Followers

Saturday, 27 July 2019

અમેરિકાના આફ્રીકન મૂળના (નિગ્રો) લોકોએ લિન્ચિંગનો મુકાબલો કેવી રીતે કર્યો?

Whatsapp aviral 27/07/2019

✍🏻મુફ્તિ યાસિર નદીમ વાજિદી.
✍🏻અનુવાદ: અનસ બદામ

મોબ લિન્ચિંગ અે ન ભારત માટે નવી વાત છે કે ન વિશ્વના અન્ય દેશો માટે. અલબત્ત આયોજનબદ્ધ રીતે મોબ લિન્ચિંગની પરંપરા ભારત માટે નવી છે. જ્યારે અમેરિકામાં ૧૮૮૨ થી શરુ થઈ ૧૯૮૧માં આ પરંપરાની મોત થઈ. તેથી અે જાણવું અત્યંત આવશ્યક છે કે આફ્રિકી કુળના (હબસી, નિગ્રો) લોકો અે આયોજનબદ્ધ રીતે કરાતા મોબ લિન્ચિંગનો મુકાબલો કેવી રીતે કર્યો અને તે કયા કારણો અને પરિબળો હતાં જેના આધારે સો વર્ષના ગાળામાં ૩૪૪૬ જેટલાં લોકોને હિંસક રીતે માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયા. અત્રે અે ધ્યાન રહે કે આ આંકડો તો ફક્ત અેક અંદાજ પ્રમાણે મોબ લિન્ચિંગના બનેલા તમામ બનાવોના ૧/૪ થી પણ આેછો છે. આ રીતે જોઈઅે તો અમેરિકામાં પ્રત્યેક અઢી દિવસમાં અેક લિન્ચિંગની ઘટના બને છે.

૧૮૯૯માં "ધ લિન્ચિંગ પ્રોબ્લમ"નામે અેક પુસ્તક પ્રકાશિત થયું હતું જે અત્યારે પણ લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં સચવાયેલું છે. લેખકે તેમાં તે વખતે જે કાંઈ લખ્યું હતું તેની સાથે વર્તમાન સમયની તુલના કરો અને જુઆે કે ભારતમાં ટોળા દ્વારા કરાતી હત્યા અને અમેરિકામાં લિન્ચિંગ કરનારાઓ વચ્ચે કેટલી બધી સામ્યતા છે, અેવું લાગે છે કે આજના ટોળાશાહીના આ આતંકવાદીઓઅે તે સમયના લિંન્ચિંગ ત્રાસવાદીઆેના વૃતાંતો વાંચી વાંચીને આ પ્રકારના પગલાં ભરવાનો પ્રારંભ કર્યો છે.

પુસ્તક પ્રમાણે, "લિન્ચિંગનો હેતુ હબસી નિગ્રુઆેમાં ભયની લાગણી પેદા કરવા અને આર્થિક, સામાજિક અને રાજકિય ક્ષેત્રોમાં પોતાની શ્રેષ્ઠતા સ્થાપવાનો છે."વઅેક આફ્રિકી મૂળનો વ્યક્તિ રિચર્ડ રાઈટ કહે છે કેે "ગોરાઆેની સામે મારો ભય દર્શાવતું વલણ કોઈ હિંસાનું પરીણામ નહોતું, મારી ઉપર ક્યારેય હિંસા કરાઈ નથી, પરંતુ ગોરાઆે દ્વારા પોતાના જ વંશના લોકો પર કરાતા અત્યાચારનું જ્ઞાન જ્યારે મને થયું, તેણે મારા સમગ્ર વલણને બદલી નાંખ્યું. "

લાંબા સમયથી ગુલામીનું જીવન જીવી રહેલા આ આફ્રિકન અમેરિકીઆે પર ‌અત્યાચારનો પ્રારંભ ત્યારથી જ થઈ ચૂકેલો જ્યારે તેઆેઅે તેમના બંધારણે આપેલ સ્વતંત્રતાની માંગણી કરી હતી અને રાજકારણમાં સક્રીય ભાગીદારીના હેતુથી વોટ માટે રજિસ્ટ્રેશન શરું કર્યું અને સ્થાનિક કક્ષાના ઈલેક્શનમાં ઉભા પણ રહ્યા. અમુક વિસ્તારોમાં હબસી લોકોઅે વેપારમાં પણ કિસ્મત અજમાવી, જેના કારણે સ્થાનિક ગોરાઓઅે તેમને દબાવવા લિન્ચિંગનો (ટોળામાં હુમલો કરી હત્યા કરવી) સહારો લીધો. કાળાઓ ઉપર મોટેભાગે ત્રણ પ્રકારના આક્ષેપો કરી હિંસા કરાતી હતી. ① કોઈની હત્યાનો આરોપ લગાવવામાં આવતો ② ગોરી સ્ત્રી સાથે રેપ કરવાનો આરોપ લગાવાતો, ભલેને પછી  પોતે તે સ્ત્રી પોતાની ઈચ્છા અને મરજીથી અે હબસીની મોહબ્બતમાં ગિરફ્તાર પણ કેમ ન થાય ③ ઢોર ચરાવવાના આરોપ લગાડીને મોતને ઘાટ ઉતારી દેવાતો.
આજે ભારતમાં પણ ઢોર બાબતે જ આરોપ લગાડી મોબ લિન્ચિંગના મોટાભાગની બનાવો બની રહ્યાં છે.

ઉપરોક્ત જેે પુસ્તકનો ઉલ્લેખ થયો તેના મુજબ, "લિન્ચિંગને અેક જાહેર સભાની રીતે જોવામાં આવતું હતું. બાકાયદા સ્થાનિક અખબારો અથવા પોસ્ટરો દ્વારા લિન્ચિંગની જાણ કરવામાં આવતી અને નક્કી કરેલા સમયે લોકો પહોંચી જતાં. આ લોકો પોતાને અેક વિશિષ્ટ જીવન શૈલીના રક્ષક સમજતા હતાં." આજે પણ વોટ્સઅેપ વગેરે દ્વારા જોતજોતામાં આતંકવાદીઓ ભેગા થઈ જાય છે અને સ્વયંને અેક ખાસ કલ્ચર અને સંસ્કૃતિના ઝંડાધારી સમજી આ પાપ આચરે છે.

લેખકના મતે, "સ્થાનિક અને રાષ્ટ્રિય મીડિયામાં તે સમાચારોના ફોટાં અને સંપુર્ણ વિગત સાથે પ્રકાશિત કરાતા. લિન્ચિંગ કરનારા લોકો લાશ સાથે ગર્વથી ફોટાં પડાવતા અને પોતે તે રિપોર્ટ અખબારોને મોકલતા હતાં. અખબારો પણ તે ફોટાં અને મળેલ વિગતોમાં મિર્ચ મસાલો ભભરાવી પ્રકાશિત કરતાં. ઉદાહરણ તરીકે ધ ન્યુયોર્ક વર્લ્ડ ટેલિગ્રામમાં છપાયેલ અેક સમાચારનું મથાળું કાઈંક આમ હતું, "ટેક્સાસમાં ટોળાઅે અેક નિગ્રોને કાપી નાંખ્યો, હથિયારધારી ટોળાઅે તેની છાતી ચીડી હ્રદય કાઢી લીધું." દેખીતી વાત છે આ રીતે મથાળું બાંધવાથી મોબ લિન્ચિંગની અસર દૂર સુધી જતી હતી અને હબસીઓને ડર અને ભયની ગર્તામાં ધકેલી નાંખતા."
યુનિવર્સિટી આેફ અેલિનવાયના કાર્લોસ હિલે ૨૦૦૯માં પોતાનો p.hd નો નિબંધ લખ્યો જેના શિર્ષકનો અનુવાદ કઈંક આમ હતો, "મોબ લિન્ચિંગનો મુકાબલો: હબસીઆેની લિન્ચિંગ વિરુદ્ધ જમીની સંઘર્ષ". આ થીસિસમાં લેખકે હબસીઓની લિન્ચિંગની વધતી જતી ઘટનાઓનો મુકાબલો કરવા માટે ત્રણ પ્રકારની રીતો બતાવી છે.
૧. વિસ્તાર છોડી દેવો. આ રીત સામાન્ય રીતે અે વ્યક્તિ અપનાવતી જેણે અંદાજો થઈ જાય કે હવે ગોરાં તેનો શિકાર કરી લેશે.તેઆે મોટેભાગે અમેરિકાના દક્ષિણ રાજ્યોમાંથી ઉત્તરના રાજ્યોમાં પોતાના ખાનદાન સમેત સ્થળાંતર કરી જતાં. લાખો આફ્રિકન મૂળના લોકોઅે દક્ષિણના રાજ્યોમાંથી ઉત્તરીય વિસ્તારોમાં સ્થળાંતર કર્યું છે.
૨. સશસ્ત્ર બચાવ. હબસીઅો આ પદ્ધતિનો ઉપયોગ અંતિમ ઉપાય તરીકે અપનાવતા હતાં. તેમણે જ્યારે લાગતું કે તેઆે માર્યા જશે અને ભાગી છૂટવાનો કોઈ રસ્તો બચ્યો નથી તો તેઅો અંતિમ શ્વાસ સુધી પોતાની જાતના રક્ષણ માટે લડતાં હતાં. તેઆે સામાન્ય રીતે આ પદ્ધતિ અેટલે વધારે નહોતા અપનાવતા કે ક્યાંક જવાબમાં ગોરાં બીજાં અન્ય કાળાઆેની હત્યા ન કરી નાંખે.
૩. સોશ્યલ કેપિટલ થિયરી.અેટલે કે હબસીઆે પોતાના કોમન ખતરાઆેની સામે તેમજ પોતાના હિતોના રક્ષણ માટે અનેક જગ્યાઅે સંસ્થાઓ, મંડળો અને સોસાયટીઓની સ્થાપ્ના શરું કરી, જેના પરિણામે કાળાં અેક જ સ્થળે નજીક નજીકમાં રહેવા લાગ્યાં, તેમની શૈક્ષણિક સ્થિતિ થોડીક સુધરી અને તેના પરિણામે તેમના અધિકારો માટે લડનારી મજબૂત અને શક્તિશાળી આવાજો ઉભરવા લાગી. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને માલકિમ અેક્સ તે ચુનિંદા લોકોમાંથી છે જેઆેઅે ગોરાઆેના અત્યાચાર વિરુદ્ધ પોતાના સમાજને જાગૃત કર્યો અને શક્તિશાળી આદોલનોનું નેતૃત્વ કર્યું. માલકિમ અેક્સ કે જેઅો અે ઈસ્લામ ધર્મ સ્વિકારી લીધો હતો, શૈક્ષણિક ક્રાંતિ અને જાગૃતિ માટે પણ સક્રીય રહેલા. શિકાગોમાં તેમના દ્વારા સ્થપાયેલ કોલેજ આજે ય મોજુદ છે. તેઅોઅે ડેમોક્રેટ્સ (જેનું ઉદાહરણ ભારતમાં કોંગ્રેસી હિન્દુ છે.) અને રિપબ્લિકન્સ (જેનું ઉદાહરણ BJP વાળાં છે.)ની વચ્ચે તુલના કરતા રિપબ્લિકનને અેક અેવા વરું સાથે સરખાવ્યો હતો જે ખૂલીને જાહેરમાં હુમલો કરે છે અને ડેમોક્રેટ્સને અેવા શિયાળ સાથે સરખાવ્યો હતો જે દેખીતી રીતે તો સાથે રહે છે પણ તક મળતા જ સામે વાળાનો કોળિયો બનાવી લે છે.
અફસોસ અે વાતનો છે કે ભારતીય મિસ્લિમોનો પ્રતિસાદ (રિસ્પોન્સ) અમેરિકન કાળાંઓથી ય બદતર છે. હબસીઓ તો અેક લાંબા સમય સુધી ગુલામ રહ્યા હતાં જ્યારે મુસ્લિમો તો વિશાળ સામ્રાજ્યના માલિક રહી ચૂક્યા છે. હબસીઓ દ્વારા અપનાવેલ બીજી રીત હંગામી અને વ્યક્તિગત રીતે સફળ હતી, જ્યારે ત્રીજી રીત સામુહીક રીતે સફળ. ભારતમાં મુસ્લિમોઅે હવે આ બાબતે મોટાપાયે જાગૃતિ લાવવાની જરુરત છે.

Friday, 26 July 2019

हुजैफा पटेल की खास अपील आपसे ।

जिसकी जितनी कुरबानी उतनी उसकी समजदारी।

सबसे पेहले आप सभी का सुकरीया अदा करता हु जो हमे हमारे सामाजिक कार्यो से साथ ओर सहयोग देते  आ रहे है,

दोस्तो आपसे अपील है आप हमारे कार्यो में सबसे उम्दा कार्य फिलहाल सुरु किया जन संपर्क जागृती अभियान के माध्यम से मुस्लिम समाज मे  #Utho_Jago_Musalmano में मशल्क, फिरकापरस्ती, जातिवाद से मुक्ति अभियान में आपका सहयोग मील ऐसी आसा करता हु...

इस अभियान को हम हफ्ते में तीन दिन शुक्रवार के दिन जुम्मा की नमाज के बाद मस्जिद के बाहर पत्रिका के माध्यम से प्रचार ओर शनिवार के दिन मुस्लिम बस्तियों में घर घर जाकर साथ मे रविवार को  जिल्ला तालुका ओर मुस्लिम बहुमत वाले गांव के विस्तारों में जाहिर में परकह का आयोजन करना  चाहते है...

आप से अपील है इस कार्य मे हमारे मदद करे।
ज्यादा जानकारी के लिये सम्पर्क करें,
मो.9898335767

Thursday, 25 July 2019

લોકતંત્રમાં દેશની પ્રજા ક્રિકેટના બોલ સમાન છે,

Date.23/07/2019

_ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન ની મેચમાં જેમ એક બોલ વારંવાર પિસાઇ છે, તેમજ ભારત પાકિસ્તાન ની પ્રજા દેશની રાજનિતી અને ખોટા વાયદાઔ , સરકારી કાર્યો સાથે નફરતના ભાષણો થી દેશની પ્રજા ક્રિકેટ ના બોલની જેમ પિસાઇ રહી છે... _

*જેમ ક્રિકેટમાં આયોજકો હોઈ છે, તેમજ રાજનિતીમાં મોટી મોટી કંપનીઓ ના માલીકો રાજનિતીના આયોજક હોઈ છે, અને જેમ ક્રિકેટમાં ફેસલા લેવા માટે અમ્પાયર હોઈ છે, તેમજ રાજનિતીમાં સંગઠનો રાજનીતિ ના અમ્પાયર બની ને ફેસલા લઈ રહીયા છે..*

_સાથે જેમ ક્રિકેટમાં ખેલાડીઓની પસંદ કરવા માટે બોલી લગાઈ છે, જેમા અલગ અલગ દેશના  ખેલાડીઓ હોઈ છે, જે ખેલાડીઓ એક બિજા ને હરાવવા  અને પોતે જીતવા માટે રમે છે, તેમજ રાજનીતિમાં અલગ અલગ સમાજના નેતાઓ ને ચુનાવના ( EVM) માધ્યમથી પંસદ કરવામાં આવે છે..._

*જેમ આપણે જોઈ છીએ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ખેલાડીઓ માટે સમર્થકો હોઈ છે તેમજ રાજનીતિમાં પણ સમર્થન કરવાવાળા  લોકો હોઈ છે...*

_આપણે તે સમજવાની જરૂર છે, શું આપણે આવા તમામ પાસાઓ ને સમજવા અને તેના કાર્યને વિશ્લેષણ કરવા કેટલા સક્ષમ છે? જેમ આપણે ક્રિકેટ ના એક એક બોલ અને રન માટે નજર રાખીએ છીએ તેમજ શું આપણે રાજનીતિ ના દરેક કાર્યો માટે નજર રાખીએ છીએ ?_

*આપણો અને સમાજ સાથે દેશનો વિકાશ "ના" થવો તેનું મુખ્ય કારણ આપણે દેશની રાજનીતિ માં હિસ્સો લઈ સમાજની સમસ્યાઓ ઉપર જેટલી આપણી જવાબદારી છે, તેના પર વધુ ધ્યાન નથી આપી શક્યા તેના લઈને આજે ભારત જેવા વિશાળ દેશમાં એવા લોકો ગામ પંચાયત થી લઈને સાંસદ સુધી દેશને રાજનીતિમાં બેઠા છે, જે ખરે ખર દેશના માનવ હિતના કાર્યો કરવામાં અને વિકાશ માટે વિશ્વાસ કરી શકાય તેમ નથી....*

_વધુમાં બસ આજે  ખરે ખર અાપણે દેશના એક સાચા  અર્થમાં નાગરિક છે, તો આપણે આજે ચોમાસાના  વરસાદ  ની જેમ કાર્ય કરવાની જરૂર છે, જેમ દેશનો ખેડુતો ચોમાસામાં વરસાદની વાત જોઇ બેસે છે, તેમજ સમાજ અને દેશની આમ જનતા આજે સમાજ અને દેશની આવી ગંભીર પરિસ્થિતિઓ સમયે સમાજના જાગૃત લોકોના માર્ગદર્શન અને કાર્યોની વાત જોઇ બેઠો છે, જેમ વરસાદ આવવાથી લોકોમાં  આનંદ ની લેહરો અને ખેડુતો માં ઉમ્મિદ આવે છે, તેમજ આપણે આપણી સામાજિક કાર્યોથી સમાજમાં ઉમ્મિદ લાવવા માટે નિસ્વાર્થ  કાર્યરત થવાની જરૂર છે..._

✒ *હુજૈફા પટેલ ભરૂચ ગુજરાત*
SAF 🤝Team મો.9898335767

જન સંપર્ક પાર્ટ -૨

મકસદ....              ફિરાસત.....           જીમ્મેદારી...

ઉઠો-જાગો મુસલમાનો
જન સંપર્ક  જાગૃતિ  અભિયાન

હમારે બેહતર ભવિષ્ય કે લિયે હમે બદલાવ લાના હે,
છોટે-બડ઼ે  વિવાદો કો સુલ્જાકર હમે અગે બઢના હે,

      અસ્સલામુ અલ્યકુમ વ.વ.વ.

       સૌપ્રથમ  આપ હમારા આ જન સંપર્ક જાગૃતિ  અભિયાનના પ્રચારના રૂપમાં પત્રિકાના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસોમાં પત્રિકા વાંચી ભાગીદાર થવા બદલ અાપનો આભાર વ્યકત કરીએ  છીએ અમોને આશા છે, કે આ પત્રિકાને શાંતિથી વાંચી પોતાના જીવનમાં લાવવા માટે આગળ વધશો અને આ વિચારો સમાજની દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રચાર કરશો અને સામાજિક જાગૃતિના આ કાર્યમાં ભાગીદાર બનશો.....

      મુસ્લિમ સમાજના વડીલો,યુવાનો,મા-બેહનો અને સામાજિક આગેવાનો સાથે મુસ્લિમ સમાજની સંસ્થાઓ,સંગઠનો અને મસ્જિદ, મદ્રેસાના સંચાલકો, આજે આપણે વિચાર કરવાનો સમય છે, આપણી નાની નાની વિચારધારા અને ગેરસામાજિક પ્રવૃત્તિઓથી શું સમાજ કમજોર થઇ રહયો નથી?  અને શું સમાજમાં  ભાગલા  પડી રહયા નથી? આવા ગંભીર સમયે જયારે આપણો સમાજ દરેક ક્ષેત્રે કમજોર,લાચાર અને ગંભીર વિચારધારાની બિમારી તરફ જઈ રહયો છે, જેના લઈને આજે ભારત દેશના તમામ સમુદાયોમાં સૌથી વધુ ગંભીર પરિસ્થિતિઓ અને કમજોર વિચારોમાં ઘેરાયેલો સમાજ અગર જો કોઈ હોય તો તે આપણો મુસ્લિમ સમાજ છે, આપણે પોતે તે માનવું  પડશે આપણે ઈસ્લામ ધર્મ પાળીને  એક પાલનહાર માલીકના બંદા હોવાના મોટા મોટા દાવા કરીએ  છીએ  પણ શું આપણે ખરે ખર તે પાલનહારના સાચા બંદા અને તેના ફરમાનો (આદેશો) નું  પાલન કરીએ છીએ ? તે આજે દરેક મુસ્લિમને જે સાચા દિલથી દુનિયાના  માલિકને માનતા હોય તેવા તમામ ઈન્સાનો ને વિચાર કરવાની આવા ગંભીર સમય ઘણી જરૂર છે....
    
        મસલક અને ફિરકાપરસ્તી,જાતવાદી દિવાલો તોડીને મહોબ્બતની દિવારો કાઈમ કરીએ... સમય ની એ માંગ છે...

   આવા ગંભીર સમયે મુસલમાનોને  પોતાના પરિવાર, સમાજ અને ઈન્સાનિયત પર જવાબદારીનો એહસાસ કરવાની ઘણીજ જરૂર છે, નહીકે નિરાશ અને હતાશમાં આવી હાર માની ને પોતાની માનસિકતાને કમજોર બનાવી સમાજ માટે પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરવાથી બચવાની જરૂર છે, આપણે સૌ એવા ધર્મ અને પાલનહારને માનીએ છીએ જેણે આપણ સૌને તમામ વિષયમાં કુરાનના  અને નબીએ પાક સ.અ. ના જીવનથી દરેક સમસ્યાઓના ઉપાઈ માટે માર્ગદર્શનના વિશાળ કાર્યો બતાવ્યા છે, પણ આપણી બરબાદીના આપણે પોતેજ જવાબદાર છે,  જેમકે આપણે પોતે આપણી માનસિકતાને , મસલક ,ફિરકા ,અને જાતિવાદી બનાવી છે, જેના કારણે આજે ઘણા એવા સામાજિક કાર્યોમાં "આ" ગંભીર બિમારી એક દિવાર બની અવરોધ ઉભો કરવાનું  કામ કરે છે, આજે તમે પોતે વિચારો શું  આ આપણા વિચારોથી સમાજનું  ભવિષ્ય ખતરામાં દેખાઈ રહયું નથી? આપણી ગંભીર વિચારધારા આપણા બાળકો માટે દુશ્મની સમાન નથી? જો આપણે ઇચ્છતા હોય કે આપણા બાળકોને સારી સમાજીક વ્યવસ્થા અને સામાજિક એકતા અને સારૂ ભવિષ્ય મળે તો આપણે એક કદમ આગળ આવી કુદરતે આપેલ આપણી જવાબદારીઓ માટે વીચારવું ઘણું જરૂરી બની ગયું છે, તે માટે સૌપ્રથમ પહેલો કદમ આપણે પોતે માનસિક રૂપથી
મજબુત થવા માટે મસલક,ફિરકા,જાિતવાદથી બહાર આવી એક સાચા અર્થમાં મુસ્લિમ બનીને સમાજને આ ગંભીર બિમારીથી મુક્તિ  માટે આપણે પોતાનાથી  શરૂઆત કરીએ, અલ્લાહ રબ્બુલ ઇજ્જત ધણો દયારૂ અને મદદગાર છે, આવા કપરા સમયે આપણા સમાજ માટે ઉઠો,જાગો  મુસ્લમાનો અભિયાન નામથી ઘણી આશાન મહેનત આપણ સૌને આપી છે, જેના લઈને આપ સમક્ષ હમે બસ એક અપીલ લઈને આવ્યા છીએ, જેમાં પ્રથમ પ્રયાસ વિચારધારા બદલાવા માટે નીચે આપેલ ૩ વાક્યો ને સારી રીતે સમજી સમાજમાં ખુબ પ્રચાર કરશો... આગળ

    આજે મુસ્લિમ સમાજને શાની જરૂરત છે???
નં.૧-  મશલક નહી  મકસદ પર આવવાની જરૂર છે,
નં.૨- ફિરકાપરસ્તી  છોડી ફિરાસત બતાવવાની જરૂર છે,
નં.૩- જાતિવાદથી નીકળીને જિમ્મેદારી ઉથાવવાની જરૂર છે,

     જન સંપર્ક જાગૃતિ અભિયાનના માધ્યમથી વધુ સારા પ્રયાસો કરવા હંમેશા હમારી ટીમ કાર્યરત રહે છે, અભિયાનના માધ્યમથી ભરૂચ જિલ્લાનાં દરેક ગામે ગામ અને મુસ્લિમ વિસ્તારોમાં  જઈ સમાજને મસલક, ફિરકા,જાતિવાદની ગંભીર બિમારીની સમસ્યાઓ સમજાવવા માટે અઠવાડિયાના શુક્રવાર,શનિવાર ,રવિવારના દિવસોમાં  પ્રચાર કાર્ય કરવા આપ સૌ  મદદરૂપ થઇ શકતા હો તો પત્રિકા મા અાપેલ હમારા નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી છે, અમને આશા છે કે, સમાજના બુદ્ધિશાળી ,અનુભવી વડીલો  સમજદાર યુવાનો અને સમાજની સક્રિય સંસ્થાઓ,સંગઠનો અભિયાનના પ્રચારને સાથ સહયોગ આપવા મદદરૂપ થશે.... એવી આશા...

    વધુમાં આશા છે સમાજના વિચાર પરિવર્તનના કાર્યોમાં આપનો સાથ અને સહયોગ આપી અભિયાનની સફળતા માટે દુઆની અપેક્ષા...

     જો સિર્ફ અપની સોચમે ઓર અપને લિયે જીતા હે,વો અપને સમાજકે લિયે જિંદા લાસ  હે...
                                       મો.અ.કલામ આજાદ

Tuesday, 23 July 2019

જન સંપર્ક જાગૃતિ અભિયાન

મકસદ....              ફિરાસત.....           જીમ્મેદારી...

હમારે બેહતર ભવિષ્ય કે લિયે હમે બદલાવ લાના હે,
છોટે-બડ઼ે  વિવાદો કો સુલ્જાકર હમે અગે બઢના હે,

      અસ્સલામુ અલ્યકુમ વ.વ.વ.

       સૌપ્રથમ  આપ હમારા આ જન સંપર્ક જાગૃતિ  અભિયાનના પ્રચારના રૂપમાં પત્રિકાના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસોમાં પત્રિકા વાંચી ભાગીદાર થવા બદલ અાપનો આભાર વ્યકત કરીએ  છીએ અમોને આશા છે, કે આ પત્રિકાને શાંતિથી વાંચી પોતાના જીવનમાં લાવવા માટે આગળ વધશો અને આ વિચારો સમાજની દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રચાર કરશો અને સામાજિક જાગૃતિના આ કાર્યમાં ભાગીદાર બનશો એવી આશા રાખુ છું.....

      મુસ્લિમ સમાજના વડીલો,યુવાનો,મા-બેહનો અને સામાજિક આગેવાનો આજે આપણે વિચાર કરવાનો સમય છે, આપણી નાની નાની વિચારધારા અને ગેરસામાજિક પ્રવૃત્તિઓથી શું સમાજ કમજોર થઇ રહયો નથી?  અને શું સમાજમાં  ભાગલા  પડી રહયા નથી? આવા ગંભીર સમયે જયારે આપણો સમાજ દરેક ક્ષેત્રે કમજોર,લાચાર અને ગંભીર વિચારધારાની બિમારી તરફ જઈ રહયો છે, જેના લઈને આજે ભારત દેશના તમામ સમુદાયોમાં સૌથી વધુ ગંભીર પરિસ્થિતિઓ અને કમજોર વિચારોમાં ઘેરાયેલો સમાજ અગર જો કોઈ હોય તો તે આપણો મુસ્લિમ સમાજ છે, આપણે પોતે તે માનવું  પડશે આપણે ઈસ્લામ ધર્મ પાળીને  એક પાલનહાર માલીકના બંદા હોવાના મોટા મોટા દાવા કરીએ  છીએ  પણ શું આપણે ખરે ખર તે પાલનહારના સાચા બંદા અને તેના ફરમાનો (આદેશો) નું  પાલન કરીએ છીએ ? તે આજે દરેક મુસ્લિમને જે સાચા દિલથી દુનિયાના  માલિકને માનતા હોય તેવા તમામ ઈન્સાનો ને વિચાર કરવાની આવા ગંભીર સમય ઘણી જરૂર છે....

      આજે આપણો સમાજ ગંભીર વિચારધારામાં મસલક,ફિરકાપરસ્તી,જાતિવાદની બિમારીમાં એટલી હદે આગળ નિકળી ગયો છે કે આજે આપણે ભારત દેશના અન્ય સમાજ કરતા પણ સામાજિક એકતા, શૈક્ષણિક જાગૃત્તા અને સામાજિક અને રાજકિય લીડરશીપમાં આપણો સમાજ પાછળ  રહી ગયો છે, જેના લઈને આજની નવી પેઢી  પોતાને યતીમ અને મજલુમ સમજવામાં મજબુર છે, આજે અાપણો સમાજ નાના નાના લડાઈ ઝઘડામાં અતિશય આગળ નીકળી ગયો છે, જેના કારણે આજે પરિવાર અને મુ.મહોલ્લાઓ સાથે ગામની એકતા એક મોટી સમસ્યા બની ગઈ છે,

      આવા ગંભીર સમયે મુસલમાનોને  પોતાના પરિવાર, સમાજ અને ઈન્સાનિયત પર જવાબદારીનો એહસાસ કરવાની ઘણીજ જરૂર છે નહીકે નિરાશ અને હતાશમાં આવી હાર માની ને પોતાની માનસિકતાને કમજોર બનાવી સમાજ માટે પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરવાથી બચવાની જરૂર છે, આપણે સૌ એવા ધર્મ અને પાલનહારને માનીએ છીએ જેણે આપણ સૌને તમામ વિષયમાં કુરાનના  અને નબીએ પાક સ.અ. ના જીવનથી દરેક સમસ્યાઓના ઉપાઈ માટે માર્ગદર્શનના વિશાળ કાર્યો બતાવ્યા છે, પણ આપણી બરબાદીના આપણે પોતેજ જવાબદાર છે,  જેમકે આપણે પોતે આપણી માનસિકતાને , મસલક ,ફિરકા ,અને જાતિવાદી બનાવી છે, જેના કારણે આજે ઘણા એવા સામાજિક કાર્યોમાં "આ" ગંભીર બિમારી એક દિવાર બની અવરોધ ઉભો કરવાનું  કામ કરે છે, આજે તમે પોતે વિચારો શું  આ આપણા વિચારોથી સમાજનું  ભવિષ્ય ખતરામાં દેખાઈ રહયું નથી?? આપણી મસલક,ફિરકા,જાતિવાદી વિચારધારા આપણા બાળકો માટે દુશ્મની સમાન છે, જો આપણે ઇચ્છતા હોય કે આપણા બાળકોને સારી સમાજીક વ્યવસ્થા અને સામાજિક એકતા અને સારૂ ભવિષ્ય મળે તો આપણે એક કદમ આગળ આવી કુદરતે આપેલ આપણી જવાબદારીઓ માટે વીચારવું ઘણું જરૂરી બની ગયું છે, તે માટે સૌપ્રથમ પહેલો કદમ આપણે પોતે માનસિક રૂપથી
મજબુત થવા માટે મસલક,ફિરકા,જાિતવાદથી બહાર આવી એક સાચા અર્થમાં મુસ્લિમ બનીને સમાજને આ ગંભીર બિમારીથી મુક્તિ  માટે આપણે પોતાનાથી  શરૂઆત કરીએ...અને

મસલક,ફિરકાપરસ્તી,જાતિવાદ આ એક ગંભીર  બિમારી છે જે આપણા સમાજમાં એકતા,લીડરશીપ, અને સમાજના વિકાસ માટે ઘણીજ અડચણ રૂપ બની રહી છે, આ સમસ્યામાંથી સમાજને બહાર લાવવા માટે આપણે પોતાની જાતથી શરૂઆત કરવી જરૂરી છે, જેટલી ગંભીર બીમારી હોય  તેનો ઈલાજ પણ મુશ્કિલ હોય શકે છે, પણ અલ્લાહ રબ્બુલ ઇજ્જત ધણો દયારૂ અને મદદગાર છે, આવા કપરા સમયે આપણા સમાજ માટે ઉઠો,જાગો  મુસ્લમાનો અભિયાન નામથી ઘણી આશાન મહેનત આપણ સૌને આપી છે, જેના લઈને આપ સમક્ષ હમે બસ એક અપીલ લઈને આવ્યા છીએ, સમાજના સારા ભવિષ્ય માટે પોતાને બદલી સમાજમાં  પરિવર્તન  માટે આ ગંભીર બિમારીમાંથી બહાર આવા માટે પ્રયાસ કરશો જેમાં પ્રથમ પ્રયાસ વિચારધારા બદલાવા માટે નીચે આપેલ ૩ વાક્યો ને સારી રીતે સમજી સમાજમાં ખુબ પ્રચાર કરશો... આગળ

    આજે મુસ્લિમ સમાજને શાની જરૂરત છે???
નં.૧-  મશલક નહી  મકસદ પર આવવાની જરૂર છે,
નં.૨- ફિરકાપરસ્તી  છોડી ફિરાસત બતાવવાની જરૂર છે,
નં.૩- જાતિવાદથી નીકળીને જિમ્મેદારી ઉથાવવાની જરૂર છે,

     ઉઠો-જાગો મુસ્લમાનો અભિયાનના માધ્યમથી ભરૂચ જિલ્લાનાં દરેક ગામે ગામ અને મુસ્લિમ વિસ્તારોમાં  જઈ સમાજને મસલક, ફિરકા,જાતિવાદની ગંભીર બિમારીની સમસ્યાઓ સમજાવવા માટે અઠવાડિયાના શુક્રવાર,શનિવાર ,રવિવારના દિવસોમાં  પ્રચાર કાર્ય કરવા આપ સૌ  મદદરૂપ થઇ શકતા હો તો હમારા નંબર ઉપર સંપર્ક કરો ...

જન સંપર્ક જાગૃતિ અભિયાનના માધ્યમથી વધુ સારા પ્રયાસો કરવા હંમેશા હમારી ટીમ કાર્યરત રહે છે, આ અભિયાનમાં અમને આશા છે કે, સમાજના બુદ્ધિશાળી ,અનુભવી વડીલો  સમજદાર યુવાનો અને સમાજની સક્રિય સંસ્થાઓ,સંગઠનો અભિયાનના પ્રચારને સાથ સહયોગ આપવા મદદરૂપ થશે.... એવી આશા...

    વધુમાં આશા છે સમાજના વિચાર પરિવર્તનના કાર્યોમાં આપનો સાથ અને સહયોગ આપી અભિયાનની સફળતા માટે દુઆ કરી મદદરૂપ થશો...

    
મસલક અને ફિરકાની દિવાલો તોડીને મહોબ્બતની દિવારો કાઈમ કરીએ... સમય ની એ માંગ છે...

     હમારા સામાજિક કાર્યોના લઇને અમો આશા રાખીએ છીએ કે મુસ્લિમ સમાજના ૩૦ થી ૪૦ % જાગૃત લોકો જો આ અભિયાન ને મદદરૂપ  થઈ સમાજમાં એકતા બનાવવાના અભિયાનના પ્રયાસોમાં મદદરૂપ થાય તો આ કાર્ય સફળતાપૂર્વક  કરી શકીએ છીએ..

               કોઇપણ  સામાજિક કાર્યો માટે સમાજનો પ્રથમ જાગૃત અને ચિંતિત વ્યક્તિઓ  અને સમાજના એજ્યુકેશન જેમા દીની-દુન્યવી  અને સમાજના આગેવાનો  જયારે  સમાજને દિશાનિર્દેશન  કરવા અને સારા ભવિષ્ય માટે પોતાનું  યોગદાન આપે છે, ત્યારે તે સમાજની  કેવી પણ ગંભીર પરિસ્થિતિઓ અને સમસ્યાઓ હોઈ તેને દુર કરવામાં સમાજને વિશ્વાસ જાગે છે, અને જયારે સમાજમાં સામાજિક પ્રવૃત્તિઓમાં  લોકો નો વિશ્વાસ  આવે છે,ત્યારે  સમાજની દરેક ક્ષેત્રે વિકાસ થઇ શકે છે, અને તે સમાજનો દરેક વ્યક્તિ  સામાજિક વ્યવસ્થા  બનાવવામાં  ભાગીદાર થાઈ છે, અને જ્યારે સમાજ માટે સામાજિક કાર્યોમાં   વિશ્વાસ ,ભાગીદારી અને સહયોગીઓ કોઈ પણ સમાજને મળે છે, તે સમાજ પોતાના બાળકોને સામાજિક વ્યવસ્થા આપી તેમનું  ભવિષ્ય ઉજવલ આપી શકે છે..
               સમાજના દીની અને દુન્યવી ઈલ્મ રાખતા અને આગે વાનો ને ખાસ અપીલ આ કાર્યમાં મદદરૂપ  થઈ સમાજના યુવાનોમાં  જિમ્મેદારી ઉથાવી સમાજ માટે ઉપયોગી બનાવવા ના હમારા આ નેક કાર્યોમાં  આપના સાથ સહયોગ  અને સલાહની ખુબ ખુબ અપેક્ષા  રાખીએ છીએ ..

    કોઈપણ સામાજિક કાર્યો માટે ઘણા સંસાધનની જરૂરત રહે છે, હમો આપનાથી અપીલ કરીએ છીએ કે, આપ અમારા કાર્યોમાં સમય, બુદ્ધિ , અને આર્થિક  રૂપથી મદદરૂપ થવા સામાજિક જાગૃતિ માટે પોતાની હલાલ કમાઈમાંથી નાની-મોટી  મદદ કરશો,
આ અભિયાનના માધ્યમથી હમારી SAF Team વધુ સારા કાર્યો કરવા માટે સમાજના યુવાનોને આગળ કરવા માટે આયોજિત કાર્યો કરવા માંગે છે..અને

    જો સિર્ફ અપની સોચમે ઓર અપને લિયે જીતા હે,વો અપને સમાજકે લિયે જિંદા લાસ સમાન હે...
                                       મો.અ.કલામ આજાદ

कच्छ Demolition 2026 Riport।

कच्छ 2026 डिमोलिशन रिपोर्ट । सोशल मीडिया से तथ्य, घटनाक्रम और ज़मीनी चर्चाओं का संकलन .... साथियों,  इस रिपोर्ट को तैयार करने का...