ભરૂચ શહેર ની પશ્ચિમે આવેલા બંબાખાના વિસ્તાર ની નજીક મુસ્લિમો ની એક ખૂબ નાનકડી વસતી નું ફળીયું છે - જેનું નામ ઈસ્હાકપુરા છે, આ વિસ્તાર આજથી ચાળીસેક વરસ પર મુસ્લિમોની ખૂબ બહોળી વસ્તી ધરાવતો હતો, સ્ટેશન થી દહેજ તરફ જતા મુસ્લિમ ગામો ના રહીશોનું એ બારુ હતું. આ વિસ્તારમાં આખા ભરૂચ શહેર ની જુદી-જુદી જમાતોના વધતા ઓછા પંદર થી વીસ કબ્રસ્તાનો છે, નજીકમાં ગુજરાત ની ઐતિહાસિક ઈદગાહ છે, તેનાથી થોડે ક અંતરે માટલી વાલા દારૂલઉલુમ દીની દર્સગાહ છે, આ ગરીબ વસ્તી ના મુસ્લિમો હીંમત વાળા હતા, ત્યાં હિન્દુ ખારવા,માછી ઓ ની પણ ગીચ વસ્તી છે, તે લોકો માં અભણતા ગરીબી, ધર્મ ઝનૂન અને મકાનોની તંગી ને ધ્યાને લઈ આર એસ એસ એ તેમની પાછળ ખૂબ મહેનત કરી, ૧૯૮૯ પછી દેશનો માહોલ બદલતાં ની સાથે જ આ લોકો એ માથું ઊંચક્યું, વાતે વાતે અહીં ના મુસ્લિમો ની કનડગત શરૂ થઈ, નાના ઝઘડાઓ માં જાનમાલ પર હૂમલા ઓ વધ્યા, ઉપરથી આ કોમવાદી તત્વો ને સત્તા વાળા ઓ ની હૂંફ અને હીંમત મળી, લૂંટફાટ કરનારા ઓ ની હીંમત વધી, નાની વાતમાં તોફાનો થાય, મુસ્લિમો ની માલમિલકત પર પોલીસ ની હાજરી માં જ ભયંકર હૂમલા ઓ વધ્યા, મુસ્લિમો ની હીજરત વધી, ખૂન લૂંટફાટ મકાનો સળગાવવા ના બનાવોથી મફતના ભાવે આ જ ખારવા માછી ઓ ને હીજરત કરનારા મુસ્લિમો ના મકાન મિલકતો મળવા લાગ્યા, હવે આજે આશરે દોઢસો કુટુંબમાં થી લગભગ પચ્ચીસેક કુટુંબ અલ્લાહ ના ભરોસા પર મસ્જિદ, મદ્રેસા અને કબ્રસ્તાનો ની સલામતીની ફીકર ચિંતા માં ટકી રહ્યાં છે, ખરેખર તો આજના તેમનાં કસોટી ના સમયમાં સખાવતી દાનિશમંદો એ આ વિસ્તાર ની વસ્તી વધારવા એડીચોટીનું જોર લગાવી ફીકરમંદ બનવાની જરૂર છે, તેવા વખતે આ ઈસ્હાકપુરા નું નાક ગણાતી મુસ્લિમ વસતી ની બરાબર વચ્ચે, મસ્જિદ તથા કબ્રસ્તાનોની બરાબર સામે આવેલી લગભગ સત્તર અઢાર હજાર ચોરસ ફૂટ જેટલી ખુલ્લી જમીન જે લગભગ પાંત્રીસ ચાળીસ વરસ થી ખુલ્લી પડી છે ( જે ખરેખર તો આ મુસ્લિમ વસતી ના પરિણામ સ્વરૂપ જ સલામત રહી શકી છે )
આ જમીન ના માલિકો ફાંસીવાલા ફેમિલી તથા તેમના ભાગીદારો એ, અહીં ના બિન મુસ્લિમો સાથે આ જમીન વેચવા માટે સોદો કર્યો છે.
અમારી મુસ્લિમ સમાજ ને ખૂબજ દર્દમંદાના અપીલ છે, આવા સંજોગોમાં ઈસ્હાકપુરા ની આ લાચાર નાનકડી મઝલૂમ મુસ્લિમ વસતી જે આટઆટલા ભયંકર તોફાનો ના ઝંઝાવાતો માં પણ અલ્લાહ ભરોંસે અડીખમ રહી છે, તેની મદદે આગળ આવે, આ વેચનારા ભાઈઓને રોકે, હિન્દુ ખારવા માછી સમાજ ના હાથમાં આ જમીન વેચાતી અટકાવે, અથવા આ મઝલૂમ વસતી ના વિશાળ હીત માં આ જગ્યા ને ખરીદી લઈ, ગરીબ મુસ્લિમો ને રાહતદરે રહેણાંક મકાનો બનાવી દઈ મઝલૂમ ઉમ્મતીઓનો સહારો બને, એનાથી મોટી કઈ ઈબાદત હશે.
______________ઉપરના મેસેજ નો જવાબ________
ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ બિરાદરો ને ઈસ્હાકપુરા, ભરૂચ ના ભાઈઓ તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે કે,
હાલમાં "ભરૂચની પશ્ચિમે આવેલા બંબાખાના...." નામનો ૩-૪ વરસ જૂનો મેસેજ કોઈક લોકોએ હાલમાં અમારા ઈસ્હાકપુરા ના નામે ખોટી રીતે ફરીથી ફરતો કરેલ છે.
કેટલાક વરસો પહેલાં જ્યારે આ મેસેજ જાહેર કરાયો હતો, ત્યારે જિલ્લાના એક મોટા વડીલ ની દરમ્યાનગીરી થી વેલફેર હોસ્પિટલ સંચાલક મર્હુમ સલીમ ભાઈ ફાંસીવાલા એ આ મિલકત બાબતે સમાધાનકારી લોકોની હાજરીમાં ખાતરી આપી હતી કે ઈસ્હાકપુરા તથા કૌમના હીતને નુકસાન થાય એવી કોઈ જ કાર્યવાહી કરવામાં નહિ આવે, એટલું જ નહીં એમણે એ સોદો કેન્સલ કર્યો હતો.
વળી આ જગ્યાના અન્ય ભાગીદાર હાજી ઈસ્માઈલ દુધવાલા ભાઈજીહાલ એ પણ જાહેરમાં મહોલ્લાના મુસ્લિમ બિરાદરો ને જણાવેલું કે ઈસ્હાકપુરાની નાનકડી વસ્તી ને નુકસાન થાય એવું કોઈ જ પગલું અમે નહિ ભરીએ.
જેથી તે સમયે જ આ વિવાદ નો અંત આવી ગયેલો.
જોકે મર્હુમ સલીમભાઈ ફાંસીવાલા ના ઈન્તેકાલ પછી આ જગ્યાના તેમના કોઈ ભાગીદાર તરફથી આ અંગેની કોઈક હરકત ફરીથી શરૂ થવા ને કારણે, ફરીથી આ અંગેનો વિવાદ ઉભો થવાથી, ભરૂચ વેલફેર હોસ્પિટલ ના અત્યારના સંચાલક જનાબ ડોક્ટર ખાલીદભાઈ ફાંસીવાલા એ ખૂબજ વ્યવહારૂ અને પોઝીટીવ અભિગમ અપનાવી ઈસ્હાકપુરાની આ ગરીબ મઝલુમ મુસ્લિમ વસ્તી ની હમદર્દી માં એમના થી જે કંઈ પણ સાથ સહકાર અને સહયોગ આપી શકાશે તે આપવાનું વચન આપ્યું હતું અને એવી ઉમ્મીદ પણ જાહેર કરી હતી કે અલ્લાહ તઆલા સમાજના એવા કોઈ હમદર્દ ઉભા કરે જે જરૂરતમંદોના હીત માં આ મિલકત ખરીદી લે .
જનાબ ડો. ખાલીદભાઈ ના આવા નિખાલસ અને હમદર્દાના પોઝિટિવ વ્યવહાર પછીથી આ બાબતના વિવાદ નો અંત આવ્યો હતો .
તેમ છતાં ઘણાં સમય પછી અત્યારે ફરીથી ૩ વરસ જૂનો મેસેજ મુસ્લિમ સમાજમાં જે કોઈએ પણ ફરતો કર્યો હોય, ભલે પછી તેમનો ઈરાદો ઈસ્હાકપુરા ની ગરીબ મઝલુમ વસ્તીની હમદર્દી માટે નો ભલાઈ નો હોય અથવા તો પછી કોઈ વ્યક્તિ કે વ્યકિતઓને નુકસાન પહોંચાડવાનો ફીત્નાખોરી નો હોય, તેમના આવા કૃત્ય ને અમે યોગ્ય સમજતા નથી.
એમ પણ બંબાખાના વિસ્તારના આ ગરીબ મઝલુમ ઈસ્હાકપુરાની વસ્તી વરસોથી મુસીબતો અને તકલીફો નો માર વેઠતી આવી રહી છે, જેથી અમારા વહાલા વડીલો, બુઝુર્ગો, ભાઈઓ, આ વસ્તી વરસોથી કૌમની હમદર્દી અને ખુસુસી દુઆઓ ની મોહતાજ રહી છે, આ ઈસ્હાકપુરા લાચાર વિસ્તાર ને કૌમના સાચા નિસ્વાર્થ અને હમદર્દી ભર્યા સાથ સહકાર ની આજે પણ ઘણી જરૂરત છે, એવા વખતે બિનજરૂરી રીતે, જૂના ભૂલાઈ ગયેલા મેસેજ થી લોકોમાં ખોટી સમજ ન ફેલાય અને આ કમજોર વસ્તીને કોઈ પણ રીતે નુકસાન ન થાય તેનો ખ્યાલ કરવા અમારી નમ્ર વિનંતી છે.
લિ. અમો છીએ, આપની ભલી દુઆઓ અને ભલી લાગણીઓ ના મોહતાજ -
ભરૂચ ઈસ્હાકપુરા બંબાખાના ના રહીશો.
ભરૂચ તા. ૦૫/૦૫/૨૦૨૨