Followers

Thursday, 25 July 2019

જન સંપર્ક પાર્ટ -૨

મકસદ....              ફિરાસત.....           જીમ્મેદારી...

ઉઠો-જાગો મુસલમાનો
જન સંપર્ક  જાગૃતિ  અભિયાન

હમારે બેહતર ભવિષ્ય કે લિયે હમે બદલાવ લાના હે,
છોટે-બડ઼ે  વિવાદો કો સુલ્જાકર હમે અગે બઢના હે,

      અસ્સલામુ અલ્યકુમ વ.વ.વ.

       સૌપ્રથમ  આપ હમારા આ જન સંપર્ક જાગૃતિ  અભિયાનના પ્રચારના રૂપમાં પત્રિકાના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસોમાં પત્રિકા વાંચી ભાગીદાર થવા બદલ અાપનો આભાર વ્યકત કરીએ  છીએ અમોને આશા છે, કે આ પત્રિકાને શાંતિથી વાંચી પોતાના જીવનમાં લાવવા માટે આગળ વધશો અને આ વિચારો સમાજની દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રચાર કરશો અને સામાજિક જાગૃતિના આ કાર્યમાં ભાગીદાર બનશો.....

      મુસ્લિમ સમાજના વડીલો,યુવાનો,મા-બેહનો અને સામાજિક આગેવાનો સાથે મુસ્લિમ સમાજની સંસ્થાઓ,સંગઠનો અને મસ્જિદ, મદ્રેસાના સંચાલકો, આજે આપણે વિચાર કરવાનો સમય છે, આપણી નાની નાની વિચારધારા અને ગેરસામાજિક પ્રવૃત્તિઓથી શું સમાજ કમજોર થઇ રહયો નથી?  અને શું સમાજમાં  ભાગલા  પડી રહયા નથી? આવા ગંભીર સમયે જયારે આપણો સમાજ દરેક ક્ષેત્રે કમજોર,લાચાર અને ગંભીર વિચારધારાની બિમારી તરફ જઈ રહયો છે, જેના લઈને આજે ભારત દેશના તમામ સમુદાયોમાં સૌથી વધુ ગંભીર પરિસ્થિતિઓ અને કમજોર વિચારોમાં ઘેરાયેલો સમાજ અગર જો કોઈ હોય તો તે આપણો મુસ્લિમ સમાજ છે, આપણે પોતે તે માનવું  પડશે આપણે ઈસ્લામ ધર્મ પાળીને  એક પાલનહાર માલીકના બંદા હોવાના મોટા મોટા દાવા કરીએ  છીએ  પણ શું આપણે ખરે ખર તે પાલનહારના સાચા બંદા અને તેના ફરમાનો (આદેશો) નું  પાલન કરીએ છીએ ? તે આજે દરેક મુસ્લિમને જે સાચા દિલથી દુનિયાના  માલિકને માનતા હોય તેવા તમામ ઈન્સાનો ને વિચાર કરવાની આવા ગંભીર સમય ઘણી જરૂર છે....
    
        મસલક અને ફિરકાપરસ્તી,જાતવાદી દિવાલો તોડીને મહોબ્બતની દિવારો કાઈમ કરીએ... સમય ની એ માંગ છે...

   આવા ગંભીર સમયે મુસલમાનોને  પોતાના પરિવાર, સમાજ અને ઈન્સાનિયત પર જવાબદારીનો એહસાસ કરવાની ઘણીજ જરૂર છે, નહીકે નિરાશ અને હતાશમાં આવી હાર માની ને પોતાની માનસિકતાને કમજોર બનાવી સમાજ માટે પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરવાથી બચવાની જરૂર છે, આપણે સૌ એવા ધર્મ અને પાલનહારને માનીએ છીએ જેણે આપણ સૌને તમામ વિષયમાં કુરાનના  અને નબીએ પાક સ.અ. ના જીવનથી દરેક સમસ્યાઓના ઉપાઈ માટે માર્ગદર્શનના વિશાળ કાર્યો બતાવ્યા છે, પણ આપણી બરબાદીના આપણે પોતેજ જવાબદાર છે,  જેમકે આપણે પોતે આપણી માનસિકતાને , મસલક ,ફિરકા ,અને જાતિવાદી બનાવી છે, જેના કારણે આજે ઘણા એવા સામાજિક કાર્યોમાં "આ" ગંભીર બિમારી એક દિવાર બની અવરોધ ઉભો કરવાનું  કામ કરે છે, આજે તમે પોતે વિચારો શું  આ આપણા વિચારોથી સમાજનું  ભવિષ્ય ખતરામાં દેખાઈ રહયું નથી? આપણી ગંભીર વિચારધારા આપણા બાળકો માટે દુશ્મની સમાન નથી? જો આપણે ઇચ્છતા હોય કે આપણા બાળકોને સારી સમાજીક વ્યવસ્થા અને સામાજિક એકતા અને સારૂ ભવિષ્ય મળે તો આપણે એક કદમ આગળ આવી કુદરતે આપેલ આપણી જવાબદારીઓ માટે વીચારવું ઘણું જરૂરી બની ગયું છે, તે માટે સૌપ્રથમ પહેલો કદમ આપણે પોતે માનસિક રૂપથી
મજબુત થવા માટે મસલક,ફિરકા,જાિતવાદથી બહાર આવી એક સાચા અર્થમાં મુસ્લિમ બનીને સમાજને આ ગંભીર બિમારીથી મુક્તિ  માટે આપણે પોતાનાથી  શરૂઆત કરીએ, અલ્લાહ રબ્બુલ ઇજ્જત ધણો દયારૂ અને મદદગાર છે, આવા કપરા સમયે આપણા સમાજ માટે ઉઠો,જાગો  મુસ્લમાનો અભિયાન નામથી ઘણી આશાન મહેનત આપણ સૌને આપી છે, જેના લઈને આપ સમક્ષ હમે બસ એક અપીલ લઈને આવ્યા છીએ, જેમાં પ્રથમ પ્રયાસ વિચારધારા બદલાવા માટે નીચે આપેલ ૩ વાક્યો ને સારી રીતે સમજી સમાજમાં ખુબ પ્રચાર કરશો... આગળ

    આજે મુસ્લિમ સમાજને શાની જરૂરત છે???
નં.૧-  મશલક નહી  મકસદ પર આવવાની જરૂર છે,
નં.૨- ફિરકાપરસ્તી  છોડી ફિરાસત બતાવવાની જરૂર છે,
નં.૩- જાતિવાદથી નીકળીને જિમ્મેદારી ઉથાવવાની જરૂર છે,

     જન સંપર્ક જાગૃતિ અભિયાનના માધ્યમથી વધુ સારા પ્રયાસો કરવા હંમેશા હમારી ટીમ કાર્યરત રહે છે, અભિયાનના માધ્યમથી ભરૂચ જિલ્લાનાં દરેક ગામે ગામ અને મુસ્લિમ વિસ્તારોમાં  જઈ સમાજને મસલક, ફિરકા,જાતિવાદની ગંભીર બિમારીની સમસ્યાઓ સમજાવવા માટે અઠવાડિયાના શુક્રવાર,શનિવાર ,રવિવારના દિવસોમાં  પ્રચાર કાર્ય કરવા આપ સૌ  મદદરૂપ થઇ શકતા હો તો પત્રિકા મા અાપેલ હમારા નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી છે, અમને આશા છે કે, સમાજના બુદ્ધિશાળી ,અનુભવી વડીલો  સમજદાર યુવાનો અને સમાજની સક્રિય સંસ્થાઓ,સંગઠનો અભિયાનના પ્રચારને સાથ સહયોગ આપવા મદદરૂપ થશે.... એવી આશા...

    વધુમાં આશા છે સમાજના વિચાર પરિવર્તનના કાર્યોમાં આપનો સાથ અને સહયોગ આપી અભિયાનની સફળતા માટે દુઆની અપેક્ષા...

     જો સિર્ફ અપની સોચમે ઓર અપને લિયે જીતા હે,વો અપને સમાજકે લિયે જિંદા લાસ  હે...
                                       મો.અ.કલામ આજાદ

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...