Followers

Saturday, 20 March 2021

Kavi Masej .

Date:-20 March 2021  
    Masej -1
કાવી ગામની જનતાને જણાવતા સહર્ષ આનંદ થાય છે કે આપણા કાવી ગામનાં વાતાવરણમાં છેલ્લા 2 મહિનાથી ભારે બદલાવ આવવવાનો શરુ થઇ ગયો છે...

ગામના 80% એવા લોકો હતાં કે જેમની ગણતરી આ ગામમાં મનુષ્ય તરીકે થવાને બદલે એક નિર્જીવ સામાન ની જેમ ઉપયોગ કરવામાં આવતો હતો... અને ઉપયોગ પતિ ગયા પછી તેમને તેમના ઠેકાણે ધુર ખાવા માટે  ખૂણામાં ફેંકી દેવામાં આવતા હતા...

પરંતુ આ વખતે નિયતિએ કરવત બદલી છે. અને ઉપરવારાએ સમય નું ચક્કર એવુ ફેરવી નાખ્યું છે કે જે બિચારા ગરીબ... મજલુમ... નિરાધાર... કમજોર.. અભણ અને ભોરા લોકો હતા તેમની ઉપર વારાએ આજે કિંમત ઉપજાવવાની તેમનાં સ્વમાન ની કિંમત કરવાનો તેમને મોકો આપ્યો છે...

આજે એ લોકો કે જે આ 80% લોકોને પોતાના હાથોની કટપુતલી સમજતા હતા તે સાચા અર્થમાં હવે આ 80% ની કિંમત સમજી ગયા છે... અને હવે તેમને મનાવવા માં અને પોતાની વાતોમાં ફોસલાવવા માં લાગી ગયા છે... પરંતુ આ લોકોને ખબર નથી કે હવે કાવી ગામનો આ 80% મજલુમ વર્ગ હવે જાગી ગયો છે.... અને પોતાના હકો અને નફા નુકશાન ને ઓરખતો થઇ ગયો છે... તેમની આંખો પર જે સગાવાદ... જાતિવાદ ... કોમવાદ... જેવા નિરાશા વાદ નાં ચશ્મા ચઢાવી આપ્યા હતા. તે હવે ઉતરી ગયા છે... અને આ લોકોને સાચી હકીકત હવે દેખાવા લાગી છે...

જેનાથી ગભરાઈ ને હવે રાજકીય પક્ષો બોખલાય ગયા છે... અને આ બોખાલાહત માં તેઓ હવે ઉંધા સીધા  નિવેદનો અને ગ્લોબલ પ્રચાર દ્વારા પોતાની સત્તાને બચાવવાનાં નીરર્થક પ્રયાસો કરી રહ્યા છે...

પરમ દિવસે આપણે કાવી ગામના હિત માટે એકતા યુવક મંડળ ની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી... જેમાં કાવી ગામની જનતાના હિતમાં કેટલાક કામો કરવાની જાહેરાત કરી હતી... અને આ જાહેરાત માં આપણે ગામના દરેક સમાજના યુવકો ને જોડીને દરેક સમાજમાં ઉધભવતા પ્રશ્નોનાં હલ કાઢવાની અને ગામને સુખ અને સમૃદ્ધિ નાં પંથે આગળ લઇ જવાની જાહેરાત કરી હતી...
આ બાબત માં મારાં 70 જેટલાં હિન્દૂ મુસ્લિમ મિત્રો નો સહકાર મળ્યો હતો... અને હજુ બીજા 70/80 નવા યુવાનો એ પણ આ સારા કાર્ય માં જોડાઈને ગામની સેવા કરવાનું વચન આપ્યું... સત્તા પક્ષ ને આ વાતની જાણ થતા તેઓ આ પુણ્ય નાં કર્યને અટકાવવા માટે સક્રિય થઇ ગયા અને મારાં કેટલાક હિન્દૂ મુસ્લિમ મિત્રો નાં ઘરે જઈને તેમને આ શુભ કાર્ય માં નાં જોડાઈને કાવીની ભલાઈના મિશન ને ફેલ કરવા માટે આજીજી કરી... અને ઘણી જગ્યાએ આજીજી થી નાં માનતા સાઇલન્ટ......... પણ આપી. જેનાથી ઘભરાઈ જઈને મારાં 3/4 હિન્દૂ મિત્રો મારી પાસે આવ્યા અને મને રજુઆત કરી કે અમારાથી આ શુભ કાર્ય માં ભાગ નઈ લેવાય તે માટે તમે અમને માફ કરજો... અને અમારા હાથમાંથી ગામની સેવા કરવાની અમુલ્ય તક જાય છે તે માટે તેઓ દુઃખ અને અફસોસ પણ વ્યક્ત કર્યો... અને સાથે સાથે મને સલાહ પણ આપીકે આપનું કાર્ય કાવીના ઉદ્ધાર માટેનું સૌવથી ઉત્તમ કાર્ય છે. માટે તેને બંધ કે સ્થગિત નાં કરતા અને અમે અંદર થી તમારી સાથેજ છે ગામના હિતનાં આ આંદોલન માં તેવું આશ્વાસન મને તેમણે આપ્યું...

હવે મારે મારી કાવીની જનતાને પૂછવું છે કે આપણે જે કાવીના ઉદ્ધાર માટે કાવીના વિકાસ માટે... કાવીની ભલાઈમાટે...
કાવીમાં કોમી એકટાનો માહોલ બનાવવા માટે... હિન્દૂ સમાજના પછાત વર્ગ સુધી મદદ પોહચાડવાના હેતુથી કાવીમાં એકતા યુવક મંડળ જેવી સેવાકીય સંસ્થાની સ્થાપના કરવી એ કોઈ પાપનું કામ છે...?
જો તમે કાવીની જનતા આને  એક સારુ અને ઉત્તમ કાર્ય  સમજતા હોય તો પછી આ કાર્ય ને રોકવા માટે ગામના અમુક આગેવાન લોકો રાતદિવસ પ્રયાસ કેમ કરી રહ્યા છે... જો તેઓ પોતાની જગ્યાએ સાચા છે તો તેમને આ લોકહિતના કાર્ય થી ડર શેનો લાગે છે...?

જો તેમનો વહીવટ અને વ્યવહાર સાચો હોય તો આ એકતા યુવક મંડળ થી તેમને શું વાંધો છે...?

આ એકતા યુવક મંડળ એ કોઈ રાજકીય પાર્ટી નથી બલ્કે કેવલ ને કેવલ કાવીની જનતાને ફાયદો પોંહચાડવા અને કાવીના લોકોને જાગૃત કરવા માટેજ અને કાવીની જનતા ને તેમના હકો... અધિકારો વિશે માહિતગાર કરવા અને નાના માં નાના હિન્દૂ મુસ્લિમ કોઈ પણ જ્ઞાતિ નાં કુટુંબ પર અચાનક આવી પડેલી મુશ્કેલી સામે મદદ પોંહચાડવાનું માધ્યમ બનવા માટે આની રચના થઇ રહી છે ... જયારે સત્તા પક્ષ કાવી ગામના નાના માં નાના પરિવારની તકલીફ સુધી પોહચી નથી શકતા કે કોઈ મદદ નથી આપી શકતા તો બીજા માધ્યમ દ્વારા તેમના ગામની ગરીબ જનતાને આ મદદ પોહચે તેમાં તેમને વાંધો ક્યાં આવે છે... આવા અનેક પ્રશ્નો મારાં મનમાં ગૂંચવાયા કરે છે...

મને સમજાતું નથી કે એક વ્યક્તિ ને ખુલ્લેઆમ અન્યાય ... અત્યાચાર ... કરવાની છૂટ છે ... જયારે એક વ્યક્તિ ને ગામના ભલાઈ માટે પોતાના સમય શક્તિ નાણાં નો ગામના લોકોના વિકાસ અને ઉદ્ધાર માટે સદબુદ્ધિ વાપરવાનો પણ હક નથી...

ખરેખર આ ખુબ ખોટી પ્રથા છે... આપણે ગામના તમામ ભાઈ બહેનો... મારી માતાઓ વડીલો બધાએ ભેગા મળીને આ શોષણ નીતિ વારી કે તાનાશાહી વારી પ્રથા ને બદલવી પડશે...

આમાં હું મારાં હિન્દૂ મુસ્લિમ દરેક સમાજના લોકોને નિવેદન કરું છું કે આ લોકો દરેક સમાજના આગળ પડતા લોકોના મોઢા લાલચનો નિવાલો આપીને બંધ કરી દે છે... અને આપણા સમાજના આ નેતાઓ વેચાઈ જઈને આપણને દબાવીને ધમકાવીને ચૂપ કરીને આપણા અધિકારો નું શોષણ કરે છે... અને આપણા જુઠા હમદર્દ બનીને આપણને વેચવાનું કામ કરે છે... માટે કાવીની જનતાને મારી નમ્ર અપીલ છે કે હવે આપણે આંખો ખોલવાની જરૂર છે... સુખની સવાર કરવા માટે આપણે જાગવાની ખુબ જરૂર છે...  🙏માટે જાગો અને આ અમુલ્ય અને પવિત્ર કામમાં સહકાર આપીને ગામનો ઉદ્ધાર કરવાનાં ભાગીદાર બનો જેથી કાલે કુદરતને મોઢું બતાવવામાં આપણને શરમ ના આવે...

બસ એજ પ્રાર્થના અને અરજ સાથે...🙏



🙏 આભાર 🙏


🌹ઇલ્યાસ કાકુજી 🌹
_____________________________________________
Masej -2 
મારાં કાવી ગામના નવયુવાનોને જણાવતા સહર્ષ આનંદ થાય છે કે અલ્લાહના ફઝલથી અને કાવી ગામની જનતાની નેકદીલી દુઆથી આપણે આપણા કાવી ગામના વિકાસને વેગ આપવાના હેતુથી...

કાવી ગામના હિન્દૂ મુસ્લિમ ગરીબ પરિવારો ઉપર આકસ્મિક આવી પડેલી આફત સામે તેમને મદદરૂપ બનવાના હેતુથી....

કાવી ગામની અમુક આવશ્યક જરૂરિયાતો કે જેને પ્રસાસન દ્વારા પુરી કરવી અશક્ય છે તેવી જરૂરિયાતોને આપણા સખીદાતાઓના મદદ વડે પુરી કરવાનાં હેતુથી...

ગામના કમજોર અને અભણ લોકોના હકમાં અવાજ ઉઠાવીને તે કમજોરોનો સહારો બનવાના પવિત્ર હેતુથી...

ગામના નવયુવાનોની પ્રેરણા માટે મોટીવેશનલ પ્રોગ્રામો દ્વારા તેમના મનોબળ ને વધારી ને તેમની અંદરની શક્તિ ને બહાર લાવી ને તેમને પ્રગતિ તરફ આગર વધે અને યુવાનો સાચી દિશા તરફ આગળ વધીને પોતાનો સ્વવિકાસ કરે તેવા અમુલ્ય હેતુથી...

કાવી ગામની કોઈપણ જનતા ઉપર સત્તાપક્ષ દ્વારા પક્ષપાત કે ઊંચ નિંચનો ભેદભાવ થવાને બદલે ગામની તમામ જનતાનો સમાન વિકાસ થાય તેવા પવિત્ર હેતુથી...

ગામના હિન્દૂ મુસ્લિમ નવયુવાનોને સેવાકીય પ્રવૃત્તિ માં જોડીને તેમને ગામમાં ચાલતી ખોટી પ્રવૃત્તિઓ પરથી તેમનું ધ્યાન હતાવીને ધીરે ધીરે તેમને સારા કાર્યો તરફ વારીને તેમના મનને સારા કામ તરફ વાળવાનાં મહાન હેતુથી...

કાવી ગામના હિન્દૂ મુસ્લિમ યુવાનો ને આ મંડળ નાં એક મંચ ઉપર લાવીને આપણા ગામમાં કોમી એકતાની ઇમારતને મજબૂત કરવા અને આપણા લોકોના વ્યવહારમાં અને જીવનમાં જે કડવાશ ફેલાઈ છે તેને દૂર કરીને ભાઈચારા ને મજબૂત કરવાનાં પવિત્ર હેતુથી...

આપણા કાવી ગામ ઉપર આવતી નાની મોટી સમસ્યાઓનાં સમાધાન અને નિવારણ લાવવાના હેતુથી...

ટૂંકમાં કહીયે તો આપણા કાવી ગામનો સાચા અર્થમાં વિકાસ થાય અને આપણા ગામમાં સુખ અને શાંતિ નો વધારો થાય અને ગામમાં એક નવી જાગૃતતા પેદા થાય તેવા અમુલ્ય અને પવિત્ર હેતુથી આપણે આપણા લોક લાડીલા કાવી ગામમાં "એકતા યુવક મંડળ " ની સ્થાપના કરવા જઇ રહ્યા છે... જેમાં મારાં કાવી ગામના વ્હાલા હિન્દૂ મુસ્લિમ તમામ કાસ્ટનાં યુવાનોને મારી આજીજી પૂર્વક ની નમ્ર વિનંતી છે કે આ અમુલ્ય કાર્યમાં જોડાઈને એક સારા કાર્ય ને આગળ વધારવામાં પોતાનો સહયોગ આપે... અને આપણા ગામની વતનની સેવા કરવાનાં અને ગામને પ્રગતિ તરફ આગળ વધારવાનાં પુણ્યનાં કામમાં પોતાનો અમુલ્ય ફારો આપીને સાચા અર્થમાં વતન પ્રેમી નાગરિક હોવાનું સબૂત આપે...🙏

દરેક ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે પોતાના વતનની સેવાથી મોટી કોઈ સેવા નથી...


અને પોતાના વતનથી વફાદારી થી મોટી કોઈ વફાદરી નથી...

માટે મારાં કાવી ગામના તમામે તમામ યુવાનથી મારી દિલથી ગુજારીશ છે કે જો તમારી નજરમાં મારું આ કાર્ય એક સારુ કાર્ય હોય તો મને આપનો સહકાર આપવા વિનંતી...🙏

જે કોઈ પણ ભાઈ આ શુભ કાર્યમાં જોડાઈને સારા કામમાં મારાં ભાગીદાર બનવા ઈચ્છતા હોય તેઓ પોતાના આધારકાર્ડ ની એક સ્વચ્છ ઝેરોક્ષ અને પોતાના 2 ફોટા મને જલ્દી થી જલ્દી પોહચાડી આપે જેથી આપણે સરકારી દફતરે આપણે આપણા આ એકતા યુવક મંડળનું રજીસ્ટ્રેશન કરાવી શકીએ...🙏

બીજી અગત્યની જાહેરાત એ છે કે અલ્લાહનાં ફઝલથી આપણે આપણા સખીદાતાઓ તેમજ કાવીની જનતાને શાંતોષ આપવા માટે દર 3 મહિને આવક જાવકનો હિસાબ તેમજ આપણી સિદ્ધિઓ વિશેની માહિતી મોટા ચકલા તેમજ બજાર જેવા સ્થળો ઉપર બોર્ડ લગાવીને સંપૂર્ણ માહિતી આપીશું...
🙏

મારાં જે કોઈ પણ ભાઈને આના વિશે વિસ્તૃત માહિતીની જરૂર હોય તે મને રૂબરૂ સંપર્ક કરીને જાણકારી મેરવી શકે છે...🙏

આપણું મંડળ જનસેવા એજ પ્રભુ સેવાના મૂળ મંત્ર ઉપર કામ કરશે...🙏


🙏આભાર


🌹ઇલ્યાસ કાકુજી 🌹

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...