*આતંકવાદ,સર્જિકલ સ્ટ્રાઇકઅને ભારતીયરાજકારણ*
Published on October 28th, 2016 | by Muhammad Kalim Ansari
http://bit.ly/2eLz4k0
કદાચ ભારતથી વધારે બદનસીબ કોઈ દેશ નહીં હોય, કે તેનીઉપર રાજ કરનારા લોકો આટલા લોભી, લાલચી, દંભી અનેતકવાદી હોય. તમામ રાજકીય પક્ષોએ જે રીતે સર્જિકલસ્ટ્રાઇકને લઈ અખાડો ઊભો કર્યો તેને જોતાં એવું લાગે છે કેજાણે દરેક તેમાં છુપાયેલ રાજકીય ફાયદા અને ગેરફાયદાનીગણતરી કરી રહ્યા હોય. ઉરી પર થયેલ આતંકી હુમલા પછીસતત બે વર્ષથી વિવાદ વચ્ચે આંટાફેરા મારતી અને વિકાસનાનામે સદંતર નિષ્ફળ ગયેલ સરકારને જ્યારે ચો તરફથી મળેલફિટકાર અને ઘેરાબંધી વચ્ચે કંઈ મળ્યું નહીં તો સર્જિકલસ્ટ્રાઈકએ એકમાત્ર ઉપાય દેખાયું. સર્જિકલ સ્ટ્રાઇક થઈ કેનહીં તે વિશે જગત આખું અવઢવમાં છે ત્યારે દેશમાં તેનીસાબિતી માગનાર લોકોને ગદ્દાર અને રાષ્ટ્રદ્રોહીના પ્રમાણપત્રવહેંચવામાં આવી રહ્યા છે. સરકાર જે કહે તે બરાબર. તેનીવિરુદ્ધ કે તેની કામગીરી પર પ્રશ્ન કરવો નહીં. જો કરો તો તમેરાષ્ટ્રદ્રોહી.!
સર્જિકલ સ્ટ્રાઇક થકી જનતાના મનમાં એમ ઠસાવવાનો પ્રયત્નકરવામાં આવી રહ્યો છે કે સરકારની ૫૬ની છાતી છે તેપાકિસ્તાનથી કોઈ પણ ભોેગે બદલો લઈ શકે છે. જડબાતોડજવાબ આપી શકે છે. રક્ષામંત્રી મનોહર પારીકર દેશનારક્ષામંત્રી મટીને જાણે સંઘના પ્રચારમંત્રી હોય તે રીતે સર્જિકલસ્ટ્રાઇકનો શ્રેય પહેલાં મોદીને પછી આડકતરી રીતે સંઘને આપીરહ્યા છે. જાણે લશ્કરની જગ્યાએ સ્વયંસેવકોએ સર્જિકલસ્ટ્રાઇક કરી હોય. બીજી તરફ કોંગ્રેસ પોતાની રહી સહીઇજ્જત બચાવવા ‘પોતે સત્તા પર હતી’ ત્યારે પણ સર્જિકલસ્ટ્રાઇક થઈ હતી તેવું રટણ કરી રહી છે. આક્ષેપ અનેપ્રતિઆક્ષેપથી ભારતીય રાજકારણીઓ દેશની ગરીમા અનેઅસ્મિતાને નુકસાન પહોંચાડી રહ્યા છે છતાં દંભી એટલા કેપોતાને સૌથી મોટા દેશભક્ત સમજે છે.
ગોવામાં યોજાયેલ બ્રિક્સ સંમેલનમાં મોદીએ જાણે કોઈચૂંટણી સભાને સંબોધતાં હોય તે રીતે પાકિસ્તાનનું નામ લીધાવગર તેને આતંકવાદની જન્મભૂમિ ગણાવી અને તેનેઆતંકવાદી રાષ્ટ્ર ઘોષિત કરવા માટે બ્રિક્સના અન્ય દેશોનેપ્રોત્સાહિત કર્યા. પરંતુ મોદી ભૂલી ગયા કે બ્રિક્સ દેશો મોદીભક્ત નથી કે તેમના જયજયકાર સાથે તેમનો પડયો બોલઝીલશે. ભારતની અપેક્ષાથી તદ્દન વિરુદ્ધ ચીને પાકિસ્તાનનાઆતંકવાદને ખતમ કરવા માટે આપવામાં આવેલ ‘બલિદાન’નેનહી ંભૂલવાની શીખ આપી હતી. અને પાકિસ્તાનનેઆતંકવાદનો ભોગ બનેલ દેશ બતાવી ભારતની આશા પર ઠંડુંપાણી રેડી દીધું હતું. રશિયાની પ્રતિક્રિયા પણ પાકિસ્તાન માટેસાનુકૂળ હતી. આમ ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનેએકલુ પાડી દેવાની કોશિશ નિષ્ફળ નીવડી હતી. બીજી તરફઇંગ્લેન્ડ અને અમેરિકાએ પણ પાકિસ્તાન માટે સાનુકૂળ નિવેદનકરી તેની વહારે આવી ગયા.
૧૮મી ઓકટોબરે હિમાચલના મંડી શહેરમાં એક જાહેરસભાનેસંબોધતાં મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દાને વધુ ચગાવતાંદેશના સૈનિકોની તુલના ઇઝરાયેલી સૈનિકો સાથે કરી હતી.દલિતો પર થતા અત્યાચારનો પણ ઉલ્લેખ કરતાં તેમણે દુઃખનીલાગણી પ્રગટ કરી હતી. જ્યારે હકીકત આ છે કે દેશમાંદલિતોથી વધારે અત્યાચારનો ભોગ મુસ્લિમો બની રહ્યા છે.છતાં દલિતોના અત્યાચાર પર દુઃખ વ્યક્ત કરવામાં આવે છેઅને મુસ્લિમો પરના અત્યાચારને ભુલાવી દેવામા આવે છે?છેલ્લા એક મહિનાથી સર્જિકલ સ્ટ્રાઇક અને આતંકવાદનુંમીડિયા દ્વારા જે રીતે વાતનું વતેસર કરવામાં આવ્યું છે તેનેજોતાં સાફ લાગે છે કે ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગુજરાતમાંયોજાનાર ચૂંટણીમાં આ મુદ્દાનો ઉપયોગ કરવાનો છે.
ભાજપ સરકાર જે વિકાસના મુદ્દાઓ સાથે સત્તામાં આવી હતીતે મુદ્દાઓને બાજુ પર મૂકી તેણે પોતાની જનેતા સંઘનાએજન્ડાને આગળ ધપાવવાનું શરૃ કર્યું હતું. ભાજપને એકગેરસમજ ઊભી થઈ કે લોકોએ તેમને ધર્મને આધારે મતોઆપી વિજયી બનાવ્યું છે જ્યારે હકીકત આ છે કે કોંગ્રેસનાબીજી ટર્મના (૨૦૦૯થી ૨૦૧૪) શાસનમાં ભ્રષ્ટાચાર અનેમોંઘવારીના કારણે જનતા ત્રાસી ગઈ હતી અને રાષ્ટ્રીય સ્તરેભાજપ સિવાય કોઈ રાજકીય પક્ષ હતો નહીં. તેથી લોકોએપરિવર્તન ખાતર ભાજપને જંગી જીત અપાવી હતી. છેલ્લા બેવર્ષના શાસનમાં દેશમાં સાંપ્રદાયિક માહોલ એટલી હદે બગડયોછે કે નાની મોટી ઘટનાઓને ગણીએ તો બે સમુદાયો વચ્ચે લગભગ બાર હજાર જેટલા બનાવો બન્યા છે. આર્થિકબાબતો, વિદેશ નીતિ અને આંતરીક સુરક્ષા એમ ત્રણેય ફ્રન્ટ પરભાજપા સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. આવા સમયે જેવિકાસના એજન્ડા સાથે સરકાર સત્તા પર આવી હતી તે જએજન્ડા સાથે ફરી મત માગવા ઉત્તર પ્રદેશ જેવા રાજકીય રીતેઅતિ સક્રિય અને બાહોશ રાજ્યમાં જઈ શકાય તે ન હોવાથીઆતંકવાદ અને સર્જિકલ સ્ટ્રાઇકની આડમાં ધર્મનું રાજકારણકરી અતિમહત્ત્વનું રાજ્ય કબ્જે કરવાનું કાવતરૃં છે.ઉત્તરપ્રદેશમાં બસપાની પકડ મજબૂત જણાઈ રહી છે. અનેજો બસપા ઉત્તર પ્રદેશમાં સત્તા હાસલ કરે તો ભાજપ પાસેલોકસભાની ૮૦માંથી ૭૨ સીટો હોવા છતાં સરકાર નહીંબનાવી શકવાનો ઘેરો આઘાત થશે અને તેની નોંધ સ્થાનિકસ્તરેથી લઈ છેક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લેવાશે. બીજી તરફરાજ્યસભામાં બહુમતી પુરવાર કરવા માટે પણ ઉત્તરપ્રદેશમાંવધુમાં વધુ સીટો પર જીત હાસલ કરવી અત્યંત જરૃરી છે.તેથી ભાજપ માટે કરો યા મરો વાળી પરિસ્થિતિનું નિર્માણ થયુંછે. દેશની પ્રજા તેમાંય ખાસ કરીને ઉત્તરપૂર્વીય રાજ્યોની પ્રજામાટે રાષ્ટ્ર વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. તેથી ભાજપ દેશભક્તિ,સુરક્ષા, પાકિસ્તાન અને આતંકવાદ જેવા મુદ્દાઓ ત્યાં રજૂ કરીરહેલ છે.
પંજાબની પરિસ્થિતિ પણ પંજાબ માટે અનુકૂળ નથી. આમઆદમી પાર્ટીનો પ્રભાવ ત્યાં વધારે જોવા મળી રહ્યો છે. હાલમાંભાજપ અને અકાલીદળની સંગઠનવાળી સરકાર છે, જેમુશ્કેલીમાં છે. પંજાબ એક એવું રાજ્ય છે જે ભાગલા વખતેસૌથી વધુ પ્રભાવિત થયું હતું. બીજું લશ્કરમાં જોઈએ તોપંજાબ રાજ્યમાંથી નોંધપાત્ર હાજરી જોવા મળે છે. તેથી ત્યાંપાકિસ્તાન અને સર્જિકલ સ્ટ્રાઇક બન્ને મુદ્દાઓ સુપરહીટસાબિત થાય તેમ હોવાથી તે મુદ્દો ત્યાં પણ ચલાવવામાં આવીરહ્યો છે.
ગુજરાત રાજ્ય ભાજપનો ગઢ મનાતું હોવા છતાં છેલ્લા દોઢેકવર્ષનો ઘટનાક્રમ ભાજપ માટે સંતોષકારક નથી રહ્યો. ભાજપનોવર્ષોથી વફાદાર એવો પાટીદાર સમાજ જે રાજ્યમાં લગભગ૧૮ ટકા વસ્તિ ધરાવે છે અને આર્થિક રીતે સમૃદ્ધ છે અનેભાજપને દરેક રીતે મદદ કરે છે. તે અત્યારે ભાજપથી નારાજછે. પાટીદાર આંદોલનને કાબૂમાં લેવા માટે જે ચાલો ચલવામાંઆવી, જે ગણતરી કરવામાં આવી તે તમામ ઊંધી પડી છે.અધૂરામાં પૂરૃં હોય તેમ આમ આદમી પાર્ટીએ સૂરતમાંપાટીદારોને સંબોધિત કર્યા તેમાં જંગી માનવ મેદની ઉમટી પડીહતી. તેને જોઈ ભાજપની ઊંઘ ઔર હરામ થઈ ગઈ છે.બીજી તરફ ગૌરક્ષકો દ્વારા દલિતો પર થયેલ અત્યાચારનાકારણે ‘દલિત મુસ્લિમ એકતા’ના નારા બુલંદ થતાં ભાજપનીહાલત વધારે કફોડી બની છે.
આમ સામાન્ય રીતે જોઈએ તો ભાજપ પાસે હવે અંધારામાંહવાતિયા માર્યા સિવાય કોઈ રસ્તો નથી. તેથી બિકાઉમીડિયાના ઉપયોગ દ્વારા જનતાને રોજગાર, મોંઘવારી, શાંતિ,સુરક્ષા જેવા મુદ્દાઓથી ભટકાવી આતંકવાદ, સર્જિકલ સ્ટ્રાઇકઅને ધર્મનું કાર્ડ રમી રાજકીય લાભ ખાટવાનું આયોજન છે.
સત્તાના નશામાં મદમસ્ત અને જનતાને મૂર્ખ બનાવવાનું કાર્યકરતા લોકોએ વિચારી લેવું જોઈએ કે એક મહાશક્તિ સત્તા તેછે જેના કબ્જામાં તમામ ફેંસલાઓ છે. તેથી અત્યાચાર,અન્યાય અને ઝેર ફેલાવી લોકોમાં વૈમનસ્ય ઊભું કરવાનું કાર્યવધારે સમય સુધી ચાલવાનું નથી. દેશની જનતાએ ઘટનાનુંપુથક્કરણ કરી હકીકત સુધી પહોંચવું જોઈએ અને રાજકીયપક્ષોના સ્વાર્થને સમજવો જોઈએ.
“તેમણે તેમની બધી જ ચાલો ચાલી જોઈ, પરંતુ તેમની દરેકચાલનો તોડ અલ્લાહ પાસે હતો, જો કે તેમની ચાલો એવીભયંકર હતી કે પર્વતો તેમનાથી ખસી જાય.” (સૂરઃઇબ્રાહીમ-૪૬) *
//
Please click on the following link and like the FB and Twitter Page:
https://www.facebook.com/yuvasaathimagazine/
https://twitter.com/yuvasaathi
Please reflect and introduce into your circle also.