15 ઓગસ્ટ 1947 થી આજ સુધી ક્યારેય વિવાદમાં ચમકેલ નહીં એવો . . .લક્ષદ્વીપ . . .વિવાદ દેશમાં મીડિયાના માધ્યમથી અચાનક દેશની જનતા સમક્ષ આવ્યો અત્યાર સુધી માત્ર પાઠય પુસ્તકમાં એટલું ભણાવવામાં આવ્યું હતું કે ભારતનો કેન્દ્ર શાસિત ભાગ છે કેવરતી એની રાજધાની છે . . .આમતો આવોજ વિવાદ જે 1947 થી ક્યારેય સામે નહોતો આવ્યો એ અચાનક 1990 માં હિંસાના માધ્યમ દ્વારા દેશ સમક્ષ સામે આવ્યો હતો કાશ્મીર વિવાદ જે આજે પણ ચાલુ છે . .
પણ અહીં આપણે નવા વિવાદની વાત કરવી છે . . .સામાજિક ધાર્મિક પ્રાદેશિક નસલવાદી ધ્રુવીકારણ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી આજ સુધીનો મુખ્ય એજન્ડા રહ્યો છે જેણે ભારતના અલગ અલગ ભાગોમાં આ ધ્રુવીકારણ સંકુચિત અને સાંસ્કૃતિક ધાર્મિક રાષ્ટ્રવાદ ફેલાવી બહુમત લોકસમુદાયના મનમાં નફરત અને હિંસાના ઝેરનું વાવેતર કરી અને સત્તાના સર્વોચ્ચ સ્થાન ઉપર પહોંચી જવું અને ત્યાં સત્તા કાયમ ટકાવી રાખવીએ પાર્ટીનો મુખ્ય સિદ્ધાંત રહ્યો છે . . .શરૂઆતી પ્રયોગ કાશ્મીર રામ મંદિર હિન્દુત્વ રાષ્ટ્રવાદી એજન્ડા ગણાવી શકાય જેના દેશને નુકશાન પહોંચાડતા ઘેરા પડઘા પણ પડ્યા છે સામાજિક ધાર્મિક હિંસા અને માણસ માણસ ના મન વચ્ચે ભેદ અને સળગતી સરહદનું નિર્માણ કર્યું છે . . .
જેના આગામી સમયમાં ઘેરા પડઘા પડવાની પણ શરૂઆત થવાની છે , કેરલથી પૂર્વ દિશામમાં અરબી સમુદ્રમાં આવેલાઆ અંદાજીત 50 ટાપુઓનો સમૂહ છે જે લક્ષદ્વીપ આઇલેન્ડથી ઓળખાય છે ટાપુઓ નો કુલ વિસ્તાર અંદાજીત 50 સ્કવેર કિલોમીટરથી વધુ નથી અને અને તે પૈકી માત્ર 10 ટાપુઓ ઉપર ગણીને 65 હજાર જેટલી વસ્તી ધરાવે છે મુખ્ય લોકોમાં અહીં કોઈ વસવાટ નહોતો પણ આ ટાપુઓનો ઉલ્લેખ મળી આવે છે ભારતના કેરળના લોકો ત્યાં સૌથી પહેલાં પહોંચ્યા હતા ત્યારબાદ ચૌલ આરબ પોર્ટુગીઝ કન્નુર ટીપું અને છેલ્લે અંગ્રેજ શાસન ત્યારબાદ 1956 થી આજ સુધી કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યું છે .
અહીંના મુખ્ય ધંધામાં માછીમારી નાળિયેરની ખેતી પ્રવાસન મુખ્ય છે સ્વભાવે સરળ આ લોકોની મુખ્યભાષા મલયાલમ છે , આરબ સાગરમાં આવેલ આ ટાપુઓની સુંદરતા માલદીવને પણ ટક્કર આપે તેવી છે , આમ આ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ મારા જિલ્લા પોરબંદર કરતાં પણ ખૂબ નાનો છે , પણ આ ટાપુઓનું વ્યહાત્મક અને લશ્કરી મહત્વ ખુબજ અગત્યનું છે . . .બહું ઓછા લોકોને ખબર હશે કે . . .બે દિવસ પહેલાં શ્રીલંકાના કોલંબોમાં આવેલ . . .હબનટોટા બંદર . . .ઉપર શ્રીલંકન સરકારે ચીનને અધિકારો આપી દીધા છે આ વિસ્તારમાં શ્રીલંકા અથવા અન્ય કોઈ દેશના નાગરિક ને હવે ચીનના વિઝા અનિવાર્ય છે ચલણ પણ ત્યાં હવે શ્રીલંકાનું નહીં પણ ચીનનું માન્ય રહે છે . . .આવા સંજોગો વચ્ચે . . .હવે શાંત રહેલા . . .ભારતીય લોકો સાથે હળીમળી અને રહેલા વિસ્તારમાં . . .ભારતીય જનતા પાર્ટીએ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો છે . . .જેના પ્રત્યાઘાત માલદીઉ શ્રીલંકા સહિત ભારતમાં કેરળ તામિલનાડુ કર્ણાટકમાં પણ વિરોધના રૂપમાં શરૂ થઈ ચૂક્યા છે . . .સમગ્ર વિવાદ શું છે તે હવે નીચે બતાવેલ મુદ્દાઓ છે .
અત્યાર સુધી લક્ષદ્વીપમાં એડમિસ્ટ્રેટર તરીકે . . .IAS . . .ઓફિસરની નિમણૂક થતી હતી અને ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર કોઈ નેતાને મુક્યો અને તેમની પસંદગી ગુજરાત માંથી . . .પ્રફુલ ખોડા પટેલના રૂપમાં થઈ અને તાત્કાલિક એક ડ્રાફ્ટ પેસ કરવામાં આવ્યો જે અત્યાર સુધી ક્યારેય ભૂતકાળમાં થયો નથી આ ડ્રાફ્ટનું નામ છે . . .LPDA . . .લક્ષદ્વીપ પ્લાનિંગ ડેવલોપમેન્ટ ઓથોરિટી. . .આ ડ્રાફ્ટમાં કેટલાંક પ્રાવધાન એવા છે કે અહીં અને દક્ષિણ ભારતમાં તેના ઘેરા પડઘા પડવા શરૂ થયા છે . . .અહીં ગુનાખોરીનું પ્રમાણ . 0. . .ઝીરો પોઇન્ટ છે . . .ચોરી લૂંટ મર્ડર મારામારી જેવા ગુનાઓ અહીં થતા નથી અને દેશમાં સૌથી ઓછો આર્થિક અસમાનતા અહીં વસવાટ કરતા લોકોની છે 32 હજારની વસ્તી સામે અહીં 37 હજાર ફિશિંગ બોટ છે અને નાળિયેર નાળિયેર ફાઇબર ઉદ્યોગ માં પ્રવાસન માં અહીં ખૂબ લોકો પૈસા કમાઈ છે . . .અને છતાં અહીં . . .PASA . . .એકટની મંજૂરી આપી સરકાર અને પ્રશાસન ગમે ત્યારે ગમે તે સંજોગોમાં કોઈની ધરપકડ કરી શકે અને કોઈ પણ જાતની જામીનગીરી કે કોર્ટ વગર . . .જેલમાં રાખી શકે છે . . .મતલબ સાફ જે દેશમાં મારામારી નથી થતી ત્યાં શાંત બેસી રહેવા માટે પણ ગુનો બનાવવો જેથી જેલર નો રોટલો નીકળે . . .? . . .ભૂતકાળમાં કોઈ સરકારે અહીં આવું કાર્ય કે કામ કર્યું નથી . . .અહીંનો રોજીંદો મોટાભાગે વ્યવહાર અને વ્યાપાર કેરળ સાથે જોડાયેલ છે તેઓની ભાષા પણ સૌથી વધારે મલયાલમ બોલે છે અને મોટે ભાગે અહીંના લોકોના બીજા ઘર પણ કેરળમાં ખરીદી રાખ્યું હોય છે લગ્ન પ્રસંગ હોસ્પિટલ પણ કેરળ સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલ હોવા છતાં . . .કેરળ સાથે વ્યાપાર રોજગરણ પ્રતિબંધ મૂકી . . .કર્ણાટકના મેગ્લોર માં કરવાનું . . .મોહમદ બિન તઘલઘ . . .ઉર્ફે પ્રફુલ ભાઈ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો . . .આ સદીઓથી એમના સબંધ મિલકત સામાજિક સાંસ્કૃતિક વૈવાહિક સબંધ ઉપર સરકારી હડપ નહીં તો શું કહેવાય . . .
. .વળી અહીં સરકાર જ્યારે ધારે ત્યારે સરકારી અને ડેવલોપમેન્ટ ના નામ ઉપર કોઈ કારણ આપ્યા વગર કોઈની જમીન મકાન કે અન્ય સ્થાયી પ્રોપર્ટી પોતાના હસ્તક કરી શકે અને ગમે તેં કંપની અથવા વ્યક્તિને આપી શકે છે. . .મતલબ આપ આ ટાપુઓ ઉપર સદીઓથી વસવાટ કરો છો અહીંના વિકાસમાં ફાળો આપ્યો છે છતાંય સરકાર ગમે ત્યારે આપને અહીં ભિખારી બનાવી શકે છે . . .અહીં ગૌ પાલન થતું નથી કારણકે માત્ર. . .ચાલીસ સ્કેવર કિલોમીટર . . .વિસ્તારમાં જમીન આવેલ છે બહું સીમિત માત્રામાં છે અને ગાય ઉછેર માટે પ્રોપર પણ નથી અહીંના લોકો માછલી સિવાય અન્ય નોન વેજિટેરિયન વસ્તુઓ ખાવા માટે કેરળ ઉપર આધારિત છે . . .અહીં ગૌ માંસ ખાવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે . . .આવા કેટલાય વિવાદાસ્પદ પ્રવધાનો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે. . .જેનો વિરોધ અત્યારે લક્ષદ્વીપ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં થવા માંડ્યો છે . . .હવે ઉત્તર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ગુનેગાર નેતાઓ લક્ષદ્વીપની શાંત જનતાને . . .આતંકવાદ તરફી . . .બતાવવાનો પ્રયાસ કરશે અને વધું એક ચૂંટણી સફળતા માટે ધ્રુવીકારણનો પ્રયોગ લક્ષદ્વીપ ટાપુઓમાં કરશે . . .એક મહત્વનું મને ગમતું પ્રાવધાન નીચે કહું છું . . .*
*. . .ઉપરાંત અહીંના મોટાભાગના લોકો સાંસ્કૃતિક રીતે ઇસ્લામ ધર્મનું પાલન કરે છે . . .ગુજરાતની. . .જેમ અહીં . . .દારૂબંધી. . .છે . . .માત્ર બહારથી આવતા પ્રવાસીઓ માટે . . . બગરામ ટાપુને. . .બાદ કરતાં અન્ય કોઈ પણ ટાપુઓ ઉપર દારૂ વેચવો કે પીવો ગુનો ગણાય છે. . .જ્યારે પ્રફુલ પટેલે આ ડ્રાફ્ટમાં . . .એવો કાયદો લાવ્યાકે. . .લક્ષદ્વીપના વિકાસ માટે ટુરિઝમ વિકાસ માટે દારૂબંધી હટાવી લેવી જોઈએ જેનો સ્થાનિકોએ ખૂબ વિરોધ કર્યો છે . . .કહ્યું આ અમારી સરળ શાંત સંસ્કૃતિ માટે જોખમી છે. . .અરે ભાઈ પ્રફુલ તારે આજ વિકાસ કરવો હોય તો . . .ચાલ ગુજરાતનામાં અહીં . . દારૂબંધી . . .હટી જાય તો લક્ષદ્વીપ કરતાં વધારે વિકાસ કરશે અહીં મોટાભાગના યુવાનો અત્યારે . . .ઝેરી કેમિકલ મિલાવટ વાળો બે નંબરી અંગ્રેજી દેશી આરોગી . . .મૃત્યુને નાની ઉંમરે આમંત્રણ આપે છે. . .અહીં ટુરિઝમ અને અન્ય ઉદ્યોગોનો મોટાપાયે વિકાસ થશે . . .આપને મદદ જોઈતી હશે તો . . .માંગણી કરો એટલે હું . . .કીર્તિમંદિર અને ગાંધી આશ્રમ બંને જગ્યાએ . . .દારૂ પિય અને સવિનય કાનૂન ભંગ કરીશ . . .વળી જે દેશ આજ સુધી મર્ડર મારામારી ચોરી ડકેતિ લૂંટ બળાત્કાર જેવા ગુનાઓથી અપરિચિત છે . . ત્યાં કાયદા પાસાના ઘડો છો . . .અને જ્યાં દારૂબંધી કાગળ ઉપર છે તે ગુજરાતમાં . . .કાયમ માત્ર અમદાવાદની ક્રાઇમરેટ . . .તો તપાસ કરો . . .ટૂંકમાં વધું એક કાશ્મીરનું નિર્માણ દેશમાં આપે કરવાનો નીર્ધાર કરી લીધો છે . . .જેનો પરવાનો . . .આપશ્રીને . . .પ્રધાનમંત્રો અને ગૃહમંત્રી આગળથી મળી ગયો છે . . .ઠીક છે આ બહાને ક્યારેય સમાચાર માધ્યમમાં ના 8ચમકતું . . .લક્ષદ્વીપ . . .દ્વીપ બની ચમકવા લાગ્યું ખરું . . .* . . .
.સર્વે મિત્રોના વિચાર પ્રતિભાવ આવકાર્ય છે . . .Raju Odedra*