Date:13 Jun 22
નુપુર શર્માના પોસ્ટર લગાડનાર નાનપુરાના યુવાનોને મળ્યા જામીન
*એડવોકેટ નદીમ ચૌધરીની* દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી જામીન મંજુર કર્યા (સુરત - કોર્ટ)
નુપુર શર્માના પોસ્ટરો લગાડી પોસ્ટ કરનાર નાનપુરા અને કાદરશાની નાળના પાંચ યુવાનોને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા ત્યાર બાદ ફરી કોર્ટમાં રજુ કરાતા કોર્ટે *એડવોકેટ નદીમ ચૌધરીની* દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીઓને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.
ભાજપની તત્કાલીન પ્રવક્તા અને હાલ સસ્પેન્ડ થયેલી નુપુર શર્મા દ્વારા મુસ્લિમોના પૈયગમ્બર સાહેબ વિરૂદ્ધ કરેલી ટિપ્પણીને લઈ મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને નુપુર શર્માની ધરપકડની માંગ કરાઈ રહી છે જો કે તેમ છતા તેની ધરપકડ ન કરાતા દેશના કેટલાક વિસ્તારોમાં હિંસક દેખાવો થયા હતા. તો સુરતમાં પણ નાનપુરા અને કાદરશાની નાળના યુવાનો દ્વારા પોસ્ટરો લગાડી પોસ્ટ કરાઈ હતી. જેને લઈ અઠવા પોલીસે જાતે ફરિયાદી બની નાનપુરાના યુવાનો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને નાનપુરાના પાંચ યુવાનો ઈમરાન, તૌફીક, સદ્દામ સહિત પાંચેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તો રિમાન્ડ પુર્ણ થતા સોમવારે કોર્ટમાં રજુ કરાયેલા આરોપીઓ તરફે એડવોકેટ નદીમ ચૌધરીએ ધારદાર રજૂઆતો કરતા કોર્ટે *એડવોકેટ નદીમ ચૌધરીની* દલીલોને ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.
(અજહર કુરેશી જી 24 ન્યુઝ)