Followers

Sunday, 9 May 2021

મોદી અસ્તાચળને આરે....

તંત્રીલેખ 🌍 દિલીપ ભટ્ટ

[  ગુજરાત સમાચાર, શનિવાર, 8/5/21 ] 

WhatsApp viral 
----------------------------

કદાચ વડાપ્રધાન પદે મિસ્ટર મોદી ભલે મુદત પૂરી થતાં સુધી આસન ધારણ કરી રાખે પરંતુ કોરોના કાળમાં પ્રજાહિતમાં તેમણે દાખવેલી ઘોર ઉપેક્ષાને કારણે હવે તેમની જે થોડી ઘણી પણ લોકપ્રિયતા શેષ હતી તેનો વિનાશ થયો છે. મોદી શબ્દનું જ આંતરરાષ્ટ્રીય રીતે અવમૂલ્યન થયું છે. આજકાલ દરરોજ યુનેસ્કોના વિવિધ વિભાગીય સત્તાવાહકો અને ધુરા સંભાળનારાઓ દરરોજ કોઈ ને કોઈ રીતે મોદીની બેદરકારી જેવા રસ્તે ન જવા દુનિયાના અન્ય વડાઓને ચેતવણી આપતા રહે છે. નાના ગરીબ આફ્રિકન દેશોના વડાઓ પણ મોદી કરતાં વધુ બુદ્ધિમાન, જાગૃત અને શ્રેષ્ઠ પ્રજાપાલક રાજનેતાઓ સાબિત થઈ રહ્યા છે. આ વાત પણ યુનેસ્કોએ એના છેલ્લા બુલેટિનમાં જગત સમક્ષ મૂકી છે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી. પરંતુ સરદાર પટેલ જેવી દૂરંદેશીતાનો વર્તમાન શાસકોમાં સદંતર અભાવ જ રહ્યો. ફક્ત સ્વકેન્દ્રી અભિલાષા પ્રેરિત માર્ગે ચાલતા રાજનેતાઓ પોતાના પક્ષનું ભલું અને દેશનું જબ્બર નુકસાન કરતા હોય છે તેના સળગતા ઉદાહરણો આપણે જોઈ રહ્યા છીએ. મોદી સરકારની નીતિરીતિમાં કેવડા મોટા ગાબડા છે એ કહેવાની પ્રજાને જરૂર નથી રહી. દર ત્રણ દિવસે સરકારનો કાન આમળવાનું કામ જુદા જુદા રાજ્યની હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ કરી રહી છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટકમાં જ્યારે રોજના હજારો અને લાખો કોરોનાના કેસો આવી રહ્યા હતા, દિલ્હીની સરહદ પર હજુ જ્યાં ખેડૂતો આંદોલન માટે આટલા મહિનાઓથી બેઠા છે અને લદાખ સરહદે ચાઈનાએ પોતાની અવળ ચંડાઇ ફરીથી ચાલુ કરી દીધી છે એવા સમયે મિસ્ટર મોદી બંગાળી ભાષાના અમુક વાક્યો ઉચ્ચારીને બંગાળ સર કરવા તેના કાફલા સાથે નીકળી પડ્યા હતા. આવા સમયે પ્રજાને અનાયાસે જ રોમન શાસક નિરોની યાદ આવી જાય તે સ્વાભાવિક છે. 

કેન્દ્રની સંસદીય સમિતિએ છેક ગયા નવેમ્બરમાં ઓક્સિજનના ઉત્પાદનની ઝડપ અને જથ્થો વધારવા માટે દરખાસ્ત મૂકી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ્યારે મુલાકાતીઓ માટે આખું પ્રદર્શન સીટી ખુલ્લું મુકાયું અને મિસ્ટર મોદી તેના હાથ ઉપર પોપટ જેવા પક્ષીઓ બેસાડી રહેલા એ સમયે જ એઇમ્સ અને બીજી પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાત ડૉક્ટરોએ કોરોનાની બીજી લહેરની ગંભીરતાપૂર્વક ચેતવણી આપી હતી. વેક્સિન આવશે ત્યારે તેના કાળાબજાર થશે અને રાજકારણ ખેલાશે એ  આગાહી પણ અહીંથી કરવામાં આવેલી. જે ખોટી પડી, કારણ કે ફક્ત વેક્સિન જ નહીં જીવનજરૂરી દવાઓ, ઇન્જેક્શન પણ બ્લેક માર્કેટમાં વેચાવા લાગ્યા અને હિન્દુસ્તાન આખાની પબ્લિકને વેક્સિનના બે ડોઝ આપવા સક્ષમ સિરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓને દેશ છોડવાની ફરજ પડી. વર્તમાન સરકારને  દેશના મીડિયાએ અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ અનેક વખત ચેતવી હતી પણ પૂર્વતૈયારીનું એક પણ પગલું લેવામાં આવ્યું નહીં. બેદરકારીની પરાકાષ્ઠાનું વરવું પ્રદર્શન આપણે જોયું. 

પુત્રના લક્ષણ પારણામાંથી દેખાય એ જ રીતે વડાપ્રધાનની તાસીર આપણે સૌ જાણતા હતા. ભારતના ઇતિહાસમાં ક્યારેય કોઈએ ન લીધા હોય એવા નીતનવા નિર્ણયો લઈને અભૂતપૂર્વ વિક્રમો સ્થાપવાનો તેમનો જૂનો શોખ છે. નોટબંધી, નવી નવી કરન્સી નોટ, જીએસટી, અનેકવિધ દેશોનો વ્યર્થ પ્રવાસ વગેરે તેના ઉદાહરણો છે. આના પગલે ભારતમાં હવે વિક્રમો સર્જવાની પરંપરા ચાલુ થઈ ગઈ. દરરોજ કોરોનાના પોઝિટિવ કેસમાં એક નવો વિશ્વવિક્રમ બને છે અને પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા દેશો પણ મદદ કરવા માટે હાથ લાંબો કરે છે. છેક દૂરના પોલેન્ડના ઓક્સિજન કોન્સનટ્રેટર મંગાવાય પણ પંજાબથી સો કિલોમીટર દૂરના પાકિસ્તાનમાંથી ઓક્સિજનની મદદ લેવાની વડાપ્રધાન કેમ ના પાડે એનો જવાબ આ સરકાર આપશે? વર્તમાન સંજોગોમાં વડાપ્રધાને પોતાના દેશના નાગરિકોના સ્વાસ્થ્યનું વિચારવાનું હોય કે એક પક્ષના નેતા તરીકે પોતાની છાપની સાચવણી કરવાની હોય? 

કોરોના સામે લડવા માટે વેક્સિન જ અત્યારે એકમાત્ર હાજર હથિયાર છે. તો વેક્સિનેશનની આખી વ્યવસ્થા પણ સખત નિરાશાજનક છે. વેકસિનના ડોઝ પૂરા મળતા નથી, એપ્લિકેશન ક્રેશ થઈ જાય છે અને યુવાનોને વેક્સિન મળતી નથી. દેશને કોરોનામુક્ત કરવો હોય તો બધા લોકોને સત્વરે વેક્સીન આપવી આવશ્યક જ નહીં અનિવાર્ય છે પરંતુ જે જુસ્સેદાર અભિગમ ભાજપની રેલીઓમાં જોવા મળે છે એ વેકસિનેશનમાં જોવા મળતો નથી. છબરડાઓની અસ્ખલિત હારમાળા સર્જીને વર્તમાન સરકારે નવો વિક્રમ સ્થાપ્યો છે. સી-પ્લેન અને રો-રો ફેરી સર્વિસની જેમ જ વેકસીનેશનની વ્યવસ્થા હેન્ડલ કરવામાં આવે છે.  હતાશ નાગરિકોને એવો વિચાર આવી જવો સ્વાભાવિક છે કે વેક્સિનના ડોઝ આપવાનો કોન્ટ્રાકટ ખાનગી કંપનીઓને મળ્યો હોત તો આ વર્ષના અંત સુધીમાં આખા દેશને રસી મળી ગઈ હોત. પરંતુ ઇચ્છાશક્તિ અને અમલ કરવાની વૃત્તિનો ભયંકર અભાવ જોવા મળે છે. આઝાદી પહેલા પણ આટલો ગમગીની ભર્યો માહોલ હિન્દુસ્તાને જોયો નથી.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...