✅✅✅
અને ઘણીવાર તો તદ્દન બિનજરુરી.
આ એક એવો રોગ છે કે રાષ્ટ્રીય લેવલે પણ મુસ્લિમ સંગઠનોમાં સંશોધન કરો તો પ્રેસિડેન્ટ ના હોદ્દા પર જામી ગયેલ વ્યક્તિ જીવનપર્યંત હોદ્દા પર બિરાજમાન રહે છે, ઉમરના તકાજાઓ પણ હોદ્દા છોડવા કારણ બનવા તૈયાર નથીં હોતાં. એ વ્યક્તિ ના મરણ બાદ જ હોદ્દા પર વ્યક્તિ બદલાય શકે.
આ એક પ્રકારનું ગાંડપણ છે, ઘેલછા કહી શકો કે શખ્સીયત પરસ્તીનુ વળગણ સમજી શકાય.
યાદ શક્તિની ઉણપ,
ત્વરિત નિર્ણય શક્તિ ક્ષીણ થવી,
સ્ફૂર્તિનો અભાવ,
નવા ફેકટરોના ઉદય સાથે તાલમેલ નો અભાવ,
બિમારીઓના વળગણથી સારવારમાં સમય વેડફાય,
હિસાબ કિતાબમાં સચોટતા ના જળવાય
આવાં કેટલાંય કારણોસર સંગઠનના હેતુઓ પાર પાડી ના શકાય એટલે કે મિલ્લતના મફાદની ભયંકર પાયમાલી....
છતાં
એમ કહેવાય કે બડે હઝરત છે ત્યાં સુધી વાંધો નહી આવે.
આવી વાયડી ફિલોસોફી સમાજનું કચ્ચરઘાણ કાઢી રહી છે પણ મિમ્બરના માઇકના કોલાહલથી પ્રતિક્રિયાઓ મંદ બનાવી દેવાઇ છે.
આવી રીતે શોષિત, પીડિત સમાજના મોંઘેરી મૂડી જેવા સંશાધનો બરબાદ થઈ રહ્યા છે અને ઓડિટ માટેની પરંપરાઓ નાબૂદ થઇ ચૂકી છે.
જ્યારે મુસીબત ના હોય ત્યારે સ્ટેજ પરથી બિનજરૂરી ગર્જનાઓ કરાય છે જે નવી મુસીબતોને આમંત્રિત કરે છે અને જ્યારે આમંત્રિત મુસિબતોનો સામનો કરવાં નિષ્ફળ રહેલી લીડરશીપ ઉંધા માથે પછડાય છે ત્યારે દુશ્મનો સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ ની મુદ્રામાં સિજદો કરવાં જાય છે અને મિલ્લતને હોલસેલમા બેવકૂફ બનાવવા ગળે ના ઉતરે એવી દલીલો કરાય છે ચવાઇ ગયેલી ઉપલબ્ધીઓની દુહાઇ અપાય છે.
બેવકુફ કોમ આવી કમજોર દલીલ અને મગરના આંસુ સામે વધું બેવકૂફ બને છે.
સમાજ નો શિક્ષિત વર્ગ જે આ તમાશો સમજી શકે છે તે વિભાજિત થાય છે એક તબકો લોકોની હોલસેલ બેવકૂફી સામે પોતાને નિસહાય સમજી સુધારાની આશાઓ છોડી પોતાનું ફોડવામાં વ્યસ્ત થાય છે બીજો તબકો છાના ખુણે આંસુ સારી ચૂપ બેસી જાય છે ત્રીજો તબકો ચાલતી ગંગામાં નહાય લેવાના દુષ્ટ આશયથી કથિત શખ્સીયતની સાથે થાય છે અને પોતાની રચનાત્મક શક્તિ અને સલાહિયતનો ગેરલાભ આવી શખ્સીયતોને આપે છે અને બદલામાં મલાઇ તારવતો રહે છે જ્યારે ચોથો તબકો આવા સ્થાપિત હિતોના મસમોટા અજગર ભરડાને પહેચાણી એમાંથી સમાજ ને નજાત અપાવવા કમર કસી મેદાનમાં આવી પડકારે છે ત્યારે ખળભળાટ મચે છે અને જેના હિતો બચાવવા સંઘર્ષ કરે છે તેઓ પોતે જ એમનો સંઘર્ષ સમજવામાં નિષ્ફળ હોવાથી એમનો વિરોધ કરે છે પણ આ વાતથી બાખબર હોય આ ચોથો તબકો પોતાના લક્ષ્ય પ્રાપ્તિ તરફ જદ્દોજહદ કરતો રહે છે અને બદનામ પણ.
કમનસીબે આ તબકો ખૂબ ઓછી સંખ્યા ધરાવે છે પણ ઇન્કિલાબની શરુઆત માં ટોળાંઓ નથી હોતા. સફળતા જ્યારે દસ્તક આપે છે ત્યારે ટોળાંઓ મસ્તક આપવા તત્પર બને છે.
વધારે પડતો આદરભાવ શોષણ નું મુખ્ય કારણ છે.
વધારે પડતા આદરભાવના સર્જકો કોમના મુખ્ય શોષણખોરો છે.