Whatsapp aviral 27/07/2019
✍🏻મુફ્તિ યાસિર નદીમ વાજિદી.
✍🏻અનુવાદ: અનસ બદામ
મોબ લિન્ચિંગ અે ન ભારત માટે નવી વાત છે કે ન વિશ્વના અન્ય દેશો માટે. અલબત્ત આયોજનબદ્ધ રીતે મોબ લિન્ચિંગની પરંપરા ભારત માટે નવી છે. જ્યારે અમેરિકામાં ૧૮૮૨ થી શરુ થઈ ૧૯૮૧માં આ પરંપરાની મોત થઈ. તેથી અે જાણવું અત્યંત આવશ્યક છે કે આફ્રિકી કુળના (હબસી, નિગ્રો) લોકો અે આયોજનબદ્ધ રીતે કરાતા મોબ લિન્ચિંગનો મુકાબલો કેવી રીતે કર્યો અને તે કયા કારણો અને પરિબળો હતાં જેના આધારે સો વર્ષના ગાળામાં ૩૪૪૬ જેટલાં લોકોને હિંસક રીતે માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયા. અત્રે અે ધ્યાન રહે કે આ આંકડો તો ફક્ત અેક અંદાજ પ્રમાણે મોબ લિન્ચિંગના બનેલા તમામ બનાવોના ૧/૪ થી પણ આેછો છે. આ રીતે જોઈઅે તો અમેરિકામાં પ્રત્યેક અઢી દિવસમાં અેક લિન્ચિંગની ઘટના બને છે.
૧૮૯૯માં "ધ લિન્ચિંગ પ્રોબ્લમ"નામે અેક પુસ્તક પ્રકાશિત થયું હતું જે અત્યારે પણ લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં સચવાયેલું છે. લેખકે તેમાં તે વખતે જે કાંઈ લખ્યું હતું તેની સાથે વર્તમાન સમયની તુલના કરો અને જુઆે કે ભારતમાં ટોળા દ્વારા કરાતી હત્યા અને અમેરિકામાં લિન્ચિંગ કરનારાઓ વચ્ચે કેટલી બધી સામ્યતા છે, અેવું લાગે છે કે આજના ટોળાશાહીના આ આતંકવાદીઓઅે તે સમયના લિંન્ચિંગ ત્રાસવાદીઆેના વૃતાંતો વાંચી વાંચીને આ પ્રકારના પગલાં ભરવાનો પ્રારંભ કર્યો છે.
પુસ્તક પ્રમાણે, "લિન્ચિંગનો હેતુ હબસી નિગ્રુઆેમાં ભયની લાગણી પેદા કરવા અને આર્થિક, સામાજિક અને રાજકિય ક્ષેત્રોમાં પોતાની શ્રેષ્ઠતા સ્થાપવાનો છે."વઅેક આફ્રિકી મૂળનો વ્યક્તિ રિચર્ડ રાઈટ કહે છે કેે "ગોરાઆેની સામે મારો ભય દર્શાવતું વલણ કોઈ હિંસાનું પરીણામ નહોતું, મારી ઉપર ક્યારેય હિંસા કરાઈ નથી, પરંતુ ગોરાઆે દ્વારા પોતાના જ વંશના લોકો પર કરાતા અત્યાચારનું જ્ઞાન જ્યારે મને થયું, તેણે મારા સમગ્ર વલણને બદલી નાંખ્યું. "
લાંબા સમયથી ગુલામીનું જીવન જીવી રહેલા આ આફ્રિકન અમેરિકીઆે પર અત્યાચારનો પ્રારંભ ત્યારથી જ થઈ ચૂકેલો જ્યારે તેઆેઅે તેમના બંધારણે આપેલ સ્વતંત્રતાની માંગણી કરી હતી અને રાજકારણમાં સક્રીય ભાગીદારીના હેતુથી વોટ માટે રજિસ્ટ્રેશન શરું કર્યું અને સ્થાનિક કક્ષાના ઈલેક્શનમાં ઉભા પણ રહ્યા. અમુક વિસ્તારોમાં હબસી લોકોઅે વેપારમાં પણ કિસ્મત અજમાવી, જેના કારણે સ્થાનિક ગોરાઓઅે તેમને દબાવવા લિન્ચિંગનો (ટોળામાં હુમલો કરી હત્યા કરવી) સહારો લીધો. કાળાઓ ઉપર મોટેભાગે ત્રણ પ્રકારના આક્ષેપો કરી હિંસા કરાતી હતી. ① કોઈની હત્યાનો આરોપ લગાવવામાં આવતો ② ગોરી સ્ત્રી સાથે રેપ કરવાનો આરોપ લગાવાતો, ભલેને પછી પોતે તે સ્ત્રી પોતાની ઈચ્છા અને મરજીથી અે હબસીની મોહબ્બતમાં ગિરફ્તાર પણ કેમ ન થાય ③ ઢોર ચરાવવાના આરોપ લગાડીને મોતને ઘાટ ઉતારી દેવાતો.
આજે ભારતમાં પણ ઢોર બાબતે જ આરોપ લગાડી મોબ લિન્ચિંગના મોટાભાગની બનાવો બની રહ્યાં છે.
ઉપરોક્ત જેે પુસ્તકનો ઉલ્લેખ થયો તેના મુજબ, "લિન્ચિંગને અેક જાહેર સભાની રીતે જોવામાં આવતું હતું. બાકાયદા સ્થાનિક અખબારો અથવા પોસ્ટરો દ્વારા લિન્ચિંગની જાણ કરવામાં આવતી અને નક્કી કરેલા સમયે લોકો પહોંચી જતાં. આ લોકો પોતાને અેક વિશિષ્ટ જીવન શૈલીના રક્ષક સમજતા હતાં." આજે પણ વોટ્સઅેપ વગેરે દ્વારા જોતજોતામાં આતંકવાદીઓ ભેગા થઈ જાય છે અને સ્વયંને અેક ખાસ કલ્ચર અને સંસ્કૃતિના ઝંડાધારી સમજી આ પાપ આચરે છે.
લેખકના મતે, "સ્થાનિક અને રાષ્ટ્રિય મીડિયામાં તે સમાચારોના ફોટાં અને સંપુર્ણ વિગત સાથે પ્રકાશિત કરાતા. લિન્ચિંગ કરનારા લોકો લાશ સાથે ગર્વથી ફોટાં પડાવતા અને પોતે તે રિપોર્ટ અખબારોને મોકલતા હતાં. અખબારો પણ તે ફોટાં અને મળેલ વિગતોમાં મિર્ચ મસાલો ભભરાવી પ્રકાશિત કરતાં. ઉદાહરણ તરીકે ધ ન્યુયોર્ક વર્લ્ડ ટેલિગ્રામમાં છપાયેલ અેક સમાચારનું મથાળું કાઈંક આમ હતું, "ટેક્સાસમાં ટોળાઅે અેક નિગ્રોને કાપી નાંખ્યો, હથિયારધારી ટોળાઅે તેની છાતી ચીડી હ્રદય કાઢી લીધું." દેખીતી વાત છે આ રીતે મથાળું બાંધવાથી મોબ લિન્ચિંગની અસર દૂર સુધી જતી હતી અને હબસીઓને ડર અને ભયની ગર્તામાં ધકેલી નાંખતા."
યુનિવર્સિટી આેફ અેલિનવાયના કાર્લોસ હિલે ૨૦૦૯માં પોતાનો p.hd નો નિબંધ લખ્યો જેના શિર્ષકનો અનુવાદ કઈંક આમ હતો, "મોબ લિન્ચિંગનો મુકાબલો: હબસીઆેની લિન્ચિંગ વિરુદ્ધ જમીની સંઘર્ષ". આ થીસિસમાં લેખકે હબસીઓની લિન્ચિંગની વધતી જતી ઘટનાઓનો મુકાબલો કરવા માટે ત્રણ પ્રકારની રીતો બતાવી છે.
૧. વિસ્તાર છોડી દેવો. આ રીત સામાન્ય રીતે અે વ્યક્તિ અપનાવતી જેણે અંદાજો થઈ જાય કે હવે ગોરાં તેનો શિકાર કરી લેશે.તેઆે મોટેભાગે અમેરિકાના દક્ષિણ રાજ્યોમાંથી ઉત્તરના રાજ્યોમાં પોતાના ખાનદાન સમેત સ્થળાંતર કરી જતાં. લાખો આફ્રિકન મૂળના લોકોઅે દક્ષિણના રાજ્યોમાંથી ઉત્તરીય વિસ્તારોમાં સ્થળાંતર કર્યું છે.
૨. સશસ્ત્ર બચાવ. હબસીઅો આ પદ્ધતિનો ઉપયોગ અંતિમ ઉપાય તરીકે અપનાવતા હતાં. તેમણે જ્યારે લાગતું કે તેઆે માર્યા જશે અને ભાગી છૂટવાનો કોઈ રસ્તો બચ્યો નથી તો તેઅો અંતિમ શ્વાસ સુધી પોતાની જાતના રક્ષણ માટે લડતાં હતાં. તેઆે સામાન્ય રીતે આ પદ્ધતિ અેટલે વધારે નહોતા અપનાવતા કે ક્યાંક જવાબમાં ગોરાં બીજાં અન્ય કાળાઆેની હત્યા ન કરી નાંખે.
૩. સોશ્યલ કેપિટલ થિયરી.અેટલે કે હબસીઆે પોતાના કોમન ખતરાઆેની સામે તેમજ પોતાના હિતોના રક્ષણ માટે અનેક જગ્યાઅે સંસ્થાઓ, મંડળો અને સોસાયટીઓની સ્થાપ્ના શરું કરી, જેના પરિણામે કાળાં અેક જ સ્થળે નજીક નજીકમાં રહેવા લાગ્યાં, તેમની શૈક્ષણિક સ્થિતિ થોડીક સુધરી અને તેના પરિણામે તેમના અધિકારો માટે લડનારી મજબૂત અને શક્તિશાળી આવાજો ઉભરવા લાગી. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને માલકિમ અેક્સ તે ચુનિંદા લોકોમાંથી છે જેઆેઅે ગોરાઆેના અત્યાચાર વિરુદ્ધ પોતાના સમાજને જાગૃત કર્યો અને શક્તિશાળી આદોલનોનું નેતૃત્વ કર્યું. માલકિમ અેક્સ કે જેઅો અે ઈસ્લામ ધર્મ સ્વિકારી લીધો હતો, શૈક્ષણિક ક્રાંતિ અને જાગૃતિ માટે પણ સક્રીય રહેલા. શિકાગોમાં તેમના દ્વારા સ્થપાયેલ કોલેજ આજે ય મોજુદ છે. તેઅોઅે ડેમોક્રેટ્સ (જેનું ઉદાહરણ ભારતમાં કોંગ્રેસી હિન્દુ છે.) અને રિપબ્લિકન્સ (જેનું ઉદાહરણ BJP વાળાં છે.)ની વચ્ચે તુલના કરતા રિપબ્લિકનને અેક અેવા વરું સાથે સરખાવ્યો હતો જે ખૂલીને જાહેરમાં હુમલો કરે છે અને ડેમોક્રેટ્સને અેવા શિયાળ સાથે સરખાવ્યો હતો જે દેખીતી રીતે તો સાથે રહે છે પણ તક મળતા જ સામે વાળાનો કોળિયો બનાવી લે છે.
અફસોસ અે વાતનો છે કે ભારતીય મિસ્લિમોનો પ્રતિસાદ (રિસ્પોન્સ) અમેરિકન કાળાંઓથી ય બદતર છે. હબસીઓ તો અેક લાંબા સમય સુધી ગુલામ રહ્યા હતાં જ્યારે મુસ્લિમો તો વિશાળ સામ્રાજ્યના માલિક રહી ચૂક્યા છે. હબસીઓ દ્વારા અપનાવેલ બીજી રીત હંગામી અને વ્યક્તિગત રીતે સફળ હતી, જ્યારે ત્રીજી રીત સામુહીક રીતે સફળ. ભારતમાં મુસ્લિમોઅે હવે આ બાબતે મોટાપાયે જાગૃતિ લાવવાની જરુરત છે.