'યે બહેતી નદી બસ મુજે અપનેમેં સમા લે, મુજે દુઆઓ મેં યાદ કરના ક્યાં પતા જન્નત મીલે યા ના મીલે,' લગ્નસંબંધોમાં ખટરાગનું કરૂણ પરિણામ, પરિણીતાએ સાબરમતીમાં કૂદી આપઘાત કરી લીધો.
અમદાવાદ: પતિ-પત્નીના સંબંધોમાં એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં પત્ની પતિ વચ્ચે ગંભીર ઝઘડાઓ થાય છે પરંતુ આ ઝઘડાઓમાં ક્યારેક એવી સ્થિતિ આવે છે કે વ્યક્તિ પોતાનો જીવ આપવા મજબૂર થઈ જાય છે, જીવ આપતા પહેલાં એ ત્યાં સુધી કહે છે કે કુદરત હવે મને માણસોનું મોઢું નથી જોવું. બસ આવી જ એક પરિણીતાએ જિંદગીથી થાકી હારી અને સાબરમતીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. બે દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront Suicide) પરથી નદીમાં ઝંપલાવી એક મહિલાએ આપઘાત કરી લેતા આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મહિલાના પતિ સામે ગુનો Riverfront Police) નોંધ્યો છે.
પરિણીતા આપઘાત (Suicide) કરવા પહોંચી તે પહેલા પિતાના ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં પતિને પણ ફોન કરી તે તેના ત્રાસથી આપઘાત કરવા જાય છે તેવું જણાવતા પતિએ 'તું મરી જા અને વીડિયો મોકલજે' તેવું જણાવતા મહીલાએ આપઘાત કરતા પહેલા પતિને વિડીયો પણ મોકલ્યો હતો. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે પરિણીતાની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વટવા માં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018 માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી.
ફરીથી વર્ષ 2019 માં આઇશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આઇશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશા ના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આઇશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.
ગત ગુરુવાર ના રોજ આઇશા નોકરીએ ગઈ હતી. બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહી તેમ પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આઇશા એ મેં આજે આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આઇશા એ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી , આઇશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વિડીયો મોકલજે તેવું કહેતા આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.
આ સમયે આઇશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નિકળયા ને આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલેકે આઇશાની ડેડબોડી બહાર કાઢી હતી.
જેથી ત્યાં પોલીસને જાણ કરાતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ત્યાં પહોંચી અને બાદમાં આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વિડીયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હ્રદય દ્રાવક ઘટનાના અંતિમ શબ્દો
'પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.'
'ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હુંસુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.'
'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું....મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે...ચલો અલવિદા.'
પોતાના માતા પિતા સાતે વાત કરતો ઓડિયો સાંભળો.
એડિટર હુજૈફા પટેલ ભરૂચ ગુજરાત