Followers

Friday, 4 September 2020

ગુંડાઓની ખેર નહીં: 'ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલ'ને મંજૂરી

'ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલ'ને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં બિલને મંજૂરી મળી છે. ગુંડાગીરી કરનાર સામે 10 વર્ષ સુધી સજાની જોગવાઈ અને 50 હજારનો દંડ થશે.

ગાંધીનગર: 'ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલ'ને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં બિલને મંજૂરી મળી છે. ગુંડાગીરી કરનાર સામે 10 વર્ષ સુધી સજાની જોગવાઈ અને 50 હજારનો દંડ થશે. ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટની રચના પણ કરવામાં આવશે. બીલને મંજૂરી મળતા આગામી દિવસોમાં વટ હુકમ બહાર પાડવામાં આવશે.

ગુંડાગીરી છોડો નહીં તો ગુજરાત છોડો... અહિંસા અને શાંતિની ભૂમિ ગણાતા ગુજરાતમાં ગુંડાગીરી ચાલશે નહીં. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલને મંજૂરી આપી છે. હવે ગુંડાગીરી કરનારાં અસામાજિક તત્વો સામે 10 વર્ષ સુધીની કડક જેલ અને 50 હજાર રૂપિયાનો દંડ થશે. તેમની મિલકત પણ જપ્ત કરવામાં આવશે.

ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે. તો ગુંડાગીરી કરતા ટપોરીઓ, મવાલીઓ, અસામાજિક તત્વો અને રોમિયો- સાવધાન... હવે તમારી ખેર નથી. ગુંડા એક્ટ હેઠળ હવે તમારી બદમાશીને ડામીને જેલના સળિયા ગણતા કરી દેવામાં આવશે. ગુજરાતને ગુંડાઓથી બચાવવા માટે મુખ્યમંત્રી ખુદ મેદાનમાં ઉતર્યા છે. હવે ગુંડાઓ, બદમાશો, ચેઇન સ્નેચરો અને લૂંટારાઓથી જનતાને શાંતિ થઇ જશે. કાયદાનો હથોડો એવો વાગશે કે ગુંડાઓ ગુજરાત છોડીને ભાગશે.

આ ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ:- 

  • ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરશે.
  • ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે.
  • ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે.
  • સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે.
  • ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક.
  • દારૂનો વેપાર, જુગાર, ગાયોના કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.
  • પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત, સલામત, સુરક્ષિત, સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા.
  • રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા, હિંસા, ધાકધમકી, બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીનો નિશ્ચય.
  • ગુંડાઓ જમીન કૌભાંડકારો, ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત-નેસ્તનાબૂદ કરવાનો વિજયભાઇ રૂપાણીનો નક્કર અભિગમ.

ગુંડા તત્વોની વ્યાખ્યા

વ્યક્તિગત અથવા જુથમાં  હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા અંતર્ગત સજા પાત્રતામાં કરવામાં આવ્યો છે. 

કોઇ ગુંડા તત્વ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતા હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને 7 વર્ષથી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની કેદની અને 50 હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ પણ આ નવા કાયદૃામાં સુનિશ્ર્ચિત કરી છે. 

સરકારી કર્મચારી હોય તેવી કોઇ વ્યક્તિ આવા ગુંડા તત્વોને ગુનો કરવા પ્રેરિત કરે  તો?

એટલું જ નહિ પણ સરકારી કર્મચારી હોય તેવી કોઇ વ્યક્તિ આવા ગુંડા તત્વોને ગુનો કરવા પ્રેરિત કરે કે મદદ કરે અથવા ગેરકાયદે રીતે કોઇ મદદ કરે કે સાથ આપે તો તેને ઓછામાં ઓછી 3 અને વધુમાં વધુ  10 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. 

આ અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડા તત્વોને પણ સજા

આ અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડા તત્વો દ્વારા કરવામાં આવેલા કોઇપણ કાર્ય માટે 10 હજાર સુધી દંડ સહિત અથવા દંડ વિના 6 મહિના સુધીની કેદની સજાની જોગવાઇ પણ  કરવામાં આવી છે. આ વટહુકમ હેઠળ કોઇ પણ ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી સિવાય આવો ગુનો નોંધી શકાશે નહી તેવી જોગવાઇ પણ કરવામાં આવી છે.

ગુંડા એક્ટમાં જોગવાઈઓ

માનવ તસ્કરી
ગૌવંશ હત્યા
નાણાંકીય છેતરપિંડી સહિતના ગુનાઓ
જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો
સરકારની વિરૂદ્ધ કોઈ સમાજને ભડકાવવો અથવા તેના જેવું કૃત્ય.


7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...