Followers

Wednesday, 30 September 2020

અપને વાલા હૈ. WhatsApp Masej



૧૯૬૯માં જ્યારે હિંન્દુ મુસલમાનના રમખાણો થયાં હતાં.
ત્યારે મારો જન્મ પણ નહોતો થયો.
પરંતુ મારા દાદા તે વખતનાં રમખાણો ની વતો કરતાં અને કહેતા કે ૧૯૬૯ના હિંન્દુ મુસલમાનના રમખાણોથી ૧૯૮૦સુધી અમદાવાદની શાંતી ઉડીને આંખે વળગતી હતી.
શાંત અને રમણીય જુનુ શહેર.
ચારે તરફથી ખુલ્લું અને આહલાદક વાતાવરણથી છલકતું  કાંકરીયા તળાવ.
પોળો ,મહોલ્લાઓ,ચાલીઓથી ધબકતું અમદાવાદ શહેર.
જુના અમદાવાદમાં આવેલી સિનેમાંઓ ની ભરમાર.
હિંન્દી ગુજરાતી ફિલ્મોનાં મસમોટા આકાશને આંબતા હોર્ડિંગ્સ,.
સિદ્દીસૈયદની ઝાળી
રાણીનો હજીરો
ઝુલતો મિનારો
મિલોના ભૂંગળા
જુના શહેર ફરતે નક્શીકામ કરેલા તોતિંગ આલિશાન દરવાજાઓ થી શોભતું અહમદશાહ બાદશાહે વસાવેલું અમદાવાદ શહેર હતું,,,

એ સમયે ઘડિયાળો ખુબજ ઓછી હતી.અને..
મજુરો માટે તો ભૂઉઉઉઉઉઉઉઉ....ભૂઉઉઉઉઉઉઉઉ કરતી મીલોની સાયરન જ એમની ઘળિયાળ હતી.
કાપડની મીલોમાં અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું હતું.
એ જમાનામાં અમદાવાદ ફક્ત ભારતમા જ નહી પરંતુ દુનીયાનાં લગભગ દેશોમાં કાપડ સપ્લાય કરતું હતું...
કાપડની મીલોનો તો એવો આલમ હતો કે એ જમાના પારકી થાપણ નામની ગુજરાતી ફિલ્મમાં એક હેલો પણ ગવાયો હતો...

એ હેલો કઇંક આવો હતો.... 

""હે...એ એ...કાંકરિયાની પાળે ને આથમતે અજવાળે,
આંખડીયુંની ચાળે મારો મીઠોમીઠો પ્રેમ કેરો હેલો સાંભળોજી,,,
હે,,જીરે..મારો હેલો સાંભળો,,જી..
ગોરી તને વાત કહું આજે મારા દિલની, સાડીઓ પહેરાવું તને જુદી જુદી મીલની, હેએ.... કસ્તુરભાની કાળી ને લાલભાઈની લાલી હે સારાભાઈની સાડી મારો મીઠોમીઠો પ્રમ કેરો હેલો સાંભળો જીઇઇઇ,...

આવા કઇંક હેલા, દુહા,રાસ ગરબા,ના તાલે ઝુમતા અમદાવાદને ૧૯૮૦પછી કોંગ્રેસનાં પાપે કલંક લાગ્યું,.
તે વખતે લાલીયાંઓ (સામ્યવાદીયોં)નું બહુ જોર  હતું છાશવારે હડતાલો દ્વારા મીલોને તાળાબંધી,મીલમાલિકોને મીલના ઝાંપા પર બંગડીઓ પહેરાવવાના કાર્યક્રમો થતાં અને મીલોનું તંત્ર ઠપ થઇ જતું,જેનાથી મીલમાલિકો કંટાળી ગયા હતા.
આજની જેમ તે સમયે પણ મીલ માલિકો અને વહેપારીઓના ઈશારે સરકાર ચાલતી હતી.
તે વખતે મિલોના આંદોલનોને ખાળવા કોંગ્રેસ સરકાર,મીલમાલિકો,મજુર મહાજનો અમુક કહેવાતા કૉમરેડો દ્વારા ચાલતા ટ્રેડ યુનિયનો, મજુર યુનિયનોની મીલી ભગતથી ૧૯૮૧માં ઓબીસી,એસસી,એસટી, વિરુધ અનામત આંદોલન નો પલિતો ચંપાયો જેમાં મીલમાલિકો સફળ રહ્યા.
તે સમયે ઇલેકટ્રોનિક્સ મિડીયા ન હતું પરંતુ પ્રિંટમિડીયા હતું જેમા ગુજરાત સમાચારે સરકાર,મીલમાલિકો સાથે મળી સવર્ણોના સમર્થનમાં ખભેખભો મિલાવી દલિતો વિરુધ્ધ એટલું જાતિવાદી ઝેર ઓક્યું હતું કે તે તેના સમાચાર પત્રમાં ઢેઢા શબ્દનો પણ ભરપુર ઉપયોગ કરતો હતો.
૧૯૮૧ થી ૧૯૮૫ સુધી દલિતો પર જ્યારે પણ અત્યાચાર અને જુલ્મો થતાં ત્યારે અમદાવાદ શહેરનો એક જ સમાજ દલિત સમાજની પડખે ઉભો રહેતો હતો અને તે હતો મુસ્લિમ સમાજ રાતદિવસ ચાલતા રમખાણોમાં વારંવાર કરફ્યું લાગતો જેમા અનાજ કરિયાણું દુધ શાક ના ફાંફાં પડતાં,.
સવર્ણોને તો સરકાર દ્વારા પોલીસ  વાનમાં ખાવા પીવાની સામગ્રી પહોચતી કરવામાં આવતી હતી જ્યારે દલિત સમાજને મુસ્લિમ સમાજ તમામ પ્રકારની મદદ કરતો હતો.
૧૯૮૧ થી ૧૯૮૭ સુધી જે મુસ્લિમ સમાજ *દલિત* સમાજ ની પડખે સુખ દુ:ખમાં સહભાગી થતો હતો તે મુસલમાનને *મુસલમાન* માથી *મિંયો* બનાવવાની કવાયત શરુઆત થઈ.!!!
ઝાંઝરકા ના ગાદીપતી બળદેવદાસ ટુંડીયા ભાજપના ૫૦ પૈસાના સભ્ય બન્યા. અશોકભટ્ટ, હરિનપાઠક, મયુરદવે , કેશુભાઈપટેલ, જેવા ભાજપના ટોચના નેતાઓ અમદાવાદ શહેરની ગંદી ઝુપડપટ્ટીના ગોબરા  દલિતની ચાલીઓમાં  ઝાંઝરકાના ગાદીપતી બળદેવદાસ બાપુને ખભે ઉપાડીને પરિક્રમા શરૂ કરી અને દલિતોમાં પગ પેસારો કર્યો..
પછી નિરંતર દલિતોનું બ્રેઇનવૉશ કરવાનું ચાલું કર્યું .
અશોકભટ્ટ, હરિનપાઠક, મયુરદવે.જેવા સવર્ણો  ઓબીસી,એસસી,એસટી, વિરુધ ના અનામત આંદોલનમાં ઢેઢા કહીને સંબોધતા હતાં તેઓએ   બળદેવદાસ બાપુની આડમાં દલિતોને હિંન્દુ બનાવવાનું કાવતરું ચાલું થયું...
જે હરિનપાઠક, અશોકભટ્ટ, જગરૂપસિંહ જેવા નેતાઓએ અમદાવાદ શહેરમાં આવેલ બાબાસાહેબના સ્ટેચ્યુંંને ટ્રકથી ખેંચી તોડી પાડવા આગેવાની લીધી હતી એજ અશોકભટ્ટ અને હરિનપાઠકને દલિતો હારતોરાથી આગતા સ્વાગતા કરવા લાગ્યા.
ધીરે ધીરે ભાજપે એવો પગદંડો જમાવ્યો કે આપણે ઢેઢા માંથી દલિત અને દલિતમાંથી "હિંન્દુ"સોરી"હિંન્દુનહી સવાયા હિંન્દુ બની ગયા...

૧૯૮૧ થી ૧૯૮૫ સુધી જે મુસ્લિમ સમાજ દલિતો માટે મુસલમાન હતો,,
તે "મુસલમાન" મુસલમાન માંથી દલિતો માટે "મિંયો" ક્યારે બન્યો એની ખબર સુધ્ધા ના રહી,,,

*આદીકાળથી મીલકાળ સુધીનો જાતિવાદ*

સવર્ણ મીલમાલિકો ની જાતિવાદી માનસિક્તાનું ઉદાહરણ મીલોના યુગમાં મીલમાલિકો સવર્ણોને અલગથી ટેકનિકલ તાલિમ આપતા જેમાં મશીનરી ચલાવવી તેમજ તેને રિપેર કરવી ત્યારબાદ ત્યાંજ નોકરી પર રાખી લેવો અને સાહેબ જેવો લાગે તેવુંજ કામ સોંપવું.... 

જ્યારે દલિતો અને મુસ્લિમોને.
બારેમાસ 45ડીગ્રી ટેંમ્પરેચર વાળુ બોઇલર ચલાવવું.
બોઇલરથી એક કિલોમિટર દુર ઉતારવામાં આવેલ બળતરના કોલસા ભરેલી લોખંડની લારીઓ ખેંચવી.
કાપડ બનાવવામાં વપરાતાં જીવલેણ કેમિકલો મિક્ષ કરવા.
બોઇલરમાં કોલસો બળીને ખાખ થયેલી રાખોડી કાઢવી તેને લારીમાં ભરી ત્યાંથી દુર નાંખવી.તેમજ દરેક પ્રકારનો શરીરને નીચોડીને થકવી નાંખતો શ્રમ કરવો..

*જયસંવિધાન  20th jan 2020

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...