*"સંચાલન સુધારો એતિકાફ આંદોલન"*
_દોસ્તી પણ અલ્લાહ માટે અને દુશ્મની પણ અલ્લાહ માટે._
તા.૨૬ મે ૨૦૨૧
*સોસિયલ નેટવર્ક*
મસ્જિદ,મદ્રેસાઓ, કબ્રસ્તાન અન્ય ધાર્મિક સંસ્થાઓના સંચાલન બાબત મા આજે મુસ્લિમ બહુમતી ધરાવતા ગામમાં અને મોહલ્લા સોસાયટીઓ માં દિવસે દિવસે વિવાદ વધુ ગંભીર થય રહેલ છે તેવા સમયે શું કરવું ❓ તેવો સવાલ સમાજના જાગૃત લોકોમાં ચિંતાનો વિષય છે.
મે પોતે સામાજિક કાર્યોના અલગ અલગ વિષયમાં અનુભવ સાથે આ વિષયમાં પણ સમાજની પરિસ્થિતિઓ ને વધુ સારી રીતે પ્રયાસ સાથે અનુભવ કરેલ છે, આવા ગંભીર વિષયમાં મુસ્લિમ સમાજના જાગૃત લોકોએ અલ્લાહ ના ઘર અને મુસ્લિમ સમાજની સંસ્થાઓ ના સારા સંચાલકો મળે તે માટે એક મહત્વનું અને મજબુત કામ સારી રિતે કરવા તરફ ધ્યાન કરાવવામાં મારો ફાળો રહે તેને ધ્યાનમાં રાખી આ સમસ્યાના સમાધાન માટે કાર્યનિતી બતાવી રહેલ છુ, ફક્ત સોશિયલ મિડીયા અને સમાજમાં વિવાદ ઉભો કરીને તમે કોઈપણ નાની મોટી સમસ્યાઓ ખતમ નથી કરી શકતા તે માટે આપની કાર્યનિતી અને આપના વિચારો મહત્વનું પાર્ટ ભજવે છે.
સૌપ્રથમ તમામ એવી મસ્જિદો જેમા સંચાલકો ના લઈને મોટી સમસ્યાઓ અને સમાજમાં ચર્ચાઓ નો વિષય બનેલ હોય તેવી તમામ મસ્જિદ ના નમાજિયો એક અભિયાન સરૂ કરે,જેની રણનીતિ નિચે મુજબ બનાવી આગળ વધે, પ્રથમ આ આંદોલન નુ નામ *સંચાલન સુધારો એતિકાફ આંદોલન* નામ આપી આગળની કાર્યનિતી મા જેતે મસ્જિદના અને ગામ મોહલ્લાના જાગૃત લોકો સાથે મળીને એક મજબુત સાફ લોકો જેઓ આંદોલનને સફળ બનાવા માટે પોતાના અંગત સ્વાર્થ અને દુશ્મની છોડી આંદોલન નો હિસ્સો બને.
તેમા પોઝિટિવ વિચારો રાખી સમસ્યાના સમાધાન માટેનો ઉદ્દેશ્ય હોય નાકે સમસ્યાઓ ઉભી કરીને સમાજને વધુ સમસ્યા મા નાખી ભાગલા પાડવાનો પ્રયાસ હોય અને સાથે આંદોલન ફક્ત અલ્લાહ ને રાજી કરવા માટે હોય નાકે વિવાદ ઉભો કરવા માટે તેનું ખુબ ધ્યાન રાખી આગળ કાર્યોમાં જેતે જાગૃત લોકો ભેગા થઈ, પહેલા તબક્કામાં જેતે મસ્જિદમાં એક દિવસ માટે એતિકાફ કરાવાની નિય્યત સાથે ભેગા થાય જેતે એતિકાફ મા બેસેતા લોકો ખાવાની અન્ય વ્યવસ્થા પોતાના ખર્ચે કરવામાં ઉત્સુક લોકોનેજ સમાવેશ કરવામાં આવે , આ એકદિવસીય એતિકાફ મા જેતે મસ્જિદના વિષયમાં સમસ્યાઓ માટેની લિસ્ટ તૈયાર કરી તેમા સુધારો લાવવા માટે કેવા પ્રયાસો કરવાની જરૂર છે ? અને કેવી રિતે કરવી તે બાબતમાં ઉંડાણપૂર્વક ચર્ચા કરી, તેની નોધ કરીને સમાજમાં અન્ય લોકોને આ વિષયમાં જાગૃત કરવા માટે કેવા પ્રયાસ કરવા જોય્યે તે માટેના વિચારો અને સારો લોકોની એક લિસ્ટ તૈયાર કરીને તે બાબત અલગ અલગ લોકોને તેની જવાબદારી આપવામાં આવે, સાથે આ કાર્ય બાબત અલ્લાહ પાસે સૌ સાથે મળીને દુવાઓ કરે , અલ્લાહ રબ્બુલ ઇજ્જત આ કામના ફિતના થી તમામ ઉમ્મતની હિફાજત કરે અને તેની ભલાઈ તમામ ને નસીબ કરે.
આટલા કાર્યો કરિયા બાદ આગળ હવે ત્રણ દિવસનો એતિકાફ આ વિષયમાં કરવા માટેના દિવસો નક્કી કરવા માટે મશવેરો (ચર્ચા) કરી તેની તારીખ નક્કી કરી આવતા સમયે વધુ લોકો આ એતિકાફ મા જોડાય સાથે એ વાતનું ધ્યાન રાખે એતિકાફ આંદોલન ના નિયમોનું પ્લાન કરવામાં સહયોગી હોય તેવા લોકોને એતિકાફ આંદોલન સાથે જોડવા માટેની રણનીતિ તૈયાર કરવી.
એક દિવસના એતિકાફ જો સફળ થાય તો તેમાં થયેલ તમામ ચર્ચાઓ બાબત વિસ્તારથી અને સારી રિતે લેખિતમાં પેપર તૈયાર કરવા ગણું જરૂરી કાર્ય છે જેને યાદ રાખવું.
આપણા મુસ્લિમ સમાજની ગણી સમસ્યાઓ છે પણ જેને સમાધાન સુધી લઈ જવા પોઝિટિવ અને મજબુત રણનીતિ ના હોવા સાથે એક બિજા સાથે તાલમેલ ના હોવો તે આપણી સમસ્યાઓ દિવસે દિવસે વધવાનું મુખ્ય કારણ છે.
*ભુલચુક માફ*
હુજૈફા પટેલ ભરૂચ,ગુજરાત
SAFTeam Mo.9898335767