Followers

Thursday, 30 June 2022

ખાનગીકરણ વ્યવસ્થા નહીં પણ પુન: રજવાડાની વ્યવસ્થા છે.

 ખાનગીકરણ વ્યવસ્થા નહીં પણ પુન: રજવાડાની વ્યવસ્થા છે.

માત્ર સીતેર વર્ષમાં જ સાલી બાજી પલ્ટી ગઈ, આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાંજ પહોંચી રહ્યા છીએ. ફર્ક માત્રા એટલોજ છે કે બીજો રસ્તો પસંદ કરવામાં આવ્યો છે જેના પરિણામ ખૂબ જ ગંભીર હશે.
1947 મા જયારે દેશ આઝાદ થયો હતો નવી નવેલી સરકાર અને તેના મંત્રીઓ દેશના રજવાડાઓને દેશનો હિસ્સો બનાવવાને લઈને પરેશાન હતા.
562 રજવાડાઓને ભારતમાં ભેળવવા માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને કોશિશ કરવામાં આવી હતીઃ કારણ કે દેશની મોટાભાગની સંપત્તિ આ રજવાડાઓ પાસે હતી.
કેટલાક રજવાડાઓએ નખરા પણ કર્યા, પરંતુ ફૂટ નીતિ અને ચતુર નીતિથી તેને આઝાદ ભારતનો હિસ્સો બનાવી ભારત ના નામે એક સ્વતંત્ર લોકતંત્રની સ્થાપના કરી.
અને દેશની તમામ સંપત્તિ ભેગી કરી ગણ તાંત્રિક(પ્રજા સતાક) લોક શાહી પદ્ધતિ વાળા સાર્વભોમ ભારતની પાસે આવી ગઈ.
ધીરે ધીરે રેલ, બેન્ક, કારખાનાઓ વિ.નુ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એક શક્તિશાળી ભારતનું નિર્માણ થયું.
માત્ર સીતેર વર્ષ પછી સમય અને વિચારે પડખું ફેરવ્યું છે. ફાંસીવાદી તાકાતો પુંજીવાદી વ્યવસ્થાના ખંભા પર સવાર થઈને રાજકીય પરિવર્તન પર ચડી બેઠી છે.
લાભ અને નુકશાનની વૈચારિક વીશુદ્ધ વિચારસરણી પર આધારિત આ રાજનીતિક વિચાર ફરી દેશને 1947 ની પાછળ લઇ જવા માંગે છે. એટલેકે દેશની સંપત્તિ પુન:રજવાડાઓ પાસે...!
પરંતુ આ નવા રજવાડા ધનપત્તિ અને મોટા મોટા રાજનેતાઓના
ખાનગીકરણની આડમાં પુન:દેશની સંપત્તિ કેટલાક ધનપતિઓને સોપાવાની કુટિલ ચાલ રમવામાં આવી રહી છે, આની પછી શુ?
ચોક્કસ લોકતંત્રનું વજૂદ જ ખતમ થઈ જશે. દેશ એ ધનપતિઓની આગળ નતમસ્તક થઈ જશે જે જે રજવાડાઓની જેમ ઉભરીને સામે આવી રહ્યા છે, કદાચ રજવાડા કરતાંય વધારે ક્રૂર અને સખ્ત
ખાનગીકરણ એટલે દેશને 1947ની પહેલાની સ્થિતિમાં લઇ જાવાનું ગાંડપણ છે.  બાદમાં સતા સ્થાને ફક્ત દલાલી કરવાનું જ કામ રહેશે.
વિચારીને આશ્ચર્ય કરો કે 562 રજવાડાઓની સંપત્તિ માત્ર થોડાક પુંજીપતિ ગૃહોને સોંપી દેવામાં આવશે.
મફતમાં ઈલાજનું દવાખાનું, ધર્મશાળા, કે પાણીના પરબ બનાવવાના નથી જે રજવાડાઓમાં બનાવવામાં આવતા હતા, આ લોકો ડગલે અને પગલે પૈસા ઉગાડવા વાળા અંગ્રેજ હશે.
ખાનગીકરણ એક વ્યવસ્થા નથી પણ સંપુણઁ પુન:રજવાડાકરણ છે.
થોડાક સમય પછી આ નવા રજવાડાવાળા કહેશે કે સરકારી હોસ્પિટલ, સ્કૂલ, કોલેજોથી કોઈ લાભ નથી તેને ખાનગી હાથોમાં સોંપી દેવી જોઈએ એવુ થશે તો જનતાનું શુ થશે?
જો દેશની આમ જનતા ખાનગી સ્કૂલો અને હોસ્પિટલોના લૂંટતંત્રથી સંતોષ છે તો રેલવેને પણ ખાનગી હાથોમાં સોંપવાનું સ્વાગત કરવું જોઈએ.
આપણે સારી સુવિધાની વ્યવસ્થાઓ માટે સરકાર બનાવી છે નહીં કે સરકારી સંપત્તિને નફાખોરી કરતા લોકોને વેચવા માટે
સરકાર ખોટનું બહાનું બતાવી સરકારી સંસ્થાઓને કેમ વેચી રહી છે? જો વહીવટી વ્યવસ્થા બરાબર નથી તો બરાબર કરો, ભાગવાથી કામ નહીં ચાલે.
આ એક ષડયંત્રની જેમ સુનિયોજિત રીતે કરવામાં આવી રહ્યું છે.
પહેલા સરકારી સંસ્થાઓને બરાબર કામ કરવા ન દો,પછી બદનામ કરો, જેથી ખાનગીકરણ કરવામાં કોઈ ન બોલે, પછી ધીરે ધીરે પોતાના આકાઓને વેચી નાખો જેમણે ચૂંટણીમાં મોટુ ફન્ડિંગ કર્યું હોય.
યાદ રાખો ધનવાનોની પ્રિય પાર્ટીમાં ગરીબ મજુર, ખેડૂત. પૈસા નથી આપતાં પરંતુ ધનવાનો આપે છે અને તેઓ ધનવાનો આ દાન નથી કરતા પણ એક જાતનું રોકાણ કરે છે. ચૂંટણી પછી નફાની લણણી(પાકની લણણી)કરે છે.
આવો આપણે ખાનગીકરણનો વિરોધ કરીએ અને સરકારને પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે તેનો અહેસાસ કરાવીએ, સરકારી કંપનીઓને વેચે નહીં જો ખોટમાં હોય તો વહીવટ સારી રીતે કરે,આમ પણ સરકારનું કામ સામાજિક હોય છે નફાખોરી નહીં !
પોતપોતાના બાળકોના ભવિષ્યને બચાવવાં માંગતા હો તો વધારેમાં વધારે શેર કરો

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...