Followers

Tuesday, 23 February 2021

ચુટણી એટલે શું ?

ચુટણી આમ તો દર પાંચ વર્ષ આવતી હોય છે,પરંતુ દર પાંચ વર્ષે નિષ્ફળ શાસકો બદલવાની પ્રકિયા એટલે ચુંટણી,ભષ્ટચાર નાથવા માટે સત્તાની ઉથલ પાથલ કરવા માટેનો સમય એટલે ચુંટણી ,સારા શાસકો નિમવાનો સમય એટલે ચુંટણી,દેશમાં પરિવર્તન લાવવાનો સમય એટલે ચુંટણી,દેશની જનતા ધ્વારા ચુટવામાં આવતા પ્રતિનિધિ ઓ દ્વારા જનતા અને સમાજના અવકાસો પુરા કરવાની વ્યવસ્થા એટલે ચુંટણી,
જ્યારે જ્યારે જનતા એક વિશ્વાસ મુકી જેતે સમયે પોતાના વિસ્તાર નો પ્રતિનિધિ ચુટે છે પરંતુ જનતા ના વિશ્વાસ મુજબ તે પ્રતિનિધિ કામ નથી કરતો ત્યારે જનતા ચુંટણી ના સમયમાં બદલલાવ લાવવા માટે નવા ઉમેદવાર ને ચુટે છે એટલે ચુંટણી, આમ તો કહેવાય છે કે લોકો દ્વારા ચુટેલા પ્રતિનિધિ ઓ થી ચાલતુ શાસન એટલે લોકશાહી સરકાર કહેવાય છે,પરંતુ હવે લોકશાહી ના નામે માછલા ધોવાય છે,

જ્યારે ત્યારે ચુંટણી માં જેવા તેવા લોકો ઉભા રહે છે અને પ્રજા સાથે દેશ દ્રોહ કરે છે,કેટલાય ઉમેદવારો વેચાય જાય છે,કેટલાય ચુંટાયા પછી ઈમાનદારી થી કામ નથી કરતા,કેટલાય દેશની તીજોરીઓ ખાલી કરી મોટા ભષ્ટચાર આચરે છે ત્યારે તેવા લોકોને સત્તા માંથી બહાર કરવાનો સમય એટલે ચુંટણી.

 જનતાનો લોકશાહી ઉપર વિશ્વાસ કાયમ રહે એટલે દર પાંચ વર્ષે ચુંટણીઓ યોજવાની જરૂર પડે છે અને એક સારો અને ઈમાનદાર પ્રતિનિધિ ચુટવાની આશા હોય છે,
પરંતુ ચુંટણી પંચના કેટલાય નિષ્ફળ નિયમો થી ચુંટણી ને ગંદા રાજકારણ શિકાર થવુ પડે છે.
દેશમાં સુશાસન સ્થાવા ચુંટણી પ્રકીયામાં ચોક્કસ પ્રકારના નિયમો અને કાયદા બનાવવા ની જરુર છે,જો ચુંટણી માટે પારદર્શક કાયદા ઓ નહી બને તો લોકો નો ચુંટણી ઉપર વિશ્વાસ નહી રહે અને લોકો ચુંટણી નો બહિષ્કાર કરી સકે છે.
દેશનુ ચુંટણી પંચ તટસ્થ નિપક્ષ અને પારદર્શક વહીવટ વાળુ હોવુ જોઇએ, લોકો નો વિશ્વાસ ચુંટણી પંચ ઉપર કાયમ રહે એના માટે ચુંટણી પંચે અનેક ઉદાહરણ પુરા પાડવા પડસે, 
જય હિન્દ !
વિચાર ક્રાન્તિ નો ક્રાન્તિકારક લેખક:
 દિપકસિંહ વિરપુરા 🌴✍🏻

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...