Followers

Friday, 24 September 2021

દિવાળી પછી દુકાનોના ભાવો ઘટવાના એંધાણ!

*દિવાળી પછી દુકાનોના ભાવો ઘટવાના એંધાણ! 📉નીચેની વિગતો વાંચશો તો ચોંકી જશો!!!*

૧૦૦ માંથી ૧૦ છૂટક વેપારીઓ પોતાના ધંધા સમેટવા માંગે છે આ રહ્યા ચોંકાવનારા કારણો:
૧) ઓનલાઈન પ્લેટફોર્મની સામે ટક્કર લેવી પોષાય એવી નથી. 
૨) માર્કેટમાં વેચાતી દરેક વસ્તુઓના ભાવો હવે ઉઘાડા થઇ ગયા છે. માર્જિન સાવ ઘટી ગયા છે. ગ્રાહકો માત્ર વસ્તુ ચેક કરવા દુકાનો ઉપર આવે છે અને ઓનલાઈન તે જ વસ્તુ મંગાવે છે.
૨) પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા તથા સમયના અભાવના કારણે ગ્રાહકો બજારમાં ખરીદી કરવાનો પ્લાન મુલતવી રાખી રહ્યા છે.
3) દુકાન લઈને બેઠેલા વેપારીને ધંધાના કલાકો દરમ્યાન પોતાની હાજરી વગર ચાલતું નથી. પ્રસંગો કે ફેમિલી સાથે સમય ઓછો પસાર થાય છે. ધંધાની જગ્યા લઈને બેઠેલા વેપારીને માલનો બદલો (નહિ વેચાયેલ માલ) નું પ્રમાણ સહન કરવાનું હોય છે, સ્ટોક નિયમિત પણે વસાવવો પડે છે, નોકરી ઉપર માણસોને પણ પગાર આપવો પડે છે, માલ ચોરાઈ જવાનું કે માલ માં ઘટ પડવાનું, લાઈટ બિલ, શોપ મેન્ટેનન્સ વગેરે સહન કરવું પડતું હોય છે જયારે ઓનલાઈન વેચાણમાં આમાંની કોઈ પણ પરેશાની થતી નથી.
4) દુકાનો જેવી સત્તાવાર મિલ્કતોની કિંમતોના વ્યાજ જેટલી આવકો પણ ના થતી હોવાના લીધે મિલ્કતો વેચીને વેપારીઓ રોકડી કરી ને ધંધામાં જગ્યાનો ઉપયોગ ના જરૂરી હોય તેવા ધંધા શોધી રહ્યા છે.   
૫) ઘણા ખરા વેપારીઓ તો આ દિવાળીની કમાણી કરીને તરત જ દુકાનો કે શો-રૂમ વેચવાના મૂડમાં જણાય છે. 
જો તમે સંમત થતા હોય તો કરો શેર!!!

100%સત્ય વાત ...દરેક વેપારી મિત્રો વાંચો ... 
   અને બીજાવેપારીઓ ને મોકલવા વિનંતી

દુકાન આપણી...
રોકાણ આપણું...
જોખમ પણ આપણું...
મહેનત પણ આપણી....

 દુકાન ભાડું  , લાઈટ બીલ ,  માણસો ના પગાર , ચા પાણી ખર્ચ , ઈતર બીજા ખર્ચા  અને બધા સરકારી કરવેરા ભર્યા પછી ... આપણી  અક્કલ હોઁશીયારી થી કમાવેલા રૂપીઆ પર  30 % ઈન્કમ ટેક્ષ  સરકાર ને ભરવો પડે છે...

એ ન્યાયે સરકાર અને શાશન  આપણા  વ્યવસાય નું વગર રોકાણ અને વગર જોખમ નું  ભાગીદાર જ થયું ને !!!?

અને એ પણ નફા ની ભાગીદારી ...!!!
 નૂકશાન ની ભાગીદારી નહિં ...!!
 આ હુકમશાહિ નહિં તો બીજું શું કહેવાય ...?
  શું આ લોકશાહિ છે ...?  કે ઠોકશાહિ ..?

 આ આપણો  પ્રશ્ર્ન છે , જો ખરેખર લોકશાહિ જ છે  તો પછી સરકાર યા શાશન જો આપણા વેપાર માં બધા કરવેરા વસુલી એક પ્રકારે પોતાનો ભાગ વસુલ કરી જ લે છે ...તો  પછી વેપારી ને વેપાર માં થતું નૂકશાન કેમ ભરપાઈ કરતી યા કરતું નથી ?

  અથવા વેપારી  ની નૂકશાની માં પણ ભાગીદારી કેમ ભરપાઈ અપાતી નથી ...?

 અનેક વેપારી સાહસ કરી ને  રોકાણ કરી ને જોખમ ઉપાડી ને વ્યવસાય કરે છે  બધા કરવેરા ભરે છે ...

 વૈશ્વિક  સ્પર્ધાઓ નો સામનો પણ કરે છે .. કેટલાય  પરીબળો થી લડી ને પણ વ્યવસાય ટકાવવા ની માથા ઝીંક કરતો વ્યાપારી પોતાના પરીવાર ને પૂરતો સમય પણ આપી શકતો નથી ...

 અને ઉધારી કર નું બેહિસાબ ભારણ લઈ ને કામ કરતો વ્યાપારી ક્યારેક તુટી પણ પડે છે અને  પોતાની સર્વસ્વ મૂડી પણ ગુમાવી દેતો હોય છે... 

કેટલાય કિસ્સા માં ભીખ  માંગવાના દિવસો પણ આવી જાય છે, ત્યારે સરકાર અથવા શાશન તેને કેમ કોઈ મદદ આપતું નથી ... ?

 ટેક્ષ જમા કરી આપે વેપારી...   પણ પગાર લે અધીકારીઓ ...!!!

 ચોપડા સાચવવા ની જવાબદારી વેપારી ની પણ મલાઈ ખાય ઓફીસરો ..!!!

 દેશ ના હિત ની વાત આવે ત્યારે અથવા રાજકીય કિન્નાખોરી કાઢવાની હોય ત્યારે સૌથી સોફ્ટ ટારગેટ વ્યાપારી ...!!!

 અને રાજકીય ફાયદો  લે  વેપારીઓ ના ભોગે નેતાઓ ...!!

 ના કોઈ મેડીકલ સર્વીસ ... જોખમ ના બદલામાં ના કોઈ વળતર ...ના કોઈ અન્ય સુવીધાઓ ...!!!

 અને છતાં પણ   આ બધું સહેન કરી  વ્યાપારી વેપાર મારફતે સરકાર અને શાશન ની તીજોરીઓ ટેક્ષ થી ભરી આપે છે  છતાં  ચોર ...!!!?

  જેમ ખેડુતો આ દેશ ની આર્થીક વ્યવસ્થા નો પાયો છે  તેમ વ્યાપારી પણ આ દેશ ની અર્થ વ્યવસ્થાનો પાયો છે ....

 અને અન્યો કરતાં પણ વધારે  સહકાર અને  સૌજન્ય પણ વ્યાપારી જ બતાવે છે ...

 ઇતિહાસ  ગવાહ છે કે ક્યારેય પણ  પોતાની માંગો સરકાર પાસે મનાવવા વ્યાપારી  રસ્તાઓ પર ઉતરી ને હિંસંક બન્યો  નથી ....

 આટ આટલું યોગદાન આપવા છતાં પણ  સરકાર અને શાશન વ્યાપારીઓ ને ચોર ની નજરે જૂએ અથવા  તેમને  મળવા જોઈતા લાભો થી વંચીત રાખે એ ક્યાં નો ન્યાય ...!!?

 વ્યાપારી પરોક્ષ અથવા અપરોક્ષ બેહિસાબ કર વસુલી  સરકાર અને શાશન પાસે જમા કરાવે છે... છતાં  વ્યાપારીઓ ની આટલી અવગણના  ???

  રજવાડાઓ ના સમય માં વ્યાપારીઓ ને મહાજન ની પદવીઓ આપી સન્માનીત કરાતા... અને વ્યાપારીઓ ના લીધે જ જે તે દેશ, રાજ , રજવાડા ની જાહોજલાલી  રહેતી...

 એવા પણ કિસ્સા ઇતિહાસમાં નોધાયેલ છે કે  જ્યાંથી વ્યાપારી મહાજન ગયું તે પંથક, રાજ્ય , પ્રદેશ નો દાટ વળી ગયો છે ...

 માટે સરકાર અને શાશન ને નમ્ર વિનંતી કે  સદા આપને સહયોગ  અને સહકાર્ય આપતા આપણા દેશ ના વેપારીઓ પર પણ ધ્યાન આપી ને તેમને તેમના લાભો આપો....

વ્યાપારી એકતા  મજબૂત બને તો જ આ કહેવાતી લોકશાહિ  ( ઠોકશાહિ ) માં ન્યાય મળી શકે...

 માટે દરેક પ્રાંત  દરેક ગામ , તાલુકા , જીલ્લા , રાજ્યો ના વ્યાપારી ઓ એક બનો... નેક બનો... અને દેશ હિત માં  કાર્યાન્વિત બનો...

દરેક વ્યાપારી મંડળ પોતાના ક્ષેત્ર  ના કલેકટર ,  ધારા સભ્યો , સંસદ સભ્ય ,  મંત્રીઓ ,  રાજ્યપાલોને  વડાપ્રધાન અને  છેવટે ભારતના મહામહિમ રાષ્ટ્રપતી ને  પોતાના  વિચારો થી પોતાની માંગો થી અવગત કરાવે....

એજ લી ..મહેનત કરીને ખાતો અને સરકાર ચલાવતો (હા...સરકારો વેપારીઓ થકી જ ચાલે છે )સરકારથી નારાજ વેપારી ...
જય હિંદ - જય ભારત...100%સત્ય વાત ...દરેક વેપારી મિત્રો વાંચો ... 🙏👍


social active foundation SAFTEAM GUJ.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...