Followers

Thursday, 11 February 2021

ગ્રામસભા

ગ્રામસભા-ઉદેશો

  • લોકસશક્તિકરણ
  • તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ.
  • ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક.
  • અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક
  • લોકભાગીદારી
  • સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ.

ગ્રામસભાના ચર્ચા માટેના મુદ્દાઓ

Standards for the selection of the village according to the plan

  • પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા.
  • વિવિધ કાર્યક્રમો/યોજનાઓ વિષે જાણકારી અને કામગીરીની સમીક્ષા.
  • ગામના વિકાસના પ્રશ્નો અને વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ.
  • ક્ષેત્રિય કર્મચારીઓની હાજરી અને કામગીરી બાબતે ચર્ચા અને સમીક્ષા.
  • જુદીજુદી યોજનાઓ નીચે લાભાર્થીઓની પસંદગી.
  • ભૂખમરા અને કુપોષણ અંગેના નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે ૮ યોજનાઓની સમીક્ષા.
  • મફત કાનૂની સહાય અંગેની જોગવાઇઓ બાબતે લોકોને જાણકારી.
  • કરવેરા વસુલાત અને આકારણીની કામગીરીની સમીક્ષા.
  • ગામના નમુના નં.૬ ની નવી પાડેલી નોંધોનું વાંચન.
  • ગૌચર, ગામતળ અને રસ્તાના દબામો બાબતે ચર્ચા.
  • લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧-૧૦-૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામસભાઓની અસરકારક આયોજન શરૂ થયેલ છે.

ગ્રામસભાના નિયમોઃ-

  • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા. ૨૭-૧૦-૨૦૦૯ના જાહેરનામાંથી ગુજરાત ગ્રામ પંચાયત (ગ્રામસભાની બેઠકો અને કાર્યો) નિયમો – ૨૦૦૯ બહાર પડવામાં આવેલ છે.

ગ્રામ પંચાયત

ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા.

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.[૧] ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...