\|/
@kb
મનુસ્મૃતિ મુજબ કોર્ટો એ ન્યાય કરવાનો છે ભારતીય બંધારણ મુજબ ?
*** *** *** *** ***
આ દેશની કોઇ કોર્ટ મનુ સ્મૃતિ ના શ્લોક નો રેફરન્સ પોતાના ટાંકીને અને તે મનુસ્મૃતિના સંસ્કૃત ભાષાના શ્લોક પર આધાર રાખીને કોઇ ફોજદારી કે સેશન્સ કેશનો ચુકાદો આપી શકે ખરી ?
આવા મનુસ્મૃતિ નામના હિન્દુવાદ માં માનતા હોય તેવું કે જ્ઞાતિવાદ ધર્મ કે સંપ્રદાય માં માનનાર હોય તેવુ બને. તેના ચુકાદાઓમાં ધર્માંધતા જ્ઞાતિગત ભેદભાવ ની શંભાવના ખરી. તેઓની કારકીર્દી દરમિયાન ના ચુકાદાઓનો અભ્યાસ કરવામાં આવે તે જરુરી છે. એવું પણ બને કે તેની કોર્ટ માં જો કોઈ દલિત ફરીયાદી કે પિડીત હોય અને ગુનેગાર બિનદલિત હોય તો રેકર્ડ પર ગુનેગાર ની વિરૂદ્ધ પુરાવો આવવા છતાં એટ્રોસિટી એકટ કે પ્રોટેક્શન ઓફ સીવીલ રાઇટ્સ ના તુલસી કૃત રામાયણ ના શ્લોક "ઢોલ ગવાર શુદ્ર પશુ ઔર નારી યે સબ તાડન કે અધિકારી " નો સંદર્ભ ટાંકીને તે પ્રમાણે ચુકાદાઓ આપે તેવું બને.
મનુસ્મૃતિમાં વર્ણાશ્રમ અને વર્ણવ્યવસ્થા ને પ્રોત્સાહન આપનાર શ્લોકો અથવા શુદ્ર ને સાવ નીચલી જ્ઞાતિના ગણ્યા છે જ્યારે બ્રાહ્મણ સૌથી ઉચ્ચ વર્ણ ના ગણ્યા છે તેનો આધાર લઈ ચુકાદાઓ આપે તેવું બને ખરૂ. મનુસ્મૃતિમાં ગુનાઓ અને શિક્ષા ઓ પક્ષકારોના વર્ણ પ્રણાણે વર્ગીકરણ કરીને તે અંગે જે ભેદભાવયુકત શ્લોકો લખ્યા છે તેનો રેફરન્સ ટાકી ને તે પ્રમાણે જ ચુકાદાઓ આપે તેવું બને.
જજો માટે કોડ ઓફ કન્ડકટ ના રુલ્સ છે. ચુકાદાઓ કેમ લખવા ? ચુકાદાઓ માં શેનો રેફરન્સ ટાંકી શકાય અને શેનો નહિ તેના માપદંડ નક્કી કરેલ છે. જજ ચાહે તે કોઈ પણ જ્ઞાતિના હોય, તેનો અમુક ધર્મના હોય પણ તે જજ નો હોદ્દો ગ્રહણ કરે એટલે ભારતીય બંધારણ ને અનુસરવાના અને વફાદાર રહેવાના સોગંદ લીધા હોય છે. એટલું જ નહિ પણ કોઈ પણ પ્રકારની અસ્પૃશ્યતા નહિ આચરવાના સોગંદ લીધા હોય છે. હકીકતમાં ચુકાદાઓ માં કેસની હકીકત, રજુ થયેલ પુરાવાઓ, કાયદાની લાગુ પડતી કલમો, ભારતીય બંધારણ ની લાગુ પડતી જોગવાઈઓ, નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટો ના લાગુ પડતા ચુકાદાના રેફરન્સ લઇ શકાય. આમ તો કાયદા અને ન્યાય ની ભાષા અંગ્રેજી છે. મૂળભૂત અધિકારો મૂળ તો મેગ્ના કાર્ટા ની નિપજ છે. કાનૂની પરિભાષા સમજવી હોય તો લેટીન ગ્રીક અને રોમન કાનૂની સૂત્રો છે. તે સૂત્રોનો રેફરન્સ આજે પણ નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટો અને ક્યારેક લોઅર કોર્ટે લ્યે છે. જે જજ આવા સૂત્રોના રેફરન્સ ટાકી જાણે તેની વિદ્વતા ઉપસી આવતી હોય છે.
કોઇ અમુક ધર્મ ના ગ્રંથો ના શ્લોકો ટાંકવાથી તે ચુકાદામાં ધાર્મિક કે જ્ઞાતિગત ભેદભાવ યુક્ત માનસિકતા તે જજ ધરાવે છે તે છતી થયા વગર ન રહે. એક જજમેન્ટમાં મોરના આંસુ થી ઢેલ પ્રેગનન્ટ બને તેવું લખેલ. આ લોજીક ન સમજાય તેવું છે.
ચુકાદો એ ન્યાયાધીશના અંતરાત્માનું પ્રતિબિંબ પણ છે, તે ચુકાદામાં જે લખે છે તે તેની નિષ્પક્ષતા, પ્રામાણિકતા અને બૌદ્ધિક પ્રામાણિકતાનો પુરાવો કે પ્રમાણ છે. ચુકાદો લેખન ન્યાયિક અધિકારીઓને તેમની પોતાની ક્ષમતા અને નૈતિક અખંડિતતા અને સામાજિક ઉપયોગિતાની ઉચ્ચ પરંપરામાં સહભાગી બનવાની તેમની યોગ્યતા દર્શાવવાની તક પૂરી પાડે છે. પણ આવી તક ના ઉપયોગ પોતે જે ધર્મ પાળતા હોય તેના ગ્રંથો નો દુરુપયોગ કરીને ન કરાય.
ન્યાયાધીશ એ માનવ છે. તે એક સામાન્ય માણસની જેમ ચારિત્ર્યમાં સમાન શક્તિ અને નબળાઈ ધરાવે છે. બધા માણસોની જેમ જજની અંગત પસંદગીઓ અને પૂર્વ-સ્વભાવ હોય છે. ન્યાયાધીશને તેની કારકિર્દીની શરૂઆતમાં, ચુકાદો લખવા માટે સ્થાયી ધોરણો અને પ્રેક્ટિસનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. જજો પક્ષપાત અને પક્ષપાતથી મુક્ત નથી. ઘણીવાર છૂપો અથવા અર્ધજાગ્રત પૂર્વગ્રહ હોઈ શકે છે, આવો પૂર્વગ્રહ કોઈપણ પરિબળને કારણે ઉદ્ભવ્યો હોઈ શકે છેજેમા ધર્મ તો ખાસ પ્રભાવિત કરે જ. ન્યાયાધીશ વ્યક્તિલક્ષી પસંદગીઓ અથવા અસ્વીકાર્ય રીતે પૂર્વગ્રહોથી પ્રભાવિત થઈ શકે છે જ. અપવાદ હોઈ શકે છે.
ડો.બાબાસાહેબ આંબેડકરે મનુસ્મૃતિને જાહેરમાં હોળી કરીને સળગાવી હતી. ડો.બાબાસાહેબ આંબેડકરે આ દેશને દુનિયાનું શ્રેષ્ઠ ગણાય છે તેવું બંધારણ આપ્યું તે સૌ જાણે છે. છતાં મનુસ્મૃતિના શ્લોકો નો આધાર હજુ જજો તેના ચુકાદાઓમાં લ્યે તે શું સૂચવે છે ?
મનુસ્મૃતિમાં ગુનાઓ કરનાર માટે વર્ણવ્યવસ્થા આધારિત ભેદભાવ ની વાત લખી છે બ્રાહ્મણોને ગમે તેવા ભયંકર ગુનાઓ કરે તો પણ ઓછી સજા કરવાનુંલખ્યુંછે જ્યારે ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વર્ણ ના લોકો ને ક્રમશઃ આકરી સજા કરવાની વાત લખી છે. તો પછી આવા ધર્મગ્રંથનો ચુકાદામાં આધાર ન લેવો જોઈએ @kb