Whatsapp viral 31/07/2019
સમાજ ની વર્તમાન સમય ની માંગ
ટ્રીપલ તલાક વિધેયક શું છે ??
કોઈ પણ મુસમલમાન પુરુષ પત્નીને એક જ સમય માં તલાક ત્રણ વાર બોલે તો જેલ ની સજા નો કાયદો. તેને કહેવાય ટ્રિપલ તલાક વીધેયક.
ખરેખર વાત સમજવાની એ છે કે આ કાયદો વિધેયક લાવવવાની જરૂર કેમ પડી ??
25 કરોડ મુસમાનો ના રેહનુમા , આલીમો બુદ્ધિજીવીઓ કે સમાજ ના મહાનુભવો, કોની ચૂક થી આ સ્થિતિ ઉભી થઇ ???
આ પ્રશ્ર વિચાર માંગી લે તેવો છે
પ્રશ્ન એ છે કે કોઈ મુસલમાન પુરુષ ત્રણ તલાક એક સાથે બોલે તો શરીઅત કુરાન માં આ બાબત કઈ રીતે અને ક્યાં સંજોગ માં સહમતી આપે છે? તે પણ બારીકાઇ થી જોવું રહયુ.
મુખ્ય વાત એ છે કે જો તલાક આપનાર પુરુષ ખરેખર નિકાહથી શરીઅત મુજબ પતિ પત્નીના બંધન માં બંધાયા હોય, તો તલાક માં પણ તમો શરીઅતથી 100% બંધાયેલ છો .
પછી કોર્ટ માં જવાની જરૂર કેમ ઉભી થઈ ??
જ્યાં જરૂર જણાઈ આવે ત્યાં તો ઇસ્લામી કાનૂન છે જ!
કેમ કોઈ એ આ મામલાને કોર્ટ માં જતા અટકાવવામાં આજ સુધી અવાજ ના ઉઠાવ્યો ???
સવાલ આ જ મહત્વનો છે.
કોઈ પણ સામાજિક મામલા ને શરિયત ના દાયરામાં સુલજાવી દીન અને ઈમાન ની હિફાઝત કરો,
આવા કાયદા ઓ થી સાચા મુસલમાન ને કોઈ ફર્ક ના પડે.
બસ જરૂર છે સમાજ ના મારખાને સંગઠીત કરી સંકૂચિતતા માંથી, તેમજ લાલચ માંથી બહાર આવી, કુદરત ના કાનૂનને અપનાવી, અાખેરત ને સુધારી, મોમીન તરીકે જીવન વ્યતીત કરવાની આવશ્યકતા છે.
એમાં જ કૌમ ની ભલાઈ છે.
આપણે એજ દુઆ કરવી કે, મુસ્લિમ બેહનોના ઈન્સાફની જે વ્યક્તીને વધારે ફિકર હતી તેમને અલ્લાહ સદબુદ્ધી આપે અને એ જશોદાબેન સાથે પણ ન્યાય અને ઈન્સાફ કરે.