Followers

Tuesday, 5 July 2022

૦૫ જુલાઈ ૨૦૨૨ નેશનલ પાર્ક સોસાયટી રોડ બાબત મિડીયા સમક્ષ રજુઆત .

    સાંજે  ૬ વાગે . ૫ જુલાઈ ૨૦૨૨ 
 *મુસ્લિમ નેતાઓ પોતાના વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં અસફળ.*

     ૦૫ જુલાઈ ૨૦૨૨
    
     ભરૂચ શહેરના નગરપાલિકા પશ્ચિમ વિસ્તારમાં  વોર્ડ નંબર ૧ માં આવેલ ઘણી સોસાયટીઓમાં રોડ,ગટર જેવી નાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મુસ્લિમ નેતાઓ  અસફળ થયા છે, *આજની તારીખમાં તમે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની મુસ્લિમ સોસાયટીમાં એકવાર પ્રવાસ કરી જોવો તમને આ સમસ્યાઓ તમારી નજરો સમક્ષ જોવા મળશે,* ઘણી સોસાયટીના લોકો સમય સમય પર પોતાની પ્રાથમિક સુવિધાઓ બાબત અવાજ ઉઠાવે છે, પણ ફકંત વોટ લેવાથી ટેવાયેલા મુસ્લિમ નેતાઓ ચુટણી સમયે મોટા મોટા વાયદા કરી ચુટણી પછી પોતાના વિસ્તારમાં જોવા પણ નથી આવતા.

    ભરૂચ શહેર નો પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર ૧ A કેટેગરી નો હાઉસ ટેકસ ભરવા છતા તેમના નેતા પ્રજાતંત્ર માં પ્રજાના વોટ લઈને પ્રજાને *નાની નાની પ્રાથમિક સુવિધાઓ સરકાર પાસેથી અપાવવામાં અસફળ હોય તો શું  આ ફક્ત વોટ લેતા નેતાઓ પ્રજાના પ્રતિનિધિ કહેવાય ખરા❓* જ્યારે પણ ચુટણી આવે મુસ્લિમ સમાજે આંખો બંધ કરીને હર હમેશ કોંગ્રેસ પાર્ટીને વોટ આપી પ્રજાના પ્રતિનિધિ માટે  અપેક્ષા રાખી છે, પણ જોવામાં એમ પણ આવે છે, કોંગ્રેસ પાર્ટી ના ભરૂચ જિલ્લાના અને શહેરના આલા કમાન હોદ્દાઓ પર બેઠેલા નેતાઓ  તેમની પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ  પ્રજા માટે કેવા કામ કરે છે❓ કેટલો વિશ્વાસ જીતે છે ❓ તેનું  વિશ્લેષણ કરવા પણ આ કોંગ્રેસ પાર્ટી ના *આલા કમાનના લોકો કદી મુસ્લિમ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ બાબત વિશ્લેષણ નથી કરતા,* જ્યારે નગરપાલિકા, વિધાનસભા, લોકસભા, જેવી ચુટણી આવે એટલે મુસ્લિમ વિસ્તારમાં જઈને વોટ લેવા આવી જાય છે.

    ભરૂચ શહેરના કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ "શ્રી.પરીમલ રાણા" અને મુસ્લિમ સમાજના સમ્માનિત એવા ગુજરાત લઘુમતી મોર્ચાના પ્રમુખ "જનાબ યુનુસ પટેલ (અમદાવાદી)  જેવા પાર્ટીના મોટા હોદ્દાઓ બિરાજમાન નેતાઓ પણ કદી મુસ્લિમ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓમા અસફળ રેહતા મુસ્લિમ નેતાઓના કાર્યથી અસંતોષ મુ.પ્રજાનું  વિશ્લેષણ નથી કરતા.

  હમારી નેશનલ પાર્ક સોસાયટી ના લઈને રોડની ગ્રાન્ડ મંજુર થવા છતા આજ દીન સુધી કેટલી ગલીઓમાં રોડની પરિસ્થિતિ ખરાબ છે, કેટલી વાર રજુઆત કરવા છતા પ્રજાને સંતોષ થાય તેમ પ્રયાસો કરવામાં નથી આવતા, પશ્ચિમ વિસ્તારમાં  આવેલ  સોસાયટીના જાગૃત લોકોને ખાસ અપીલ આપણે આવી નાની સમસ્યા માટે એક સાથે થઈને ફક્ત વોટ લેવા આવતા નેતાઓ સામે જનતાની શક્તિ  અને જાગૃતિ બતાવવા માટે પ્રયાસ કરવો પડશે, આપણે અલગ અલગ પોતાની સમસ્યા માટે અવાજ ઉઠાવવા કરતા *"એક સાથે એક અવાજ"* તરફ આવવાની સખ્ત જરૂર છે, તે માટે આવનાર ટુક સમયમાં પશ્ચિમ વિસ્તારની દરેક સોસાયટીની પ્રાથમિક સમસ્યાઓ ની યાદી બનાવી આગળની રણનીતિ બનાવવા માટે આગળ વધવું પડશે.

    *ચુટણી સમયે ફક્ત વોટ લઈને ગાયબ થઈ જતા નેતાઓ સામે પ્રજા શક્તિ બનાવવી ઘણી જરૂરત છે.*
       
     *"જન સંપર્ક જાગૃતિ અભિયાન"*
 ✒️  હુજૈફા પટેલ મો.9898335767







  

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...