Followers

Tuesday, 18 February 2020

જનાબ શકીલ સંધી નડિયાદ, સમાજ માટે હમેશા સક્રિય અને ચિંતિત રેહતા તેમના વિચારો વાંચો...


ગુજરાત નડિયાદ ના હમેશા સમાજિક પરિવર્તન અને સામાજિક જન જાગૃતિ ના કાર્યો કરતા રહે છે,તેઓ હમેશા પોતાના  અનુભવ અને અભ્યાસ સમાજ સુધી  સોશિયલ મિડીયામાં શેર કરે છે...


SAFTEAMGUJ.
17 FEB 2020, 12:00Am
Huzaifa Patel 

       હમારા બ્લોગ મા સમાજના ચિંતિત અને સક્રિય સમાજ માટે સંઘર્ષ કરતા યુવાનોઅને વડીલો ના વિચારો હમેશા જન જન સુધી પેહચે તે માટે  હમેશા તત્પર  રહે છે,  જે પણ મિત્રો પોતાના અનુભવ  અને અભ્યાસ સમાજ સુધી  સોશિયલ મિડીયામાં  મુકતા રહે છે, તેમને નમ્ર અપીલ  આપના વિચારો  હમારા  WhatsApp  નંબર પર શેર કરે.             ભાષા હિંદી અને ગુજરાતી 

______________________________________________
                            ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦, મેસેજ-૧
વિષય
દિન પ્રતિદિન આર્થિક અસમાનતાની સ્થિતિ ગુજરાત માં સાથે સાથે પુરા દેશમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.શું ? આ.ચિંતા નો વિષય નથી..

      અધૂરામાં પૂરું સરકાર દ્વારા આવી વિકરાળ પરિસ્થિતિ ને આધુનિક યુગમાં પણ દીવાલ બનાવી છુપાવવાની કોશિશ કરી એક અજ્ઞાનતા નું ઉદાહરણ એ દેશના રાષ્ટ્રપતિ સમક્ષ મુકવામાં આવી રહ્યું છે કે જ્યારે મોરબી મચ્છુડેમ ની જે હોનારત ૧૯૭૯ માં બની હતી ત્યાં સૌ પ્રથમ જાનકરી આજ અમેરિકાએ સેટેલાઇટ ના માધ્યમ થી ભારત ને આપી હતી વાહ સાહેબ વાહ...

    મૂળવાત પર પરત ફરી જાણવાની કોશિશ કરીએ કે દુનિયાની દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મૂળભૂત જરૂરિયાતો સહેલાઈથી સંતોસાતી રહે મૂળભૂત જરૂરિયાતો માં ભરપેટ ભોજન પહેરવા માટે કપડાં અને રહેવામાટે ઘરનો સમાવેશ થાય છે.

        ઉપરોક્ત તમામ વસ્તુઓને મેળવવા માટે તે મજૂરી નોકરી વેપાર કે વ્યવસાય પોતાના જ્ઞાન સમજ બજારની પરિસ્થિતિ મૂડી રોકવાની ક્ષમતા વિવિધ પરિબળો ના આધારે કરે છે તેમાં વળી કેટલાક લોકો બહુ પૈસા કમાય છે અને તેમની જીવન જરૂરિયાત ની વસ્તુઓની ઉપલબ્ધી ઉપરાંત અસંખ્ય મકાનો પુષ્કળ રોકડ અને જબરજસ્ત રોકાણો ઊભા કરીલે છે.

       તો વળી કેટલાક સરેરાશ આવક હાંસલ કરે છે અને તેમની જીવન જરૂરિયાતો આસાનીથી પૂર્ણ થતી રહે છે,
કેટલાક એવા પણ હોય છે જેમની મૂળભૂત વસ્તુઓ માંડ ભેગી થાય છે અને કેટલાક લોકો એવાપણ હોય છે કે જે પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકતાં નથી.

    વિશ્વમાં આવકની અસમાનતાને લઈને ગણા અર્થશાસ્ત્રીઓ ચિંતા વ્યક્ત કરતા આવ્યા છે  પણ કોઈ ચોક્કસ નિદાન કરી શક્યા નથી તેનાં પાછળ નું મુખ્ય કારણ એ પણ છે કે મુક્ત બજારમાં પૈસા કમાવવાની અસંખ્ય તકો ઉપલબ્ધ છે.

     સાથે સાથે ઈજારાશાહી અને પૂર્ણ સ્પર્ધાત્મક બજાર એના માટે એજ્યુકેશન ખૂબ આવશ્યક છે અને તે ગરીબ માણસ માટે અત્યારના યુગમાં સપના સમાન છે અત્યારે લોકોની આવકને અંકુશમાં કરવાની કે પછી આવક સંબધિત નિયમો ઘડવાની કોઈ ફર્મ્યુલા નથી છતાંય અમીરી અને ગરીબી વચ્ચે અંતર ઓછું થાય તે ખૂબ જરૂરી છે.

        આધુનિક યુગમાં આર્થિક ક્ષેત્રે માનવજાતની તકલીફ ખૂબ ચિંતા જનક છે જેમાં આજે કેટલાક ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ પણ માનસિક તણાવ અનુભવી રહ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં સહ પરિવાર સામુહિક આત્મહત્યા ના કિસ્સા પણ સામે આવ્યા છે તે દરેક વ્યક્તિ વિશેષ માટે ચિંતા નો વિષય છે.....!!

    
______________________________________________ 
                 ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦,મેસેજ-૨

વિષય
ભારતીય હોવાને નાતે દરેક નાગરિકે સત્તા ના સિંહાસન પર બિરાજમાન નેતાઓને સવાલો કરવા અતિ આવશ્યક છે.

      આપણા દેશમાં વખતો વખત આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ પાસે થી લૉન લીધેલ છે.આ લોનની ચુકવણી પણ આપણા દેશ માટે શક્ય નથી કે તે નજીકના ભવિષ્યમાં પણ કરી શકે.

     પરંતુ તેનુ વ્યાજ દર વર્ષે અવશ્ય ચૂકવવું પડે છે આ વ્યાજ ની રકમ કદાચ તમને ખબર નથી હકીકતમાં આપણા દેશની કુલ આવક નાં ૧૮% થાય છે.

      ઉપરોક્ત રકમ જે આપણે વ્યાજ પેટે ચૂકવીએ છીએ તે ખરા અર્થમાં દેશના ઉદ્ધાર માટે ખર્ચાય તો આપણા દેશ માંથી પાંચ વર્ષ માં અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય તેમ છે.

       સરકાર સમસ્યાનો ઉકેલ લાવવા માટે જો કટીબદ્ધ હોત તો આજે ટ્રમ્પ ને ત્રણ કલાક માટે બોલાવી ૧૦૦ કરોડ રૂપિયા થી ઉપરનો ધુમાડો ના ઉડાડત ઠીક છે ભાઈ દિવાળી કોના બાપની સરકારને તો રાંધણ ગેસ પેટ્રોલ ડીઝલ અને રાસન ઘરવખરી નાં ભાવ વધારી ગરીબ અને મધ્યમ વર્ગ ની જનતા પાસેથી વસુલવાના છેને એમાં ક્યાં પરસેવો પાડવાનો વળી આવે હવે સમયની માંગ પ્રમાણે જાગી આવા તાયફાઓ કરી દેશ ને અધોગતિ તરફ દોરી જનાર નો વિરોધ થવો જરૂરી છે.

      બનાવી અને ઉપજાવી કાઢેલી વાતો થી દેશની જનતા ને ક્યાં સુધી છેતરતાં રહેશે એક ને એક દિવસ સત્ય સામે આવશે અને તે દિવસ દૂર નથી કે ગલી મહોલ્લામાં જનતા તેમનું સ્વાગત જુતાના હાર થી અવસ્ય કરશે કોઈપણ વસ્તુ અતિશય અને અતિરેક થઈ જાય તો તેનું અંત નિશ્ચિત હોય છે.
______________________________________________
                        ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦, મેસેજ-૩

વિષય 
ખરેખરમાં અત્યારે દેશની સામે એક મોટી સમસ્યા એ છે કે સત્તાધારીઓને કારણે.

        ભારતની આર્થિક અને રાજનીતિક નીતિઓ રખડી પડી છે ભલે નાણાં મંત્રી બજેટ રજૂ કરતાં પણ તેમનીજ સરકારની નીતિઓ એવી છે કે ગરીબોના બદલે અમીરોના હિતને સંતોશે છે એવામાં રખડતી રાજનીતિક અને આર્થિક નીતિઓને પાટા પર લાવવા માટે પણ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ડૉ મનમોહનસિંહજી ની ઘણી પ્રાસંગિક વાતો આજે પણ મને યાદ આવે છે.

      કારણ કે તેમણે પ્રજા ના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી ૨૦૦૯ માં પુરા વિશ્વમાં મોંઘવારી બેરોજગારી અને મંદી એ માજા મૂકી હતી તેવા સમયે ભારતમાં તેનો પડછાયો પણ નહોતો પડવા દીધો તેવા પ્રખર વિદ્વાન અને અર્થશાસ્ત્રી પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ડૉ મનમોહનસિંહજી ની ખરાઅર્થમાં આજે પણ એટલીજ દેશ ને જરૂર છે.

            બાકી મોટા ભાગના નેતાઓ મુસ્લિમ સમાજની ટોપી પહેરી સમાજ ને અંધારામાં રાખી પોતાની રાજનીતિ નો ધમધમતો ધન્ધો ચમકાવવામાં સફળ રહે છે તેમનાથી દૂર રહેવું જોઈએ અને સાચી રીતે જેમની પાસે આપણ ને સમજવાના મૂળ સૂત્રો હોય તેમની વાતો પર વિશ્વાસ મૂકી અમલ કરવો જોઈએ જેથી કરીને આવનાર સમયમાં મુસ્લિમ રાજનીતિ નું સમીકરણ બદલી મુશ્કેલીઓ માંથી સ્વાભાવિક રીતે બચી શકાય અને ગુજરાતમાં ફરજીયાત સમીકરણ બદલાશે અને સફળતા પ્રાપ્ત થશે.

       મુસ્લિમ સમાજ માટે સમય સ્પર્ધાત્મક છે અને રાજનીતિક સફળતા મેળવવા માટે પણ ફક્ત કઠોર પરિશ્રમ થી કામ ચાલશે નહી કઠોર પરિશ્રમ તો સફળતાને માટે જરૂરી તત્વોમાંથી એક છે પરંતુ તેની સાથે બીજી ઘણી બધી વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે..

      
          

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...