Followers

Saturday, 13 March 2021

નગર રાજ બિલ. Nagar Raj Bill Gujarati

નગરરાજ  બીલ   પ્રજાની સમસ્યાઓ ના સમાધાન માટે કેન્દ્ર સરકાર  તરફથી  ૨૦૦૫ મા તૈયાર કરેલ પ્રજા  લક્ષી  સારું  કરિય.
SAFTEAN GUJ. BHARUCH 
13 MAR 2021 
BY Huzaifa patel 

કેન્દ્ર સરકારે ૨૦૦૫માં તૈયાર કરેલા અને ગુજરાત સરકારે ૨૦૦૭માં સ્વીકારેલા નગર રાજ બિલનો હેતુ આજ સુધી સિદ્ધ થયો નથી. આ બિલ મુજબ જુદા જુદા વોર્ડની સમસ્યાઓ તેમજ વિકાસ અંગેની લોકોની ભલામણો અસરકારક બને તે માટે વોર્ડ સમિતિઓ બનાવવાની જોગવાઈ છે પરંતુ તેનો અમલ કરાતો નથી. વોર્ડ સમિતિઓ તો   આપણા ભરૂચ  શહેરોમાં  રચાઇ જ નથી , સુરત જેવા શહેરમાં સમિતિઓ રચાઈ પરંતુ તેમની ભલામણોને કચરાપેટીમાં નાંખી દેવાઈ છે. સુરત શહેરમાં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૦ સુધી વોર્ડ સમિતિઓ દ્વારા ૨૦૯૨ જેટલા ઠરાવો કરાયા તો ખરા પણ તેમને ધ્યાને જ લેવાયા નહીં તેવું ખુદ કોર્પોરેટર્સ પણ કહી રહ્યાં છે, હવે લોકો પણ જાગૃત થાય... લોકપાલ બિલ મંજુર કરાવવા માટે અનશન કરનારા જાણીને ચોંકી ઉઠશે કે શહેરીજનોની વિકાસ અને સમસ્યાને લગતી ભલામણો અસરકારક બને તે માટે ૨૦૦૮માં મંજુર કરાયેલું નગર રાજ બિલ ત્રણ વર્ષે પણ માત્ર મજાક બનીને રહી ગયું છે.

તમારા વિસ્તારમાં કઇ મૂળભૂત સુવિધાઓની જરૂર છે? કઇ સમસ્યાઓ છે? આ બધી બાબતોમાં તમારી ભાગીદારી વધે તે માટે વર્ષ ૨૦૦૭માં કાયદો બનાવાયો પરંતુ તે હજુ કાગળ પર જ છે. ખુદ શાસકપક્ષના કોર્પોરેટર્સ પણ તેનો અમલ ન કરાતો હોવાની ફરિયાદ કરે છે.

કેન્દ્ર સરકારે નગર રાજ બિલના નામે વર્ષ ૨૦૦૫માં કાયદો પસાર કર્યો હતો, જેને રાજ્ય સરકારે ૨૦૦૭માં સ્વીકાર્યો હતો. જોકે, તેને પૂર્ણ સ્વરૂપમાં સ્વીકાર્યો ન હતો. આ કાયદા મુજબ દરેક વોર્ડમાં વોર્ડથી લઇને બૂથ લેવલ સુધીની એવી સમિતિઓ તૈયાર થાય, જે તેમના વિસ્તારોની સમસ્યાઓ અને વિકાસની જરૂરિયાતો અંગે ભલામણો કરે, એ મુજબ  સુરત શહેરમાં વર્ષ ૨૦૦૮થી દરેક વોર્ડમાં વોર્ડ સમિતિઓ બનાવાઈ તો ખરી પરંતુ તેમનો અવાજ દબાવી દેવાયો છે. તેમણે ત્રણ વર્ષમાં ૨૦૯૨ જેટલી ભલામણો કરી પરંતુ તેમની ભલામણો ઉપર ભાગ્યે જ કોઈ પગલાં લેવાયાં છે.

 કેન્દ્ર સરકારે પાસ કરેલું નગર રાજ બિલ શું છે?

ગામડાઓમાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સ્વરાજ અપાયું હતું તેમ બંધારણમાં ૭૪માં સુધારા વડે શહેરમાં સ્વરાજ લાવવા માટે કેન્દ્ર સરકારે નગર રાજ બિલ તૈયાર કરી તમામ રાજ્યોને અમલ માટે મોકલ્યું હતું. આ બિલમાં સ્થાનિક જરૂરિયાત મુજબ વોર્ડ, બૂથ અને ક્ષેત્ર લેવલે ચૂંટણી કરીને સમિતિઓ બનાવવાની વાત કરાઈ હતી. તે સમિતિઓની નિયમિત બેઠક બોલાવાય, તેમાં વિકાસના પ્રશ્નો ચર્ચાય અને સૂચનો તૈયાર કરીને મહાનગર પાલિકા કે નગરપાલિકાને મોકલવામાં આવે તે હેતુ હતો. 

રાજ્યમાં કઈ રીતે તેનું અર્થઘટન કરાયું? 

નગર રાજ બિલમાં માત્ર એક પરપિત્ર જારી કરીને રાજ્ય સરકારે વોર્ડ લેવલે એક સમિતિ બનાવવા સૂચન કર્યું હતું. તે પ્રમાણે પાલિકાના વોર્ડદીઠ જ એક સમિતિ બનાવાઈ હતી. તેમાં ચૂંટાયેલા ત્રણ કોર્પોરેટર્સને સભ્ય બનાવી દેવાયા હતા. આ સમિતિની બેઠક મહિનામાં એકવાર મળે અને તેમાં લેવાયેલા નિર્ણયના ઠરાવ સ્થાયી સમિતિને મોકલવા, તેવું નક્કી કરાયું હતું. એટલે વોર્ડસમિતિને માત્ર દેખાવ પૂરતી તૈયાર કરાઈ હતી. 

આ અંગે સુરત મહાનગરપાલિકાએ શું કર્યું.
 સુરત પાલિકાએ ઓગસ્ટ-૨૦૦૮માં રાજ્ય સરકારના પરપિત્રના આધારે જે ૩૮ વોર્ડ છે તે વોર્ડની સમિતિઓ બનાવી દીધી અને તે વોર્ડના કોર્પોરેટર્સને જ સમિતિના સભ્ય બનાવી દીધા હતા. (જોકે, હજુ નવી ટર્મમાં વોર્ડસમિતિ બનાવવાની બાકી છે) શહેરની ૩૮ જેટલી વોર્ડસમિતિએ ઓગસ્ટ ૨૦૧૦ સુધીમાં વોર્ડના પ્રશ્નો ઉકેલવા માટે કુલ ૨૦૯૨ જેટલા ઠરાવ રજુ કર્યા હતા, તેવું પાલિકાનો રેકર્ડ કહે છે. આ તમામ ઠરાવ સ્થાયી સમિતિ સમક્ષ જુદા જુદા સમયે રજુ કરીને વહીવટી તંત્રને મોકલાવાયા હતા. જોકે, આ ઠરાવ માત્ર કાગળ ઉપર જ રહી ગયા છે. 

નવી ટર્મમાં પાંચ મહિને પણ વોર્ડસમિતિ જ બની નથી.

નગર રાજ બિલનો કાયદો આમ તો ૨૦૦૫માં બન્યો હતો. ત્રણ વર્ષ પછી ૨૦૦૮માં તેને તોડી મરોડીને તેનો અમલ સુરત સહિત રાજ્યની મહાનગર પાલિકાઓમાં શરૂ કરાયો હતો. એટલે પાલિકાની ગત ટર્મના છેલ્લાં બે વર્ષ દરમિયાન વોર્ડસમિતિની બેઠક મળી હતી. જોકે, ૨૦૧૦ના અંતમાં પાલિકાની નવી બોડી ચૂંટાઈને આવી છે. તેને પાંચ મહિના થઈ ચૂક્યા છે, છતાં આજ સુધી કાગળ ઉપર પણ વોર્ડસમિતિની રચના થઈ શકી નથી! 


રાજ્ય સરકારને અધિકારીઓની સત્તા ઘટી જવાનો ડર.

પાલિકાની ગઈ ચૂંટણીમાં પણ નગરરાજ બિલના સચોટ અમલ કરવાના મુદ્દે જાગૃતિ ફેલાવવાનું કામ કરનારા સર્વોદય મિત્ર મંડળે હાલમાં પણ લોકોના હાથમાં વધુમાં વધુ સત્તા આવે તે માટે પ્રબળ પ્રયત્નો શરૂ કર્યા છે. તેમના મતે રાજ્ય સરકાર આ બિલનો અમલ કરવામાં એટલા માટે નીરસ છે કે તેમને લાગે છે કે આનાથી અધિકારીઓની સત્તા ઓછી થઈ જશે. માત્ર એક હથ્થુ સત્તા દ્વારા શહેર તેમજ રાજ્યનો વહીવટ ચાલી રહ્યો છે.

અગત્યની અને મહત મહત્વની બાબત મારા ભરૂચ  શહેરમાં નગર રાજ બિલ   ના  લઈને   કોઈપણ  કાર્ય કરવામાં  આવેલ નથી .

હુજૈફા  પટેલ  ભરૂચ 

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...