Date.23/07/2019
_ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન ની મેચમાં જેમ એક બોલ વારંવાર પિસાઇ છે, તેમજ ભારત પાકિસ્તાન ની પ્રજા દેશની રાજનિતી અને ખોટા વાયદાઔ , સરકારી કાર્યો સાથે નફરતના ભાષણો થી દેશની પ્રજા ક્રિકેટ ના બોલની જેમ પિસાઇ રહી છે... _
*જેમ ક્રિકેટમાં આયોજકો હોઈ છે, તેમજ રાજનિતીમાં મોટી મોટી કંપનીઓ ના માલીકો રાજનિતીના આયોજક હોઈ છે, અને જેમ ક્રિકેટમાં ફેસલા લેવા માટે અમ્પાયર હોઈ છે, તેમજ રાજનિતીમાં સંગઠનો રાજનીતિ ના અમ્પાયર બની ને ફેસલા લઈ રહીયા છે..*
_સાથે જેમ ક્રિકેટમાં ખેલાડીઓની પસંદ કરવા માટે બોલી લગાઈ છે, જેમા અલગ અલગ દેશના ખેલાડીઓ હોઈ છે, જે ખેલાડીઓ એક બિજા ને હરાવવા અને પોતે જીતવા માટે રમે છે, તેમજ રાજનીતિમાં અલગ અલગ સમાજના નેતાઓ ને ચુનાવના ( EVM) માધ્યમથી પંસદ કરવામાં આવે છે..._
*જેમ આપણે જોઈ છીએ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ખેલાડીઓ માટે સમર્થકો હોઈ છે તેમજ રાજનીતિમાં પણ સમર્થન કરવાવાળા લોકો હોઈ છે...*
_આપણે તે સમજવાની જરૂર છે, શું આપણે આવા તમામ પાસાઓ ને સમજવા અને તેના કાર્યને વિશ્લેષણ કરવા કેટલા સક્ષમ છે? જેમ આપણે ક્રિકેટ ના એક એક બોલ અને રન માટે નજર રાખીએ છીએ તેમજ શું આપણે રાજનીતિ ના દરેક કાર્યો માટે નજર રાખીએ છીએ ?_
*આપણો અને સમાજ સાથે દેશનો વિકાશ "ના" થવો તેનું મુખ્ય કારણ આપણે દેશની રાજનીતિ માં હિસ્સો લઈ સમાજની સમસ્યાઓ ઉપર જેટલી આપણી જવાબદારી છે, તેના પર વધુ ધ્યાન નથી આપી શક્યા તેના લઈને આજે ભારત જેવા વિશાળ દેશમાં એવા લોકો ગામ પંચાયત થી લઈને સાંસદ સુધી દેશને રાજનીતિમાં બેઠા છે, જે ખરે ખર દેશના માનવ હિતના કાર્યો કરવામાં અને વિકાશ માટે વિશ્વાસ કરી શકાય તેમ નથી....*
_વધુમાં બસ આજે ખરે ખર અાપણે દેશના એક સાચા અર્થમાં નાગરિક છે, તો આપણે આજે ચોમાસાના વરસાદ ની જેમ કાર્ય કરવાની જરૂર છે, જેમ દેશનો ખેડુતો ચોમાસામાં વરસાદની વાત જોઇ બેસે છે, તેમજ સમાજ અને દેશની આમ જનતા આજે સમાજ અને દેશની આવી ગંભીર પરિસ્થિતિઓ સમયે સમાજના જાગૃત લોકોના માર્ગદર્શન અને કાર્યોની વાત જોઇ બેઠો છે, જેમ વરસાદ આવવાથી લોકોમાં આનંદ ની લેહરો અને ખેડુતો માં ઉમ્મિદ આવે છે, તેમજ આપણે આપણી સામાજિક કાર્યોથી સમાજમાં ઉમ્મિદ લાવવા માટે નિસ્વાર્થ કાર્યરત થવાની જરૂર છે..._
✒ *હુજૈફા પટેલ ભરૂચ ગુજરાત*
SAF 🤝Team મો.9898335767