*મારી વેદના મારો અનુભવ સાથે મારા ગામના લોકોના લઇને લાગણીઓ આજના આ સોશિયલ મિડીયા લેખ સાથે પ્રગટ કરી રહેલ છું.*
તા ૦૪ માર્ચ ૨૦૨૧, ગુરૂવાર
🖋️ હુજૈફા પટેલ
*"મારા ગામ કાવી નો પરીચય"*
*મારૂ ગામ કાવી દુનિયાની ચાવી ના નામથી પણ પોતાની ઓરખ ધરાવે છે, સાથે મારૂ ગામ કાવી એતિહાસિક ગામ છે, જ્યાં દરેક ધર્મ અને જાતીના લોકો રહે છે, મારા ગામના ગરીબ પરિવારની સંખ્યા ૭૦% છે,મધ્યમવર્ગીય પરિવારની સંખ્યા ૨૫ % છે, જ્યાંના લોકો પાસે આજે પણ પોતાના પરિવાર ચલાવવા માટે ખેતી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, એક સમય હતો જ્યારે મારૂ કાવી ગામ , શૈક્ષણિક,સામાજિક ક્ષેત્રે પોતાનું એક આગવું સ્થાન ધરાવતું હતું, જેનો ફાળો અમારા ગામના સમાજ હિતમાં કામ કરેલ નિસ્વાર્થ ખીદમત આપેલ હમારા દુનિયામાં ચાલી ગયેલ વડીલો ના નામે જાય છે, બીજા ગણા વિષય છે આ બાબતમાં, પણ તે આવનારા સમયમાં પોસ્ટ કરવાની કોશિશ કરીશું.*
*મારો પરીચય*
_હુ એક મધ્યમવર્ગીય ગરીબ પરિવાર નો દિકરો છું, અને કાવી ગામનો વતની છુ, મે પોતે સામાજિક જાગૃત,એકતા અને શૈક્ષણિક ક્ષેત્ર જાગૃતિ સાથે ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે હમેશા મારી યથાશક્તિ "ના" હિસાબે કામ કર્યું છે, સાથે હુ ભારત દેશના લોકતંત્ર, માનવ અધિકાર સાથે સંવિધાન ની રક્ષા માટે અને તમામ ભારતીય સમાજમાં એકતા આવે તેવા પ્રયાસો સાથે નેશનલ લેવલ ઉપર મોટા સંગઠનો સાથે કામ કરૂ છું, જેને હુ મારી નૈતિક ફરજ સમજી મારી તમામ શક્તિ લગાવી પુરી કરી રહેલ છુ._
*હવે આપણે હાલ નગરપાલિકાની ચુંટણીઓ પછી ખાસ કરીને આપણા કાવી ગામની પરિસ્થિતિઓ તરફ ધ્યાન કરીયે, હું અંહી સૌપ્રથમ ખુલાસો કરી આપું હું કોઈનો વિરોધી નથી અને કોઈનો સમર્થક નથી, હુ મારૂ દરેક કાર્ય મારા કાર્યનિતીના નિયમો ને ધ્યાનમાં રાખી મારા વિચારો મૂકી રહેલ છું, તાલુકા પંચાયત-કાવી,૧ માં અપક્ષ ઉમેદવાર સાજીદ મુનશી વિજય થયા તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન અને ગામના મતદારો એ શાંતિપૂર્ણ મતદાન કરીને એક જાગૃત નાગરિક હોવાના પુરાવો આપેલ છે, તે માટે મારા ગામના તમામ સમુદાયના મતદારો માટે મને ગર્વ છે.*
તાલુકા નગરપાલિકા-કાવી, ૧ મા અપક્ષ ની જીત પછી ખરે ખર કાવી ગામના સ્થાપિત થયેલ રાજકીય લોકોમાં એક ના સમજી શકાય તેવું પરીણામ આવેલ છે, ખરે ખર મને પણ વિશ્વાસ નથી આવતો ૪૫ વર્ષોથી ચાલી આવેલ રાજનીતિ ને સમાજે આવી રીતે નકારી તે મારા ગામ કાવીના મતદારો ની જાગૃત હું જરૂર કહી શકું, અહિયાં સ્થાપિત થયેલ રાજકીય લોકોએ મારી વાતને ખોટું ના લગાવવા વિનંતિ કરૂ છુ, હુ સામાજિક બદલાવ,જાગૃત,એકતા જેવા કાર્યો ને વધુ મહત્વ આપું છું, *જે મારા સામાજિક કાર્યોમાં આવે છે, એટલે મારા માટે ખુશી તો ખરીજ કે હવે જેમ ખેતીમાં ખેડૂત જમીનને કલતી મારીને નિચે ની જમીન ને ઉપર લાવી ઉપરની જમીન ને નિચે લાવવા માટે કલતી મરાવે છે, તેમ સંસારનો નિયમ છે કુદરતે કાવીની રાજકીય કલતી મારી છે, આ ચુંટણી સમયે કાવીના ગરીબ અને મધ્યમવર્ગીય યુવાનો અને વડીલો મા-બહેનો પરિવર્તન તરફ ગયા અને જે ઉત્સાહ સાથે બદલાવ લાવેલ છે, ખરે ખર સ્થાપિત રાજનીતિમાં ચિંતાનો વિષય જરૂર દેખાય છે.*
*હવે આગળ હું કાવી ગામની ૪૫ વર્ષોથી સ્થાપિત થયેલ રાજકીય નેતૃત્વ કરતા અને તેમના સાથી સામાજિક સંસ્થાના આગેવાનો ને અપીલ, સામાજિક બદલાવ તમે જોઈ રહેલ છો? હુ પોતે મારી વેદના અંહી લખું તો આ લેખ વધુ મોટો થઈ જશે, તે માટે બસ નાની નાની ઘટનાઓ મુકી રહેલ છુ.*
નંબર ૧- મે પોતે સામાજિક જાગૃત,એકતા શૈક્ષણિક જાગૃતિ, અને ગામની આમ જનતા ને સરકારી અર્ધસરકારી જાગૃતિ માટે લાભો મળે તેને ધ્યાનમાં રાખી ગણા પ્રોગ્રામો આયોજિત કરેલ અને જેતે સમયે આપણા ગામના સરપંચ શ્રી અને ગામના વડીલો ને લેખિત આમંત્રણ આપવા માટે જતો હતો મૌખિક મા પણ હુ તેમને આમંત્રણ આપતો હતો પણ જેટલા પણ આપણે સમાજને લાગતા પ્રોગ્રામ કરિયા તેમની હાજરી આપવામાં તેઓ અસફળ રહિયા હતા "બીજું ગણું છે આ વિષયમાં"
નંબર -૨
કાવી ગામના ગરીબ મધ્યમવર્ગીય પરિવારના રેશન કાર્ડ મા અનાજ "ના" મળવું અને સાથે ગણા બીપીએલ માથી એપીએલ કરી દેવા જેવી સમસ્યાઓ સમયે, આપને યાદ અપાવુ ૩૦૦ જેટલા કાવી ગામના રેશન કાર્ડ ધારકો ભરૂચ જિલ્લા કલેક્ટર ઓફિસ ઉપર પોતાની રજુઆત કરેલ સાથે ગણી વખતે મામલતદાર જંબુસર ને પણ રજુઆત કરેલ, તેજ સમયે ૨૦૧૭ ના વિધાનસભા ચુંટણી સમયે કાવી ગામમાં હાલના જંબુસરના ધારાસભ્ય શ્રી,સંજય સોલંકી મત માંગવા માટે કાવી મોટા ચકલા મા પધારેલા જેતે સમયે તેમની સભામાં ૨ કલાક અને ૫ મીનીટ ચાલેલ સભા પુરી થયાબાદ મે પોતે વાત મુકવા માટે અપીલ કરેલ, જેતે સમયે ગામના સ્થાપિત થયેલ રાજકીય લોકોએ જે ત્યાં મંચ ઉપર ઉપસ્થિત હતા તેમણે પોતાની પ્રવૃત્તિ બતાવેલ તેને હું ભૂલીયો નથી, સૌપ્રથમ તો મને મારી વાત "ના" મુકવા દેવાની તમામ જનતા સામે તેમના વર્તન સાથે જ્યારે હુ મંચ ઉપર ગયો મારી વાત મુકતા પહેલા માઇક વારંવાર બંધ કરવું આ ઘટના મારા માટે ગણી દુખ સમાન હતી,જે જનતા ના વોટ લેવા માટે તમે સભા કરતા હોય ત્યાં જનતા ની સમસ્યાઓ માટે કોઈ બોલી ના શકે?એ તમારી કેવી રાજનીતિ જરા વિચારો ?.
નંબર ૩
મારા સામાજિક કાર્યોના લઈને ગણી વખતે સ્થાપિત થયેલ રાજકીય લોકોને મારી અથવા અન્ય કોઇપણ વ્યક્તિની જાગૃતિ તેમના માટે માથાના દુખાવા સમાન હોય છે, મને ખબર છે મે ગામની સમસ્યાના લઈને ગામના રાજકીય,અને સામાજિક આગેવાનો સાથે દુશ્મની કરેલ છે, તેજ માટે એક સમય મને યાદ છે મે કાવી ગામની રોડની સમસ્યા માટે પોઝીટીવલી મારી વાત સોશિયલ મિડીયામા વિડીયોના માધ્યમથી મુકેલ તેના ૪ દિવસ પછી મને ફોન આવેલ તને ગામ છોડાવી આપીસ તેવો ફોન આવેલ જેનું રેકોર્ડિંગ હજું મારી પાસે છે, હુ તે ભુલયો નથી મારી ભુલ શું હતી મે જનતા ને પડતી હલાકી બાબત મા વાત મુકેલ, આ સાથે કહું કે આપણા ભારત દેશમાં ગણા લોકો કહે છે હમને વોટ આપો તોજ દેશમાં રેહવા દઈશું તેજ વાત મારી સાથે મારા ગામમાં થાઈ તો તમે સમજી શકો છો? જેતે સમયે મારી વેદના ગામના આગેવાનો પ્રતિ કેવી બની હશે.
બીજી ગણી વાતો છે.
હવેથી હુ કાવી ગામની સમસ્યાઓ ને ઉજાગર કરવા માટે અઠવાડિયામાં એક દિવસ મારા ગામ માટે જરૂર નક્કી કરીશ. જેમા હું સમાજની દરેક ક્ષેત્ર ની સમસ્યાઓ ને ઉજાગર કરીશ.
*મસ્જિદ , મદ્રેસા અને અંજુમન સંસ્થા સાથે કાવી ગામની હાલની શૈક્ષણિક પરિસ્થિતિઓ ઉજાગર કરીશ, સાથે કાવી ગામના ઈતિહાસ,વર્તમાન પરિસ્થિતિઓ તરફ કાવી ગામની જાગૃત જનતા સામે મુકતો રહીશ. *
*ઇન્શાઅલ્લાહ*
*કાવી ગામના સ્થાપિત થયેલ રાજકીય લોકોને અપીલ કાવીમા ગામસભા કાનુની ગાઈડ લાઈને ધ્યાનમાં રાખી ગામસભા કરવામાં આવે તેજ મારી આ લેખમાં ઇચ્છા જાહેર કરૂ છુ.*
*તૈયાર રેહશો કાવી ગામની જાગૃત જનતા.*