*"બોડેલી" ખાતે કુદરતી આફત સમયે પણ માનવતા ને શર્મસાર કરનાર કિસ્સો બહાર આવ્યો*
બોડેલી ખાતે કુદરતી હોનારત સર્જાઈ વરસાદી પાણીમાં હજારો લોકો જ્યાં બેઘર થયા લોકોને ખાવાના ફાંફા હતાં અને આવા સમયે જયારે લોકો ધર્મ અને નાત જાત નો પણ ભેદભાવ રાખ્યા વિના એકબીજાને મદદરૂપ થાય છે ત્યારે અમુક જાહીલ અને ફીરકા પરસ્ત લોકો આવા સમયે પણ નફરત અને ભેદભાવ વાળી વાતો કરતા હોય છે,
વાત એમ બની કે બોડેલી ખાતે વરસાદ માં અસરગ્રસ્તો ને મદદ માટે એક અપીલ બહાર પડી જેમાં મદદ માટે નો એક કોન્ટેક્ટ નંબર *ઇમરાન ભાઈ મેમણ* નો હતો, ભરૂચ થી એક સેવાભાવી અને નિસ્વાર્થ રૂપે મદદ કરવા માટે એક ભાઈએ તેમનો કોન્ટેક્ટ કરીને ત્યાંની હાલત અને તહકીક કરીને દિલાસો આપ્યો કે અમે પણ ભરૂચ થી કોશિશ કરીને તમને મદદ પહોંચાડીશું તો સામે થી એ ભાઈએ કહ્યું કે "ટ્રસ્ટ હુજુર શેખુલ ઇસ્લામ મદની મિયાં" ના હાથ નીચે ચાલે છે અને આ ગ્રુપમાં ફક્ત સુન્ની લોકોની મદદ માટે નું નક્કી કર્યું છે" આમાં જમાતી લોકોનું કવર નથી કરતા,
આ કેવી ખતરનાક માનસિકતા છે, શું પોતાને સુન્ની અને મદની કહેવડાવતા અને આશિકે રસુલ નો દાવો કરતા આ દંભીઓને નબવી તાલીમ ખબર નથી કે અલ્લાહ ના રસુલે રિફાએ આમ માં કોઈ ધર્મનો પણ ભેદભાવ નથી રાખ્યો તો એકજ અલ્લાહ અને એકજ રસુલ એકજ કુરઆન એકજ કિબલાને માનનારાઓ માટે આ લોકો કેવી રીતે અલગ કરી શકે છે?
શું આ લોકો પોતાની દુકાનોમાં પણ આ રીતે ભેદભાવ કરે છે?
શું તેઓ પોતાની મસ્જિદ અને મદ્રેસા બનાવવાના ચંદા ઉઘરાવવામાં પણ આ રીતે ભેદભાવ કરે છે?
લોકડાઉનમાં અનાજ ની કીટો લેતી વખતે આ વિચાર ના આવ્યો?
અને જયારે બધાજ મસલક અને ફિરકાના લોકો મૌત સામે જજુમી રહ્યાં હતાં ત્યારે વધુ પડતી જગ્યાએ કોવિડ સેન્ટરો માં મદદ કરવા માટે દરેકનો હિસ્સો લાગેલો હતો તેવા સમયે આ ફીરકા પરસ્તિ ક્યાં ગાયબ હતી?
સારવાર લેતી વખતે કોઈએ પણ એ નથી જોયું કે જ્યાં હું સારવાર લઈ રહ્યો છું એ ક્યાં મસલક ના માનનારાઓ એ મદદ કરી છે?
આવા દંભીઓ ત્યારે ક્યાં હતાં જયારે એમના પરિવાર ના સદસ્યો ના ઈલાજ માટે જે ડોકટરો સેવા આપતા હતાં તે અલગ અલગ મસલક અને ફીરકા ને માનનારા હતાં?
મુસ્લિમોને તોડવા માટે અને અંદરો અંદર ફાટફૂટ માટે "આર એસ એસ" જે કામ કરી રહ્યું છે તેને વધારે આસાન બનાવવાનું કામ શું આ *દંભી* અને *તકસાધુ* બની બેઠેલા *રેહબરો* અને સઁસ્થાઓ ના *જીમ્મેદારો* કરી રહ્યાં છે?
મુસ્લિમ સમાજ હવે સારી રીતે ઓળખે આ તકસાધુ અને કૌમ ની એકતા ને તોડનારાઓ ને, આવા લોકોની ધૃણાસ્પદ માનસિકતા ને નાબૂદ કરવા માટે હવે સમાજના બુદ્ધિજીવીઓ આગળ આવે તો સારું છે નહીં તો આ પોતાને કૌમના રેહબર અને લીડર બતાવનારાઓ આ કૌમને ડુબાડી દેશે,
અલ્લાહ આવા નફરતના સોદાગરો થી ઉમ્મત ની હિફાઝત ફરમાવે, આમીન.
_____________part-2_____________
અસ્સલામુઅલયકુમ…
ઘર ફુટે ઘર જાઈ.. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ આકાઓ ની ફીરકાપરસતી કરીને મુરતદ બની રહેલી કોમ…
અંધકારથી રોશની તરફ અને અંધશ્રદ્ધા છોડી ફીરકા પરસ્તી ત્યાગી હીદાયત ના રોશન માર્ગ ઉપર આવવા ફાંફા મારતી મારી ગુજારાતી કોમ માટે કુરઆન કરીમ, હદીસે નબવી સઅવ.. શરીયત અને સીરત નબવી સઅવ કાફી છે જ્યારે .. બોડેલી ના જનાબ ઈમરાન ભાઈ મેમણના આલા હઝરતનુ બનાવેલું બંધારણ કોમ ઉપર આવેલી કુદરતી આફત વખતે પણ કોમને ઉગારવા કરતા ડુબાવવાનું ફીરકાપરસતી કામ છોડત નથી…
એક ભાઈ આલા હઝરતનો વાસતો આપે છે અને બીજો હઝરત અકદસ મુફતી અહમદ ખાનપુરીનો વાસતો આપે છે.. પોતપોતાની ઓળખાણ અને આગવી પહેચાન પોતપોતના બનાવેલા માઅબુદો આલા હઝરત અને મુફતી ખાનપુરી સાથે જોડાયેલા છીયે એમ ગર્વથી કહી રહ્યા છે.. એક ભાઈ કોમને તમામા જાતીવાદ ભુલાને ઈન્સાનીયતના રીશતે મદદ કરવા ચાહે છે જ્યારે બીજો ભાઈ સુન્ની બરેલવી આલા હઝરતનુ ફીરકાપરસતી નુ બંધારણ ને સર્વોપરી ઠેરવીને તબ્લીગી જમાઅતી પાસે મદદ લેવાનું સ્પષ્ટ ઈનકાર કરે છે…
આ સાથે એક વીડીયો ફોરવરડ કર્યો છે… કંપકંપી આવી જશે… આતંકવાદી કોમવાદી હીદુંત્વનુ ઝનૂની ઝેર સમાજમા કેવું રેડવામા આવ્યું છે તે વીડીયો જોવા પછી તબ્લીગી ખાનકાહ જમીયતીઓ / સુન્ની બરેલવી ને સવાલ કરો કે જે નીર્દોષ મુસલમાનને તલવારથી વીંઝી નાંખ્યો તે કંઈ જમીયતનો હતો?
બોડેલીના ઈમરાન ભાઈ મેમણ.. તમે જરા ધ્યાનથી આ વીડીયો જુઓ અને પછી જવાબ આપશો એવી વીનંતી છે ..
*મો. અરશદ મદની કે મુફતી મહમુદ મદની ફીરકાનો હતો*?
*દેવબંદી હતો કે બરેલ્વી*?
*આલા હઝરતનો મુરીદ હતો કે મુફતી અહમદ ખાનપુરી નો*?
*ખાનકાહી કે તબ્લીગી હતો*?
*તબ્લીગી હતો તો સાદયાની કે શુરાની તબ્લીગ નો હતો*?
*મરકઝના ઈજતેમામા જતો હતો કે દરગાહના ઉર્સ ઉપર જતો હતો*?
*જમાઅતે ઈસ્લામી વારો હતો કે એહલે સુન્નત વારો હતો*?
*ઉવૈસીની પાર્ટીનો હતો કે કોંગ્રસ પાર્ટીનો હતો*?
જેનું દીન દહાડે ખુલ્લે આમ કતલ કરવામા આવ્યું તેને માત્ર અને માત્ર મુસલમાન સમજીને કોમવાદી આતંકાવાદીઓ એ વીંઝી નાંખ્યો…તલવારથી વીંઝી નાંખવામા પહેલા એને પુછયુ નહી કે તુ કયા ફીરકાનો છે?
જો આ વીડીયો જોવા પછી પણ જાતીવાદ અને ફીરકાપરસ્તી નહી છોડીયે તો શુ જીબ્રઈલ ફરીશતા ને વહી લઈને આવવની રહા જોઈ રહ્યા છો… એક જુથ થાઓ એક ઉમ્મત બનો.. ચાલોને ઈમરાન ભાઈ મેમણ એક કદમ તમે ઉપાડો ચાર કદમ હમે ઉપાડીયે… મીટાવી દઈએ તમામ ફીરકાપરસતી.. દેવબંદી અને બરેલવી તમામાં બની બેઠેલા ફીરકાપરસ્ત આકાઓ ને જાકારો આપીયે અને ફરીથી અલ્લાહના પ્યારા નબી સઅવની એક ઉમ્મત બની જઈએ… તમને યા રસુલ્લાહ પઢીને સલામ કરવા ઉપર બીદઅતનો ફતવો આપવા વારા મદારીઓ યા રસગુલ્લા ખાઈને કરોડોપતી બની ગયા છે.. પીસાઈ રહ્યો છે તો સામાન્ય મુસ્લીમવર્ગ જેને બંન્ને બરેલવી અને દેવબંદી આકાઓ ઉમ્મત બનાવીથી વંચીત રાખ્યો છે.. જો આપણે એક ઉમ્મત બની જઈશું તો આ કચકડાના કૌભાંડી આકાઓ ના ભુખે મરવાના દીવસો આવશે…
મારી ગુજરાતી કોમ..કુરઆન અને હદીસે નબવી સઅવ આપણું બંધારણ છે .. શીક્ષીત બનો અને એક તાકાત બનીને .. અને કુરઆન અને હદીસે નબવી સઅવની શરીયત આધીન ભારત દેશના વીશાળ અને વીરાટ સંવીધાને આપેલા હક્ક પ્રાપ્તી માટે સંધર્ષ કરવા કટીબધ્ધ થાઓ… કચકડાના બની બેઠેલા અકાબીરો ને જાકારો આપો અને એક કાબીલ લીડરશીપ હેઠળ પોતાના અસતીત્વને બચાવવાની લડત લડો.. અલ્લાહના પ્યારા નબી સઅવની શાનમા ખુશતાખી કરવાવારા વીરુધ કોઈ એક શબ્દ નહી બોલી શકનારા કાકા/ ભત્રીજા દેવબંદના મદનીઓ, અને સુન્ની બરેલ્વીઓ અકાબીરો, 5G કૌભાંડી નેટવર્કનો મહા માફીયા મહાગુરુ ઘંટાલ બાલઠાકરેજી મુફતી ખાનપુરી,ઐતીહાસીક બાદશાહી મસ્જીદની ૩૨ એકર વકફ જમીન હડપી ગયેલો મોલ્વી ગુલામ વસ્તાનવી, અલ ફેંકું વલ ભોંકુ મોલ્વી લુહારવી, ચતુર મનનો માનવી મુફતી મહમુદ બારડોલી બીરબલ , ૨૧મી સદીના બુરાક ઉપર ઉડતો અમીરુલ ફકીર મોલ્વી રશીદ અજમેરી , મોલ્વી કયામત મોલ્વી ખલીલ દીવા, તકવા અને પરહેઝગારીના ઉંચા મુકામ ઉપર હોવાનો દાવો કરનાર મુફતી રશીદ લાજપુરી અને જીવનમાં એક તહ્જ્જુદ પણ કઝા નથી થઈ એવો દાવો કરનાર મુફતી અબ્બાસ બીસ્મીલ્લાહ અને મોલ્વીવુડનો નાનાપાટેકર તાંત્રિક કારી અહમદઅલી જેવા અકાબીરો ને હજુ કેટલા અજમાવશો.. કોમ સમક્ષ ઉઘાડા પડી ગયેલા આકાઓ સફેદલીબાસમા ધોળે દહાડે ફરતા નાગાબાવાઓ મદારીઓને જાકારો આપો…
અલ્લાહ તઆલા મારી અને ઉમ્મતની ગુમરાહી અને ગુમરાહ સફેદઉંદરડાઓથી હીફાઝત ફરમાવે.. આમીન
ઈદરીસ નવલખી
૧૩ જુલાઈ ૨૨
*************************
તાક: જમીયતનો મુશરીક મુફતી મહમુદ મદનીને આ સાથે ફોરવરડ કરેલ વીડીયો દેખાડીને પુછશો કે *અત્યાચાર સહી લઈશુ પણ દેશ ઉપર કોઈ આંચ આવવા દઈશું નહી* નો મતલબ દેશના મુસલમાનો એ તલવારના વીંઝાતા ઘા સહન કરીને મરી જવું?
_____________part-3 _______________
*આજ ની વાયરલ ઓડીયો માં થયેલ વાતચીત માં જે ચર્ચા થઈ છે જે દુઃખદ છે. મોહસિને આઝમ મિશન ખિદમતે ખલ્ક ના કાર્યો માં કોઈપણ પ્રકાર નો ભેદભાવ રાખતી નથી, તમામ સેવાકીય કાર્યો માં માત્ર અને માત્ર માનવ સેવા નો અભિગમ રાખે છે... બુજુર્ગોના નકશે કદમ ઉપર ચાલી ને કૌમ ની ખિદમત નો જઝબો રાખે છે.*
*મિશન ના સર્વે સર્વા સૈયદ હસન અસકરી સાહેબ છે અને તેમના માર્ગદર્શન હેઠળ તમામ સેવાકીય કાર્યો શરીઅત ના અનુસાર ઓલમા-એ-કિરામ ની સરપરસ્તી માં થાય છે.*
*મોહસિને આઝમ મિશન આવા કોઈ પણ વિચારો ને સમર્થન આપતું નથી.*
*🖋️મોહસિને આઝમ મિશન (સેન્ટ્રલ કમિટી)*