ગુજરાત ટુ ડે આજે ૨૯ વર્ષથી અમદાવાદથી પ્રસિદ્ધ થતું ગુજરાતી દૈનિક છે છતાં એની આજે ૨૯૦૦૦ તો છોડો, પુરી ૧૫૦૦૦ કોપી પણ વેચાતી નથી. તેનું મુખ્ય કારણ શું છે તે વિચારવાનો સમય લોકહિત ટ્રસ્ટના કર્તાહર્તાઓને ક્યારેય નથી મળ્યો. મુસ્લિમ સમાજમાંથી દાન ઉઘરાવી જલસા કરતા ગુજરાત ટુ ડે ના કેટલાક તત્વો હંમેશા ટ્રસ્ટીઓને ગેરમાર્ગે દોરી પોતાની મનમાની કરી રહ્યા છે. ગુજરાત ટુ ડે ના તંત્રી તરીકે અઝીજ ટંકારવી માત્ર નામ પૂરતા જ છે, જ્યારે તંત્રીની તમામ સત્તાનો ઉપયોગ એડવોકેટ સુહેલ તિરમીજી કરી રહ્યા છે.
નજીવા પગારમાં કામ કરતા પત્રકારોની રહેણીકરણી અને જલસાગિરી જોયા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કારણ કે બધા એકબીજાનું સાચવીને પોતપોતાનો રોટલો શેકી રહ્યા છે.
આજરોજ ૨ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ પહેલા પાને અમિત શાહના એનઆરસી બાબતના સમાચારમાં ગુજરાત ટુ ડે એ પોતાના તરફથી મૌલાના અરશદ મદની સાહેબ માટે ઘસાતી ટિપ્પણી કરી છે. મૌલાના અરશદ મદની અને સંઘસરસંચાલક મોહન ભાગવત વચ્ચે દિલ્લીમાં ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ બેઠક થઈ હતી. આ બેઠક પછી મૌલાના અરશદ મદની સાહેબે પ્રેસમા જાહેર કર્યું હતું કે, દેશમાં હિન્દૂ મુસ્લિમ સમુદાય વચ્ચે ભાઈચારાની જરૂરિયાત દેશહિતમાં હોવાનો સ્પષ્ટ મત તેમણે ભાગવતને આપ્યો છે. સાથે એનઆરસી અને મોબ લિંચિંગના બનાવો પછી ઉભી થયેલ પરિસ્થતી પર ચર્ચા થઈ હતી. મોબ લિંચિંગના બનાવોને ડામવા માટે સંઘ તરફથી પહેલ કરવાની જરૂરિયાત એમણે દર્શાવી હતી. સંઘ દેશને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવાની માંગણી પડતી મૂકે તે બાબતે મૌલાનાએ રજુઆત કરી હતી. મૌલાનાના જણાવ્યા પ્રમાણે ભાગવતે આ બાબતે હકારાત્મક પ્રતિસાદ આપવાની તૈયારી દર્શાવી છે.
સંઘ તરફથી આ બાબતે કોઈ ટિપ્પણી નથી થઈ તે વાસ્તવિકતા હોવા છતાં, સદર મિટિંગ પછી સંઘ તરફથી એવો કોઈ ખુલાસો પણ કરવામાં નથી આવ્યો કે 'મૌલાના અરશદ મદની તથા ભાગવત એટલે કે સંઘ અને જમીયતના વડાઓ વચ્ચે જે વાત થઈ છે, તે ખોટી છે.' એનો અર્થ એ કે મૌલાનાએ જે કહ્યું તે સાચું છે, જો ખોટું હોત તો ભાગવત તરફથી ખુલાસો થતે.
હવે, આજ રોજ, ગુજરાત ટુ ડે એટલે કે બની બેઠેલા તંત્રી એડવોકેટ સુહેલ તિરમીજી પેપરના પ્રથમ પાને છાપી રહ્યા છે કે, "લ્યો, આવા છે આપણા મુસ્લિમ નેતાઓ, જેમને સમાજ આ બાબતે હવે ઓળખી ચૂકયો છે."
ખરેખર તો ગુજરાત ટુ ડે ને દુખે છે પેટ અને ચોળે છે માથું. આજકાલ ભાજપ વેપારીની પેઠે દરેક ને ખરીદી રહ્યું છે. મૌલાના મહમૂદ મદનીના તાજેતરના નિવેદનો વિશે અહીં કોઈ ચર્ચા નથી કરવી પણ જાહેર બાબત છે કે જમીયતના બે ભાગમાંથી એક પર મૌલાના મહમૂદ મદનીનું વર્ચસ્વ છે, જ્યારે બીજા પર મૌલાના અરશદ મદનીનું. મૌલાના મહમૂદ મદની વિશે લોકોનો જે મત હોય તે પણ મૌલાના અરશદ મદની વિશે, તેમની વિશ્વસનીયતા વિશે કે તેમની ઈમાનદારી વિશે કોઈ ને કાંઈ શંકા નથી જ. એટલે જ ગુજરાત ટુ ડે મૌલાના અરશદ મદનીને પણ શંકાના ઘેરામાં ઉભા કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
ગુજરાત ટુ ડે ના મે ૨૦૧૯ પછીના બધા અંકોનો અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે બીજીવાર મોદી સરકાર બન્યા પછી ગુજરાત ટુ ડે ની બોલી બદલાયેલી છે. મે ૨૦૧૯ પહેલા ગુજરાત ટુ ડે ને કેટલી સરકારી જાહેરાતો મળતી હતી, અને આજે કેટલી મળે છે તેની સરખામણી કરો એટલે ખબર પડી જશે કે ગુજરાત ટુ ડે કોના ઈશારે મુસ્લિમોના સર્વમાન્ય નેતાઓ પૈકીના એક મૌલાના અરશદ મદની પર છાંટા ઉડાડી રહ્યું છે. આજના જ પેપરમાં ગુજરાત ટુ ડે એ મોદીની બે મોટી જાહેરાત છાપી જ છે. મોદીની જાહેરાત મળતી હોય તો એનો અર્થ એ નથી કે ગુજરાત ટુ ડે હવે મૌલાના અરશદ મદની પર કીચડ ઉડાડવાનો પ્રયાસ કરે.
નવાઇની વાત તો એ છે કે ગુજરાત ટુ ડે જ્યાં સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી કોંગ્રેસના મુખપત્ર તરીકે વર્તતું હતું, પરંતુ હવે મોદી સરકાર આવી એટલે હવે કોના ઈશારે મુસ્લિમ નેતાઓને ટાર્ગેટ કરી રહ્યું છે? આજે મૌલાના અરશદ મદની અને ભાગવતની મિટિંગની આડમાં ગુજરાત ટુ ડે મૌલાનાને ટાર્ગેટ કરતું હોય તો અઝીઝ ટંકારવી અને સુહેલ તીરમીજી ને ખબર હશે જ કે કોંગ્રેસ જ આરએસએસની મા છે. તો પછી ગુજરાત ટુ ડે હમણાં સુધી સંઘને બેઠું કરનાર, બાબરી મસ્જિદના તાળા ખોલી તેમાં રામમૂર્તિ ની સ્થાપના કરાવનાર કોંગ્રેસના ગીત કેમ ગાતા હતા? અને હવે મોદી પાઠમાં આવી ને મુસ્લિમ નેતાઓને જ ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું? ગુજરાત ટુ ડે એક માત્ર ગ્યાસુદ્દીન શેખની પ્રેસ નોટ છાપ્યે રાખે છે, શુ બાકીના બે મુસ્લિમ વિધાનસભ્યો કોઈ કામ નથી કરતા?
અહીં, ગુજરાત ટુ ડે ના તંત્રી તરીકે અઝીઝ ટંકારવી સાહેબને સીધા સવાલ:
૧. તમારો મુસ્લિમ પત્રકાર અડધી રાત્રે રાજકોટ જઈને બિન મુસ્લિમ પરિણીત પીએસઆઇના ઘરમાં ઘૂસીને અઘટિત માંગણી કરતો હોય અને પોલીસ કેસ નોંધાતો હોય તો અને એ સમાચાર બધા પેપરમાં છપાતા હોય તો તમારા પેપરમાં કેમ નહીં? કેમ તમે તમારા પત્રકારના કરતૂતો છાવરો છો?
૨. તમારા પત્રકારોને તમે જેટલો પગાર આપો છો તેનાથી વધારે તેઓ ખર્ચ કરી રહ્યા છે?
૩. મે ૨૦૧૯ પહેલા તમારી નીતિ કોંગ્રેસ તરફી હતી, હવે તમારા પેપરમાં મોદીનો પ્રચાર અને મોદીની જાહેરાતો કઇ રીતે વધી ગઈ?
૪. આ અગાઉ, યમનના હોથી વિદ્રોહીઓ પર હુમલા દરમિયાન તમે હેડિંગ મા "યમન પર યહૂદી સઉદીનો હુમલો" એવા શબ્દો વાપર્યા હતા. આજે તમે મૌલાના અરશદ મદની વિશે ઘસાતું લખ્યું છે. શું તમે આ બન્ને લખાણ બદલ જાહેર માફી માંગશો?
૫. એડવોકેટ સુહેલ તિરમીજી કઈ હેસિયતથી ગુજરાત ટુ ડે ના તંત્રીની ખુરશીમા બેસે છે અને પેપરમાં શું છાપવું કે શું ન છાપવું તે નક્કી કરે છે? શું તેઓ ગુજરાત ટુ ડે ના પગારબીલ પર સમાવિષ્ટ કર્મચારી છે?
૬. આજ દિન સુધી ગુજરાત ટુ ડે અને ટ્રસ્ટના એકાઉન્ટમાંથી કુલ કેટલી ફલાઇટ ટિકિટ બુક થઈ છે, કયા કામ માટે બુક થઈ છે અને કોના માટે બુક થઈ છે તેની માહિતી આપી શકશો?
ગુજરાત ટુ ડે ના તંત્રી ને કોઈ એવોર્ડ જોઈતો હોય કે સુહેલ તીરમીજી ને રાજયસભામા બેસવાનો શોખ હોય તો તે તેમની લાલચ લાલસા છે, પણ કોમના પૈસે ચાલતા પેપરમાં કોઈના માટે પણ દુષ્પ્રચાર કરી શકાય નહીં.
ગુજરાત ટુ ડે તમારા ઘરે આવતું હોય અને આ ૬ સવાલોના જવાબ આપવાનું ટાળતું હોય તો પછી આ પેપરનો વિરોધ કરવા માટે તેને બન્ધ કરવું કે નહીં તે તમારી વિવેકબુદ્ધિ પર આધારિત છે.
જો આ પોસ્ટ સાચી લાગતી હોય તો તમારા એ મિત્રોને ફોરવર્ડ કરો જે લોકો ગુજરાત ટુ ડે પાછળ મહિને દોઢસો રૂપિયા ખર્ચતા હોય, જેથી તેમનો પૈસો યોગ્ય જગ્યાએ વપરાય.