટ્ટા નિયમો-૨૦૧૪

*વકફ અધિનિયમ-૧૯૯૫*
*વકફ સુધારા અધિનિયમ-૨૦૧૩*
હેઠળ ભારતની કેન્દ્ર સરકારે ઘડેલા
*વકફ મિલ્કત ભાડા પટ્ટા નિયમો-૨૦૧૪*
----------------------------------------
*નિયમ:૩:*
(૧). મસ્જીદ, દરગાહ, ખાનકાહ, કબ્રસ્તાન, ઈમામબાડાની જગ્યા ભાડા પટ્ટે આપવાના અધિકાર નથી. મુખ્ય જગ્યાની બહારની બાજુએ આવેલ હોય તે જમીન ભાડા પટ્ટે આપી શકાય.
(૨). એક વર્ષથી ઓછા સમય (૧૧ મહીના) માટે ભાડા પટ્ટે આપવાના અધિકાર મેનેજીંગ કમીટીને છે. રસ ધરાવતા લોકોને નિમંત્રીત કરવા માટે જાહેરાત કરવી ફરજીયાત છે. નોટીસ પ્રસિધ્ધ કરીને/ચોપાનીયા વહેંચીને/જાહેર ખબર આપીને/દાંડી પીટાવીને/મસ્જીદ કે અન્ય જાહેર સ્થળોએ નોટીસ ચોંટાડીને જાહેરાત કરવી ફરજીયાત છે. નાના નગર કે ગ્રામ્ય વિસ્તારમાં સમાચાર પત્રોમાં જાહેરાત આપવી જરૂરી નથી પરંતુ ઉપર મુજબ બહોળી પ્રસિધ્ધિ કરવી જોઈશે.
સૌથી ઉચી બોલી બોલનારને મિલ્કત ભાડા પટ્ટે આપવી જોઈશે.
*(મેનેજીંગ કમીટીની મીટીંગમાં ઠરાવ કરીને મિલ્કત ભાડા પટ્ટે આપવા અંગે કાર્યવાહી કરવા અને પટ્ટેદાર સાથે કરવાના કરારખતમાં સહી કરવાની સતા પ્રમુખને આપવી જોઈશે.)*
(૩). મુતવલ્લી/મેનેજીંગ કમીટીના સભ્ય અથવા તેમના પત્ની, માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, ભાભી, બનેવી, ભાઈના પુત્ર/પુત્રી, બહેનના પુત્ર/પુત્રી વકફ મિલ્કત ભાડા પટ્ટે મેળવવા પાત્ર ગણાશે નહીં.
(૫). ભાડાની રકમ મિલ્કતની બજાર કિંમતના ૫% કે તેથી વધુ હોવી જોઈશે.
(૮). પ્રતિવર્ષ ભાડાની રકમના ૫% ભાડું વધારવાનું રહેશે.
(૧૧). ત્રણ મહીનાના ભાડાની રકમ જેટલી રકમ સિક્યોરીટી ડીપોઝીટ તરીકે જમા રહેશે.
(૧૨). મુતવલ્લીની પરવાનગી વગર પટ્ટેદાર મિલ્કતમાં વધારાનું બાંધકામ કે સુધારા-વધારા કરી શકશે નહીં.
(૧૩). તમામ ભાડા પટ્ટાની વિગતો ગુજરાત રાજ્ય વકફ બોર્ડને મોકલવાની રહેશે.
(૧૫). પેટા ભાડે આપવાની પરવાનગી આપી શકાશે નહીં.
(૧૯). ભાડું અગાઉથી નિયમિત રીતે આપવાનું રહેશે.
(૨૪). *વકફની કોઈપણ મિલ્કત વેંચાણ, બક્ષીસ, ગીરો, વિનિમય, તબદીલ કરી શકાશે નહી.*
----------------------------------------
*:નિયમ:૬:* કરવેરા, લાઈટ બીલ, નિભામણી ખર્ચ, સમારકામ ખર્ચ, બીજા બધા ખર્ચા પટ્ટેદારે ભોગવવાના રહેશે.
પટ્ટેદાર કોઈપણ પ્રકારનો બોજો કે ધારણાધિકાર ઉપસ્થિત કરી શકશે નહીં.
----------------------------------------
*નિયમ:૯:* કોઈપણ વિવાદ, પ્રશ્ર્ન, ભાડા પટ્ટે આપેલ મિલ્કત ખાલી કરાવવા સબંધી અથવા પટ્ટે આપનાર અને પટ્ટેદારના હકો અને જવાબદરીઓ બાબતે ટ્રીબ્યુનલ નિર્ણય કરી શકશે.
----------------------------------------
*વકફ ટ્રીબ્યુનલની રચના થઈ ગયેલ હોવાથી વકફની મિલ્કતો અને વકફના વહીવટ બાબતમાં દાવા દાખલ કરવાની કે ચાલુ દાવામાં નિર્ણયો કરવાની સીવીલ કોર્ટને કોઈ સતા નથી.*
----------------------------------------

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...