Followers

Friday, 27 May 2022

વહોરા કૌમની જાહોજલાલી ખતમ થવાનુ કારણ શુ?.

       "સમાજના વડીલ જાગૃત નાગરીક ની કલમથી સોશિયલ મિડીયા વાયરલ મેસેજ"

   વહોરા કૌમનો સુવર્ણ કાળ ક્યારનો ખતમ થઈ ગયો છે. એક સમયે દક્ષિણ ગુજરાતમા દબદબો ધરાવતી વહોરા કૌમ પાસે ઘણુ બધુ હતુ પણ આજે એ ખાલીખમ થઈ ચુકી છે. દેશમા કોગ્રેસનુ રાજ તપતુ હતુ ત્યારે વહોરાઓ પાર્ટીમા અને સત્તામા નાના મોટા હોદ્દાઓ ભોગવતા અને શોભાવતા. અમુક તો જિલ્લા પંચાયત પ્રમુખ બનતા અમુક સંગઠનના જિલ્લા પ્રમુખ બનતા. એક વ્હોરા અહમદ પટેલ લોકસભા જીતીને સાંસદ બનતા. રાષ્ટ્રીય રાજકારણમા અહમદ પટેલનુ કદ મોટુ થતા અંહીના વ્હોરાઓ આકાશમા ઉડતા. 
    આર્થિક દ્રષ્ટિએ આકલન કરીએ તો બહુધા ગામડા અને કસ્બામા વસવાટ કરતા વહોરાઓ મોટી મોટી જમીન જાગીરના માલિક હતા.  આખેઆખા ગામના મહેસૂલી રુકબાઓ લગભગ વહોરાઓની માલિકીના હતા. આંબાવાડીઓ, ચીકુવાડીઓ પર વહોરાઓ માલિકી ભોગવતા તો રાંદેર, ખોલવડ, કઠોર જેવા ગામોના વહોરાઓ શાહ સોદાગર હતા. મોટા મોટા ધંધાઓના માલિક હતા. સમૃદ્ધિની છોળ ઉડાડતા વહોરાઓ મોભાદાર હતા. વિદેશમા વસવાટ કરી ત્યાના ચલણમા કમાણી કરી દેશના રુપિયામાં ડાયવર્ટ કરનારા વહોરાઓ માલામાલ હતા. એક તરફ લીલી ખેતીવાડી અને બીજી તરફ વિદેશની ધૂમ કમાણીથી વહોરાઓ મલકાટા. 
    ધાર્મિક નજરીયાથી જોઇએ તો વહોરાઓ દીનદાર હતા. ભોળા અને મુખ્લિસ હતા. રાંદેર, તડકેશ્વરમા દીની દર્સગાહો બનાવી નિભાવતા. તબ્લીગ જમાતને દાવતો ખવડાવતા વહોરાઓ મોટા મોટા ઇજતેમાઓ કામયાબી સાથે યોજતા અને દીનની ખિદમત કરતા.વહોરાઓ એખલાસ થી દીન પર અમલ કરતા.
સમાજની સોસાયટી બનાવી એ દ્રારા સ્કૂલ, બોર્ડિંગ બનાવતા, ચલાવતા વહોરાઓ ભવિષ્ય ને વધારે દીપાવવા પ્રયાસ કરતા. સારા સારા સમાજ સેવકોની ભરમાર હતી જેઓ ગામેગામ નો પ્રવાસ કરી કૌમના તકાજાઓ પૂરા કરતા.  
  આટલી બધી જાહોજલાલી એક દિવસ મા નથી ચાલી ગઈ. આ જાહોજલાલી ખતમ થવાના કારણ શુ? આ સવાલ દરેક વહોરા નવયુવાનો ને સતાવે છે પણ કોઈ સાચો જવાબ આપતુ નથી. જો અગર આપ ઇતિહાસ અને વર્તમાનનો સચોટ અભ્યાસ કરશો તો આપને સચ્ચાઈ જાણવા મળશે. સત્તાપક્ષમા દબદબો અને આર્થિક મોરચે પણ સમૃદ્ધ વહોરાઓ કે જેઓએ દેશ આઝાદ થનાર વર્ષે જ એજ્યુકેશન સોસાયટીનો પાયો નાંખી શિક્ષણ તરફ અગ્રેસર થયા હતા એઓ આટલી લાંબી મજલ કાપ્યા બાદ એક યુનિવર્સિટી પણ કેમ બનાવી શક્યા નથી? એક આઇએએસ, આઇપીએસ કેમ બનાવી શક્યા નથી? જમીન જાગીર કેમ સાચવી શક્યા નથી? અન્ય સમાજોને પોતાની સાથે કેમ રાખી શક્યા નથી? 
   ઇતિહાસમા ડોકિયુ કરીએ તો જાજરમાન ઈતિહાસ ધરાવતા વહોરા વડીલો પોતાના સમયના જાગૃત પ્રહરીઓ હતા. મસલા મસાઇલનો ઇલમ ઓછો હશે પણ હક અને બાતિલનો તફાવત ખૂબ સમજતા હતા. ભવિષ્યની જરુરિયાતો પર ચિંતન કરી એ ઉપલબ્ધ કરવા માટે પ્રયાસરત રહેતા હતા. 
    હક પરસ્ત વહોરાઓ દીની મિજાજ ધરાવતા અને દીનના નામે આંખો મીચીને મદદ કરતા વહોરાઓની પડતી માટે સૌથી મોટુ કારણ એ છે કે વહોરાઓ ને પોલીટીકલ લેવલ પર દૂર રાખવામાં આવ્યા. ગામના  લાલચી લીડરો વહોરાઓ નુ ભારે બ્રેઇન વોશિંગ કર્યુ. અમે બેઠેલા છે . તમારે આગળ જવું નહિ. વહોરાઓ ને પ્રગતિના પથ પર થી હટાવવા માટે સૌથી વધારે જવાબદાર ઢોંગી લીડરો છે.   મસ્જિદોમાં ઉપર પણ આવા લીડરો નો કબજો છે. પોતાની આપવડાઇ કરવા માટે  કૌમના માનસ પટલ પર કબજો જમાવનાર આ લીડરો કૌમને અન્ય શોબાઓથી વિમુખ કરી દીધી.  વહોરાઓમા માનસિક પકડ બનાવીને આ લીડરો એ એમની જમીન જાગીરો પણ વેચાવી રહ્યા છે. પોતાના પ્રાઇવેટ કિલ્લાઓના કૌભાંડો ઢાંકવા સત્તાના દલાલ બની ચુક્યા છે. સમાજના માલથી તાકતવર થયેલા આ લીડરો ખરાબ હાલાતમા સમાજના પડખે ઉભા રહેવાના બદલે આ હાલાત માટે સમાજને જવાબદાર ઠેરવી એહસાસે કમતરી પૈદા કરી ચૂક્યા છે. 
     જ્યા સુધી વહોરા સમાજ  લાલચી લીડરશીપને ફગાવી નહી દે ત્યા સુધી વોહરા સમાજનું ભલું થવાનું નથી.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...