Followers

Monday, 1 February 2021

લેન્ડ ગ્રેબિંગ એકટ અમલી.

LEARN MORE→
રાજ્યમાં પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગ એકટ અમલી બન્યો છે. આ એક્ટ હેઠળ કોઇ પણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ રૂપાણીએ આ અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે કોઇ પણ જમીન, મિલકત, ઓફિસ કે દુકાન પચાવી પાડી હોય કે ગેરકાયદેસર ઘુસી કબજે લઇ લીધી હશે તેની સામે આ કાયદો લાગુ પડશે. આ કાયદા હેઠળ ન્યાય માટે કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવાની રહશે. આ કાયદા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિની રચના કરાશે. કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટની રચનાનો પણ નિર્ણય કરાયો છે. દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે. ૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે. મુખ્યમંત્રીએ આવી ફરિયાદોની તપાસ લાંબાગાળા સુધી પડતર ન રહે તે હેતુસર તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા નિશ્ચિત કરી છે.
_______________________________________


લેન્ડ ગ્રેબિંગ એકટ અમલી
દસ્તાવેજો સાથે કલેક્ટરને કરવાની રહેશે અરજી
કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિ
સમિતિ ૧પ દિવસે બેઠક કરશે કરી ફરિયાદની સમીક્ષા કરશે
ફરિયાદમાં સત્યતા કેટલી તેની સમિતિ ખરાઈ કરશે
ફરિયાદ પર ર૧ દિવસમાં લેવાનો રહેશે નિર્ણય
આ કાયદાના અમલ માટે સ્પેશિયલ કોર્ટની રચના
દરેક સ્પેશિયલ કોર્ટમાં સરકારી વકીલની નિમણુંક
છ મહિનામાં વિશેષ કોર્ટ કેસનો નિકાલ કરશે
વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બંને પ્રકારની કોર્ટ કાર્યવાહીની સત્તા
ફરિયાદમાં થયેલા આરોપો ખોટા છે પુરવાર કરવાની જવાબદારી આરોપી જવાબદારી આરોપી ભૂમાફિયાના શિરે
દોષિત ઠરે તો ૧૦થી લઈ ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ
ફરિયાદ દાખલ થયાના ૩૦ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની રહેશે
ફરિયાદની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરશે
સરકારી જમીન પચાવી પાડવાના કિસ્સામાં કલેક્ટર-સરકાર સૂઓમોટો લઈ શકશે
સ્પેશિયલ કોર્ટ પણ લઈ શકશે સૂઓમોટો લઈ કમિટીને આપી શકશે તપાસના આદેશ

વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે. આ કાયદા હેઠળ કેસ આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે. આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. ફરિયાદ FIR નોંધાય તેના ૩૦ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે. આ કાયદા અન્વયેના ગૂનાઓની તપાસ DYSP ના દરજ્જાના અધિકારી કરશે. તો સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે. આ ઉપરાંત વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસારસરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે. આ ઉપરાંત વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...